STORYMIRROR

Bhavna Bhatt

Drama Thriller Tragedy

3  

Bhavna Bhatt

Drama Thriller Tragedy

મીરા

મીરા

4 mins
15.8K


મીરા એના રૂમમાં બેઠી યાદોમાં ખોવાઈ ગઈ હતી અને એની આંખોમાંથી ચોધાર અશ્રુધારા ચાલતી હતી અને બહારથી તેર વર્ષનો ભત્રીજો વિરાજ બુમ પાડતો હતો ફોઈ દરવાજો ખોલો મને આ દાખલો શિખવાડો ને. મીરા એ ફટાફટ પોતાની આંખો લુછી અને પાણી પી ને દરવાજો ખોલ્યો એ સાથે વિરાજ દોડતો રૂમમાં આવી ગયો.

ફોઈ મને આ દાખલો શીખવાડો ને. મીરા એ વિરાજને દાખલો શિખવાડયો વિરાજ ખુશ થઈ ગયો અને ફોઈ સાથે સ્કુલની વાતો કરવા લાગ્યો મીરા એનું મન રાખવા ભત્રીજા સાથે વાતચીત કરવા લાગી. એટલામાં જ નીચેથી ભાભીએ બૂમ પાડી કે ફોઈ ભત્રીજાની વાતો પતી ગઈ હોય તો ચાલો જમવા.

મીરા અને વિરાજ નીચે ઉતર્યા અને ટેબલ પર ગોઠવાયા અને જમવાનું ચાલુ થયું. મીરાના ભાઈ એ એક નિયમ બનાવ્યો હતો કે રોજ રાત્રે બધાયે સાથે બેસીને જમવાનું. જમતા જમતા અલક મલકની વાતો થતી અને આમ જમવાનું જમ્યા પછી બધા છૂટા પડ્યા.

મીરા પોતાની રૂમમાં આંટા મારવા લાગી અને જૂની યાદોને વાગોળતી રહી. થોડીવાર પછી પલંગમાં આડી પડી અને પાછી એ યાદોમાં ખોવાઈ ગઈ.

મીરા ને એ દિવસ બરાબર યાદ છે જ્યારે કોલેજમાં લેક્ચરર તરીકે એનો પહેલો દિવસ હતો અને પોતાના કલાસમાં પિરયડ લઈ સ્ટાફ રૂમમાં બેઠી હતી અને બધા સાથે પરિચય કેળવી રહી હતી અને ત્યાં પ્રોફેસર નિકુંજનો પરિચય થયો અને મીરા નિકુંજને જોતા જ દિલ દઈ બેઠી.

મીરા રોજ નિકુંજ જોડે વાત કરવા માટે બહાના શોધી નિકુંજ ને મળતી. રોજ બરોજ કંઇ ને કંઇ બહાનું કરી મીરા નિકુંજની સાથે વાતચીત કરી અને વધુ સમય નિકુંજ સાથે રહેવા કોશિષ કરતી.

આમ કરતા એક દિવસ મીરા એ નિકુંજ ને કહ્યું કે આજે તમે ફ્રી હોવ તો મારે તમારી સાથે એક વાત કરવી છે તો આપણે જોડે ચા નાસ્તો કરવા જઈએ. નિકુંજે થોડું વિચારી હા પાડી અને પોતાનો પિરયડ લેવા ચાલ્યો ગયો.

કોલેજ પતી પછી બંને જણા નજીકની રેસ્ટોરન્ટ માં નાસ્તો કરવા કોર્નરના ટેબલ પર બેઠા. નાસ્તા અને ચા નો આોર્ડર આપ્યો. મીરા અસમંજસમાં હતી કે કહું કે નહીં. આમ જ થોડો સમય ચુપકીદીમાં પસાર થયો એટલે નિકુંજ બોલ્યો કે બોલો શું કહેવું છે મીરા જી

મીરા એ નિકુંજ સામે જોયું અને કહ્યું કે મેં તમને પહેલીવાર જોયા ત્યારથી જ તમને પ્રેમ કરુ છું શું તમે મારો સ્વીકાર કરશો? નિકુંજ સ્તબ્ધ થઈ ગયો અને ખાસી વાર ચૂપ રહ્યા પછી કે હું માફી માંગુ છું પણ હું પરણેલો છું અને મારે બે બાળકો પણ છે અને હું મારી પત્નીને બહું જ પ્રેમ કરુ છું તો મીરા જી તમે ખુબ જ સુંદર છો તો કોઈ બીજું સારુ પાત્ર જોઈ લગ્ન કરી લો.

મીરા રડી પડી અને તેણે નિકુંજને કહ્યું કે પહેલા તો મને 'તમે' કહેવાનું બંધ કરો અને બીજી વાત કે ભલે મને તમારા તરફથી કશું જ ના મળે તમે તમારા પરિવારને વફાદાર રહો મારે માટે તમારા સિવાયના પુરુષો ભાઈ સમાન છે. હું તમને જીંદગી ભર પ્રેમ કરતી રહીશ તમે મને પ્રેમ કરતા તો ના રોકી શકો ને?

નિકુંજ કંઈ જ ના બોલ્યો, એને મીરા ની ચિંતા થઈ. અને એ લોકો છુટા પડ્યા.

આમ કોલેજના દિવસો જતા હતા. મીરા મક્કમ હતી અને નિકુંજ મીરા ને સમજાવવાની એકે તક ચુકતો નહીં. પણ મીરા તો એક જ વાત, હું કયાં તમારી પાસે કંઇ માગું છું હું તમારા પ્રેમમાં પાગલ છું.

આમ કરતા મીરા એ નિકુંજના પરિવાર સાથે ઘર જેવો સંબંધ બાંધી દીધો અને નિકુંજના ઘરે જઈ છોકરા સાથે રમતી અને રમાડતી.

એક અઠવાડિયાથી નિકુંજ કોલેજ ન આવતા મીરા આજે કોલેજ ન ગઈ અને સીધી નિકુંજના ઘરે ગઈ તો, નિકુંજની તબિયત બહુ જ ખરાબ હતી એ પથારીમાં હતો. જાત જાતના ટેસ્ટ કરાવ્યા અંતે નિદાન થયું કે કેન્સર છે બધા આઘાતમાં સરી પડ્યા. નિકુંજ એક વર્ષમાં જીંદગીની જંગમાં હારી પ્રભુધામ ગયો.

મીરા ત્યારથી સાદા કપડાં પહેરે છે અને આજેય નિકુંજની યાદમાં જીવે છે અને નિકુંજને આપેલું વચન નિભાવે છે.

મીરાએ લગ્ન નથી કર્યા એ તો નિકુંજ ને વરી ચુકી છે.

મીરા તો મીરા જ છે......


Rate this content
Log in

Similar gujarati story from Drama