મારો વર - ૩
મારો વર - ૩
" હા. પપ્પા કેમ નહિ" એવું ધારા એ કહ્યું.બંને ઘેર જાય છે. ધારાને મનમાં ડર તો છે જ. પણ ધારા કરી પણ શું શકે ? એ દિવસે બધા સાથે જમતા હોય છે ને ધારાના પપ્પા બસની વાત શરૂ કરે છે.ને ધારાની મમ્મીને તમામ વાત કહે છે. આ તરફ ધારા ચિંતિત અને પોતાના પપ્પાની વાત સાંભળવા ખૂબ આતુર હોય છે. પણ આખી વાતમાં ધારા અને ધેર્યનું નામ આવતું જ નથી. એટલે ધારા હવે થોડો હાશકારો અનુભવે છે. ને રાત્રે નિરાંતે સૂવા જાય છે પણ તે સૂઈ જતી નથી. એને તો બસ ધેર્ય જ યાદ આવે છે. ધેર્યની પ્રત્યેક વાત એને યાદ આવે છે ને મનમાં નક્કી કરે છે કે ધેર્ય જ ' મારો વર ' બનશે. બસ આવું નક્કી કરીને તે રાત્રે જ ધેર્યને કૉલ કરે છે. પણ રાત્રીના ૨ વાગી ગયા હોવાથી ધેર્યની મમ્મી ફોન ઉપાડે છે. તો ધારા ફોન મૂકી દે છે. બીજા દિવસે સવારે ધેર્યને એની મમ્મી રાત્રે કોઈનો કૉલ આવ્યો હતો એવું જણાવે છે ત્યારે ધેર્ય તાત્કાલિક એ નંબર પર ફોન કરે છે. ને ફોન ધારા જ ઉપાડે છે. બંને એક બીજા સાથે વાત કરે છે. ને એ વખતે ધેર્યને ધારા પ્રપોઝ કરે છે ત્યારે ધેર્ય કશું બોલતો નથી ને ફોન મૂકી દે છે.
ક્રમશ:

