મૈત્રી કરાર
મૈત્રી કરાર


પાંચમાં ઘોરણમાં ભણતાં પાર્થે શાળાએથી ઘરે આવીને કહ્યું 'મમ્મી,મારે પપ્પા નથી? મારી પાછળ તારું નામ છે. મારા વર્ગમાં કોઈ છોકરાના નામની પાછળ એની મમ્મીનું નામ નથી.. બધાના નામની પાછળ પપ્પાનું જ નામ છે. સર,પાર્થ સલોની ઓઝા બોલે ત્યારે બધા છોકરાઓ હસે છે. મમ્મી,પપ્પા મરી ગયા છે? તો ઘરમાં એમનો ફોટો કેમ નથી? કપિલ કહેતો હતો કે એના પપ્પા મરી ગયા છે તો એમનો ઘરમાં ફોટો છે.
મમ્મી બોલને મારા પપ્પા કયાં છે? તું કેમ કશું કહેતી નથી. હું પૂછું છું ત્યારે તું કશું બોલતી નથી !
એટલામાં બહારથી સોસાયટીના પાર્થના મિત્રો મૈત્રી અને કરારે બૂમ પાડી, 'પાર્થ,ચાલ રમવા'
બધા પ્રશ્નો મૂકી પાર્થ રમવા દોડી ગયો.
બરાબર એ જ વખતે પાર્થના પ્રશ્નોના જવાબમાં સલોનીને રસિક સાથેનો એનો 'મૈત્રી કરાર' યાદ આવી ગયો.