Sheetal Harvara

Thriller

3  

Sheetal Harvara

Thriller

મારી પ્રેરણા, મારા કાકા

મારી પ્રેરણા, મારા કાકા

8 mins
770


 મોટા ન્યુરોસર્જનની હોસ્પિટલમાં ઓપરેશનના પાંચ દિવસ પછી તનુજા ગંભીર હાલતમાં પથારીમાં પડી હતી. તે જોઈ શકતી હતી પણ બોલી કે ચાલી શકતી નહોતી. તનુજાની મમ્મી બાજુમાં રડી રહી હતી અને તેના કાકા ડોક્ટર ની સામે આંખો કાઢી ઉભા હતા. જાણે હમણાં ડોક્ટરને મારશે ! એમાં થયું એવું હતું કે તનુજાનું ઓપરેશન લીક થઈ ગયું અને તેના શરીરનું સાચું પાણી બાટલા મારફતે બારે આવી ગયું. એટલે તનુજા હલી કે બોલી પણ શકતી નહોતી. તનુજા જન્મથી જ અપંગ છે. તેને પાછળના ભાગમાં કરોડરજ્જુની ગાંઠ હતી. તેથી તે ચાલી શકતી નહોતી. તે સવા મહિનાની હતી ત્યારે તેનું પહેલું ઓપરેશન થયું હતું. પણ સફળતા ન મળી. ડોક્ટરે કીધું હતું કે આ કેસમાં સફળતા ઓછી છે પણ તનુજાના કાકા ને બહુ શોખ તનુજાને ચાલતી કરવાનો. તેથી તેને તે સાત વરસની થઈ એટલે એનું પાછું ઓપરેશન કરાવ્યું. ડોક્ટર તો નાજ કેતાતા કે આ કેસ સફળ નહીં થાય પણ તનુજા ના કાકા ના માન્યા એને તનુજાને ઉભી કરવી છે ગમે તેમ કરીને! ઓપરેશન કર્યા પછી તનુજા હવે સરખી રીતે બેશી સકસે. 

     બધા હોળી રમી રહ્યા હતા ને તનુજા બેઠી બેઠી જોઈ રહી હતી. અચાનક તેના કાકા આવીને તેને રંગ લગાડે છે. 

તનુજા: કાકા મારે હોળી રમાઈ? 

કાકા : કેમ ન રમાય તનુજા! 

      આ દુનિયાની ખુશી ઉપર તારો અધિકાર છે જેટલો બીજાનો છે. બસ પછી તનુજા બધા જ તહેવારો ઉજવતી હરખઘેલી થઇ ને!  તેની બધી સખીયો તેને રંગ લગાડવા આવતી અને તનુજા દિવાળી પર એવી મસ્ત રંગોળી બનાવતી કે જોતા રહીએ . 

   “ખુશીયો આવે છે એ ભીતરથી જ્યાં કોઈ ભેદ નથી”….. 

  તનુજા ફળિયામાં છાપુ વાંચી રહી હતી અચાનક તેની નજર  હેન્ડીકેપ કાર પર ગઈ. 

 તનુજા: કાકા જોવો તો ! જે ચાલી ન શકતા હોય તેના માટે કાર; આ કઈ રીતે શક્ય છે! 

  કાકા: શક્ય છે, તનુજા પણ એક શરતે. 

  તનુજા: કાકા કઈ શરત! 

  કાકા: જો તનુજા શિક્ષણની શરત. શિક્ષણ હશે તો બધુ જ આવશે હેન્ડીકેપ સ્કૂટર, મોબાઈલ ,કમ્પ્યુટર અને કાર પણ. 

બસ આમ શિક્ષણ તજાનુ જીવન બની ગયુ. તે મોટા ભાગનો સમય શિક્ષણ પાછળ જ ગાળતી.તનુજા ચાર પગે ચાલતી. તેના કાકા તેને બધે ઉપાડીને લઈ જતા. તનુજાને પગમાં વાગતું ત્યારે તેના કાકા દરરોજ ડ્રેસિંગ કરવા આવતા અને હોસ્પિટલ લઈ જતા. ડોક્ટર ની સામે પોતાની તકલીફ કેમ કહેવી તે તેના કાકાએ તેને શીખડાવ્યું. 

    તનુજા એસ.એસ.સી માં આવી. તે ચિંતિત હતી કે કેમ કરીને એસ.એસ.સી પાસ કરીશ. તે કદી સ્કૂલે ગઈ જ નથી તેના કાકા એ પૂછ્યું.. 


કાકા:તનુજા, બેટા તું કેમ ચિંતિત છે? 

તનુજા: કાકા, હું એસ.એસ.સી કેમ પાસ કરી શકીશ!

કાકા: તનુજા, તું સખત મહેનત કર એક પુસ્તક  વારંવાર વાંચ જે વિષય તને અઘરો લાગે તેમાં વધારે મહેનત કર. 

  આપણે જે જોઈએ છે તેને પહેલા ચાહું પડે. તેની પાછળ સખત મહેનત કરવી પડે. 

“લક્ષ્યની નિયમિતતા અને નિક્ષિતતા સારા નસીબની પહેલી સીડી છે.”

 કશી લે તારી કમર, 

આજ ખેડવો સમંદર. 

 ના જો વાટ તકદીરની, 

 બનીજા કલમ નસીબની. 


જેને આભમાં ઉડવાના ખાબ,

એની તો બ્રહ્માંડ જેવડી આંખ. 


જેને લડવું હરદમ , 

એના પાછા ન પડે કદમ. 


 તનુજાએ સખત મહેનત કરીને એસ.એસ.સી માં પોતાના શહેરમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું અને ગુજરાત સરકાર પાસેથી રૂપિયા 5,000 નું ઈનામ પણ મેળવ્યું. તનુજા અવ્યવસ્થિત રીતે વાંચન કરતી હતી. ત્યાં અચાનક તેના કાકા આવે છે અને કહ્યું કે

કાકા:તનુજા, તારા માથાના વાળ જો તારા કપડાં જો તારા હાથના નખ જો આવી રીતે ના રહેવાઈ.વ્યવસ્થિત તૈયાર થઈને નખ કાપી ને હંમેશા રહેવાનું. દીકરા આપણું વ્યક્તિત્વ આપણી ઓળખાણ છે તેને કદી ખોવી નહિ. 


“ જેને પોતાના વ્યક્તિત્વની ખબર છે તે દુનિયાની ખબર નથી રાખતો.”

  કાકા: તનુજા જો તારા માટે મેળામાંથી શું લઈ આવ્યો.ગીફ્ટ

તનુજા: મારા માટે કાકા કેટલી સરસ છે! હું મેળામાં નથી જય શક્તિ એટલે ને! 

કાકા: તનુજા આપણે નો જઈ શકીએ પણ દુનિયા તો આપણી પાસે આવી શકે છે. આ દુનિયામાં કોઈ પણ એવી વસ્તુ નથી કે જે તમે ઘર બેઠા ન મેળવી શકો બસ જરૂર છે તો શોધ કરવાની અવિરત શોધ કરવી. આપણી પાસે એવું હશે જે દુનિયાને જોઈએ છીએ. તો દુનિયા જખ મારીને આપણી પાસે આવશે. બસ આપણે લાયક બનવાની જરૂર છે. નીડર બનવાની જરૂર છે. પોતાની જાતને બીજા કરતા ક્યારેય ઓછી ના સમજવી. 

   તનુજાએ ધોરણ 12માં એક્સટર્નલ માં કોમર્સ રાખ્યું એમાં પણ એનો ફેવરિટ વિષય ઇંગલિશ રાખ્યો. બધા એમ કહેતા હતા કે તનુજા કોમર્સ એક્સટર્નલ પાસ નહીં કરી શકે પણ તનૂજાની કડી મહેનત થી તનુજા ધોરણ 12માં 70% થી પાસ થઈ. તનુજા રાતે બે વાગ્યા સુધી એકાઉન્ટ નો વિષય અને સવારે પાંચ વાગ્યે જાગીને બીજા વિષયનું વાંચન કરતી. તેને માત્ર ઇંગ્લિશનું ગુજરાતીમાં ભાષાંતર કરતા જ આવડતું હતું. તેની પાસે ગ્રામર નોલેજ ન હતું. માત્ર શબ્દ ભંડોળ જ હતું. ઇંગ્લિશનું ગુજરાતીમાં ભાષાંતર કરતી ને પછી ગુજરાતી ના નિયમ મુજબ તે ગ્રામર સોલ કરતી. તેને દરેક વિષયનું 25 વખત વાંચન કર્યું હતું. એકાઉન્ટના દરેક દાખલાને 20 વખત ગણ્યા હતા. તેની પાસે પાઠ્યપુસ્તક અને ગાઈડ જ હતી. તે કદી સ્કૂલ કે ટ્યુશન ગઈ નથી અને ધોરણ-12માં એની પાસે સ્કૂલ કે ટ્યુશન નહોતા. તેનું ઘર તેની શાળા અને પોતે જ પોતાની શિક્ષક.

 “ કાળી રાતનો સામનો કરી જે ચમકે તે જ સિતારો. “


  કાકા: તનુજા, આલે તારી શુભેચ્છા! 

તનુજા: કાકા આ તો ફોન નંબર ની ડાયરી! 

કાકા: હા તનુજા ડાયરી જેમાં તુ બધાના નંબર લખીને રાખજે. જે આપણે કામ આવે તેના નંબર હંમેશા લખીને રાખવા જેથી જરૂર પડે તો કામ આવે. જે માણસ આપણામાં રસ લિયે તે માણસના નંબર હંમેશા સાચવીને રાખવા. જે તારામાં રસ લેશે તે તારા સપનાં પુરા કરવામાં તારી મદદ કરશે જોજે! 

  કાલે તનુજા ના મોટા બાપાના દીકરાની જાન જવાની છે. તનુજાના ઘરના જોર જોરથી તૈયારીઓ કરી રહ્યા છે. તનુજા તે બધુ જોઈઅ રહી છે. અચાનક તેના કાકા આવે છે અને કહ્યું. 

  કાકા: તનુજા, કાલે જાનમાં આવું છે ને! 

તનુજા: ના કાકા હું નહિ આવું. 

કાકા : કેમ નથી આવું. 

તનુજા: કાકા મને બધાની શરમ લાગે છે. 

કાકા: તનુજા, શરમ. બેટા આપણી વાસ્તવિકતા આપણું અભિમાન હોય છે. વાસ્તવિકતાને હંમેશા હથેળીમાં રાખીને ચાલવાનું. વાસ્તવિકતાનો સ્વીકાર કરીને બેસીને ના રહેવાય. વાસ્તવિકતાથી ભાગવાથી કોઈ ફાયદો નથી કે નથી તેને છુપાવવાનો. અરે! બેટા વાસ્તવિકતા આપણી સૌથી મોટી તાકાત હોય છે. 


 તારું ભાગ્ય તું જ,

 તારું સોભાગ્ય તું જ. 


 તારી આશ તું જ, 

 તારો વિશ્વાસ તું જ. 


તારા અંધકારનો ઉદય તું જ, 

તારા સ્વપ્નનો સારથી તું જ. 

 સવારે જાનમાં જવા તનુજાના કાકા તેને મારૂતિ લઈને તેડવા આવે છે ને ત્યારે તનુજાને મસ્ત તૈયાર થયેલી જોઈને બહુ ખુશ થાઇ છે. તનુજા કંઈક આવી લાગતી હતી. 

   

 તેના કુંડલ જાણે ઝાકળનાં મોતી, 

 તેના ટીકામાં જાણે કસ્તુરી ઝળકતી. 


 તેનો હાર જાણે આસમાની રંગ, 

તેની ચુડીયા જાણે મેહુલિયાનો ઉમંગ.


 ઉગતાં ગુલાબ જેવું તેનું સ્મિત, 

 જાણે એક રાગે ગાયેલું ગીત. 


  તનુજાને કાકા મારુતીમાં આગળ બેસાડી વરરાજાની પહેલાં જાનમાં લઈ જાય છે અને મંડપ નીચે વરરાજાની બાજુમાં બેસાડે છે . તનુજાને કાકા હંમેશા આગળ બેસાડે છે. હોન્ડમાં અને મારુતી માં પણ. 

   તનુજા પી.ટી.સીમાં ફોર્મ ભર્યું હતું અને તે ૬૫ મા નંબરે મેરીટમાં આવી એટલે તેને અમદાવાદ શારીરિક ચેકિંગ માટે જવાનું. તનુજા અમદાવાદ જાય છે પણ ત્યાં તેને રિજેક્ટ કરવામાં આવે છે. તનુજા એમનેમ પાછી નથી આવતી તે બધા સાયબો સાથે બહુ લડે છે .કહે છે કે ભલે હું ઊભી નથી થઈ શકતી પણ એક સારી શિક્ષક બની ને દેખાડીશ. પેલા ખુરશી ઉપર ચડે છે અને પછી બોર્ડમાં લખીને દેખાડી દે છે. જ્યાં એક વાગ્યે બધાના ચેકિંગ ખતમ થઈ ગયા છતાં તનુજાએ પાંચ વાગ્યા સુધી બધા સાયબો સામે વિરોધ કર્યો. 

તનૂજાની આવી મક્કમતા જોઈને બધા અચંબામાં પડી જાય છે. 

  તનુજા ઘરે આવીને રડતી હતી એટલે તેના કાકાએ કહ્યું કે તનુજા જે થાય છે તે સારા માટે જ થાય છે. આપણે આપણા પ્રોબ્લેમનો રસ્તો ગોતવાનો છે. કે આ પ્રોબ્લેમ કેમ સોલ થાય. આ દુનિયામાં કંઈપણ અશક્ય નથી. તું તારા આ પ્રોબ્લેમનો રસ્તો ગોત. 

    તનુજાએ હવે એક્સટર્નલ બી.એ ગ્રેજ્યુએશન કરવાનું નક્કી કર્યું પણ કયો વિષય રાખો તે મુંઝવણ હતી. અચાનક જ તનુજાને તેની ફોન ડાયરી માંથી મહિલા સશક્તિકરણના પ્રમુખનો નંબર મળે છે. અને તે ડાયલ કરીને પૂછે છે કે મારે બી.એ ગ્રેજ્યુએશન માં કયો વિષય રાખવો અને તેને પ્રમુખ ઇંગ્લીશ સાથે બી.એ કરવાની સલાહ આપે છે. તનુજાને જાણે જોતું તુ એવું જડી ગયું. બધા ના પાડતા હતા કે તું બી.એ ઇંગલિશ નહીં કરી શકે. તનુજા એ કહી દીધું કે બસ મને ખાલી ચાર સ્પેલિંગ આવડે તો પણ ઘણા. એક દ્રઢ વિશ્વાસ સાથે તનુજા એક્સટર્નલ બી.એ.માં ઇંગ્લીશ ગ્રેજ્યુએશનની શરૂઆત કરી. એક દિવસ તેના કાકા આવીને કહે..


કાકા: તનુજા, એક વૈધ છે. જે તને ચાલતી કરી દેશે. આપણે તેને કાલે મળવા જશી. 

 તનુજા: કાકા, શું હવે હું ચાલી શકુ ખરી? 

 કાકા :આ શું છે તનુજા. આટલી બધી નકારાત્મકતા. બેટા કોઈ કાર્ય કર્યા પેલા અસફળતા વિષે ના વિચારાય. નકારાત્મકતા તમને ક્યારેય જીતવા દેતી નથી. જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. મક્કમતા અને દૃઢ વિશ્વાસથી જ જીતી શકાય છે. નકારાત્મકતા કાયર બનાવે છે. નસીબના સહારે ન બેસી રહેવાય. ગોતવા માંડો ને તો ભગવાન પણ જડી જાય છે. ભગવાને પણ ગાયો ચરાવતી ને વનમાં ગયા હતાં તો પછી આપણે શું કામ હારી જવું જોઈએ. 

સારુ કરવાથી હંમેશા સારુ જ થાય છે. 


“ હર એક પલકો તક બનાલે, 

 પુરા હો ખાબ એસા વક્ત બનાલે.”


 પછી પેલા વૈધ તનુજાને દરરોજ માલિશ કરવા તેના કાકા ભેગા આવતા. કાકા તો બહુ રાજી થઈ ગયા હતા. તનુજાને ૨૫ ટકા જેટલો સુધારો દેખાડો. પેલા વૈધે તેને પગમાં કેલિપર્સ પહેરવાનું કહું. તનુજા અને તેના કાકા રાજકોટ કેલિપર્સ બનાવવા ગયા. ત્યાં જયપુર ફૂટવેરના ડોક્ટર ચેકઅપ કરીને પછી કેલિપર્સ બનાવી દેતા. પેલા ડોક્ટરે તનુજાને ના પાડી કે તમે આ પેરી ને નહીં ચાલી શકો. પણ તનુજા ના માની તેને કહું કે તમે બસ મને બનાવી દો. હું ચાલીને દેખાડીશ. 

 કેલિપર્સ પહેરીને તનુજા વોકર મદદથી ઊભી થાય છે અને થોડું થોડું ચાલે છે. તનૂજાની ખુશીનો પાર ન રહો. જાણે તનુજાને અલાદિન નો ચિરાગ મળી ગયો. જે માણસ 18 વર્ષથી બેઠું હતું આજે તે ઉભુ થઈ ગયું. ભલેને તે ૩૫ ટકા જ સક્સેસ થઈ છે. પણ તેના મન તો તે સો ટકા જ છે. 

  તનુજા ગ્રેજ્યુએશન પૂરું કરીને બી.એડ.મા પ્રવેશ કરે છે આજે તેનો બી.એડ.માં પહેલો દિવસ છે. પહેલીવાર તે કોલેજ જાય છે. તનુજા ઇંગ્લિશ મીડિયમમાં બી.એડ કરે છે. પેલા દિવસે તે ભજન ગાઈ છે. બધા ચક રહી જાય છે. તનુજા બી.એડમાં સ્કૂલમાં ટ્રેનિંગ લેવા પણ જાય છે. શિક્ષકની અનુભૂતિની શરૂઆત થાઇ છે. તનુજા ૮૫ ટકા સાથે બી. એડ.મા પાસે થાય છે.  

     તનુજાના કાકા તેને હેન્ડીકેપ સ્કૂટર લઈ આપે છે. કોઈને ભરોસો ન હતો કે જે માણસ એક પાણીનો ગ્લાસ ના ભરી શકે તે માણસ ગાડી કઈ રીતે ચલાવી શકે. પણ જો આપણી જાત પર વિશ્વાસ અને લગન હોય ને તો કંઈપણ અસકય નથી. તનુજા કરતા પણ તનુજાના કાકા ને તનૂજાની કાબેલિયત પર વધારે ભરોસો હતો. 

 કોઈ હાથ ફેરવે તેના કરતા કોઈ હાથ જાલે તે વધારે મહત્ત્વનું છે. દયા ખાય તેના કરતા યોગ્ય દિસા દેખાડે તે વધારે મહત્વનું છે. તનુજાના કાકાએ આપેલી દરેક શીખ તનુજા માટે પારસમણિ છે જેને તનુજાને દરેક કસોટીમાંથી પાર ઉતારી. તનુજાના કાકાએ તનુજાને નવી જીંદગી દિધી છે. તનુજાને એક જ વારમાં ગાડી આવડી ગય. સૌથી પહેલા તે તેના કાકાના ઘરે ગાડી લઈને જાય છે ત્યારે કાંઈક આવી લાગે છે…. .


 વાદળોને ચીરીને નીકળ્યું છે કિરન, 

 ના રોકી શકી તેને હવા, ના ગગન. 


 લીધી છે બાથ એને વાયરા સાથે, 

 કરવાને મિલન તેની મંઝિલ સાથે. 


 આંધીઓથી લડેલું તે સાવજ લાગે, 

 મૌન પડેલા શબ્દનો અવાજ લાગે. 

 પોતાના ઘરથી  ૧૦ કિલોમીટરનો રસ્તો પાર કરીને હજારો ટ્રાફિક વચ્ચે તેના કાકાના ઘરે પહોંચે છે. ત્યારે તેના કાકાની આખોમાં તનુજા માટે ગર્વ અને હાથોમાં અભિમાન જોઈને તનુજા ધન્ય થઇ ગઇ. તેના કાકા એટલા રાજી થઈ ગયા કે તનુજાની જિંદગી સફળ થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Thriller