Kalpesh Patel

Horror Thriller

4.8  

Kalpesh Patel

Horror Thriller

મેં કઈ નથી કર્યું !

મેં કઈ નથી કર્યું !

17 mins
1.1K


“મેં કઈ નથી કર્યું!”. આ..આ... ઓહ...ઓહહ... ડરામણો ચહેરો, જોઈ ધ્રૂજતા અવાજે" રીંકલ દર્દથી કાણસતી બોલી. તેની ચીખથી આસપાસનું વાતાવરણ બિહામણું થઈ ગયું. તેની પાસે ઉભેલો તેનો ભાવિ પતિ આકાશ પોતે કોઈ ઊંડા કૂવામાં હોય તેવું લાગતું હતું. અચાનક હોરર સ્ટોરીમાં આવતું જીવડું આકાશની પાસેથી ઘસાઈને ઉડીને ગયું. આકાશને તે હવામાં ઉડતા આગિયા જેવુ લાગ્યું, અને આઘાત નિંદ્રામાં સરી પડ્યો.

રીંકલ અને આકાશની સગાઈ થઈ હતી, આજે તેઓ કાળા ડુંગરઉપર આવેલી ગુલમહોર હવેલીએ પિકનિક માટે આવ્યા હતા, બીજા બધા જમી પરવારીને પાછા વળી ગયા હતા, નવલૂ જોડું હવેલીમાં મુક્ત હતું. રીંકલ શહેરના રસીકલાલ જ્વેલરની દીકરી હતી, તો આકાશ સોહનલાલનો એક માત્ર વારસ હતો.

સોહનલાલે રીંકલના મમ્મીને કહ્યું હતુકે કે તમે લગ્નમાં તમારા બજેટ પ્રમાણે જ કરજો અમને સારૂં લાગે એટલે આમ આવું કરવું જ પડે એવું નહીં. આપણે દુનિયાને નથી દેખાડવાનું. તમને તો ખબર જ છે ને આજકાલના લગ્નમાં દેખાડો કેટલો હોય છે. તારા પપ્પાની વાતથી મારી મમ્મી તો એટલા ટેન્શન ફ્રી થઈ ગઇ હતી અને ખુશ પણ એટલાં જ થયા કે આપણા વિચારો જેવા જ એમના વિચારો છે અને આજકાલના દંભ દેખાડાવાળી લાઈફ નથી ગમતી. આજે સોહનલાલે તેઓની કાળા ડુંગરઉપર આવેલી પુરાણી હવેલીએ એક પાર્ટી રાખેલી તેમાં તેઓના અંગત સર્કલના મિત્રો અને રીંકલના મમ્મી અને તેઓના કુટુંબના નજીકના સભ્યો પાર્ટીમાં આવ્યા હતા હતા.

સોહનલાલના પત્નિ સજનબાની મરજી વિરુદ્ધ યોજાયેલ પાર્ટી પત્યા પછી, રાત્રિના બે વાગ્યા છતાં આકાશ પાછોના આવ્યો એટલે આકાશના મમ્મી હવે અકળાયા, તેઓને ચોવીસ વરસ પહેલાની તેઓના બાપદાદાના જમાનાના ડુંગર ઉપરના ઘરમાં ઘટેલી ઘટના યાદ આવતા ભયનું લખલખુ આવિ જતા. કપાળે પરસેવો નિતરી આવ્યો. ભૂતકાળની કોઈ બિહામણી યાદે તેમના પુરખોની આ “ગુલમહોર હવેલી” તેઓ માટે “ભૂતિયા મહેલ”થી વિશેષ નહતી, કારણ કે પરની અંહી આવ્યા ત્યારથી તેઓ આ ગુલમહોર હવેલી સાથે અગણિત સંકળાયેલી ડરામણી વાર્તાઑ સાંભળી ચૂક્યા હતા. તેઓના એકના એક પુત્રના વિવાહની પાર્ટી શાપિત ભૂતિયા ઘેર આયોજિત થઈ ત્યારે તેઓ આજે પણ તેઑ કોઈ અગમ્ય ડર મહેસુસ કર્તહોવાથી ભૂતિયા મહેલ જવાથી દૂર રહ્યા હતા. 

ડરામણા વિચારોએ તેમના મગજનો કબ્જો લઈ લીધો હતો. સતત તેઓની સમક્ષ તેમની નણદ રૂપકુંવરબાનો હાથ ફેલાવી મદદ માંગતો ચહેરો આવતો હતો. સજનબાની ધીરજનો અંતઆવ્યો અને કોઈ અમંગળથી તેઓ ભયભીત થવાથી તેઓ તેમનં પતિ સોહનલાલ પાસે દોડી ગયા ત્યારે તેઓના પતિ દીવાન ખંડમાં સિગારેટના ધૂમાંડાંમાં ઘેરાયેલા હોઇ, સજનબા તેઓને દૂરથી ઓળખીના શકયા અને મોટી ચીસ પાડી દીવાન ખંડના દરવાજે ફસડાઈ પડ્યા.

કાતિલ ઠંડીની તે પૂનમની રાત્રિએ, બા એ પાડેલી એકાએક ચીસના આવવાજથી સોહનલાલ ધ્રુજી ગયા. અવાજ તરફ નજર જતાં જોયું તો, તેમની આંખે દરવાજે લોહીથી ખરડાયેલા તેમની બહેન રૂપકુંવારબાનો ચોધાર આંસુએ રડતો ડરામણો ચહેરો જોયો, અને કાને કણસતા અવાજે બહેનનો સાદ પડતો હોય તેવો આભાસ થયો. ”સોનું... સોનું.. તું ક્યાં છે... મ્હારાથી તું આટલો દૂર કેમ રહે છે ? જલ્દી આવ, હું ક્યારની “રાખી” લઈને તારી રાહ જોવુછું, મ્હારા વીરા...સોહનલાલે તેઓના વારસો પહેલા ગુજારી ગયેલા બહેન અત્યારે હાથ ફેલાવી બોલાવી રહ્યા હોય તેવું લગતા ડરી, હાથમાં રહેલી સિગારેટને ઝડપથી ફૂંકવા માંડ્યા, જ્યારે તેમની આંગળીએ સળગતી સિગારેટના સળગતા ગલ થી ( છેડાં) દાઝ્યા ત્યારે તંદ્રા તૂટી અને જોયું તો દરવાજે તો તેઓના પત્ની સાજનબા ફસડાઈ પડેલા હતા. સોહનલાલે દાઝેલી આંગળીને તેઓના મોમાં મુક્તા દરવાજે દોડ્યા. અને રઘુ રસોયાને રાડ પાડી પાણી મંગાવ્યું અને તે છાંટી, સાજનબાને મૂર્છામાથી જાગૃત કર્યા.

સાજનબાએ કળ વળતાં આકાશ હજુ પહોચ્યો નથી તેની ચિંતા વ્યક્ત કરી. સોહનલાલે બાને ગાલે ટપલી થપકારતા બોલ્યા..ઓહ..ઓહ.. તમે, ભારે અજંપા વારા છો હો. નાહકની ચિંતા ના કરો. આકાશ વયસ્ક છે યુવાન હૈયા છે થાય મોડુ. તેમાં આપણે ચિંતા નહી કરવાની, તેવું કહેતા બા ને ટેકો આપી દીવાન ખંડમાં લઈ આવી સોફા ઉપર બેસાડી રધુ ને રવના કર્યો, પણ રાયજી ( સાજનબા તેમમાં પતિને રાયજી કહેતા) અને  તરત આકાશને મોબાઇલ લગાવ્યો પણ મોબાઈલ “નો” રિપલાય આવતો હતો. મોબાઇલ ઉપર આકાશનો સંપર્ક ન થતાં સોહનલાલ પણ મુજયા, કઈ અજુગતું બન્યું હોય તેવી અશંકાએ હવે ડરી ગયા, પણ તેઓએ ડરને ચહેરા ઉપર દર્શાવ્યા વગર, સાજનબાને હયા ધારણ આપી, નાઇટસૂટ ઉપર ઓવરકોટ ચડાવ્યો અને તેમની મર્સિડિજ લઈ ફાર્મ હાઉસ પહોચ્યા, ગેટ ઉપર લખુ-દરવાન ઝોકે ચડેલો એટલે હોર્નના અવાજને પ્રતીભાવ ના આપ્યો છેવટે સોહનલાલે ગાડીમાંથી ઉતારીને ગેટ ખોલ્યો, અને તેટલામાં લખુ-દરવાનનું જોકું પત્યુ, જોયું તો મોટા શેઠ હતા, હાથ જોડતા બોલ્યો બોલો શેઠ આતો જરા ખાવાનું ભારે હોવાથી... કઈ વાંધો નહીં લખું, અરે તારા નાના શેઠ.. લખુએ વાતને કાપતા બોલ્યો તેઓ અને વહુબા હજુ ફાર્મમાં છે, ગાડી બહાર નથી નીકળી.

સોહનલાલે મારકો-પોલોની સિગાર પેટાવી એક ઊંડો કસ લેતા એક નજર કાળા ડુંગરની તળેટીમાં નાખી, ત્યારે ચિત્તા, વરુ, શિયાળ, ઝરખ, હાથી,સાપ, કરચલા, જંગલી ઘુવડ, વીંછીઓથી ભરપૂર ડુંગરની તળેટીમાં... અર્ધ રાત્રિએ તેઓએ એક બિહામણા ઝરખને સાસલા પાછળ દોડતું જોયું, પણ પિસ્તોલ હાથવગી નહતી એટલે તેઓ સસલાને બચાવી ના શકયા. અને સસલાની તિણી ચીસ સમે, ત્યા તો હવેલીના ટાવર ઉપર લાગેલી ઘડિયાળે રાત્રિ અઢી વાગ્યાનો ડંકો વાગ્યો, ઝરખને સાસલા ની ઝ્દપના હોરર સીન જોયા પછી, પોતઆની પાસે અત્યારે પિસ્તોલ નથી, તે બદલ રંજ મહેસુસ કરતાં સોહનલાલના શ્વાસો શ્વાસ એકાએક વધી ગયા, તેઓ તરતજ ગાડીમાં બેઠા અને દરવાજો લોક કરી લીધો અને લખું પણ સાથે ગોઠવાયો. થોડો સમય વિતતા, કોટ ના ખિસ્સામથી ચાંદીની સુરાહી કાઢી અંગ્રેજી દારૂનો ઘૂંટ મારી મન શાંત થતાં... વિચારતા હતા કે પોતાના સમયમાં લગ્ન પછી પણ, પત્ની સાથે નિકટતા મેળવવી કેટલું મુશ્કેલ હતું ! અને આજે લગ્ન પહેલાની મોકળાશ કેટલી સહજ છે ! તેઓએ ગાડીના ડેશ બોર્ડ માથી મારકો-પોલોની સિગાર કાઢી પેટાવી, સિગારના દરેક કસથી ગાડીમા “કેપહચીનોની” મહેકથી (કડવી કોફીની સુગંધ) ગાડીના ઠંડા વાતાવરણને વધારે અલહાદક બનતું હતું, સોહનલાલની આ માનીતી બ્રાન્ડ હતી જ્યારે હળવા મૂડમા હોય ત્યારે સામાન્ય રીતે અડધી કલાક ચાલતી આ સિગારને તેઓ આંઠ થી દસ મિનિટમા ફૂંકી મારતા. લખું, તેના શેઠના આવા સ્વભાવથી વાકેફ હતો, શેઠ આવે સમયે તેને પણ બચેલા થોડા કસનો લાભ આપતા હતા. સિગારના ઠૂંઠાના કસની આશાએ ગાડી પાસે ઊભો રહ્યો. અને તેને આજે શેઠે અડઘી પતાવેલી સિગાર તેને હવાલે કરી તો, આજે લખૂના આનંદનો પાર ના હતો. લખું સિગાર બુઝાવા જતો હતો ત્યાં સોહનલાલ બોલ્યા, નહીં લખું ઉતાવળ નથી તું પણ આજની પાર્ટીને સિગારની લેહઝત લઈ યાદગાર બનાવ, તારી સિગાર પતે  પછી આપણે બંગલે જઇયે.

પરદાદાના વખતની સોહનલાલની આ ગુલમહોર હવેલીને ભલે લોકો ભૂતિયા મહેલ કે શાપિત હવેલી કહેતા પરંતુ આ હવેલી ઘણી રીતે બીજા કરતાં અલગ હતી, પરદાદાના વખતની આ હવેલી લગભગ સાત એકરના વિશાળ ફલકમા પથરાયેલી હતી. તેમાં લગભગ બધાજ ટોપીકલ ફળોના ઝડવાઓ કાબેલ માળીની નજર હેઠળ જળવાયેલ હતા. લગભગ અડધો કિલોમીટરના એપ્રોચ રસ્તો વટાવી સોહાનલાલની મર્સિડિજ હાઉસ પાસે પહોચી અને, બરાબર તે વખતે કોઈ સ્ત્રીની ચિખનો અવાજ તેઓએ તથા લખુએ સાભળ્યો. સોહનલાલ, થડકારો ખાઈ ગયા, કઈ અજુગતું બન્યું હોય તેમ તેમને લાગતાં તેઓ એ લખુની સામે જોયું, લખું પણ ચિખના અવાજથી અવાચક હતો. ગાડીમાથી બંને બહાર નિકર્યા ત્યારે નભમાં ચંદ્ર જાણે કોઈ આવનારી આફતથી કંપતો હોય એમ નાની-નાની વાદળીઓ પાછળ લાંબો વખત સુધી ઘડીએ ઘડીએ છુપાઈને પોતાની શીતળ છાયા વારેવારે સમેટી લેતો હતો.

મુશ્કેલીઓ અને દુઃખ વચ્ચે બહુ ફર્ક છે. ખરું દુઃખ કોને કહેવાય એ અત્યારે સોહનલાલને ખરેખર સહન કરવાનું આવ્યું ત્યારે જ સમજાયું તેમની પાસે કોઈને પણ,તેમનું જીવન જોઈને ઈર્ષ્યા થાય એવું સુખ હતું પણ અત્યારે તેઓ બેચેન હતા. લખું દરવાન સમજી ગયો કે એક શ્રીમંતની અતૂટ મમતા પાછળ એક સાધારણ પિતા પણ છે. શેઠ ચાલો તમારા ઉપર શ્રીજીના ચારેય હાથ હજુ છે, માટે ચિંતા ના કરો.

‘સોહનલાલ અને લખુંએ જ્યારે હવેલીના દીવાનખાનામાં પગ મૂક્યો ત્યારે, ખંડમા ખટ...ખટ...કટ ખટ..

ખટ..કટ, નો અવિરત અવાજ આવતો હતો, અને તેમાં તેમના પરદાદાના જમાનાનું જર્મનીનુ ફ્લોર ક્લોકનો ટક-ટકારો ત્યાં પ્રસરેલી નીરવ શાંતિ ને ખંખોળતો ડરવણો લાગતો હતો. દીવાનખંડના દીવા હજુ બેલ્જિયમ ના ઝૂમમરમાં ઝગમગતા હતા, સોહનલાલની નજર આ જગ્યાથી ટેવાયેલી એક ક્ષણ મા તાગ મેળવી લીધો, તરતજ બાજુના રૂમમા દોડ્યા, અને ગ્રામોફોનની પતી ગયેલી રેકર્ડ ઉપરથી આર્મ ઉપાડી રેકર્ડ પ્લેયર બંધ કરી ખટ-કટના અવાજ બંધ કર્યો. અને જોયું તો ચોકની સામેના આવેલા એન્ટિકરૂમમા પણ લાઇટો ચાલુ હતી, તેઓ ત્યાં ગયા અને તેમની પાછળ લખું પણ દોરવાયો. અંહી તેઓને બાપદાદાએ તેઓના જીવનકાળ દરમ્યાન શિકાર કરેલા પશુઓને દવા ભરી સાચવેલા હતા.

સોહનલાલે આ રૂમમા આવતાવેત જોયું તો આદમ કદનું સાબરનું બુત નીચી મૂડીએ રીંકલની છાતી ઉપર પડેલું અને સાબરના બે અઢીફૂટીયા શિંગડાથી રીંકલની છાતી ચિરાઈ ગયેલી હતી, તેમાથી લોહી વહી રૂમમાં પથરાએલ અફગાન ગાલીચાની લાલાશમાં વધારો કરી રહ્યું હતું. રહેલ હતું, અને દૂર ખૂણામા ઊંધામોઢે આકાશ બેહોશ- નિશ્ચેત હતો તેને પણ માથે વાગેલું હોઇ લોહી નીકળતું હતું. વાતાવરણમા કોઈ મીઠી માદક સુગંધ રેલાયેલી હતી. સમયને પારખીને, લખુંને બહાર જવા સંકેત કરી, સોહનલાલે તરતજ ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસ ચોકીમા પ્રાથમિક જાણકારી આપી, અને તેઓના ફેમિલી ડોક્ટર નિરવને પણ ફાર્મ હાઉસ તેડાવ્યા અને હાઉસની બહાર તેઓની રાહ જોતા લખુની સાથે આવી બેઠા.

ઇન્સ્પેક્ટર શેખર અને તેની તપાસ પાર્ટી થોડાજ સમયમા ફાર્મ હાઉસના અંધારામાં હેડલાઇટના લીસોટા રેલાવતી જીપ સાથે આવી પહોચી.ઈન્સ્પેકટર શેખરે પ્રાથમિક પૂછતાત કરી, અને સ્થળ ઉપરના ફોટા લીધા અને એમ્બુલન્સ બોલાવી રીંકલની બોડીને પોસ્ટ મોર્ટમ માટે રવાના કરી. એટલામાં સોહનલાલના ફેમિલી ડોક્ટર નીરવ પણ આવી પહોચ્યા અને તેઓએ આકાશને તપાસ્યો, તેને પડવાથી ઉમ્મરાની ધાર માથે વગેલી હતી તેમાથી રક્ત વહી રહ્યું હતું અને અને તેનો પલ્સ રેટ ધીમો પડતો જતો હોઇ, સ્ટેરોઈડ આપી સત્વરે દવાખાને રવાના કરાવ્યો. ઇન્સ્પેક્ટર શેખરે તડબાતોબ ચોકીમાથી વધારાની કુમક માંગવી, ફાર્મ હાઉસને સીલ કરી, સાઇટ ફોરેન્સિક ડિપાર્ટમેંટને હવાલે કરી દીધી.

સોહનલાલે તેમની ઘેર રહેલા પત્ની સાજનબાને આ બીનાની જાણ કરી અને, રીંકલની માતા- પિતાનેને લઈ ડોક્ટર નીરવને ત્યાં આવવા જાણવી, તેઓ વગર વિલંબે સીધા હોસ્પિટલ પહોચ્યા ત્યાં સુધીમાં આકાશ ભાનમાં આવી ગયો હતો અને પોલીસના માણસો તેની પૂછતાત કરતાં હતા, તેણે જણાવ્યુ કે પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા, અને પછી તે રીંકલને ગુલમોહર હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયો, દીવાન-ખંડમાથી સ્ટડી રૂમમા આવ્યા અને મે એલ્વિસ પ્રિસલીના Can't Help Falling in Love ગીતની રેકર્ડ ગ્રામોફોનમા મૂકી ડાન્સ કરવા રીંકલને કહ્યું થોડા સ્ટેપ પતાવ્યા ત્યાં રીંકલે મને કહ્યું ચાલ આકાશ આપણે “સિંહ સાથે સેલફી” લઈએ, એટલે અમે એન્ટિક રૂમમા આવ્યા, મે લાઇટ ચાલુ કરી રીંકલ રૂમમાં ગઈ અને હું એર કંડિશનર ચાલુ કરવા ખૂણામા સ્વિચ પાડવા ગયો કારણકે પાપા કહેતા કે તેના વગર રૂમમા જવું નહીં. એર કંડિશનર ચાલુ કર્યા પછી તેની પેનલ સેટ કરવા, પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી ॰પણ હા, મને બરાબર યાદ આવે છે કે મે રીંકલનના અવાજમા એવું સાંભળ્યું હતું કે “મેં કઈ નથી કર્યું. આ..આ”... બસ પછી જ્યાર આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને અંહી ડોક્ટર કાકા પાસે હતો.

ફોરેન્સિક ટીમને આકાશના કપડાં અને પગરખાનો હાવલો લેવાનો હોઇ તેઓ બેઠા હતા અને આકાશના મમ્મી સાજનબા તેના બીજા કપડાં લઈને આવી પહોચતા, આકાશે પહેરેલા કપડાંનો હવાલો લઈ પોલીસ પાર્ટી નીકળી ગઈ.,અને રીંકલની માતા રમીલાબેન અને પિતા રસીકલાલ પણ આવેલા હતા. તેઓ રીંકલના આકસ્મિત મૃત્યુથી દુખી થતાં હતા. સોહનલાલે તેઓને સાંત્વના આપી હકીકતથી વાકેફ કર્યા. સોહનલાલ ઘેર પહોચ્યા ત્યારે સવારના સાત વાગી ગયા હતા.  

સોહનલાલ નું મગજ ફાટ- ફાટ થતું હતું, તે વારે વારે આકાશ ને પૂછતાં હતા બેટા શું થઈ ગયું.. યાદ કરી કહે અને આકાશે એકજ વાત પકડી રાખેલી “પાર્ટી પત્યા પછી થોડો સમય તેઓ પાછળ બગીચામાં ફરતા હતા, અને પછી તે રીંકલને હવેલી બતાવવા હવેલીમાં લઈ ગયો, દીવાન ખંડ થી સ્ટડી રૂમમા આવ્યા અને તેણે એલ્વિસ પ્રિસલીના Can't Help Falling in Love ગીતની રેકર્ડ ગ્રામોફોનમા મૂકી ડાન્સ કરવા રીંકલને કહ્યું થોડા સ્ટેપ પતાવ્યા ત્યાં રીંકલે મને કહ્યું ચાલ આકાશ આપણે “સિંહ સાથે સેલફી” લઈએ છે એટલે અમે એન્ટિક રૂમમા આવ્યા, મે લાઇટ ચાલુ કરી રીંકલ રૂમમાં ગઈ અને હું તમારી હંમેશની સૂચના મુજબ હું એર કંડિશનર ચાલુ કરવા ખૂણામા સ્વિચ પાડવા ગયો અને. તે પછી તેની પેનલ સેટ કરવા, પેનલ પાસે નમ્યો અને મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી ॰પણ હા, મે ચોક્કસ રીંકલનના અવાજમા એવું સાંભળ્યું હતું કે “મેં કઈ નથી કર્યું. આ..આ”... બસ પછી જ્યાર આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને અંહી ડોક્ટર કાકા પાસે હતો.

સવારે નવ વાગતા સોહનલાલે તેમના પરમ મિત્ર અને લીગલ અડવાઈજર “દસ્તૂરજીને બોલાવ્યા અને હકીકતથી વાકેફ

કર્યા. અનુભવી દસ્તૂરજી પણ આ અણધારી બનેલી હકીકતથી અચંબામા હતા. તેઓ ફાર્મ હાઉસની ભૂગોળથી (રજો-રજ) પરિચિત હતા અને રીંકલના મોતનું કારણ બનેલા સાબરના બુતથી પણ વાકેફ હતા, હાઉસના તે એન્ટિક રૂમમા સિંહ, વાઘ, દીપડો, હરણ, શિયાળ અને સાબર, આ બધા બુત સારી રીતે એરેંજ કરેલા હતા અને સાબરનું બુત સ્ટીલના હૂક અને તારથી એન્ટિક રૂમના મધ્ય ભાગમાં લટકાવેલું હતું, અંહી રૂમમા પૂર્વ દક્ષિણ બાજુમા કાચની બારી હોઈ, દિવસ દરમ્યાન આવતા નેચરલ ઉજાશ તે જીવંત લાગતું હતું અને એન્ટિક રૂમમા ભલે બીજા ખૂંખાર પ્રાણીઓના બુત હતા પણ આ અઢી ફૂટ શિંગડા ધરાવતું આદમ કદના સાબરના બુતની વાત અલગ હતી.

દસ્તૂરજીએ સમય ગુમાવ્યા વગર આકાશ અને સોહનલાલથી વિગતો લેવા માડી, કારણકે ગુલમોહર હવેલીમા જવાય તેમ ન હતું. તેઓએ ઓફિસમા ફોન કરી અને આકાશના આગોતરા જામીનના પેપર તૈયાર કરવા તેમજ તે અંગે તજવીજ કરવા માણસોને પણ કામે લગાવી દીધા.

સોહનલાલે દસ્તૂરજીને જણાવ્યુ કે રીંકલ અને લતા એ રસીકલાલ ઝવેરીનની બે દીકરીઓ, રીંકલ તેમની પહેલી પત્ની ગીતાબેન નું સંતાન હતી, રસિકભાઈ ના સસરા એકલા હતા તેમની દીકરી ગીતા સાથે રસિકભાઈ ના લગ્ન થયેલા, આ લગ્નજીવન ટૂંકું નિવડેલ હતું, અને ગીતાના અવસાન થવાથી રીંકલના યોગ્ય ઉછેર થાય તે હેતુથી રસીકલાલે ગીતાબેનના કાકાની દીકરી રમીલાબેન સાથે બીજા લગ્ન કરેલ અને રમીલાબેન સાથેની ગ્રહસ્થી દરમ્યાન લતા નો જ્ન્મ થયેલો. રસીકલાલ ઝવેરી ની શહેરમાં ઝ્વેલર શોપ હતી. અને તેઓનું વર્ષ પહેલા કેંસરની મદગીમાં અવસાન થયેલું હતું. અને હાલમાં તેઓ નો બીજનેસ રમીલાબેન ના પિતાજી સાંભળતા હતા. રીંકલ અને આકાશ કોલેજના સાથી હતા તેઓની મિત્રતાને સોહનલાલે લગ્નની સ્નેહ ગાંઠમાં બાંધવા નક્કી કરેલું હતું. તેના ભાગ રૂપે ગઈ રાત્રિએ પાર્ટી હતી.

દસ્તૂરજીએ સોહનલાલ ને ધરપત આપી અને ચિંતા ન કરવા સમજાવ્યા, અને હવેલીમાં સર્ચ માટેની પરવાનગી માટે પોલીસને મળવા રવાના થયા,ત્યારે આજે હવેલીમાં બનેલી ઘટના ક્રમથી ભૂતકાળમાં અંહિજ રૂપકુંવરબાના આકસ્મિત ઘટેલ મૃત્યુનો કિસ્સો યાદ આવતા બેચેન હતા, અને આજ નૈ બીના માં હવે તેઓ કાવતરાની આશંકા કરતાં હતા. હજુ બે કલાક પહેલા તો હસતી-રમતી રીંકલનું મોહક સ્મિત કેમેય કરી ભૂલતું ના હતું. ભૂત પ્રેત, ડાકણ, પિશાચ અંગેની લોકવાયકા માં નહીં માનનાર અને પ્રેતને એક ભ્રમ તેમજ આવી વાતોને કાલ્પનિક માનતા દસ્તૂરજીને આજની બીનાએ હવેલી વિષે સાંભળેલું તાજું થઈ આવતા,... યાદ આવી ગઈ કે પુરાણી હવેલીને અડીને આવેલા જંગલના આંબલીના ઝાડમાં ઘણી ડાકણો વસે છે, અને પૂનમની દરેક રાત્રે વિચરતી હોય છે કોઈ અદમ્ય ડરે તેમના કાબેલ દિમાગમાં ભય પ્રવેશી ચૂક્યો હતો. તેઓ અવઢડમાં હતા આજના પ્રસંગે તેમનું મન હવે ખરેખરનું બેચેન બન્યું હતું. 

લાગભગ બપોરના બે વાગે, પોસ્ટ મોર્ટમ પતતા, બોડીનો હવાલો મળ્યો, અને રીંકાલની અંતિમ ક્રિયા પતાવી, સોહનલાલ મનમાં વિચારતા હતા કે સમયનું ચક્ર ગજબનું છે, હજુ ગઇકાલે કેવી ખુશી અને ઉમંગ હતો અને આજે કેવો માતમ છાયેલો છે. તેઓ દુખી થતાં હતા કે, હું રીંકલને સાચવીના શકયો. રમીલાબેન,સોહનલાલને ઉદેશીને બોલ્યા, વેવાઈ, તમે દુખી ના થાવ, તમારો કે આકાશ કુમારનો શું વાંક? સૌ ઉપરવારાની મરજી થી ચાલતું હોય છે. તમારા આંસુથી રીંકલના આત્મા ને દુ:ખ પહોચશે. 

હત્યાની ઘટનાની બીજી સવારે ઈજા પામનાર આકાશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તેની પૂછપરછ કરતા તેણે ભારપૂર્વક પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે મને લથડિયું આવ્યું અને નીચે પડ્યો, પછી શું થયું તે મને ખબર નથી બસ પછી જ્યાર આંખ ઊઘડી ત્યારે માથે પાટો હતો અને અંહી ડોક્ટર કાકા પાસે હતો. ક્રાઇમ બ્રાંચે રીંકાલની હત્યાનો ગુનો પુરવાર કરવા મેડિકલ વિષયના નિષ્ણાત સિવિલ હોસ્પિટલના ડો. યાકુબનો અભિપ્રાય એકત્રિત કર્યા બાદ તેમને ફરિયાદ પક્ષના મહત્ત્વના સાક્ષી તરીકે અદાલતમાં હાજર કર્યા હતા. કોર્ટમાં ડો. યાકુબે તેમની જુબાનીમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, આકાશના માથામાં તથા આંખના ભાગે થયેલી ઈજાઓ સામાન્ય પ્રકારની હતી. આવી ઈજાઓ ખુદ જાતે જ કરી હોય કે પછી કોઈએ મિત્રભાવે પણ કરી હોય.

કોર્ટ સમક્ષ આ કેસની સુનાવણી દરમિયાન આકાશ તરફથી વરિષ્ઠ ધારાશાસ્ત્રી દસ્તૂરજી તથા તેમના સહાયક વકીલો લલીત દલવી તથા સ્મિતા શર્મા અને પી. એચ.પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે સરકાર તરફથી વરિષ્ઠ સરકારી વકીલ જતિન ધોળકિયા તથા સંજય સોલંકી હાજર રહ્યાં હતાં. સોહનલાલની ભાવિ પુત્ર વધુ રીંકલ ના આકસ્મિત મૃત્યુમા દેખીતી રીતે આકાશ સંપૂર્ણ નિર્દોષ હોવા છતાં માત્ર સાંયોગિક સંજોગોને આધારે તેને ગુનેગાર ઠરાવતો સરકારી મશીનરીના પ્રયાસને વખોડતા વરિષ્ઠ વકીલ દસ્તૂરજી અસરકારક રજૂઆતો કરી હતી.

તેઓએ જણાવ્યુ કે રીંકલની હત્યા આકાશ શામાટે કરે ? હત્યા પાછળ તેનો મોટીફ ( ઇરાદો ) શું હતો? તેની કોઈ જ માહિતી પોલીસને પ્રાપ્ત થઈ શકી નથી કે તેઓ રજૂ કરી શક્યા નથી. મારા અસીલ આકાશના તેની ભાવિ પત્ની અને તેના કુટિંબીજનો સાથે સુમેળભર્યા સંબંધો હતા, તો પછી, આકાશ શા માટે તેની મંગેતર રીંકલની હત્યા કરે, તે પ્રશ્નનો કોઈ જવાબ સરકારી પક્ષ આપી શક્યો નથી.

આકાશને માથામાં, આંખના ભાગે થયેલી ઇજાઓ અંગે તેની સારવાર કરનાર ડો. નીરવની જુબાની વિશ્વસનીય હોવાનું દસ્તૂરજી ભાર પૂર્વક જણાવ્યુ, આકાશના માથામાં પથ્થરની ધાર અથડાવથી થયેલ ઘા એવો જોરદાર હતો કે તે ખોપરીના હાડકા સુધી પહોંચી ગયો હતો. જો તેના પાડવામાં થોડો વધારે ફોર્સ હોત તો આકાશની ખોપરીનું હાડકું પણ તૂટી શક્યું હોત, તેમ જ તેના માથાના અને આંખના ભાગ થયેલી ઇજાથી નીકળેલા લોહીના રેલા અંગે ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે, માનવ શરીરનું અત્યંત નાજુક અંગ આંખ છે અને તેને આંખના રતન તરીકે ઓળખાય છે. કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે જ આંખ પર આવો પ્રહાર કરી શકે નહિ. એટલું જ નહીં કોઈ મિત્રને પણ આવી જગ્યાએ ફટકો મારવા આમંત્રિત કરી શકે નહીં, આ ઉયપરાંત ત્રીજી – ત્રાહિત વ્યક્તિની ઘટના કાળે,હાજરી પુરવાર થતી નથી.

વધુમાં દસ્તૂરજીએ નોધાવ્યું કે હતું કે, રીંકલની હત્યા આકાશે કરી હોય તેવી સરકારી પક્ષની દલીલને ટેકો આપે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી. માનનીય ડો.યાકુબે આકાશ કે રીંકલને થયેલી ઇજાઓ ક્યારેય જાતે નિહાળી ન હતી.તેઓનું તારણ- ર્પોર્ટ એ તેમની કેવળ માન્યતા છે …… કોર્ટ તરફથી પોલીસ તંત્રને પુરાવા રજૂ કરવા વધારાનો સમય ગ્રાન્ટ કરતાં, તાલુકા પોલીસે તપાસના ભાગ રૂપે, આકાશ, સોહનલાલ, ફાર્મ હાઉસના દરવાન લખુંની સંગીન પૂછતાત કરી હતી તેમજ મરનારના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ નોધપાત્ર વધારે સગડ સાંપડતા નહતા 

શહેરના નામી વકીલ દસ્તૂરજીના ખુલાસા,તેમજ ફોરેન્સીક ઓફીસર તથા આ ખુન કેસની તપાસ કરનાર અધીકારી શેખરસાહેબને કોર્ટે ઝીણવતથી ફરીથી તપાસેલ. બચાવ પક્ષની ફરીથી ઊલટ તપસ મજૂર કરેલી હોય સરકારી વકીલે માથાફોડી કરેલ. અંતમાં દસ્તૂરજી દ્વારા દલીલ કરવામાં આવેલી કે આ બનાવને પુરવાથી સાંકળી શકાય તેવો કોઈ પણ પુરાવો મેળવવામાં કે રજુ કરવામાં સરકારીપક્ષ તદન નિષ્ફળ નીવડેલ છે. કોઈને પણ માત્ર શંકાના આધારે સજા આપી ના શકાય.માત્ર ધારણાઓ કદી પુરવાનું સ્થાન ન લઈ શકે. સરકારી પક્ષે શંકાની સાબિતીમાં પુરાવા આપી કેસ સાબીત કરવો જોઈએ, પણ તેમ કરવામાં તે તદન નિષ્ફળ નીવડેલ છે. રોજ બરોજની જૂની પીતી દલીલો થી નામદારશ્રી નો તેમજ કોર્ટનો અમુલ્ય સમય બરબાદ કરે છે, તે અનિચ્છનિય છે.

મેટ્રોપોલીસ મેજિસ્ટ્રેટની કોર્ટે દસતુરજીની દલીલ ને માન્ય રાખી,નોધ્યું કે સરકારી પક્ષે માત્ર મેડિકલ જ્યુડિશ પ્રુડન્સ પુસ્તકનો આધાર લઈ તેમણે જુબાની તથા અભિપ્રાય આપ્યા હતા. આથી તેમનો અભિપ્રાય કે જુબાનીનો અસ્વીકાર કરવામાં અમને કોઈ ખચકાટ નથી. ન્યાયમૂર્તિઓએ આકાશની અપીલ માન્ય રાખીને તેને છોડી મૂકવાનો હુકમ કરતા ચુકાદામાં નોંધ્યું કે, આ એક સૌથી કમનસીબ વાત છે કે, પોલીસ ખાતાના બેજવાદાર કામકાજથી આકાશ દસ મહિના સુધી માનસિક આઘાત સહન કરતો હતો. વધુમાં તે ભાવિ પત્નીની હત્યા કર્યાના કલંકને પણ સહન કરતો રહી સમાજની નજરોથી હેરાન થતો રહ્યો. કોર્ટના તેને બાઇજ્જત છોડી મૂકવાના ચુકાદાથી આકાશના કપાળ પર લાગેલા આ કલંકનો ડાઘ દૂર થયો ત્યારે સોહનલાલના રીંકલને ગુમાવ્યાના ઘા ઉપર મલમ રૂપ હતો.

કોઈ પણ કારણ હોય, પરંતુ પોતાના તારણ ઉપર કોર્ટની મહોર વાગ્યા પછી પણ દસ્તૂરજી હવે ઊંડે ઊંડે કોર્ટના ચુકાદા થી વિરરૂઢ તેઓ હવે દૃઢપણે માનતા હતા, એક હાથે તાલી ના પડે, અને કોઈ “ ધેર ઇસ નો પર્ફેક્ટ ક્રાઇમ” માટે રીંકલનું મૃત્યુ કુદરતી નહીં પણ પુરાણી હવેલીમાં વિચરતા ભૂત પ્રેત દ્વાર કરાયેલ અમાનવીય હત્યા છે, તે દિશામાં પણ ચકાસી જોઈએ.

મુંજાયેલા દસ્તૂરજી પોતાની ઓફિસ માં આંટા ફેરા કરતાં હતા, અને મનોમન વિચારતા હતા..ભૌતિક જગતમાં હજુ સુધી ધ્યાન માં આવેલી વાતથી એવું તો પુરવાર નથી થતું કે રીંકલની હત્યા કોઈ પ્રેત કે ભૂતે કરી છે. હા, પણ વરસો પહેલા આવીજ રીતે રૂપકુંવરબાના કરૂણ મૃત્યુની બિના ને યાદ કરતાં એ દિશામાં તર્ક ચોક્કસ લગાવી શકાય...’ 

ટાંકણી પડે તો પણ ઓફિસ માં દેકારો મચી જાય એટલી હદે દસતુરજીની ઉપલામાળે આવેલી વિશાળ ઓફિસમાં શાંતિ હતી. દસ્તૂરજીએ તેઓના પિતા કાવાસજીની છબી સામે જોયું. જ્યારે દસ્તૂરજી મુજતા ત્યારે આ છબી તેમનું માર્ગદર્શન કરી, સમસ્યા નો ઉકેલ માટે પ્રેરણા આપતી.

તેઓને લાગ્યું કે તેઓના પિતાજી કઈ કહી રહ્યા હોય....

‘...કેટલાક પ્રશ્નો એવા હોય છે કે જવાબ આપવાની ઇચ્છા થતી હોવા છતાં એ સવાલના જવાબ આપવા માટે મન તૈયાર થતું નથી. રીંકલ મર્ડરકેસ સાથે ફરી પાછા એ સવાલ આવ્યા છે. બૌદ્ધિકમાં ગણતરી કરાવતા હોય એ વ્યક્તિ કઈ રીતે કહી શકે કે આસૃષ્ટિપર જેમ ભગવાન છે એમ જ, બરાબર એમ જ, આ સૃષ્ટિ પર ભૂત પણ છે.વાત જ્યારે આ સ્વીકૃતિની આવે છે ત્યારે ઓલવાઈ ગયેલો આત્મા પણ સામે આવીને પોતાની સ્વીકૃતિ માટે બૂમો પડતો હોય છે. અલબત્ત, આ અવાજ સાંભળવા કોઈ રાજી નથી હોતું. આ જગતમાં ક્યારેય કોઈએ અણગમતી વાત સ્વીકારી નથી, સ્વીકારવાના નથી... ’

…….ભૂત છે કે નહીં, આત્મા આવીને માનવસૃષ્ટિને રંજાડતા હોય છે કે નહીં એ મુદ્દો અત્યારે અસ્થાને છે, પણ હકીકત એ છે કે દીકરા, રીંકલના મોત માટે સીધી રીતે, ક્યાંય કોઈ જોડાયેલ હોય તેવા સગડ નથી. ઘટનાક્રમ ના બે કલાક પહેલા તો તું પણ ત્યાં હવેલીએ તેમના ત્યાં હતો.ભલે, કોર્ટે કેસ બંધ કર્યો પણ,આપણાં કારોબાર કામના ધર્મ પ્રમાણે તારે તો કેસ ચાલુ રાખવાનો છે... Absence of evidence is not the evidence absence … તું ફળની આશા અવગર તારું કર્મ કર...

કેન્દ્રીય કાનૂન વિભાગના ચીફ ગુપ્તાજી એ દસ્તૂરજીને તેઓની ભૂતકાલીન સેવાઓ જોઈને તેમની કદર રૂપે સરકારને સ્પેશિયલ અપીલ કરી, દસ્તૂરજીને નિવૃત્તિ પછી ખાનગી કાનૂની સહાયક તરીકે કામ કરવાની ખાસ પરવાનગી આપવી હતી. દસ્તૂરજીના પિતાશ્રી તેઓના જમાનાના એક સારા ગુપ્તચર પણ હતા, અને ઘણીવાત તેઓ પિતાને કામ માં મદદ કરતાં હોઇ,જાસૂસી કામમાં પણ ફાવટ આવેલી હતી. આમ દસ્તૂરજી પાસે કાનૂની કુનેહ ઉપરાત એક સારા ગુપ્તચરની પણ કાબેલિયત હતી. આવા ખાતાકીય વિભાગનો તેઓના બહોળો આનુભવના લીધે અગણિત જટિલ કેસમાં કઈક રીઢા ગુનેગારોને કાયદાને હવાલે કરેલા હોઈ, અંધારી આલમના માંધાતાઓ તેમનાથી ડરતા અને “ બાવાજી ”ના નામથી તેઓ અંધારી આલમમાં પણ ડર બનવી રાખેલો. આમ સ્થાનિક પોલીસ વિભાગનું કામ પણ મહદ અંશે તેમના ખોફ ને લીધે ઓછું રહેતા તેમનો આખે મલકમાં બાવાજીનો દબદબો હતો. પરંતુ અંહી વાત અલગ હતી. ના એફ –આઈ- આર, ના ફરિયાદી, અંહી તો મન ના પોકારે ભૂતને પકડવા ભુવા બનવાનું હતું.

પરમ મિત્ર સોહનલાલ પ્રત્યેની ભાવના અને અંતરના અવાજ ને અનુસરીને,દસ્તૂરજીએ સમય ગુમાવ્યા વગર હિમ્મત રાખી છૂપી તપસ આદરી અને પહેલા તે વિસ્તારની પોલીસ ચોકી તથા સ્થાનિક વડીલો સાથેની તપાસ દરમ્યાન જણાયું કે આ હવેલી બ્રિટીશ સરકર તરફથી સરપાવ રૂપે સોહનલાલના દાદાને તરફથી બક્ષિશ આપવામાં આવી હતી. એવું પણ જાણવામાં આવ્યું કે અંહી અંગ્રેજના સુબા સાથે અવાર નવાર મિજબાની અને ઐયાશીના દોર ચાલતા રહેતા અને એકવાર એક અંધારી રાત્રીએ કોઈએ આ હવેલીમાં મિજબાની દરમ્યાન નશાની હાલતમાં ચોકીદાર શંકરની જુવાન છોકરી શ્યામલીની ઇજ્જત લૂંટી હતી, અને તે છોકરીએ લોકલાજે હવેલીના કૂવામાં પડી જીવ ટૂંકાવ્યો હતો અને તેના આઘાતમાં તેના ચોકીદાર પિતાએ પણ પાછળ કૂવામાં પડી જીવ ગુમાયો હતો. અને કોઈ વાદી-પ્રતિવાદી કે અન્ય ફરિયાદી ના હોવાથી મામલો રફે દફે થઈ સરકરી ચોપડે કેસ દફતરે થઈ ગયો હતો. તે દિવસ પછી અંહી હવેલીના પ્રાંગણથી અવાર નવાર રોવા હસવાના વિચિત્ર આવાજો આવતા રહેતા.

આખરે લખું દરવાન દસ્તૂરજીની વહારે આવ્યો, તેને કહ્યું, સાહેબ જ્યારે આપની બુધ્ધિ ના ચાલે ત્યારે, બહુ માગલ ના ચલાવાય. ભૂતપ્રેત એવી બાબત છે જેના પર કેટલાંક લોકો વિશ્વાસ કરે છે તો કેટલાંક તેને અંધવિશ્વાસમાં ખપાવે છે, પરંતુ ખરી વાત તો એ છે કે જેના પર વીતે તે જ જાણે. સંસારમાં એવી કેટલીયે જગ્યાઓ છે જ્યાં સદીઓ પહેલાં ઘટેલી ઘટનાઓને કારણે કમોતે મરનારાઓના આત્મા ભટકે છે અને આજે પણ તે જગ્યાઓ પર જનારાઓને પોતાના હોવાનો અહેસાસ કરાવીને ડરાવે છે, અને આ આપની ગુલમહોર હવેલી તેમાથી બાકાત નથી.

જુવાન છોકરી શ્યામલીની ઇજ્જત લૂંતવા ની ઘટનાને સડદી વીતી ગઈ,પણ તેના આત્માનો ખોફ હજુયે આખી ગુલમહોર હવેલીમાં બધાનાં બરકરાર છે. તે સમયથી લઈને અત્યાર સુધી હવેલીમાં મહેફિલ, ડાન્સ, મદિરા સેવન જેવી આનદ પ્રમોદની બાબતો ર્વિજત છે. નાદાન હસતી ખેલતી શ્યામલીની ઇજ્જત લૂંટવા પાછળ મૂળ કારણ પાર્ટીમાં થયેલું મદિરા પાન જવાબદાર હતું. તેથી જ, તે દિવસ પછી, અહી શ્યામલીની આણ વર્તે છે. અંહી મહેફિલ અને આનદ પ્રમોદ ર્વિજત છે. આ બાબતોને અવગણીને કોઈ ર્વિજત કાર્ય કરે તો તે શ્યામલીનો આત્મા આવીને તેનો બહુ ખરાબ અંજામ કરે છે. રૂપકુનવરબા ના મોત અને સજનબાની મરજી વિરુધ્ધ મોટા શેઠે અંહી પાર્ટી રાખી ત્યારેજ કઈ અઘટિત થવાનુજ હતું અને આખરે તે થઈને રહ્યું.

સાહેબ તમે શ્યામલીએ ફરમાવેલી આણ માં ડખો કરવો છોડો, ચાલે તમે મારા ભુવા પાસે, વધારે તે તમને શ્યામલી વિષે સમજાવશે. 

લખું દરવાન સાથે આવતા દસ્તૂરજીને ભીમજી ભૂવાએ આવતા જોયા ત્યારે, દસ્તૂરજીની પાછળ ઊભા રહેલા શ્યામલી અને તેના બાપુ શંકરનો આત્મા તેની સામે ઘુરકિયાં કરતા હતા. અને બંને માથી કોણ પહેલું દસ્તૂરજીને હૉસ્ટેલ બનાવીને એમાં રહેવા જાય..અને કામ તમામ કરે પણ ના, એ હવે શક્ય નહોતું. ભીમજી ભુવા એ તેની ચોખટની ફરતે બનાવેલી રક્ષાકવચની ચોકી તેઓને નડી રહી હતી. શ્યામલીની આણ ની ડરામણી વાતું સાંભળ્યા પછી. અજીબ મંત્રો રટી ધૂણી-ધખાવી ઘૂણી રહી, અ-સામાન્ય પ્રવુતી આદરતા ભીમજી ભુવાના ધૂમાંડિયા ખંડમાં લખુ ભેળા આસન લીધું, તે વખતે  દસ્તૂરજીના મુખમાંથી આપોઆપ બોલાઈ ગયું હતું “મેં કઈ નથી કર્યું”



Rate this content
Log in

Similar gujarati story from Horror