Sheetal Harvara

Drama


3  

Sheetal Harvara

Drama


લોકડાઉનના કારણે

લોકડાઉનના કારણે

1 min 134 1 min 134

“કૌટુંબિક બદલાવ જે મને લોકડાઉનના કારણે લાગ્યું”

“ફરી એકવાર આ ધરતીને, 

 ઉગારવા આવજે શિવ. 

 જોને વગર હથિયારે, 

 લડી રહ્યો છે પ્રત્યેક જીવ.”

  કોરોના, ભયંકર વાઈરસ જે વૈશ્વિક મારામારીનું રૂપ લઈ ચૂક્યો છે અને ભારતમાં તેના પગ પ્રસરી ચૂક્યા છે ત્યારે લોકડાઉન કુંડલ અને કવચ સમાન છે. 

     અરે નાનકડો અમારો ટેણીયો ચીશું પાડીને કહે છે કે દાદા, બા, કાકા, પપ્પા ચાલો રામાયણ આવી ગઈ બધા જ સાથે બેસીને રામાયણ જોવે છે. કોઈની પાસે એ વખતે મોબાઈલ નથી અને એકબીજા સાથે ધર્મ અધર્મની વાતો કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે અયોધ્યામાં હોય આપણે! 

     પેલા જમવાની ચાર પંગત પડતી હતી અને હવે એક જ પંગતમાં સાથે બેસીને જમાય છે. પેલા જમવાનું વધતું અને હવે એ બાજરાનો રોટલો પીઝા જેવો લાગે છે. સવારમાં જ્યારે બધા યોગા કરી, પોતાની વાતો કરતા હોય છે ત્યારે એવું લાગે છે કે આપણે સાથે હતા પણ પાસે નહોતા.

 પરિવાર સાથે બેસીને ભગવાનની પ્રાર્થના બોલી છી ત્યારે મનને અતિ આનંદની અનુભૂતિ થાય છે. 


Rate this content
Log in