STORYMIRROR

JAINIL JOSHI

Romance

3  

JAINIL JOSHI

Romance

મારો વર - ૫

મારો વર - ૫

9 mins
192

તે દિવસે રાત્રે ધૈર્ય ને કૉલ કરે છે ને ફરી પ્રપોઝ કરતા કહે છે, " હાથી, મારો વર બનીશ ? ત્યારે ધૈર્ય કહે છે, " જો ધારા, તું મને ગમે છે, તું સારી છોકરી પણ છે, તારો સ્વભાવ પણ મને સારો જ લાગે છે પણ મારી સગાઈ નક્કી થઈ ગઈ છે ને આવતા ઉનાળામાં સગાઈ પણ ઘરના એ રાખી દીધી છે," ધૈર્ય આગળ કંઇક બોલે તે પહેલાં ધારા તેને રોકી દે છે ને કહે છે, " એ છોકરી મારા કરતાં પણ સારી છે ? તેનું નામ શું છે ? તે કેવી દેખાય છે ? શું તને તે ગમી ? તે શું કરે છે ?" આવા તમામ પ્રશ્નો પૂછે છે ત્યારે ધૈર્ય જવાબ આપતા કહે છે, " મે એ છોકરી ને જોઈ પણ નથી કે હું તેનું નામ પણ જાણતો નથી,બધું મારા ઘરનાએ નક્કી કર્યું છે ને મારા ઘરના કહે તેમ મારે કરવું પડશે. સોરી ધારા." આટલું કહીને તે ફોન મૂકે દે છે,ને ધારા આખી રાત ખૂબ રડે છે, ધૈર્ય પણ રડે છે. પણ હવે કરવાનું પણ શું ?

આમ કરતાં એક મહિનો વીતી જાય છે,ને ધૈર્ય જ્યારે શોપિંગ કરવા બિગ બાઝારમાં જાય છે ત્યારે ધારા પણ ત્યાં હોય છે ને બંને ની મુલાકાત થાય છે,ને નસીબ પણ જોવો બંનેની મુલાકાત થાય છે એ સમયે ગીત પણ વાગે છે," ચૂરા લિયા હૈ તુમ ને જો દિલ કો......." ને આ વખતે તો ધૈર્યનું હૃદય પણ ધારા માટે ધબકે છે. બંને કૉફી પીવા જાય છે ત્યારે વાતો કરે છે ને વિચારે છે કે કેમ આપણી સાથે એવું થયું." ધારા કહે છે, " તું આપણા વિશે વાત તારા ઘરનાને નાં કરી શકે ?" ત્યારે ધૈર્ય જવાબ આપતા કહે છે કે " મારા ઘરનાની આગળ હું હવે વાત કરી શકતો નથી કારણ કે એ છોકરીના પિતા મારા પપ્પાના ખાસ મિત્ર છે ને હું એ નથી ઈચ્છતો કે મારા લીધે એમની દોસ્તી બગડે." ત્યારે ધારા કહે છે, " પણ ધૈર્ય તારા પ્રેમ વગર હું નહિ રહી શકું એનું શું ? " ત્યારે ધૈર્ય કહે છે," જો હું પ્રેમ કરીશ તો મારી પત્ની ને જ કરીશ એની સાથે હું દગો કરવા નથી માંગતો. પછી એ વ્યક્તિ કોઈ પણ હોય ને કેવી પણ હોય " આ સાંભળીને ધારા વિચારે છે કે કાશ ધૈર્ય મને પહેલાં મળ્યો હોત ? હું એ વ્યક્તિ ને ખોઈ રહી છું જે વ્યક્તિ દુનિયાની મહાન વ્યક્તિ છે મારા માટે.ને કહે છે, " એય હાથી, મને તારી સગાઈમાં બોલાવીશ કે નઈ ?", ત્યારે ધૈર્ય નિરાશા સાથે કહે છે, " કેમ નહિ ? " ધારા પણ મનમાં વિચાર કરે છે, ધૈર્ય ગમેતે થાય પણ મારો વર તો તું જ બનીશ.પણ આ બધું થશે કેવી રીતે ? ત્યારે તે વિચાર કરે છે ગમેતે થાય કોઈ મારી સાથે હોય કે ના હોય પણ મારો કનૈયો તો મને સાથ આપશે,એમ કહીને તે કનૈયાને પ્રાર્થના કરે છે.આ બધું જોઈને ધૈર્ય કહે છે, " ઓય શું કરે છે આ બધું ?" ધારા કહે છે, " ઓય હાથી,મારા વર માટે પ્રાર્થના કરું છું." બંને ત્યાંથી છુટા પડે છે,પણ ધૈર્ય વિચાર કરે છે કે ધારા કાશ એની પત્ની બને..પણ પાછો વિચારે છે કે એની સગાઈ તો નક્કી થઈ ગઈ છે.

માટે એને હવે દૂર થવું એજ યોગ્ય છે,પણ પાછો એ પણ વિચાર આવે છે કે ધૈર્ય એ પણ એ છોકરી ને જોઈ નથી તો હું પણ પ્રયત્ન કરું ને ધૈર્ય ને મારો વર બનાવું. આ તરફ ધૈર્ય પણ એ વિચારે છે કે એણે પણ છોકરી જોઈ નથી અને છોકરીએ પણ એને જોયો નથી. તો હું ધારા સાથે મારા સંબંધ તો રાખું.પણ પાછો વિચાર આવે છે કે એ તો માત્ર પ્રેમ એની પત્નીને જ કરવાનું વિચારે છે તો ધારા સાથે સબંધ રાખવો એ કેટલો યોગ્ય રહેશે ?

ધારા ધૈર્ય ને કૉલ કરે છે,ને ધૈર્ય ફોન ને ઉપાડવાનું તો મન થાય છે પણ દિલ નથી માનતું. એટલે તે ફોન ઉપાડતો નથી ને મેસેજ સેન્ટ કરે છે કે હાલ તે ફોન ઉપાડી શકે તેમ નથી.ત્યારે ધારા નિરાશ તો થાય છે પણ તે નિરાશ થવાના બદલે ધૈર્ય નાં શોખ વિશે સોશીયલ મીડિયા માં ધૈર્ય નાં એકાઉન્ટ જોવે છે અને એને શું પસંદ છે શું નાં પસંદ છ ? તે તપાસે છે,અને ધારા ને બધી ખબર પડી જાય છે,બીજા દિવસે જ્યારે ધૈર્ય કોલેજ માં જાય છે ત્યારે ધારા એકદમ સરળ અને સાડી માં જોવા મળે છે,ત્યારે પહેલી નજરમાં ધૈર્ય તો છક થઈ જાય છે, પહેલી વખત ધૈર્ય સામેથી ધારા ને મળવા જાય છે ને કહે છે," ઓય મિસીસ. ધારા,ગજબની લાગે આજે તો જાણે કુંવારી લાગે," ત્યારે ધારા જવાબ આપતા કહે છે, " ઓય સુકાઈ ગયેલા હાથી,આતો મારા ભાવિ વર ને પસંદ છે ને એટલે સાડી પહેરી છે પડી ખબર" આટલું કહી બંને કોફી પીવા જાય છે અને ત્યાર પછી ત્યાંથી છુટા પડે છે.ધારા બહુ ખુશ થાય છે એ જાણીને કે ધૈર્ય આજે સામેથી બોલ્યો એને.

૨ દિવસ પછી વેલેન્ટાઈન ડે આવતો હોવાથી ધારા એ જ વખતે ધૈર્ય ને પ્રપોઝ કરવાનું વિચારે છે.પછી તે સપનામાં ખોવાઈ જાય છે..

બીજા દિવસે બંને કોલેજ માં બેઠેલા હોય છે ને ધૈર્ય નાં ઘરેથી કૉલ આવે છે ને એમાં કહેવામાં આવે છે કે એની સગાઈ ૧૪ તારીખે એટલે કે વેલેન્ટાઇન ડે ના દિવસે સાંજે રાખવામાં આવી છે,આ સાંભળતા જ ધૈર્ય નાં પગ તળેથી જમીન તો સરકી જાય છે પણ ધારા આ સાંભળી ને જાણે બધું એનું લૂંટાઈ ગયું હોય એવો અનુભવ કરે છે,ને પોતાને થોડી સશક્ત કરીને ધૈર્ય ને કહે છે, " હું આવી શકું તારી સગાઈમાં ?" ધૈર્ય નમ આંખો થી " હા " એટલુ જ કહે છે,ને એવામાં ધારા પર પણ એની બહેનપણી નો કોલ આવે છે કે એની બહેનપણીની સગાઈ ૧૪ તારીખે જ છે,ત્યારે ધારા એ છોકરાં નું નામ પૂછે છે તો ખબર પડે છે, એ છોકરો બીજો કોઈ નહિ પણ ધૈર્ય જ છે. ધારા ફરી વખત આઘાતમાં આવી જાય છે એને હવે તેને બધું અશક્ય લાગે છે..બસ એ જવાની તૈયારી શરૂ કરે છે.

પણ અચાનક જ ધૈર્ય નો ફોન આ વખતે ધારા પર આવે છે. ધારા જ્યારે ફોન ઉપાડે છે ,ત્યારે ધૈર્ય તેને કહે છે,"ધારા હું તારા વગર રહી શકું એમ નથી પણ મારા પરિવાર વિરુદ્ધ પણ જઈ શકું તેમ નથી.માટે મને માફ કરજે કે હું તને પહેલાથી સમજી ન શક્યો અને અત્યારે પણ કશું કરી શકતો નથી."ધારા કહે છે,"ધૈર્ય હવે મારાથી પણ કંઈ થાય એવું નથી કારણ કે તારી જે છોકરી સાથે સગાઈ થવાની છે તે છોકરી મારી બહેનપણી જ છે. અને એણે પણ મને સગાઈ નું આમંત્રણ આપ્યું છે.સગાઈ પણ બીજે ક્યાંય નથી પણ એક મોટી હોટલમાં રાખી છે કારણ કે હોટલનો માલિક એ છોકરીના પિતા છે, પણ ધૈર્ય મારુ સપનું અધુરું રહેશે, તને મારો વર કહેવાનું. હું મારા ઘેર જવા નીકળું છું."આટલું કહી ધારા ફોન મૂકી દે છે, માંડ માંડ પોતાના આંસુઓને રોકી ને પોતાના ઘરે જવા નીકળે છે. આ તરફ ધૈર્ય પણ પોતાના ઘર તરફ જવા નીકળે છે. આ વખતે ધૈર્ય અને ધારા સાથે હોય છે પણ બંનેના રસ્તા અલગ હોય છે મનમેળ હોય છે પણ પરિસ્થિતિ અલગ હોય છે, પહેલા જ્યારે સાથે જતા ત્યારે લાગતું કે એક થવા માટે જાય છે અને અત્યારે લાગે છે કે તે એકબીજાથી આ જન્મ માટે નહીં પણ સાત જન્મ માટે જાણે અલગ જઈ રહ્યા છે.

જે દિવસ નો ઇંતજાર હતો ધૈર્ય ના ઘરના ને તે દિવસ આવી જાય છે. ધૈર્ય ના ઘરના તમામ લોકો ખુશખુશાલ છે પણ માત્ર ધૈર્ય ખુશ નથી. ત્યારે ધૈર્યની દાદી આવીને તેને પૂછે છે,"બેટા શું થયું તને આજે તો તારે ખુશ થવું જોઈએ એની જગ્યાએ તો તું નિરાશ છે તારી નિરાશાનું કારણ હું જાણી શકું ?" ધૈર્ય પોતાની લાગણીઓને દબાવી રાખીને માત્ર એટલું કહે છે કે "અરે દાદી, થોડો નર્વસ છું બસ."દાદી પણ કહે છે,"થાય બેટા એવું થાય"આમ કહી દાદી ત્યાંથી નીકળી જાય છે. આ તરફ ધારા પણ પોતાની બહેનપણીને તૈયાર કરે છે અને તે તૈયાર કરતા કરતા વિચાર કરે છે કે કાશ મારી સગાઈ ધૈર્ય સાથે થવાની હોત તો હું કેટલી ખુશ હોત ?

અને છેલ્લે એ સમય પણ આવી જાય છે કે ધૈર્ય અને તેનો પરિવાર સગાઈ માટે આવે છે. જેવા તે એ હોટેલમાં પહોંચે છે તેવા સ્વાગત માટે બધા ઊભાં હોય છે ત્યારે ધૈર્ય ની નજર પેલી ધારા પર પડે છે.બંને ની નજર તો મળે છે પણ બન્ને નજર પણ ફેરવી લે છે. આ તમામ સમારોહ શરૂ થાય છે બધાને ચા-પાણી નાસ્તો કરાવવામાં આવે છે સાથે સુગમ સંગીત પણ હોય છે. ને એમાં પણ ગીત વાગતું હોય છે, "તારે હૈ બારાતી ચાંદની હૈ...."ત્યારે સગાઈની શરૂઆત થાય એ પહેલા ધૈર્ય ના પિતાજી સ્ટેજ ઉપર જાય છે અને તે મહેમાનો નું સ્વાગત પણ કરે છે અને એ વખતે અચાનક લાઈટ પણ જતું રહે છે. એકદમ લાઈટ જતું રહેતું હોવાથી બધા મુશ્કેલીમાં મુકાઇ જાય છે કે એકદમ કેમ લાઈટ ગયું ત્યારે અચાનક બે વ્યક્તિ ઉપર સ્પોર્ટ્સ લાઈટ નો પ્રકાશ પડે છે, એક ધૈર્ય ઉપર અને બીજો ધારા ઉપર. ત્યારે ધૈર્ય ના પિતાજી જાહેરાત કરતા જણાવે છે કે,"નમસ્કાર મિત્રો આજે બે પરિવાર એક થવા જઈ રહ્યા છે, જેમાં મારો પુત્ર ધૈર્ય અને મારા ખાસ મિત્રની પુત્રી જેનું નામ છે ધારા."

આ વાક્ય સાંભળતા ધૈર્ય અને ધારા ને કંઈ ખબર નથી પડતી કે તેમની સાથે શું થઇ રહ્યું છે પરંતુ તે વખતે ધારાની બહેનપણી કે જે બહેનપણી ની સગાઈ ધૈર્ય સાથે થવાની હતી તે ધારા પાસે આવે છે ને કહે છે, " ધારા તારી સગાઈ ધૈર્ય સાથે જ થવાની છે પણ મને આવું કહેવા તારા પિતાશ્રીએ કહ્યું હતું અને એમણે મને એ પણ વચન માંગ્યું હતું કે હું તને કાંઈ જણાવીશ નહીં. પ્રથમ વખત તમે જ્યારે મળ્યા હતા બસમાં એ વખતે તારા પિતાજી તે જ બસમાં હતા. અને તારા પિતાજીએ એ વખતે બરાબર જોઈ લીધું હતું કે ધૈર્ય જેવો છોકરો તને ક્યારેય નહીં મળે કેમકે એક નાની વાતમાં પણ તમારો ઝઘડો થયો હતો પરંતુ જ્યારે દારૂ પીધેલો વ્યક્તિ તારા પર પડ્યો તે વખતે ધૈર્ય એ વ્યક્તિ સાથે જે વર્તન કર્યું હતું તે વર્તન જણાવતું હતું કે તે સ્ત્રીનું સન્માન કરે છે અને જે માણસ એક સ્ત્રીનું સન્માન કરે છે તે માણસ એક યોગ્ય જીવનસાથી તરીકે સફળ સાબિત થાય જ. અને બસ એક નાનકડું આ જ કારણ હતું. તેમને તપાસ કરતાં ખબર પડી કે ધૈર્ય કોઈ બીજો નહીં પણ તેમના ખાસ મિત્ર નો પુત્ર જ છે અને માટે જ એમણે ધૈર્યના પિતાને આ વાત જણાવી ત્યારે ધૈર્ય ના પિતા પણ ખુશ થયા કે ધારા મારા ઘરની વહુ બને એ મને બહુ જ ગમશે. અને બસ સફળ પ્લાન બની ગયો અમારો. અને હા હું તો માત્ર ખાલી પાત્ર હતું એક નાનકડું અને કદાચ મને લાગે છે મેં યોગ્ય રીતે ભજવ્યું હશે ને ?"

ત્યારે ધારા પોતાની સખીને કશું કહી શકતી નથી પણ આનંદથી ભેટી પડે છે. ત્યારે ધારા ના પિતાજી આવે છે અને કહે છે," બેટા,ચલ જલ્દી થી તૈયાર થઈ જા, નહિ તો સગાઈ નું મોડું થઈ જશે."ત્યારે ધારા પોતાના પિતાને ભેટી પડે છે અને એની પહેલી નજર પડે છે ધૈર્ય પર. ધૈર્ય પણ ખુશ થઇ જાય છે અને બસ મિલનની ઘડી નજીક આવી જાય છે ત્યારે ધારા અને ધૈર્ય મળે છે એક બીજાને સગાઈની રીંગ પણ પહેરાવે છે, ત્યારે ધારા તેને કહે છે,"મેં કહેલું ને ધૈર્ય, મારો વર તો તું જ બનીશ.."

આ સાથે સગાઈ પણ પૂર્ણ થાય છે અને બંનેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે ત્યારે એક લેખક તરીકે મારે પણ કહેવું પડે.."પ્રેમ જો હૃદયથી હોય ને તો આખી દુનિયાની કોઈ પણ તાકાત એવી નથી કે તેને અલગ કરી શકે."


Rate this content
Log in

Similar gujarati story from Romance