Sheetal Harvara

Romance

3.4  

Sheetal Harvara

Romance

યાદ આવ્યાની વેળા

યાદ આવ્યાની વેળા

4 mins
179


 પ્રિય, સ્માઈલી

    અગન જાન ગરમી વચ્ચે જ્યારે મીઠી લે'રની સાથે મેહુલિયો વરસે ને ત્યારે આ દુ:ખતી આંખોને ઠંડક મળે છે. તમને યાદ છે મારી આંખો બહુ જ દુઃખી હતી અને તમે પ્રાર્થના કરી હતી કે હે ભગવાન વરસાદ આવી જાય એટલે મારી સખીને આંખો મટી જાય એની આંખોને ઠંડક થઈ જાય અને ખરેખર વરસાદ આવ્યો હતો. કોઈ કીધું છે ને' "જેને તમે પસંદ કરતા હોય અને એના માટે દુવા માગો ને તો એ દુઆ કબૂલ થઈ જાય છે." આપણી દોસ્તી મારા ભાગ્યને સૌથી મોટો સિતારો છે. આમ તો આપણે પહેલી વખત ટાટ એક્ઝામમાં મળ્યા હતા ત્યારે મેં તમને પહેલીવાર જોયા. મારું પેપર એકદમ ફાસ્ટ સબમીટ કરી અને તમારી સેન્ટરનાં ગેટ પર બેસી ગઈ હતી મનમાં ડર તો કદાચ તમે જતા રહીશો. તમે મને જીવનમાં કરેલી મદદને અને તમે જે કે મારો સાથ આપ્યો હતો તે બાકી જિંદગીમાં ક્યારે પણ નહી ભૂલી શકું, પછી આપણે અજાણ્યામાંથી દોસ્ત અને દોસ્તમાંથી દોસ્તીની પ્રેમની શરૂઆત થઈ ત્યાંથી અને અંત સુધી આપણે છૂટા પડ્યા ત્યાં સુધી તમારા લીધે ચહેરા પર હંમેશાં સ્મિત જ આવ્યું છે એટલે જ તો તમારું નામ સ્માઈલી રાખ્યું છે. તમે જ્યારે મારા માટે પેલું ગીત ગાયું હતું

" યારા તેરી યારી કો, યાદ કરેગી દુનિયા"

ત્યારથી જ આ ગીત મારા મનમાં વસી ગયું છે જ્યારે પણ સાંભળવું છે ને તમારી બહુ યાદ આવે છે. તમે જ મસ્ત તૈયાર થતા હતા અને તમારો ફોટો વોટ્સએપ ના સ્ટેટસ રાખતા એ મને બહુ જ ગમતું હતું. જ્યારે તમે ક્રીમ કલરનો વનપીસ પહેરીને સ્માઈલ આપી ને એ તમારો ફોટો ને એમાં તમે કંઇક આવું જ લખતાં હતાં.

 " જાણે પૂનમનો બારી બહારનો ચાંદ"

  મને ખબર હતી કે હું તમારા દરેક ફોટા વખાણ કરતી હતી ને ત્યારે તમને ગમતું હતું. એ વાત તો મને યાદ આવી ગઈ કે રક્ષાબંધન એ જ રાતે તમે મને "આઇ લવ યુ" કીધું હતું તે તે શબ્દો મેં હજી સાચવીને રાખ્યા છે. મારું મન માનતું નહોતું કે તમે મને પ્રેમ કરી શકો તમે મને પ્રેમ કર્યો હતો આમ તો પ્રેમની કોઈ સાબિતી હોતી નથી પણ જ્યારે પણ તમારો વિચાર કરું છું ત્યારે મારા ચહેરા ઉપર સ્મિત આવી જાય છે બસ આજ છે તમારા પ્રેમની સાબિતી.. આજ પ્રેમ ખાતર આપણા બંને વચ્ચે કેટલી વાર લડાઈ થઈ છે નહીં.. તમારી પાસે ટાઈમ જ નથી વાત કરવાનો અને માને તમારી સાથે વાત કર્યા વગર ન ગમતું.  મને એજ્યુકેશન રીલેટેડ કે કોઈ પણ પ્રોબ્લેમ આવે ને એટલે તો તમને જ મેસેજ કરતી હતી અને તમે જે મને આપ્યું છે ને એ દુનિયાની કોઈ તાકાત નહીં આપી શકે. તમે બાર વાગે સ્કૂલે જતાં અને છેક 7:00 સ્કૂલેથી પાછા આવતા. ત્યાં સુધી તમારો ફોન તમારી પાસે ના રહેતો અને હું તમારે એવી રીતે રાહ જોતી જાણે કે નવજાત શિશુ તેની માતાની રાહ જોતું હોય.તમને ખબર છે કે મને તમારે પ્રેમની અનુભૂતિ મને ક્યારે થઈ. 

  જ્યારે હું મારા જન્મ દિવસને દિવસે તમારા ઘરે આવી હતી. ઈંગ્લીશ મેંથોડા લેવા ત્યારે તમે મને શોપિંગ કરાવી અને એક મસ્ત કુર્તી લઇ આપી. એ કુર્તી મેં મારી ગાડીની ડેકીમાં રાખી દીધી હતી. સાંજે ઘરે આવતા હું ડેકીમાંથી બહાર કાઢવાનું ભૂલી ગઈ અને તમે નારાજ થઈ ગયા. તમારી એ પેલી શિકાયત હતી હું તો ઘણી વાર કરી હતી. ત્યારે જ મને થયું કે તમે મને કેટલો પ્રેમ કરો છો તે દિવસથી લઈ ને આજ સુધી " જેમ કુમળો છોડ વધે ને તેમ મારો પ્રેમ તમારા માટે વધતો જ રહ્યો." 

  તમે મારા માટે દુવા માગો ને એક કબૂલ જ થશે એ ભરોસો છે મને તમારા ઉપર. તમે મારા માટે લકી છો. તમને યાદ છે તમારી લખેલી વાર્તા મેગેઝિનમાં આવી હતી. ત્યારે તમારા માટે મે રાધા કૃષ્ણ ડ્રોઈંગ બનાવ્યું હતું.

      ડ્રોઈંગ બનાવતી હતી ને ત્યારે અદભુત પ્રેમની અનુભૂતિ થતી હતી. 

 "ફૂલછોડ જેવી, તારી મારી દોસ્તી સખી.

  છોડ વિખૂટુ ફૂલ પળભરમાં મૂંઝાય સખી

  ફૂલ વગર છોડની કિંમત થાય ન સખી."

તમે વોટ્સએપના સ્ટેટસમાં તમારા ફોટા મૂકતા ને એ બધા જ ફોટાનો હું સ્ક્રીનશોટ લઈ લેતી હતી અને એને સાચવીને રાખતી હતી અને બધા જ ફોટા હજી મેં સાચવીને રાખ્યા છે. જ્યારે તમે ગુસ્સો કરતા ને ત્યારે તમે બહુ જ ક્યુટ લાગતાં. 

 આટલી ઘેરી દોસ્તીનો ઊંડાણમાંથી પણ આપણે છૂટા પડી ગયા નહીં. હજી પણ આશા છે કે તમે આવશો. એકવાર તમે મને મળો ને તો હું તમને ગળે લગાડીને ઘણું બધું રડી લઉં. હજી પણ દિલને તમારા સાથની ઝંખના છે. પેલુ ગુજરાતી ગીત છે ને

 "હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું

તું લઈ ને આવે લાગણીનો મેળો રે. . .

સાથ તું લાંબી મજલ નો

સાર તું મારી ગઝલ નો

તું અધૂરી વાર્તા નો છેડો રે. . .

મીઠડી આ સજા છે. . .

દર્દોની મજા છે. . .

તારો વિરહ પણ લાગે વ્હાલો રે. . .

 કહેવાય છે ને કે પ્રેમ તો સહદેવ આપે છે. જ્યારે સાથે હોય છે ને ત્યારે સૌથી મોટી તાકાત બને છે. દુનિયાની સૌથી સુખ છે અને જ્યારે છુટા પડે છે ને ત્યારે દુનિયાની સૌથી મોટી શીખ આપીને જાય છે. એક નવજીવન આપીને જાય છે. પ્રેમમાં ક્યારેય કોઈ અપેક્ષા હોતી નથી. પ્રેમમાં સાથે રહેવું કે સાથે વાત કરવી જરૂરી નથી. પ્રેમ તો આત્માને થાય છે. પોતાના પ્રેમને સમય આપવો એ જરૂરી છે. કદાચ પ્રેમ આવો છે કે... 

" જેમાં કોઈ આકાર નથી છતાં તે સાક્ષાત્કાર છે.

ધરા થી લઇ ને નભ સુધી તેનો વિસ્તાર છે"

"એનો ન કોઈ સમય એ તો હરેક ક્ષણ છે

બંજર આત્માનો તે એક જ પ્રાણ છે. "

"દરેક વિકારનો તે એક જ પ્રહાર છે

જન્મ ફેરાનો તે એક જ મોક્ષ દ્વાર છે. "

  મારી સાથે દોસ્તી કરવા અને પ્રેમ કરવા માટે તમારો ખુબ ખુબ આભાર. આ ફેન્સી ડે ઉપર એક દુઆ માંગજો કે મને તમારી પડછાયાં જેવી એક દોસ્ત મળી જાય. 

લિ. 

તમારી સ્વીટી


Rate this content
Log in

Similar gujarati story from Romance