તારા જેવું ન કોઈ
તારા જેવું ન કોઈ


આજ મીરા પાંચ વર્ષ પછી એના માતા-પિતા ને મળવા તેના ગામ જાય છે. મીરા પાંચ વર્ષ પહેલાં લંડન ડોક્ટર ની ડિગ્રી મેળવવા આવી હતી. તેની મિત્ર ..કેજી
કેજી: હાઈ ડૉક્ટર મીરાં!
મીરા: હેલો કેજી!
કેજી : તમે આજ બહુ ખુશ દેખાઓ છો ડોક્ટર મીરાં.
મીરા: મારા મમ્મી પપ્પાને મળવા જાવ છું. મારા ડોક્ટર બનવાનું સપનું આજે પૂરું થઇ ગયું છે તેઓ આ જોઈ બહુ ખુશ થશે.
અમારે ગામમાં નાનકડું પતરાવાળું ઘર છે. પપ્પા ખેતરમાં કામ કરે છે. પપ્પાને એક પગમાં વાગેલુ છે. અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેમ છતાં પણ પપ્પાની ઈચ્છા હતી કે હું ડોક્ટર બનું. પપ્પાએ કહ્યું કે આપણા પુસ્તેની જમીન ના પૈસા આવ્યા છે. એટલે હું લન્ડન જવા માટે સમંત થઈ.
તરસે છે આંખો મારા મમ્મી-પપ્પાને જોવા માટે!
મીરાનું ગામમાં ભવ્ય સ્વાગત થાય છે. મીરાની આંખો તો બસ તેના મમ્મી પપ્પાને જ ગોતો છે. મીરા હરખ ઘેલી થઈ તેના ઘર પાસે જાય છે. ત્યાં તેના પપ્પાના મિત્ર બેઠા હતા.
મીરા: કાકા મારા મમ્મી પપ્પા ક્યાં ?
મીરા તારા મમ્મી પપ્પાએ તારા ભણતર માટે ફેક્ટરીના માલિક પાસેથી ઉછીના પૈસા લીધા હતા. તેથી તેઓને વેતન લીધા વગર ફેકટરીમાં મજૂરી કરવાનુ .તમારું ઘર પણ ફેક્ટરીના માલિકે ગીરવે લઇ લીધું. તેથી તેઓ ગૌશાળામાં રહેતા. ગામના લોકો જે કાંઈ આપે તે ખાઈ લેતા.
ગયા મહિને ફેક્ટરીમાં આગ લાગવાથી ઘણા મજૂરોના મોત થઈ ગયા. છેલ્લી ઘડીએ તારા માતા-પિતા આ પોટલી તને આપવાનું મને કહ્યુ હતું.
મીરા તે પોટલી ખોલે છે. તેમાંથી તેના પપ્પા એ લખેલો કાગળ અને હાંથે ગૂંથેલું સ્વેટર નીકળે છે.
" મીરા તું ડોક્ટર બની અમારી ખુશીનો પાર નથી!
તું અમારું અભિમાન છે! દિકરા શુભકામના માં આ સ્વેટર આપીએ છે. "
લિ
તારા માતા-પિતા
મીરાંના ચૌદ બ્રહ્માંડ હલી ગયા!!