માતૃ
માતૃ
કેશવલાલ એક કેસની સુનવાઈ કરી જ રહ્યાં હોય છે. કેસ કંઈક બળાત્કારીઓને સજા આપવાનો હતો. કેશવલાલ સજા આપતાં પહેલા ખુબ જ સરસ કહ્યું કે, " આજે જે આપણા દેશમાં બળાત્કાર થઈ રહ્યાં છે. એનું કારણ આપણા જ લાડ-પ્યારનો નતીજો છે. આપણે કદી છોકરાની ભૂલ ઉપર તેને બોલવાની જગ્યાએ હંમેશા તેને છૂપાવવામાં જ મહેનત કરીએ છે. અને જો ભૂલ મોટી હોય તો પણ આપણે તેને બંધ રૂમમાં જ બોલીયે છીએ. અને આવા બળાત્કારીઓને તો ખરેખર ત્યાંજ પૂરાં કરી દેવા જોઈએ. અને જો માતા-પિતાને ખબર પડે કે તેમનો છોકરા આવું કામ કરીને આવ્યો છે. તો એ જ માતા પિતાએ પોલીસ ફરિયાદ કરીને જોડે રહીને સજા અપાવવી જોઈએ. આવું કરવાથી દેશમાં ઘણાં બળાત્કાર ઓછા થઈ જાય. અને બળાત્કારી ને સજા આપનારને ખુબ માન મળવું જોઈએ. " આ કહીને જજ કેશવલાલએ બળાત્કારીઓને સજા સ્વરૂપે આવતી કાલ સવારે ગામના ચોક વચ્ચે પથ્થર મારીને મોતનો આદેશ આપ્યો.
બસ એવામાં જ ભરી અદાલતમાં વિદ્યા ચૌહાણ લોહીથી લથપથ થઈને કેશવલાલ સામે આવે છે. અને પોતાનો ગુનો કબૂલતા કહ્યું, "જજ સાહેબ ! મેં આજે 3 વ્યકિતઓનું ખૂન કર્યું છે. મારા આજ હાથથી. તેમને મારી દીકરી ટિયા ચૌહાણને ખુબ જ બેરહમીથી બળાત્કાર કરીને ગટરમાં નાંખી દીધી. અને મારી દીકરીએ મારા આજ હાથમાં તેના શ્વાસ છોડ્યા. એ બળાત્કારીઓનું આ દુનિયામાં જીવવાનો કોઈ જ અધિકાર નથી. તેઓને જીવવું આ દુનિયા માટે ખુબ જ કલંકની વાત છે. " આ સાંભળતા કેશવલાલે વિદ્યાને પૂછ્યું કે, " કોણ હતાં એ બળાત્કારીઓ? તમે ઓળખો છો?" વિદ્યાએ બે જ વાક્યોમાં જવાબ આપતાં પૂરાં કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો ને જજના મુખ ઉપરના હાવભાવ બેરંગ થઈ ગયાં. " હા જજ સાહેબ ! હું એમને ઓળખું છે. એ તમારો દીકરો અને તેના દોસ્ત હતાં."
