દોસ્ત
દોસ્ત


સ્માઈલીની ધડકન એકવારમાં સો વાર ધબકી રહી છે. તેને હાથની મુઠ્ઠી વાળી છે. લબ્જો પર દુઆ છે. તેની આંખો ઓપરેશન થિયેટરની લાઈટ સામે એક ઝાટકે જોઈ રહી છે અચાનક ઓપરેશન થિયેટરનું બારણું ખૂલે છે અને સ્માઈલી ચોકી જાય છે.
ડોક્ટર આવીને કહે છે કે;
"તમારા દોસ્તની જિંદગી ખતરામાં છે એને તો કોઈની દુઆ જ બચાવી શકશે"
ડોક્ટર એટલું કહીને જતા રહે છે સ્માઈલીનું દિલ એના રામેશ્વર ને ભજવા માંડે છે. "
જાણે રામેશ્વર કૈલાસ પરથી ધરતી પર આવી જ જશે,
એટલી જ પવિત્રતાથી તે પોતાના દોસ્તની સલામતીની દુઆ માંગે છે પણ અચાનક દુઆ માંગતી બંધ આખો ખૂલે છે અને અચાનક જ તેના દોસ્ત અને તેના વચ્ચે થયેલા ઝઘડા તેને યાદ આવે છે. મજદાર પર ઊભી તેની દોસ્તી યાદ આવે છે, બંને વચ્ચે રહેલ કડવાશનો એ સેતુ એને યાદ આવે છે. ફૂલ ડાળ સમી દોસ્તીના પ્રેમને અવિશ્વાસના કાંટા લાગે છે, ગુસ્સો આવે છે અને તે હોસ્પિટલમાંથી એના દોસ્તને મૂકીને જાય છે અને હોસ્પિટલના ગેટ ઉપર અચાનક ઊભી જ રહી જાય છે.
જો તમે સ્માઈલીની જગ્યાએ હોત તો,
તમે શું કરત ?