STORYMIRROR

Sheetal Harvara

Inspirational

3  

Sheetal Harvara

Inspirational

મારી આઝાદી

મારી આઝાદી

3 mins
56


સ્મૃતિ ઘરમાં આવે છે ત્યારે ચર્ચા ચાલતી હતી કે એક છોકરીને ઘણા છોકરા મળીને હેરાન કરતા હતાં. સ્મૃતિના હાથમાં એસએસસીનું ઝળહળતું રીઝલ્ટ, સ્મૃતિએ S. S. C માં ૮૦% માં મેળવ્યા હતાં. દોડીને તેના પપ્પાને રિઝલ્ટ આપે છે પપ્પા મને એસી પર્સન્ટ આવ્યા છે ! બધા ખુશ તો હતાં પણ એટલા બધાં ન હતાંં જેટલા સ્મૃતિના ભાઈને દસમામાં 70 ટકા આવ્યા અને ત્યારે હતાં. 

 સ્મૃતિએ કહ્યું: પપ્પા મારે સાયન્સ ભણવું છે

 આખા પરિવારે સાયન્સ ભણવાની ના પાડી દીધી. 

 સ્મૃતિ એ પૂછ્યું; પણ શું કામ ?

બધા કહે કે, તુ જુવાન થઈ ગઈ છો જોતી નથી દીકરીઓ સાથે કેવી ઘટનાઓ બને છે તું ભણવા નહી જાય હવે.

 સ્મૃતિએ કહ્યું કે: બીજાના દોષની સજા એક દીકરી ને શું કામ? આમા દીકરીનો શું વાંક છે. 

સ્મૃતિએ કહ્યું કે હું સાયન્સ ભણીને જ રહીશ..

તેના પપ્પાએ કહ્યું કે :પણ હું તારા માટે એક રૂપિયો પણ ખર્ચ નહીં કરું.

  સ્મૃતિ તેના રૂમમાં જતી રહી આખી રાત જાણે સવારે જંગ લડવાની હોય ને તે રીતે બારી બહાર ના ચાંદને જોતી રહી. સ્મૃતિ સવારે સીધી સાયન્સની સ્કૂલે પહોંચે છે. 

 ને આચાર્ય ને કહે છે કે : સર મારે સાયન્સ કરું છે પણ હું ફિસ પે નહીં કરી શકું . 

પ્રિન્સિપાલ ના પાડે છે.

 સ્મૃતિ કહે છે કે: તમારી સ્કૂલના બધા જ કામ હું કરીશ પણ તમારા સાયન્સનાં રૂમની બારે બેસવાની મને પરમિશન આપો. આચાર્ય થોડીક વાર થોભી ગયા પછી. પ્રિન્સિપલ તેને હા પાડી દે છે. સ્મૃતિ બહુ રાજી થઇ જાય છે. સ્મૃતિ દરરોજ 5:30 વાગે સ્કૂલે આવે છે બધા જ કામ કરે છે અને સાયન્સ રૂમની બારે બેસે છે રૂમમાં જે પણ સર ભણાવતા હોય છે તે સાંભળે છે અને નોટ બનાવે છે. 

  સાયન્સના સર આચાર્ય ને કહે છે કે સ્મૃતિમાં કંઈક અલગ ધગશ દેખાય છે ને ! આચાર્ય કહે છે કે સ્મૃતિનો મક્કમ ઇરાદામાં ભણવાની સાથે મને બીજું કાંઈ પણ દેખાય છે જે તે પૂરું કરવા માગે છે. સ્મૃતિનું ધોરણ 12 નું રિઝલ્ટ આવે છે અને તેમાં સ્મૃતિ સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવે છે સ્મૃતિને ભારતની સૌથી બેસ્ટ કોલેજ ઇન્જીનિયરીંગ માટે સ્કોલરશિપ મળે છે સ્મૃતિ એન્જિનિયરિંગ કરવા તો જાય છે જ સાથે સાથે તે પી. એસ. આઇની પરીક્ષા આપીને પેલો નંબર મેળવે છે અને તે બહુ મોટી પી.એસ .આઇ બની જાય છે. સ્મૃતિ પી.એસ.આઇ બનીને પોતાને શહેરમાં આવે છે. 15 મી ઓગસ્ટના ધ્વજ વંદન કરવા.&n

bsp;સ્મૃતિ ધ્વજ વંદન કરતા પહેલા કંઈક કહે છે.

સ્મૃતિ (પી.એસ.આઇ) : પેલા છેલ્લે બેઠેલા માણસને હું અહીં બોલવા માગું છું મહેરબાની કરીને તે સ્ટેજ પર આવે. 

જેવો તે માણસ સ્ટેજ પર આવે છે સ્મૃતિ તેના બંને હાથમાં ગોળી મારી દે છે તેના પગમાં ગોળી મારી દે ત્યાં બેઠેલા બધાં ચોંકી જાય છે. 

એક નેતા પૂછે છે કે,સ્મૃતિ તમે આવું કેમ કર્યું અને એ હદયના ઊંડાણમાંથી સ્મૃતિ જવાબ આપે છે કે

સ્મૃતિ: જ્યારે હું નવમા ધોરણનું રીઝલ્ટ લઇ ઘરે જઈ રહી હતી ત્યારે આજ માણસે મારા ઉપર સીટી પાડી.,જતા રોકી, મારી સખીયો ને જતા રોકી અમારા ઉપર પાનની પિચકારી ઉડાડી.

    જો આ વાત મેં મારા ઘરે કીધી હોત ને તો મને ઘરના ક્યારે પણ બહાર ન જવા દેત. દોસ પુરુષ હોય ને તો સજા હંમેશા એક નારી એ જ ભોગવવાની. તેવુ શું કામ? તે દિવસની ઘટના પછી મારી સખીઓ આગળ અભ્યાસ ન કરી શકે. તેના માતા-પિતાએ તેને ભણવા ના દીધી. બધી સખીઓ માં એક સખી અપંગ હતી. વિચાર કરજો એક અપંગ નારી ન અભ્યાસ કરી શકી ના સાસરે જઈ શકી. આજે એની જિંદગી નરક બની ગઈ. નિરાધાર બની ગઇ. તે આવા હેવાનો ને લીધે વગર વાકે તે બરબાદ થઈ ગઈ. જાણે છે પુરુષ કે દીકરીના માતા-પિતા કે સમાજ તેને સાથ નહીં આપે. એટલે જ તો ,તેની હેવાનિયત વધતી જાય છે. 

    મેં મુઠ્ઠી તે દિવસે વાળી હતી. અને એ મુઠ્ઠી મેં આજ ખોલી છે. આજ મારો સંકલ્પ પૂરો થયો. આજે મેં મનમાં સંકલ્પ લીધો હતો કે નારી કમજોર નથી જ્યાં સુધી જે હાથે મને રોકી છે ને એ હાથને હું કાપી નાખો ને ત્યાં સુધી શ્વાસ નહિ લવ હું નિરાંતે નહિ બેસું..

જોઈ લે કે એક નારી કમજોર નથી ( પેલા હેવાનની સામે જોઈને) 

 આજ હું કહેવા માગું છું હજારો નારીઓને કે..,

 તું જ તારું સશસ્ત્ર થા, છોડીને બીજાની આસ, 

તુજ તારી તાકાત થા, કરીલે ખુદ પર વિશ્વાસ,. 

      તારા ઘા ની તુજ દવા થા, 

      અન્યાય નો તું પ્રતિશોધ થા. 

     જ્યાં સુધી તું તારી નથી, 

     ત્યાં સુધી તારુ કોઈ નથી. 

સોળે કળાએ તારા સપનાનો રથ શણગાર, 

અને એનો તું જ એક માત્ર સારથી થા. 

હે જન્મ દેનારી તારા અસ્તિત્વને ખાતર, 

લઈલે હાથમાં શસ્ત્ર તુજ વિભાવરી થા. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational