STORYMIRROR

Bindya Jani

Romance

4  

Bindya Jani

Romance

મીસકોલ

મીસકોલ

1 min
213

  નવી કોલેજ હતી. નવા વિદ્યાર્થીઓ હતા. બધું જ નવું હતું !

   ઘણાં દિવસો સુધી એ કોલેજમાં દેખાયો નહિ. મન અચાનક તેના માટે વિચારવા લાગ્યું કે તે કેમ નહીં આવતો હોય. મનને ટપાર્યું, તને કેમ વિચાર આવે છે ? તું તો તેને ઓળખતી પણ નથી. નામની પણ ખબર નથી. છતાં આમ કેમ ? મન બેચેન બન્યું. શા માટે ? ક્યાંક દિલના એકાદ ખૂણે કોઈ મીઠી હલચલ મચી ગઈ હતી. ક્યારે, કેવી રીતે તે ખબર પણ ન પડી. 

    સપના મનમાં ને મનમાં મૂંઝાતી રહી. તેની મૂંઝવણ વધતી ચાલી. 

     અચાનક ઘણાં દિવસો પછી કોલેજમાં તેનું આગમન થયું. તે મનોમન ખુશ થઈ. નજરથી નજર મળી. આંખોએ ઘણાં સવાલો પૂછી લીધાં મનોમન.. અને જાણે તેના જવાબ રૂપે તેના આશ્ચર્ય વચ્ચે તે તેની સામે આવી ઊભો. "હાય સપનાં, ગુડ મોર્નિંગ" તે સામે જ ન જોઈ શકી, જાણે કે તેના હોઠ જ સિવાઈ ગયા. દિલ એક ધડકન ચૂકી ગયું. પણ તેણે જ સામેથી વાતની શરૂઆત કરી. "સપના, તને એક ખાસ વાત કહેવી છે. પણ કેવી રીતે કહું તે ખબર નથી પડતી. પણ મને કશુંક કહેવું છે. જો તને વાંધો ન હોય તો તારો મોબાઈલ નંબર આપ. તને મળીશ મેસેજથી જો તને મારી વાત પસંદ પડે તો મીસકોલ કરજે. અને મેસેજ અને મીસકોલથી સંપર્ક વધ્યો. દિલના તાર જોડાયા ને. ઝણકાર થયો મીસકોલ દ્વારા. 

   સપના ને સાકાર બંધાયા મેસેજ ને મીસકોલની જોડીમાં. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance