મારો વર-1
મારો વર-1
બે દિવસ પછી ઉતરાયણ હોવાના લીધે કોલેજમાંથી આજે જ બધાને રજા મળી હતી. માટે બધી કોલેજોના તાલીમાર્થીઓ પોતાના ઘરે જવા નીકળ્યા હતા. ગીતામંદિર બસ સ્ટેશન પહોંચતા જ માનવ મહેરામણ જોતા બધાને ખબર પડી ગઈ કે આજે બસમાં જગ્યા મળવી પણ મુશ્કેલ છે. પણ કહેવાય છે ને ઘેર જવાના ઉમંગ ના લીધે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માણસ તૈયાર હોય છે. માટે ધૈર્ય પણ ખૂબ ઉતાવળમાં હતો. પોતાના ઘરે જવા એને પોતાની બેગ બસની બારીમાંથી સીટ ઉપર નાખી દીધી.ગમેતેમ કરીને બસમાં ચઢીને પોતાની બેગ પાસે જાય છે તો ત્યાં એની બેગની પાસે બીજી બેગ પડી હોય છે,એટલે તે બીજી બેગ બીજી જગ્યાએ નાખવા જ જતો હોય છે એટલામાં અવાજ આવે છે,' અલ્યા ઑય મ
ારી બેગ તે લીધી જ કેમ ? '
અવાજની દિશામાં ધેર્યએ નજર ફેરવી તો એ તો જોતો જ રહી ગયો, કેમ કે સામે એકદમ મોર્ડન, જાણે વસંતઋતુ જેવી 'ધારા' નામની છોકરી હતી, બે મિનિટ તો તે ધારાને તાકી તાકીને જોઈ રહ્યો, એટલે ધારા એ ગુસ્સામાં કહ્યું, ' કોઈ છોકરીને જિંદગીમાં જોઈ નથી ? તો આમ તાકી તાકીને જોવે છે ? ' ત્યારે ધૈર્ય જવાબ આપે છે, 'છોકરીઓ તો ઘણી જોઈ પણ વસંતઋતુ જેવી પહેલી વખત જોઈ.'
ધારા કહે 'એય, હું વસંતઋતુ નથી પણ ધારા છું, અંડરસ્ટેન્ડ. ' ધૈર્ય પણ કહે છે, 'અલ્યા' નહિ કહેવાનું મિસિસ ધારા, ધેર્ય કહેવાનું. પડી ખબર ?' ધારા કહે " એય હાથી, હું તને પરણેલી દેખાવ છું તને તો મિસિસ કહે છે ? '