Sheetal Harvara

Tragedy

2  

Sheetal Harvara

Tragedy

લડાઈ અસ્તિત્વની

લડાઈ અસ્તિત્વની

3 mins
619


અર્લામની ઘંટી વાગે છે અને પછી પ્રાચી ઝટ દઈને ઉભી થઇ છે. આજે પ્રાચીનું આઈ એ એસ નું ઇન્ટરવ્યૂ છે. છેલ્લા પાંચ વર્ષથી પ્રાચીએ રાત ને દિવસ એક કરીને આઈ એ એસ પરીક્ષા પાસ કરી. આજે ઇન્ટરવ્યૂ છે. બાર વાગ્યે તેને કેન્દ્રમાં પહોંચવાનું છે. પ્રાચી તૈયાર થઈને ; ભગવાના આર્શીવાદ લઈને, હિંમત કરીને, ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહી છે. અચાનક તેના ભાઈ તેની ગાડીની બ્રેક તોડી નાખે છે. 


 પ્રાચી (ગભરાયેલી હાલતમાં) ભાઈ તમે શું કર્યું ! મારે બાર વાગ્યે પહોંચવાનું છે. હવે હું કેમ કરીને જઈશ? તમે શું કામ આવું કર્યું? પપ્પા જોતો ભાઈ શું કરે છે. 

પપ્પા અને ભાઈ :તું જોતી નથી પેલી છોકરી સાથે એ લોકોએ શું કર્યું. કેવી હેરાન કરી. બસ નહી જાય, લોકો શું કહેશે. સમાજમાં અમારી આબરૂ જાય. 


 પ્રાચી : આજ મને જવા દો બસ! મહેરબાની કરીને મને જવા દો! મારે હજી બસ ગોતવી પડશે. હું બસ માં જતી રહીશ. 

પ્રાચીના ભાઈ બારણાની આડે ઉભા રહી જાય છે. 

 પ્રાચી: ભાઈ, આજ મને જવા દો. મહેરબાની કરીને! હું તમને હાથ જોડું છું. તમારા પગે પડું છું. મારે મોડું થાય છે મને જવા દો. 


પ્રાચીના ભાઈ પ્રાચીના હાથમાંથી ડોક્યુમેન્ટ્સની ફાઈલો જુંટવીને અગાસી ઉપર સળગાવવા જાય છે. 


 પ્રાચી : ભાઈ આવું નો કરતા ભાઈ, ભાઈ મહેરબાની કરીને આવું ન કરો, ભાઈ રેવા દ્યો ભાઈ, હું તમને હાથ જોડું છું ભાઈ, મારા ડોક્યુમેન્ટ ન સળગાવો. 

  પ્રાચીના ભાઈ કેરોસીન છાંટીને અગાસી ઉપર બધા ડોક્યુમેન્ટ્સ સળગાવી નાખે છે. પ્રાચી રાખના ઢગલા પાસે અવિરત રડી રહી છે. અચાનક પોતાના આંસુ લૂછીને એક શેરની જેમ ઊભી થાય છે. 


પ્રાચી : ભાઈ, તમે આ સારું નથી કર્યું. તમે ડોક્યુમેન્ટ્સ નહી પણ, મારું જીવતર સળગાવ્યું છે. 

મમ્મી પપ્પા : પ્રાચી નીચે જા ઘરમાં, આખું ગામ સાંભળે છે, 

 વાહ મમ્મી વાહ પપ્પા વાહ ! જ્યારે હું કહેતી હતી કે ભાઈ ને રોકી લો ત્યારે તો તમે મારું ના સાંભળ્યું અને હવે મને રોકો છો? 

( પ્રાચી તેના ભાઈની સામુ એકધારું જોઈને ) 

 ભાઈ આજસુધી તમે જેમ કીધું તે મેં કર્યું. તમે મને પરીક્ષાનું ટ્યુશન ન રાખવા દીધું. મને એન્જિનિયર, ડોક્ટર કે સીએ ન થવા દીધી છતાં પણ હું કાંઇ ન બોલી. રાતદિવસ એક કરીને મેં આઇ.એ.એસ પાસ કરી અને તમે શું કર્યું ભાઈ મારી મહેનત ને રાખ કરી નાખી!


   પેલી છોકરીને હેરાન કરી છે એટલે તમે મને ન જવા દીધી ! આજે હું આખા ગામને કહું છું. બસ આજ કારણ છે એક સ્ત્રીને હેરાન કરનારને સજા નથી થતી પણ બીજી સ્ત્રીઓને રોકી લેવામાં આવે છે. શું કામ? અરે ગુનેગાર તો એ છે.જે નારી ને હેરાન કરે તો પછી સજા નારીને શુ કામ? 

 ગુનેગાર ખુલ્લેઆમ ફરે, 

 અને નિર્દોષ ઝૂરી ઝૂરી ને મરે. 


વાહ સમાજ વાહ શું ન્યાય છે તમારો, 


 પુરુષપણાના અભિમાન અને ઇર્ષામાં કેટ કેટલી નારીઓ હોમાઈ ગઈ છે. અરે દીકરીને તો માંગવાનો કે મરવાનો પણ અધિકાર નથી. શું કામ? દીકરીને નાની ઉંમરમાં પરણાવવામાં આવે છે કે કોઇએ તેની સામે જોશે તો! સામે કોક જોવે શું એમાં એનો દોસ છે? કે સામે જોવાવાળાનો? 


     અરે હેરાન કરનાકરનારાઓ તો ખબર છે કે છુટી જાશે. તેના ભાઈ કે માવતર સ્ત્રીની રક્ષણ નહીં કરી શકે. કઈ નહિ બોલે કઈ જ નહીં કરી શકે. એટલે જ તો એની હેવાનિયત વધતી જાય છે. એ નિર્દોષને નથી લડવા દેતા કે નથી એના માટે એનો પરિવાર લડતો. તમારા જેવા ભાઈઓને લીધે જ છે આજે દીકરીઓ દુભાઈ રહી છે.  


  આજે પૂછું છું ભારત દેશની સરકારને આ સમાજને કે તમે નારીને કયા ગુનાની સજા આપ્યા કરો છો. નારીને હેરાન કરનારાને સજા કેમ નહીં? સાંભળી લેજો આ સમાજના લોકો કે દીકરો ભ્રુણહત્યાની હવે ઝાઝી વાર નથી. ક્યાંક એવું ન બને કે કોઇ નારી પુરુષને જન્મ જ ન આપે ! એ પુરુષ સેનો અભિમાન છે ! ખોડીયામાથી જે ઘોડેસવાર બનાવે. તે માથા પણ વાઢી શકે છે.નારીને કમજોર સમજવાની ભૂલ ન કરજો. નહિતર પુરુષ જાતિ નું અસ્તિત્વ જ મટી જશે. ઊંચા હોદ્દા ઉપર બેઠેલી એ બહેનોને પૂછું કે શું તમારી કોઈ ફરજ નથી એક નારીને સ્વતંત્રતા માટે નારી ને ન્યાય અપાવવાની.? કે પછી નારી જ નારીની દુશ્મન છે. 

“કાયદો બનાવો સરકાર કાળો કાયદો, નારીની સામે જોનારનાનું અસ્તિત્વ જ મટી જવું જોઈએ. એવો કાયદો બનાવો. “કાળો કાયદો” બનાવો. 

  

    જ્યાં સુધી સ્ત્રી સ્વતંત્ર ન થાય ત્યાં સુધી આઝાદી દિવસ ન મનાવો જોઈએ. ન જ મનાવો જોઈએ. 

“જાગો નારી હો જાગો” ચાલો આપણા અસ્તિત્વની લડાઈ લડીએ,ચાલો આપણી સ્વતંત્રતાની લડાઈ લડીએ, એક માનભેર જીવન માટે લેડીએ. ચાલો નિર્દોષોને ન્યાય અપાવીએ. 


 અચાનક ફોનની ઘંટડી વાગે છે અને સામેથી જવાબ આવે છે કે પ્રાચી બેન, તમારા ઇન્ટરવ્યૂનો સમય સમાપ્ત થઈ ગયો. 

  પ્રાચીના હાથમાંથી ફોન પડી જાય છે અને પ્રાચીના સપનાઓ પણ સમાપ્ત થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy