નારી
નારી
સાચું કહું મિત્રો મારા જીવનમાં પુરુષો કરતા વધારે ફાળો નારીનો છે. મારી મમ્મી હોય. પત્ની હોય કે પછી મારી માનેલી બહેનો હોય. તમામે અવિરત સ્નેહ મારા પર વરસાવ્યો છે. જૈનિલ જોષી નામ એમ જ નથી બન્યું પણ નારી શક્તિયે તેમના હૃદયના રંગો પૂર્યા છે. અને હા કદાચ નારી જ ના હોય તો આ જૈનિલ અધૂરો હોત.
મને ખબર છે માતા, પત્ની આ બધા વિશે બધા વાત કરશે કેમ કે તેમનો ફાળો અતુલ્ય હોય છે. માટે આજે હું સામાન્ય જ વાત કરીશ. દીકરીથી દાદી સુધીની સફર એક સ્ત્રીની હંમેશા સંઘર્ષ વારી હોય છે. ભલે આપ સહમત હોવ કે ના હોવ. તેમ છતાં દીકરીને પહેલેથી જ શીખવાડવામાં આવે છે કે તારે સહન જ કરવાનું છે. કદાચ તેની જગ્યાએ તેને એમ શીખવાડવામાં આવે કે તારે વિનમ્ર અને સહનશીલ બનવાનું છે પણ અમુક અંશ સુધી જ. તો ચોક્કસથી દીકરી સહનશીલ બનશે પણ દુઃખનો ભોગ બનનાર નહિ બને. હવે જ્યારે યુવાનીની વાત આવે ત્યારે મોટાભાગના લોકો પોતાની બહેનને/પત્નીને ગંદી નજરે કોઈ જોવે તે પસંદ કરતું નથી પણ તે જ વ્યક્તિ બીજાની બહેન / પત્નીને ગંદી નજરે જોતા અચકાતો નથી. ચાર પાંચનું ટોળું હોય અને જો ભૂલમાં એક સ્ત્રી બાજુમાંથી પસાર થાય તો ગંદી ટિપ્પણીઓનો વરસાદ વરસી પડે છે. અને એ સ્ત્રી સ્વીકારી પણ કે છે કે " છોકરાઓ છે તો બોલ્યા કરે. તેમને તો ટેવો હોય છે. " પણ શું આવી ટેવ વ્યાજબી ગણાય ખરી? તો મારા માટે તો સહેજ પણ નહિ. દીકરીઓને તમે પ્રેમ સાથે સક્ષમ પણ બનાવો કે પોતાના પર જ્યારે મુસીબત આવી પડે તો બિચારી નહિ પણ સશક્ત હોવી જોઈએ. પોલીસને આપણે અમુક સમયે વગોવીએ પણ છીએ પણ એક વાર ૧૮૧ નંબર વિશે જણાવી દેજો. તાત્કાલિક મદદ માટે આવી જશે. અને એટલે જ મને ગુજરાત પોલીસ પર ગર્વ પણ છે. કરાટે છોકરાઓને નહિ પણ છોકરીઓને પણ શીખવાડો.
હવે. જ્યારે તે સ્ત્રી કોઈની પત્ની બનશે તે પહેલાં તમે એવું ઘર સીધો કે જે ઘરમાં દીકરીનું સન્માન થતું હોય. અને સન્માન ત્યારે જ થતું હોય જ્યારે ઘરમાં દરેક સભ્યને પોતાનું મંતવ્ય રાખવાની છૂટ હોય. અને ખાસ વાત. ટી. વી. જોવા કરતા સારા પુસ્તકો વાંચવાની ટેવ પડાવો. એ આખું ઘર શોભી ઉઠશે.
જેમને એક કે બે વર્ષનું બાળક છે તેવાં તમામને વિનંતી કે આપ અત્યારથી જ પુસ્તકોનું લવાજમ ભરી દો અને દર મહિને તે પુસ્તક આવશે એટલે તમારા બાળક આગળ મૂકી દો. ભલે તે ફાડી નાખે કે નાનું હોત પણ તેને તેની સાથે રમવામાં રસ તો પડશે જ. અને જ્યારે તે ૬ વર્ષનું થશે તો તેનામાં વાંચવાની ટેવ પણ આવી જશે. મારું બાળક ૬ વર્ષનું છે પણ તેના માટે મારું પાસે ૧૨૫. થી પણ વધુ પુસ્તકો છે.
આશા છે આ લેખ મારો આપને ગમશે. હતો નારી પર પણ સુધારો હંમેશા પાયાથી કરીએ તો આગળ જતા આપણે આપણાં સમાજને મજબૂત બનાવી શકીશું.