જીવ છે તો જગ છે
જીવ છે તો જગ છે


માણસ ૨૧ દિવસ ખાલી રોટી ખાઈ ને ન જીવી શકે?
જો તમારો જવાબ હા હોય તો પછી શું કામ કરિયાણાની દુકાને આટલી ભીડ? તમારે શેના માટે બહાર નીકળવું છે?
બીમારી ને બોલાવા કે મને અને મારા પરિવારને ખતમ કરી નાખ!! જે માણસ પોતાના પરિવારનો નો થાય, તે દેશનો શું થશે! બારે જતા પહેલા તમારા પરિવારની જિંદગીનો વિચાર જરૂર કરજો.
તમારા બારે ન જવાથી કોઈ વસ્તુને ફરક નહી પડે.
જેમ હતું તેમ જ રહેશે. ફરક તમારી જીંદગીને પડશે. જીવ છે તો જગ છે....
દેશનો રાજા વિકાસ કરતાં વધારે આપણી પરવા કરતો હોય. તો પછી આપણે શું કામ બેપરવા થઈએ.
લોકડાઉન તોડીને પોતાના શિક્ષણનું અપમાન ના કરો.