લગ્ન
લગ્ન
નમસ્કાર મિત્રો,
લગ્નની મોસમ ચાલુ જ છે ને હું આપની સમક્ષ આવી ગયો નવા લેખ સાથે મિત્રો આજે મારે આપને લગ્ન વિશે જ કહેવું છે.
લગ્ન આમ તો અઢી જ અક્ષરનો શબ્દ છે પણ તે બે અજાણ્યા હદયને જોડે છે. આ સંબંધ ખૂબ પવિત્ર છે અને એટલે જ કદાચ માતા પિતા પોતાના દીકરા કે દીકરીના લગ્ન પાછળ આખી જિંદગીની કમાણી ખર્ચી નાખી છે તે પણ ખૂબ આનંદ સાથે. તેમ છતાં વર્ષો પહેલા થતાં લગ્ન આજકાલના લગ્ન કરતાં ચઢિયાતા હતા. ભલે એક પોતાના જીવનસાથીને તેઓ લગ્ન પછી જોતા હતા છતાં તેઓ લગ્નેતર સબંધને માણતા હતા. સહનશીલતા હતી,પ્રેમ હતો અને એકબીજા માટે કઇક કરી છૂટવાની લાગણી હતી. પણ આજે આ સંબંધ પણ કેટલીક વખતે વગોવાઈ જાય છે કેમ કે લગ્નનો આલ્બમ આવે તે પહેલાં જ ક્યાંક છૂટાછેડા થઈ જાય છે.
મિત્રો મારે આજે પહેલા તો તમામ માતા પિતાને કહેવું છે કે તમારા દીકરાને કે દીકરીને તમે ૨૦ વર્ષ સાચવી છે તો ભલેને ૧૫ દિવસ મોડું થાય પણ સામેવાળા પાત્રને તમારે ચકાસવાનું છે. કેમ કે પાછળથી પસ્તાવો થાય તેવું કરવાનું જ નથી. એક વખત પોતાના દીકરા કે દીકરીને પોતાના જીવનસાથી સાથે મળવા દો. ત્યારબાદ તેને શાંતિથી પૂછો કે " બેટા,તને તારા ભવિષ્યના જીવન સાથી તરીકે આ છોકરો કે છોકરી પસંદ તો છે ને ? તારા અને તેના વિચારો મળે તો છે ને ? " આ પ્રશ્ન ભલે નાનો હોય પણ ખૂબ વિશાળ છે કેમ કે લગ્ન બાદ જો વિચારો જ અલગ હશે તો આ સંબંધ આગળ નહિ વધી શકે. જો તમારો દીકરો કે દીકરી "હા " પાડે તો જ આ સંબંધ માટે આગળ વિચારજો કેમ કે પાછળથી દુઃખી થવા માટે લગ્ન નથી હોતા. આગળ કહ્યું તેમ ભલે ૧૫ દિવસ તમારે સામેવાળા પાત્રને તપાસવા દોડવું પડે તો એટલી મહેનત કરજો. કેમ કે પાછળથી આપણો દીકરો કે દીકરી દુઃખી થાય તે આપણે ક્યારેય ઈચ્છતા નથી.
હવે હું તેવા નવ યુવાનોને કહેવા માંગીશ કે જેમની ઉંમર લગ્ન લાયક થઈ ગઈ છે. મારા વહાલા મિત્રો લગ્ન એક પવિત્ર સંબંધ છે અને તેની કોઈ એકપાઇરી તારીખ નથી હોતી કેમ કે કહેવાય છે કે લગ્ન એક જન્મ માટે નથી પણ સાત જન્મ માટે થાય છે. અત્યારે આપણે દેખાવડા વધારે કરીએ છીએ અને પ્રેમ ઓછો હોય છે જ્યારે પહેલાના લગ્ન જીવનમાં દેખાવડા નહોતાં પણ પ્રેમ ખૂબ હતો. તમારે તમારા ભવિષ્યના જીવન સાથી વિશે બધું જાણવું ખૂબ જરૂરી છે જેથી આપને ખબર પડશે કે આગળ જતા તમારું લગ્ન જીવન કેટલું સફળ રહેશે ? તમારા જીવન સાથીને પ્રેમ કરવો તે તમારો હક છે પણ પ્રેમ હોવાનો દેખાવડો કરવો તે હક નથી કેમ કે આ સંબંધ વિશ્વાસ પર બંધાયેલો છે. એક દીકરાને કહેવા માંગીશ કે તમે જ્યારે કોઈ દીકરીને તેના ઘરેથી પોતાના ઘરે લાવો છો ત્યારે તમારે તે પાત્રને સાથ આપવો ખૂબ જરૂરી છે. તમને જેમ તમારા માતા - પિતા તમને પ્રેમ કરે છે તેમ તમારી જીવન સંગીનીને પણ તેના માતા - પિતા ખૂબ પ્રેમ કરે છે. તેમ છતાં કાયમ માટે પોટની લાડકવાયી દીકરીને તમારા ત્યાં મોકલે છે. એક દીકરા તરીકે તમારે જાણવું અને ચકાસવું બંને જરૂરી છે કે તમારી ભાવિ પત્ની તમારા ઘરને અનુકૂળ થશે કે નહિ ? તેના શોખ અને તમારા શોખ સરખા છે કે નહિ તે પણ જાણવું જરૂરી છે. અને હા,તમારી ત્યાં કોઈ એક ઘરની દીકરી વહુ તરીકે નહિ પણ દીકરી તરીકે જ આવવી જોઈએ. તે વખતે તમારે એક દીકરા તરીકે તમામ પાસા દેખવા પડશે. આજ કાલ તો પ્રિ વેડિંગ થાય છે,પોસ્ટ વેડિંગ થાય છે તેના સાથે મને કોઈ વાંધો નથી બસ તેમાં પ્રેમ હોવો જોઈએ. અને દીકરાઓને કહેવા માંગીશ કે " તમારા માં - બાપ તે તમારી જવાબદારી છે અને તમારી પત્ની તમારી જિંદગી હોવી જોઈએ."
હવે હું દીકરીઓને કહેવા માંગીશ તમે પણ જ્યારે તમારા જીવનસાથીની પસંદગી કરો ત્યારે તમારે જાણવું જરૂરી છે કે છોકરામાં કોઈ દુર્ગુણ તો નથીને ? તમે આ પાસાને પહેલા ખૂબ સારી રીતે તપાસી દેજો કેમ કે લગ્ન પછી જો આપને કોઈ દુર્ગુણ વિશે ખબર પડેતો છેલ્લે પસ્તાવાનો વારો તમારે જ આવશે. અને હા લગ્ન દિલથી એક જ વાર થાય છે. વારંવાર નથી થતાં. સાથે જીવનસાથીના ઘરના વાતાવરણને પણ જાણી લો કેમ કે તમારે તે ઘરે જવાનું છે અને ઘરની જવાબદારી પણ નિભાવવાની થશે. મને ખાત્રી છે કે તમે તે જવાબદારીને ખુબ સારી રીતે નિભાવી શકશો પણ જો તમે એક વહુ તરીકે નહિ પણ એક દીકરી બનીને રહેશો તો. લગ્ન પછી પણ તમારા પતિને સમજજો. ક્યારેક નાની નાની વાતમાં મન દુઃખ થશે પણ તેને હકારાત્મકતાથી લેવાનો પ્રયત્ન કરજો. અને છેલ્લે એક નાનકડી સલાહ બધું બરાબર હોવા છતાં જો તમને એમ લાગે કે તમારો પતિ સારો નથી તો તમારામાં તાકાત છે કે તમે તેને સારો કરી શકો છો. મને ખબર છે તમે ખૂબ બહાદુર છો એમ કહું તેના કરતા હું કહીશ કે તમે ખૂબ પ્રેમાળ છો.
તેમ છતાં મને આશા છે કે આપને આ લેખ ગમશે. પણ છતાંય આપને કોઈ વાત ના ગમી હોય તો હું માફી માંગુ છું. લગ્ન જીવન ખરેખર ખૂબ સરસ હોય છે બસ તમને નીખરતા આવડવું જોઈએ.
આપના ભાઈને ત્યાં સુધી રજા આપજો પણ હા, આપ હંમેશા હસતા રહેજો.
