મારો વર - ૪
મારો વર - ૪
અને ફોન બંધ પણ કરી દે છે. ત્યારે ધારા મુંઝવણમાં મુકાય છે, ધારા મનમાં એવું પણ વિચારે છે કે તેને પહેલી વારમાં જ પ્રપોઝ કરવાનો નહતો. પણ હવે કરે તો પણ શું કરે ? પણ એ વાત તો નક્કી હતી કે ધારાના હદયના કોઈક ખૂણામાં તો ધેર્યનું નામ કંડારાઇ ગયું હતું.
લગભગ એક અઠવાડિયું વીતી જાય છે ને હવે કોલેજમાં પાછું જવાનું થાય છે ત્યારે ભગવાન પણ ફરી વાર ધેર્ય અને ધારાને ફરી મળાવી દે છે, ધારા તો ખુશ થઈ જાય છે પણ ધેર્ય એનાથી જાણે કિનારો કરતો હોય એમ બીજી સીટમાં ધારાથી દુર જતો રહે છે. આખી મુસાફરી દરમિયાન ધેર્ય ધારા સાથે વાત પણ નથી કરતો પણ ધારા એ તો ધેર્યને પોતાનો વર માની લીધો હોવાથી તે ધેર્ય પાસે જાય છે ને વાત કરતા કહે છે,
"એ હાથી કેમ મારી સાથે વાત નથી કરતો ?"
ત્યારે ધેર્ય જવાબ આપે છે "એમ જ"
ધારા એટલું કહે છે કે 'તે રાત્રે ફોન કરશે.' બંને છુટા પડે છે.

