Bindya Jani

Romance Fantasy

4.8  

Bindya Jani

Romance Fantasy

મેળામાં

મેળામાં

2 mins
311


  મેળાની વાત આવે એટલે મેળાનું સુંદર દ્રશ્યો નજર સમક્ષ આવે. રંગબેરંગી કપડાંમાં સજ્જ લોકો યુવક - યુવતીના થનગનતા હૈયા, બાળકોના ચહેરા પર ઝળકતું નિર્દોષ હાસ્ય, રમકડાંની દુકાનો, નાના મોટા ચકડોળ આ બધું જોઈને મેળાની મોજ માણવાની મજા આવે. ક્યાંક આંખોથી આંખો મળી જાય અને ચકડોળની જેમ મન પણ ફરતું રહે. 

    મેળો એ ક્યારેક કોઈ વ્યક્તિ માટે સંભારણું બની જાય છે. મૈત્રીના જીવનમાં પણ શિવરાત્રિનો મેળો એક સુંદર સંભારણું બની ગયો. 

    આમેય મૈત્રીને મેળામાં જવું બહુ ગમતું.. નાનો એવો મેળો હોય તો પણ તે મેળામાં પહોંચી જાય. પણ તે ક્યારેય શિવરાત્રિ મેળામાં ગઈ ન હતી. કારણ કે શિવરાત્રિ મેળાનું મહત્વ રાત્રીના ૧૨ ના સમયનું જ હતું અને એટલે જ તેને શિવરાત્રિના મેળાનો લાભ મળેલ નહીં.. બે દિવસ પછી જ ગરવા ગિરનારની ગોદમાં ભરાતો શિવરાત્રિનો મેળો માણવાની જોવાની ખૂબ જ ઈચ્છા હતી તે શંકરદાદા ને મનોમન પ્રાર્થના કરતી હતી કે "આ વખતે ભવનાથ દાદા તમારા દર્શન કરવા માટે આવી શકું તેવું કંઇક કરજો. 

   ખબર નહી આ વખતે પણ જવાશે કે નહીં એવા વિચારમાં હતી, ત્યાં જ તેના ઓળખીતા ડો. નો મેળામાં મેડિકલ કેમ્પ લાગેલો એટલે ડો. આંટી તેમને પણ મેળામાં આવવાનું આમંત્રણ આપવા આવ્યા. તે મનોમન ખુશ થઈ ગઈ જાણે કે ભવનાથ દાદાએ તેની પ્રાર્થના સાંભળી લીધી. 

    અને અંતે તે શિવરાત્રિના મેળામાં જઈ પહોંચી. મેળામાં તેની નજર જાણે કોઈક ને શોધતી હોય તેમ આમતેમ ફરતી હતી. મનમાં અનેક ભાવો ઉઠતા હતા ધડકનમાં એક ન સમજી શકાય તેવી હલચલ મચી હતી. તેના મનમાં મિલાપનો વિચાર આવ્યો તે પણ મેળામાં આવ્યો હશે તો તેણે મારું ગમતું ગ્રીન ટી-શર્ટ જ પહેર્યું હશે. આવું વિચારતા તે મનોમન હસી પડી. તેણે મનને ટપાર્યુ તને કેમ આવો વિચાર આવ્યો ?. 

    જ્યારથી કોલેજમાં મિલાપને જોયો ત્યારથી જ તેના દિલમાં હલચલ મચેલી. મનની વાત તો મન જાણે જ છે ને ! અને આજે પણ તેના હૈયાની વાત મિલાપના હૈયાએ સાંભળી હોય તેમ અચાનક તેની નજર મિલાપ અને તેના મિત્રો વચ્ચે ફરી વળી.. તેના આશ્ચર્ય વચ્ચે મિલાપ ગ્રીન ટી - શર્ટ પહેરીને જ આવેલો. 

   મેળામાં આમતેમ આંટો મારતાં - મારતાં બંનેની નજર મળી ગઈ અને એ નજર ધડકન સુધી પહોંચી ગઈ. સવારના ૧૨ થી રાત્રીના ૧૨ સુધી તેઓ મેળામાં એકબીજાને ચોરી છૂપી જોતાં રહ્યા. ધડકન કશુંક કહેતી રહી. 

    અને બીજા દિવસે મૈત્રી કોલેજ ગઈ. તેનું મન બેચેન હતું તેની નજર મિલાપને શોધતી હતી. ધડકનની ગતિ તેજ હતી. અને એકાએક મિલાપ તેની સામે આવી ઊભો રહી ગયો. 

    મૈત્રી કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ મિલાપે તેનો હાથ પકડી ને રોકી લીધી. અને પોતાના દિલની વાત તેના હૈયા સુધી પહોંચાડી દીધી. 

    મૈત્રી શરમાઈ ગઈ. તેની વાતનો જવાબ તેણે માત્ર તેની શરમાતી નજરથી આપી દીધો. અને એ દિવસ તેમના માટે 'પ્રપોઝ ડે' બની ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Romance