મારી રાહ જોતી હશે
મારી રાહ જોતી હશે


આખરે જેનિફરે મૌન તોડતા કહ્યું, “હરેન્દ્ર, આઈ લવ યું.”
“પણ હું તો શાદીશુદા છું.”
“તો શું થયું ? તારી પત્નીને ડાયવોર્સ આપી તું મારી સાથે લગ્ન કરી શકે છે ?”
“એ શક્ય નથી.”
“કેમ શક્ય નથી ? હું તારી પત્નીને મોં માંગ્યા રૂપિયા આપીશ. હરેન્દ્ર, લગ્ન બાદ આપણે અમેરિકામાં રહેવા જતા રહીશું. બોલ તને બીજું શું જોઈએ ?
“તને કોઈ બીજો પુરૂષ આરામથી મળી જશે.”
“પણ તું નહીં મળે. તારો સ્વભાવ! તારી કપડા પહેરવાની ઢબ ! તું ખૂબ રૂપાળો છે એટલે તું મને ખૂબ ગમે છે.”
“જેનીફર, હું અનાથ હતો. અસ્તવ્યસ્ત કપડા પહેરી આવારાની જેમ ફરતો રહેતો. પરંતુ અચાનક મારા જીવનમાં એક બદલાવ આવ્યો. બે ટંક સમયસર ગરમાગરમ ભોજન મળતું થયું. પ્રેમ મળતા મારા વાણીવર્તન સુધર્યા. હું સ્વચ્છ કપડા પહેરતો થયો. આજે હું તને ગમી ગયો છુ પરંતુ તને ગમી જાય એવો મારામાં એ બદલાવ મારી પત્ની સુમન મારામાં લાવી છે. મને માફ કર, બારણા પાસે ઊભી ઊભી સુમન કાગડોળે મારી રાહ જોતી હશે.”