STORYMIRROR

JAINIL JOSHI

Tragedy Fantasy

3  

JAINIL JOSHI

Tragedy Fantasy

પતંગની તે દોર

પતંગની તે દોર

13 mins
142

" બેટા રવી, જલ્દી ઉઠી જા. દર ઉત્તરાયણે તો વહેલો ઉઠી જતો હતો અને આજે કેમ હજુ સુધી સૂઈ રહ્યો છે ?" તેવું મમ્મીએ કહ્યું પણ ખબર નહિ કેમ આજે રવીને વહેલા ઉઠવાનું મન જ નહોતું. તે હજુ કઇક વિચારે તે પહેલા જ તેના પર પાણીનો જોરદાર ધોધ પડ્યો. તેને ખબર પડી ગઈ કે મમ્મી હવે ગુસ્સે થઈ ગઈ છે. એટલે તે ફટાફટ ઉઠી ગયો અને ગણતરીની મિનિટોમાં તૈયાર પણ થઈ ગયો. પોતાની જૂની બાઈકને લૂછીને એકદમ નવી જેવી જ કરી દીધી. અને ગાડી પર બેસી કહ્યું, " ઓ મોમ, જલ્દી કરને હવે. હું તો ક્યારનો તૈયાર થઈ ગયો છું. " " હા, ભાઈ પણ તું સાચે નાહ્યો કે પછી ખાલી માથામાં પાણી જ નાખ્યું છે ?" તેવું તેની મમ્મીએ કહ્યું એટલે તેણે કહ્યું, " મમ્મી, આટલું ઠંડુ પાણી કોઈ દિવસ પોતાના દીકરા પર નખાય ખરું ?" તેની મમ્મીએ કહ્યું, " હા, નખાય જ ને. છોકરો મમ્મીનુ ના સાંભળે તો નખાય. સારું ચાલ આજે તું પણ ગાયને આ મગ ખવડાવજે. હું બાજરો ખવડાવીશ. "રવીએ કહ્યું, "મમ્મી, તું પણ યાર ખરી છે. તું પપ્પાને દર વખતની જેમ લાવી હોત તો ?"તેની મમ્મીએ કઈ જવાબ આપ્યો નહિ એટલે રવીએ ગાડી ઊભી રાખી અને પાછળ જોયું તો તેની મમ્મીની આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. તેની નજર પડતાં જ તેની મમ્મીએ રડતા રડતા કહ્યું, "જો તારા પપ્પા આ ઉત્તરાયણ પર હયાત નથી. " ત્યારે રવીને અહેસાસ થયો કે તેના પિતા આ વખતે જ મૃત્યુ પામ્યા છે. તેની પાસે કંઈ શબ્દો જ નહોતા. માત્ર લાગણીઓ હતી તે પણ વ્યક્ત કરી શકાય તેમ નહોતી. તે થોડો સ્વસ્થ થયો, ગાડી ચાલુ કરી, તેમને જ્યાં જવાનું હતું ત્યાં જવા માટે નીકળ્યા. અને લગભગ ૧૦ મિનિટમાં પહોંચી પણ ગયા. તે તેની મમ્મીના હાથમાંથી મગનો ડબ્બો લઈ ગાયને ખવડાવવા માટે ગયો.

આજે ઉત્તરાયણ હતી એટલે આજે બધા ગાયને ખવડાવવા માટે લાઇનમાં ઊભા હતા. થોડી રાહ જોયા પછી તેનો વારો આવી ગયો. તે ગાયને મગ ખવડાવીને પાછો ફર્યો તેવો જ તે કોઈક સાથે અથડાયો. અને બધા જ મગ સામે વાળી વ્યક્તિના તેના પર ઢોળાઇ ગયા. તેણે ગુસ્સામાં ઉપર તરફ જોયું તો તે જોતો જ રહી ગયો. એકદમ ગુલાબી, કોમળ ચહેરો, ગુલાબ કરતા પણ સૌમ્ય તેના હોઠ, ગોરા મુખડા પર પડતાં નાના નાના ખાડા, તેજસ્વી પ્રેમાળ તેની આંખો અને તેના શરીર પર રહેલી લાલ રંગની નયારા કટ કુરતી આ બધું જોઇને રવીની આંખો ચાર થઈ ગઈ. તેમાં પણ જ્યારે તે છોકરીએ કહ્યું, " મને માફ કરજો મારી ભૂલ થઈ ગઈ. "ત્યારે રવીએ કહ્યું, વાંધો નહિ આવું તો થયા કરે પણ ખરેખર આપ ખૂબ સુંદર છો. તમે તમારું નામ કહેશો ?" પેલી છોકરીએ કહ્યું, " મારું નામ શીખા છે" હજુ તે આગળ કંઈ બોલે તે પહેલાં રવીને એક જાડો અવાજ સંભળાયો. " તારે નામ પૂછીને શું કામ છે ?" હજુ આગળ કંઈ બોલે તે પહેલાં જ શીખાયે કહ્યું, " અરે, પપ્પા, જવા દો ને ખાલી નામ જ પૂછ્યું છે ને ? એમ પણ ભૂલ મારી હતી કે મેં તેમના પર મગ વેર્યા છે. " તેના પપ્પા તેને લઈને જતા રહ્યા. આ તરફ રવીને શીખાના પપ્પા વિલન જેવા લાગ્યા પણ રવીને ક્યાં ખબર હતી કે એક બાપને માથે દીકરી સાચવવી કેટલી મોટી જવાબદારી હોય છે ? રવી પણ તેની બાઈક આગળ ગયો. થોડી વારમાં તેની મમ્મી આવીને તેને જોતા જ કહ્યું, "કેમ બેટા ? આટલો ખુશ છે ?" રવીએ કહ્યું, "મમ્મી ખુશ નહિ પણ વિલન ના લીધે દુઃખી છું." " કોણ વિલન ? અને શું થયું ? કંઈ મુશ્કેલી તો નથી ને ?" તેની મમ્મીએ પૂછ્યું. રવીએ જવાબ આપ્યો, " ના ના મમ્મી કંઈ નહિ. ચાલ, આપણે ઘરે જઈએ." બંને ઘરે ગયા.

આ વખતે તેના પિતાનું અવસાન થયું હોવાથી તે પતંગ નહોતો ચગાવવાનો પણ તે ખાલી ધાબા પર ગયો. ધાબા પર જતા જ તેને તેના પિતા યાદ આવ્યા. તે ભૂતકાળની યાદોમાં ખોવાઈ ગયો. તેના પિતા હતા ત્યારે તેના પિતા તેને દર વખતે દોરી પકવવા માટે લઈ જતા અને ભલેને તેને ૧૦૦૦ વાર દોરી જોઇતી હોય તેમ છતાં તેના પિતા તેને ૫૦૦૦ વાર દોરી લઈ આપતા. સાથે માસ્ક, મ્હોરું તો અલગ. ઘણી બધી મીઠાઈઓ લઈ આપતા. અને પતંગ લેવા તો સ્પેશિયલજતા. રવી નાનો હતો ત્યારથી તેના પિતા તેની એક એક ઈચ્છાઓ પૂરી કરતા. અને ઉત્તરાયણ હોય તે દિવસે તે વહેલા ઊઠી જતાં, પતંગની કિનાર પણ બાંધી દેતા. રવી ઉઠે તે પહેલાં તો પતંગ, દોરી, ચીકી, ઉંધીયું, જલેબી, મહોરું આ બધું તૈયાર જ હોય.

    પણ આ વખતે કશું તૈયાર નહોતું. આ ઉત્તરાયણ એક પિતા વગર રંગહીન હતી. આ યાદ કરીને રવી રડવા લાગ્યો. આજે તે પહેલી વખત દિલ ખોલીને રડ્યો. પણ એકલામાં રડ્યો. તેવામાં નીચેથી તેની  મમ્મીયે બૂમ પાડી કહ્યું, " રવી, નીચે આવ તારા પિતાના ખાસ મિત્ર આવ્યા છે. " રવીને થયું કેટલાક વ્યક્તિઓ સરખી રીતે હૃદયને પણ હળવું નથી થવા દેતા. આવું વિચારીને તેને કહ્યું, " આવું છું. " 

તે નીચે ગયો તો તેણે જોયું કે તેના મિત્રના પપ્પા બીજું કોઈ નહિ પણ શીખાના પપ્પા જ છે. તે તેમને જોઈને ખુશ થઈ ગયો. તેની મમ્મીએ કહ્યું, " બેટા, આ તારા પપ્પાના નાનપણના મિત્ર છે, નોકરી તેઓ સાથે કરતા હતા. તેઓ તારા પપ્પાને મળવા આવ્યા હતા પણ તેમને અહીંયા આવ્યા ત્યારે જ ખબર પડી કે તારા પપ્પા હવે આ દુનિયામાં નથી. રવી કંઈ બોલવા જાય છે તે પહેલા જ શીખાના પપ્પા ત્યાંથી જવાનું મોડું થાય છે તેમ કહી નીકળી જાય છે.

તેમના ગયા પછી રવીએ પૂછ્યું, "મમ્મી, તેઓ પપ્પાના મિત્ર છે પણ મેં તો તેમને હમણાં જ દેખ્યા. આમના વિશે ઘરમાં પણ કોઈ દિવસ વાત નથી સાંભળી. " તેની મમ્મીએ કહ્યું, " હા, બેટા. કેમ કે તે ખૂબ ગરીબ હતા અને તારા પપ્પા જ તેમને મહેનત કરાવી નોકરી લઈ ગયા હતા. તારા પપ્પા તેમને આર્થિક મદદ પણ કરતા હતા. તારા પપ્પા તેમ છતાં ક્યારેય પણ તેમના વિશે એટલા માટે વાત નહોતાં કરતા કે તારા પપ્પાને મનમાં પણ અહેસાન કર્યું તેવા વિચારો ના આવે. એટલે જ તેઓ રૂપિયા સીધા તેમના ખાતામાંથી જ કપાવતા હતા. કેમ કે ખૂબ નાની ઉંમરમાં તેમના પત્ની મૃત્યુ પામ્યા હતા અને તે વખતે તેમને એક વર્ષની તેમની દીકરી હતી. જેનું નામ શીખા હતું. તે હંમેશા શીખાને શીખર પર પહોંચાડવા માંગતા હતા. " સારું હું ધાબા પર જાવ છું. " આટલું કહી તે ધાબા પર ગયો.

    આ તરફ શીખાના પિતા ઘરે ગયા. પિતાનો નાખુશ ચહેરો જોઈ તે તરત બોલી. " કેમ, પપ્પા તમે નિરાશ છો ?" તેના પિતાએ કહ્યું, " બેટા, હું ત્યાં ગયો તો મને ખબર પડી કે મારો મિત્ર તો ગુજરી ગયો છે. તેમ છતાં મારી ઈચ્છા હતી કે તારા લગ્નની વાત પણ હું તેમના છોકરા સાથે કરતો આવીશ પણ તેમનો છોકરો આવ્યો તો વધારે દુઃખી થયો કેમ કે તે બીજું કોઈ નહિ પણ આજે સવારે તારું નામ પૂછતો હતો ને તે હતો. એટલે હું કોઈ વાત કર્યા વગર જ પાછો આવ્યો છું. " શિખાયે કહ્યું, " વાંધો નહિ પપ્પા, તમે આરામ કરો. સહેજ પણ ચિંતા ના કરો. હું ધાબા પર જાવ છું. ચાલો તમે મારી સાથે આવશો ?" " ના, બેટા. આજે મગજ કામ નથી કરતું. એક કામ કર તું જા હું થોડી વારમાં આવું છું. " આવું તેના પિતાએ કહેતા શીખા ધાબા પર ગઈ.

  શીખા ખૂબ હોંશિયાર છોકરી હતી અને તે એક સરકારી શાળામાં શિક્ષિકા પણ હતી. બાળકો સાથે હંમેશ માટે રહેતી અને દરેક પ્રવૃત્તિમાં ભાગ લેતી એટલે તેને પતંગ ચડાવતા આવડતો હતો. તેને શોખ પણ હતો. એટલે તેને પતંગ ચગાવ્યો અને એક બાજુથી બધાની ખેંચી ખેંચીને કાપવા લાગી. પણ દરેક વખતે બીજાની જ જાય એવું થોડી હોય ? આ વખતે તેની પતંગ કપાઈ ગઈ અને દોરી લપેટવામાં દોરી ધાબા પર રહેલા રવીના હાથમાં ફસાઈ ગઈ. અને રવીને તેની ઘસરકો થતાં તેણે દોરી પકડીને દોરી તરફ જોયું તો સામે તેને શીખા નજર આવી અને શીખાને પણ રવી નજર આવ્યો. પહેલી નજરમાં થયેલા પ્રેમનો અહેસાસ ના થયો પણ બીજી વખતે મળ્યા ત્યારે બંનેને અહેસાસ થયો કે બંનેને એકબીજા ગમે છે. આ તરફ શીખાને તો મનમાં હતું કે તેના પપ્પા એક દિવસ ચોક્કસથી તેની સગાઈ રવી સાથે કરી દેશે પણ રવીને વિશ્વાસ નહોતો. એટલે રવી ધાબામાં કપાઈને આવેલો પતંગ દોરી સાથે બાંધી દીધો અને તેનો નંબર માંગતો મેસેજ પણ પતંગ પર લખી દીધો. પણ શીખાને તો એમ કે રવીએ પતંગ તો ચગાવવા માટે બાંધી આપ્યો છે એટલે તે તો પતંગને ચગાવવા લાગી. રવી બૂમો પાડતો રહ્યો પણ સ્પીકરના ઘોંઘાટમાં કઈ સંભળાય તો ને ? જેમ જેમ શીખા પેચ લેતી ત્યારે ત્યારે રવી પ્રાર્થના કરતો કે બધાની પતંગ કપાય તો સારું પણ શીખાની પતંગ ના કપાવી જોઈએ. અને એવું જ થયું કે તેની એક પણ પતંગ ના કપાઈ પણ પતંગ ઝાડ પર ફસાઈ ગઈ. રવી બિચારો નિરાશ થઈ ગયો. અને શીખાયે તે પતંગને જવા પણ દીધો. રવી હજુ નિરાશામાં હતો અને એમ કરતાં એક પતંગ તેના ધાબા પર આવ્યો. આ પતંગ બીજા કોઈનો નહિ પણ શીખાનો જ હતો અને શીખાયે પતંગ પર નંબર માંગ્યો નહિ પણ નંબર જ લખીને આપી દીધો. આ જોઈને રવી ખૂબ ખુશ થઈ ગયો. રવીએ તેને કોલ લગાવ્યો. ફોન ઉઠાવતાની સાથે જ કહ્યું, "હેલો શીખા, હું રવી છું આજે તારા પપ્પા મારા ઘરે આવેલા. અને હા, આજે તું ખૂબ સુંદર લાગતી હતી, સાચું કહું તો તું મને પહેલી જ નજરમાં ગમી ગઈ અને મારો પહેલો ક્રશ બની ગઈ. " " મને ખબર જ હતી કે તું આમ જ કરીશ. તારા પાસેથી મને આજ આશા હતી. " આવું શીખા નહિ પણ શીખાના પપ્પાએ કહ્યું કેમ કે શીખાનો ફોન નીચે હતો અને આ રવી ભાઈ કોલ પર કોલ કરતા હતા. " રોંગ નંબર" આટલું કહીને રવીએ ફોન મૂકી દીધો. પણ આ તરફ શીખા પર તેના પપ્પા ગરમ થઈ ગયા અને શીખાને નીચે ઉતારી દીધી અને વઢતા વઢતા પૂછ્યું, " આ તારો નંબર રવી પાસે આવ્યો કેવી રીતે ?" શીખાયે કહ્યું, " પપ્પા, નંબર મેં જ તેને આપ્યો છે. મારે જાણવું છે કે રવી કેવો છોકરો છે ? એમ પણ મારે એની જ સાથે જીવન વિતાવવાનું છે એટલે જાણવું તો પડેને. " " તું આ શું બોલી રહી છે ? જીવન વિતાવવાનું એટલે તારે તેની સાથે લગ્ન કરવા છે એમ ? હજુ તો માંડ એક મુલાકાત થઈ છે ને તું ત્યાં સુધી પહોંચી ગઈ ?"આવું તેના પિતાએ કહ્યું એટલે શીખા તેમની ડાયરી લઈ આવી અને બતાવતા કહ્યું, "પપ્પા, તમે જ આ ડાયરીમાં લખ્યું છે કે હું જ્યારે અઢાર વર્ષની થઈશ ત્યારે તમે મારી સગાઈ તમારા મિત્રના પુત્ર સાથે કરજો. અને તે જ મિત્રનો પુત્ર છે આ રવી. પપ્પા, તમે તો આ હું એક વર્ષની હતી ત્યારથી લખી દીધું છે. " "બેટા, હા મેં આ લખેલું કેમ કે મારા મિત્રના ઘરને હું સારી રીતે જાણું છું કે તું એ ઘરમાં ક્યારે દુઃખી નહિ થાય પણ છેવટે હૃદય તો બાપનું ને. પોતાની દીકરીને નોકરી દરમિયાન વર્ષમાં માત્ર થોડા દિવસ મળવા મળે અને જ્યારે નોકરી પૂરી થઈ ત્યારે બીજાના ઘરે મોકલી દેવાની. કોઈ પોતાની એક પેન બીજાને કારણ વગર ના આપે તો તું તો મારો અંશ છે. અને તેને વળી હું કેવી રીતે આમ આપી દવ ?એટલે મને ગુસ્સો આવે છે જ્યારે તારા લગ્નની વાત આવે. તો પણ મારે ઝડપથી સ્વીકારી લેવું પડશે કે એક પિતાએ દીકરીને લગ્ન લાયક થતાં વળાવી દેવી પડે છે. " આટલું કહી તે પોતાની દીકરીને ભેટી પડ્યા. શીખાયે કહ્યું, " ચાલો, પપ્પા આપણે ઘર જમાઈ લઈ આવીએ ?સાથે કહ્યું પપ્પા તમારી ડાયરીનું એક એક પત્તું મેં વાંચ્યું છે અને દરેક પત્તા પર તમે રવીના પપ્પા વિશે કંઇક તો લખ્યું છે ને એટલે જ મેં મારો નંબર રવીને આપી દીધો હતો. અને હા, આપની પસંદ તે મારી પસંદ" ત્યારે તેના પપ્પાયે કહ્યું, " ના, બેટા, એવું નહિ, મારી પસંદ હું તારા પર ઠોકી દેવા નથી માંગતો. સાચું કહું તો મને રવી ઓછો ગમે છે. " ત્યારે શીખાયે કહ્યું, " પણ પપ્પા મને રવી ગમે છે અને મને એવું લાગે છે કે રવી અને હું પતંગ અને દોર જેવા છીએ. અમે એક થઈને આખા આકાશને આંબીશુ. લગ્નની બાબતમાં મારો નિર્ણય ખૂબ ઉતાવળિયો લાગતો હશે તમને પણ ખબર નહિ કેમ મને એવું જ લાગે છે કે હું અને રવી એકબીજા માટે જ બન્યા છે. " તેના પપ્પાયે કહ્યું, " સારું, બેટા. હું કાલે જઈને જ તેની મમ્મીને વાત કરી દવ છું. "

   આ તરફ રવી શીખા સાથે વાત ના થઈ હોવાથી આકુળ વ્યાકુળ છે. તે આખો દિવસ ધાબા પર બેસી રહ્યો કે શીખા ફરી ધાબા પર આવશે અને પતંગ પર કઈક લખીને મને મોકલશે. બસ આ જ આશામાં રાત્રીના ૮ થઈ ગયા પણ શીખા ના આવવાથી તે નીચે ઉતરી ગયો.

બીજા દિવસે સવારે શીખાયે તેના પપ્પાને વહેલા ઉઠાડી દીધા. તેઓ તૈયાર થઈ ગયા. તેમણે શીખાને પણ સાથે આવવા માટે કહ્યું. શીખા અને તેના પપ્પા જવાજ કરતા હોય છે તેવામાં ડોર બેલ વાગે છે. શીખાના પપ્પાએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતા જ અશ્વિનભાઈયે કહ્યું, " અરે, મારા મિત્ર સુરેશ, મજામાંને ?" આટલું કહી તે એકબીજાને ભેટી પડ્યા. સુરેશભાઈયે તેમનું સ્વાગત કર્યું અને તેમણે જોયું તો તેમનો મિત્ર સહ પરિવાર સાથે આવ્યો હતો. એટલામાં શીખા અંદરથી બહાર આવી અને તે પણ અશ્વિન કાકાને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ. બધાયે ચા - પાણી કર્યા. ત્યારબાદ શીખાના પપ્પાએ કહ્યું, " કેમ, ભાઈ તને આજે સમય મળ્યો ખરો એમ ને. " અશ્વિનભાઈયે કહ્યું, "હા, આજે હું તારા ત્યાં તારી દીકરીનો હાથ માંગવા માટે આવ્યો છું. શીખા મને તેના બાળપણથી જ ગમતી હતી અને મારા છોકરા સૌરવ માટે શીખાથી સારી છોકરી મને બીજે ક્યાંય નહિ મળે. બોલ મંજૂર છે ને ?" આવું અચાનક કહેતા સુરેશભાઈ અને શીખા બંને પરેશાન થઈ ગયા. સુરેશભાઈયે વિચાર્યું કે અશ્વિને પણ ખૂબ સાથ આપ્યો છે અને તેમના ઘરે પણ શીખા દુઃખી થાય તેમ નથી તો વળી આજે શું જવાબ આપવો ?તેમ છતાં થોડીવાર તો તેમણે વિચાર્યું અને કહ્યું, " અશ્વિનભાઈ, સાચું કહ્યું હું આજે શીખાની સગાઈની વાત કરવા માટે મારા મિત્રની ત્યાં જ જઈ રહ્યો છું. એટલે હું તને અત્યારે આ બાબતે કંઈ કહી શકું તેમ નથી. માફ કરજે. " આવો સ્પષ્ટ જવાબ સાંભળી શીખાને થોડી શાંતિ થઈ પણ અશ્વિનભાઈને ના ગમ્યું છતાં તેમણે કહ્યું, " સાચું કહું સુરેશ, શીખાને હું મારા ઘરની જ વહુ બનાવવા માંગુ છું પણ તારા નિર્ણયને પણ હું આવકારું છું કેમ કે મને વિશ્વાસ છે તારો નિર્ણય ક્યારેય ખોટો નહિ હોય. સારું, તમે જઈ આવો હું અહીંયા જ તમારા ત્યાંના જવાબની રાહ જોવું છું. " આ શબ્દો સાંભળી સુરેશભાઈ કંઈ બોલી શક્યા નહિ. તે શિખાને મૂકીને રવીના ઘરે પહોંચ્યા.

  ડોર બેલ વગાડ્યો અને દરવાજો રવીએ ખોલ્યો. શીખાના પપ્પાને જોતા તે વિચારમાં પડી ગયો કે હવે તેની ફરિયાદ કદાચ તે કરવા આવ્યા હશે. પણ પોતાના ઘરે આવ્યા હોવાથી તેણે આવકાર આપ્યો. સુરેશભાઈ ઘરમાં પ્રવેશ્યા. રવીની મમ્મી પણ બેઠા. થોડી ઘણી જૂની વાતો થઈ.

સુરેશભાઈએ કહ્યું, ભાભી, તમે જો ખોટું ના માનતા હોવ તો હું આજે અંહિયા મારી દીકરી શીખા માટે આવ્યો છું તેના હાથ પીળા કરવાની ઉંમર થઈ ગઈ છે. તો રવી મારો જમાઈ બની શકે ખરો ?" આ સાંભળતા રવી તો ખૂબ ખુશ થઈ ગયો કેમ કે તેને જોઈતું મળી ગયું. તેની મમ્મીયે પણ " હા " પાડી દીધી. બધા ખુશ થઈ ગયા પણ તેવામાં રવીની મમ્મીને કઇક યાદ આવતા તે અંદર ગઈ અને થોડી વારમાં એક પેકેટ લઈને બહાર આવી અને તે પેકેટ સુરેશ ભાઈને આપતા જણાવ્યું , " સુરેશ ભાઈ, આ પેકેટ તમારા ભાઈએ જ્યારે રવી ૧૦ વર્ષનો હતો ત્યારે મને આપેલું અને કહેલું કે રવી જ્યારે એકવીસ વર્ષનો થાય અને એ દરમિયાન અશ્વિન આવે તો તું તેને આપી દેજે જો હું જીવતો ના હોવ તો. માટે સુરેશ ભાઈ તેને સ્વીકારી લો. " " અરે ભાભી મારા મિત્રે મને આપ્યું છે તો હું તેને સ્વીકારી લઈશ અને તેને હમણાં જ તમારી આગળ ખુલ્લું કરીને પણ જોઇશ. " સુરેશભાઈ પેકેટ ખોલે છે તો તેમાંથી એક કાગળ નીકળે છે. સુરેશભાઈ કાગળ વાંચે છે, "વહાલા મિત્ર સુરેશ,

તું ખૂબ મજામાં હોઈશ. મને ખબર છે કે તું જ્યારે આ ચિઠ્ઠી વાંચતો હોઈશ ત્યારે હું જીવિત હોવ કે નહિ હોવ તેની ખબર નથી. તારી દીકરી અત્યારે મોટી થઈ ગઈ હશે અને તેના લગ્ન કરવાની પણ ઉંમર થઈ ગઈ હશે. માટે મેં મારાથી બનતું સોનું તેના માટે બેંકમાં મૂક્યું છે અને તેના લોકરની ચાવી મેં તને તારા જન્મ દિવસ પર આપેલ ફ્રેંમમાં મૂકેલ છે. લઈ લેજે અને તેનું લગ્ન જ્યારે કરી ત્યારે મારા વતીનું કન્યાદાન કરી દેજે.

હું મુખ્ય વાત પર આવું છું, હું તારી માફી પણ માંગુ છું કેમ કે શીખા તારી નહિ પણ મારી દીકરી છે. તું જ્યારે એક દિવસ તારા ઘરે નહોતો ત્યારે તારી પત્નીએ મારી સાથે બળજબરી કરી હતી અને કહ્યું હતું કે જો હું તેની સાથે શારીરિક સંબંધ નહિ બાંધુ તો તે બૂમો પાડીને ગામનાને ભેગા કરશે. એટલે મેં તે વખતે તેની સાથે સંબંધ બાંધેલો. અને ત્યારબાદ તારી પત્નીએ મને કહેલું કે તારાથી બાળક જન્મે એમ નથી એટલે તેણે આમ કર્યું છે. તેણે એમ પણ કહેલું કે જો હું આ ક્યારેય પણ જાહેર કરીશ તો તે મને બળાત્કારના કેસમાં ફસાઈ દેશે. બસ આ જ વાત ના લીધે મેં કંઈ તને અત્યાર સુધી કહ્યું નથી. હું જાણું છું તું મને માફ નહિ કરે પણ તેમ છતાં તારી માફી માંગુ છું. અને આ વાતની જાણ તું મારા ઘરે ના કરતો.

તારો મિત્ર. .

મહેશ. "

આ પત્ર વાંચતા વાંચતા સુરેશભાઈની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા પણ સુરેશભાઈ નક્કી ના કરી શક્યા કે તેમની સાથે આ શું થઈ ગયું. એકાએક તેમના પગ તળેથી નહિ પણ રવી અને તેની મમ્મીના પગ તળેથી પણ જમીન સરકી ગઈ. . બે પળની ખુશી જે જીવનભરની બનવાની હતી તે દૂર થઈ ગઈ . . જીવનભરની પતંગની દોર એકબીજાથી અલગ થઈ ગઈ કેમ કે એકંદરે તો રવી અને શીખા એક જ પિતાના સંતાન થયા અને માટે તે ભાઈ - બહેન જ કહેવાય એટલે તેમણે નક્કી કર્યું કે આ લગ્ન હવે શક્ય નથી. કેમ જો લગ્ન થાય તો તે પાપ જ ગણાશે. હવે કંઈ બાકી નહોતું બસ માત્ર આંસુઓ જ બાકી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy