JAINIL JOSHI

Romance

3  

JAINIL JOSHI

Romance

મારો વર -૨

મારો વર -૨

2 mins
313


ધેર્ય કહે છે, 'હું તને હાથી દેખાવ છું ? ને એમ પણ તું તો પરણેલી જ લાગે છે. ઠીક છે ચલ તારી બેગ લઈલે મારે બેસવું છે.'

ધેર્ય પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં ધારા સીટ પર બેસી ગઈ હોય છે, તો ધેર્ય કોઈની પણ પરવા કર્યા સિવાય ધારાનાં ખોળામાં બેસવા જાય છે. ત્યારે ધારા કહે છે, 'અરે હાથી ક્યાં બેસે છે ?' એમ કરીને જગ્યા આપી દે છે ધેર્ય ને બેસવા માટે. બંને એક જ સીટમાં ગમેતેમ મેનેજ કરી લે છે.

બંને બોલતા નથી, પણ વળાંક ત્યારે આવે છે, જ્યારે દારૂ પીધેલો વ્યક્તિ બસમાં બેસે છે અને તે સીધો ધારા પર પડે છે ત્યારે ધેર્ય તે વ્યક્તિને લાફો મારી દે છે. અને કહે છે કે 'તને સ્ત્રી બેઠેલી દેખાતી નથી ?' ત્યારે આ બાજુ ધારાના હદયમાં ધેર્ય માટે લાગણી જન્મે છે. ને સ્વાભાવિક છે જે માણસ સ્ત્રીનું સન્માન કરતો હોય એ તેને વધુ પસંદ કરે છે. તે ધેર્ય ને રોકતા કહે છે, 'ધેર્ય,બસ હવે છોડ એને.' બસ વાતની શરૂઆત થઈ જાય છે.

બંને પોતપોતાના ગામના નામની વાતો કરતાં મોબાઈલ નંબરની આપ લે કરી દે છે. શાંતિથી વાતો કરતા કરતા એમને ઉતરવાનું સ્થળ પણ આવી જાય છે. બંનેને ઉતરવાનું ગમતું નથી. બંનેને આજે અમદાવાદથી લુણાવાડા જિંદગીમાં પહેલી વખત નજીક લાગ્યું. નિરાશાથી બંને ઉતરે છે, ધેર્યને બાય કહ્યા પછી ધારા પાછી ફરે છે તો એજ બસમાંથી પોતાના પિતાને ઉતરતા જોવે છે, ધારા ગભરાઈ જાય છે કદાચ એના પિતાએ વાતો તો સાંભળી નહિ હોય ને ? વિચારતી જ હોય છે ને એના પપ્પા કહે છે, "ચલ બેટા ઘરે જઈએ."


Rate this content
Log in

Similar gujarati story from Romance