Jignasa Mistry

Romance Tragedy

4.7  

Jignasa Mistry

Romance Tragedy

મધરાત

મધરાત

3 mins
342


મને આજે પણ એ રાત બરાબર યાદ છે. હું,પ્રિયા અને રાજ અમારા ફાર્મ હાઉસમાં થોડાં દિવસો રહેવા માટે ગયાં હતાં. રાજ તો ત્યારે માત્ર ત્રણ વર્ષનો હતો. પ્રિયાની ઇચ્છા હતી કે મારા જન્મદિવસની ઉજવણી અમે ફાર્મ હાઉસમાં કરીએ.


ઓહ ! કેટલી અદ્ભુત સરપ્રાઈઝ પાર્ટીનું આયોજન પ્રિયાએ મારા માટે કર્યું હતું ! પણ કોને ખબર કે પ્રિયા સાથેની મારી એ છેલ્લી બર્થ ડે પાર્ટી હતી. બર્થ-ડેપાર્ટીમાં પ્રિયાએ ઘણા બધા મહેમાનોને આમંત્રીત કર્યા હતા. સૌને બર્થ-ડે પાર્ટીમાં ખૂબ જ મજા આવી. પાર્ટી પૂર્ણ થયા બાદ બધા મહેમાનો નીકળી ગયા. અમે બીજા દિવસે ફાર્મંહાઉસથી અમારા શહેરના ઘરે જવા નીકળ્યા.

અડધે રસ્તે પહોચ્યાં ત્યાં વરસાદ શરૂ થયો.આગળ જતાં વાતાવરણ વધારે ખરાબ થયું. મધરાતનો સમય અને તુફાની રાત ! આગળ રસ્તો બરાબર દેખાતો પણ નહતો. મેં મારી કાર સાઇડમાં ઊભી રાખવાનું વિચાર્યુ. મેં કાર થોડી સાઇડમાં લીધી ત્યાં તો....... અચાનક એક કાળમુખી ટ્રકે અમારી દુનિયા ઉજાડી દીધી. આવી વરસાદી ગોઝારી મધરાતે મારી પ્રિયાને હંમેશા માટે મારાથી દૂર કરી, મારી દુનિયામાં અંધકાર ફેલાવી દીધો. 

પ્રિયા સાથેની મારી સ્મૃતિઓને વાગોળતો હું એ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. અચાનક એક યુવતીએ મારી સામે હાથ કરીને ગાડીમાં બેસવા માટે લિફ્ટ માંગી. મને પણ થયું આવી મધરાતે આ યુવતીને અહીં એકલી છોડવી સલામત નથી.મેં એ યુવતીને લિફ્ટ આપી. 

"થેન્ક યુ સર. હું રોશની.મુંબઇથી અહીં મારી સ્ટડીના એક સર્વે માટે આવી છું. વરસાદ વધુ છે એટલે મને કોઈ વાહન ના મળ્યું.ત મે પ્લીઝ મને રહેવા માટે કોઇ હોટલ સુધી છોડી દો."

"રોશની મને નથી લાગતું કે કોઈ હોટલ ખુલ્લી હોય. તું ઇચ્છે તો મારા ધરે રોકાઇ શકે છે. મારા ધરે મારી મમ્મી અને મારો નાનકડો દીકરો છે." મેં રોશનીને મદદ કરવાની ભાવનાથી કહ્યું.

અમે ધરે પહોચ્યા. મેં મારી મમ્મીને રોશની વિશે વાત કરી. મારી મમ્મીએ રોશનીને ભીના કપડાં બદલવા પ્રિયાના કપડાં આપ્યા. બે વર્ષ બાદ પ્રિયાને જોયાની અનુભૂતિ થઇ. રાજ તો રોશનીને પોતાની મમ્મી સમજી વળગી જ પડ્યો ! 

બીજા દિવસે મારી મમ્મીએ રોશનીને મારી મૃત પત્ની પ્રિયાની વાતો કરી. આજે પણ વરસાદ હતો. ત્રીજા દિવસે રોશની જવા તૈયાર થઈ ત્યાં જ રાજ રડવા લાગ્યો. અમારી સૌની આંખો પણ ભીંજાઈ. મારી મમ્મીએ રોશનીને વિનંતી કરી કે હોટલમાં રહ્યા વગર અહીં જ રોકાય જાય. 

થોડાં જ દિવસોમાં રોશની જાણે કે ધરની સભ્ય બની ગઈ. રોશની પોતાના કામની સાથે મમ્મીને તથા રાજને પણ સાચવવા લાગી. અમારા અંધકારરૂપી જીવનમાં રોશનીએ ખૂશીઓનો પ્રકાશ પાથરી દીધો. હું અને રોશની તેના સર્વેના કામ માટે અવારનવાર બહાર જવા લાગ્યા. મારું મન પણ તેની નજીક રહેવા ઇચ્છતું.  થોડા મહીના પછી રોશનીનું કામ પૂર્ણ થતા તેણે પાછા જવાની વાત કહી. અમે સૌ ફરી દુખી થઈ ગયા. રોશનીની ટ્રેન રાતની હતી એટલે હું તેને મૂકવા ગયો.ઘણી હિંમત ભેગી કરી મેં રોશનીને કહ્યું,

"રોશની શું એવું ના થઈ શકે કે તું કાયમ માટે અહીં રહે ? મારી સાથે લગ્ન કરીશ રોશની ? "

"સાચું કહું તો તમને,મમ્મીને કે રાજને છોડી જતા મારું મન પણ નથી માનતું."કહેતા તો, રોશની મને વળગી પડી. મારા જીવનમાં ફેલાયેલા કાળા વાદળો દૂર થયા અને જીવનમાં એક નવો સૂર્યોદય થયો. જે મધરાતે મારું સર્વસ્વ છીનવી લીધું હતું. તે મને ફરીથી રોશનીના રૂપમાં પાછું આપ્યું. 


Rate this content
Log in

Similar gujarati story from Romance