મૈત્રી
મૈત્રી
અર્પિતા એક સુંદર અને સુશીલ છોકરી હતી. તે ખૂબ જ હસમુખી અને ખુશમિજાજ. તેની પાડોશમાં એક રાજ નામનો છોકરો રહેતો હતો. અર્પિતા અને રાજ મોટેભાગે સાથે જ હરે અને ફરે. બંનેના પરિવાર વચ્ચે મિત્રતા ખૂબ સારી. વર્ષોથી બંને પરિવારના સંબંધો.
અર્પિતા અને રાજ મોટેભાગે બધા તહેવારની ઉજવણી સાથે જ કરે. ફરવા જવાનું થાય તો પણ બધા સાથે જ. અર્પિતા અને રાજ બંને કુટુંબની જવાબદારી સારી રીતે નિભાવે. ક્યારેક તેઓ મજાક મસ્તીમાં વાત પણ કરે.
રાજ કહે, અર્પિતા મારી પત્ની બનીશ. અર્પિતા ફક્ત સ્માઈલ આપી શરમાઈ જાય. કોઈ જવાબ ન આપે. બંને ઘણીવાર સાથે પિકનિક પર પણ જઈ આવે. બંને વચ્ચે જાણે દોસ્તી કરતા પણ વધારે ગાઢ સંબંધ હતો
એક દિવસ રાજના પિતાએ અર્પિતાના માતા-પિતા સાથે તે બંનેના સંબંધની વાત કરી. અર્પિતા શરમાઈ ગઈ. તે ખુશ થઈ સીધી રાજ પાસે પહોંચી ગઈ.
રાજને કહે,
"પ્રેમિકા બની હું તારી
ખ્યાલ રાખતી જ તારી
પત્ની બનીને તમારી
ખુશીઓની ભાગીદાર બનીશ."

