આપવું કે નહિ
આપવું કે નહિ
જીયા જ્યારથી બજારેથી આવી છે ત્યારથી કંઈક મુંઝાયેલી લાગે છે. જાણે જીયાના મનમાં યુદ્ધ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. સરખી જમી પણ નહીં અને પોતાના રૂમમાં ચાલી ગઈ. તેની બેન તેના રૂમમાં જાય છે અને જીયાને પૂછે છે, 'શું થયું જીયા ? કેમ મૂંઝાયેલ લાગે છે, કઈ મૂંઝવણ છે ? હોય તો કે, મનમાં ને મનમાં શું વિચારી રહી છે ?'
જીયા: 'બેન હું અને મારા ફ્રેન્ડ આજે કચોરી ખાવા માટે ડેરી પાસે ઊભા હતા. ત્યાં એક ઘરડા માજી હતા. તેને મારી પાસે પૈસા માગ્યા એટલે મેં એને પાંચનો સિક્કો તેના તરફ ફેંક્યો. તે મારાથી થોડા દૂર હતા. તેને પાંચનો સિક્કો જડ્યો નહીં એટલે તે મારી પાસે આવ્યા ને મારી પાસે માંગવા માંડ્યા એટલે મને ખચકાટ થયો પણ મારી ફ્રેન્ડે તેને પાંચ રૂપિયા આપ્યા. પછી તે માજી એ કંઇક ખાવાનું મને કહ્યું પણ મે બરોબર ધ્યાન ન આપ્યું એટલે તે પછી ચાલ્યા ગયા. અમે બંને શોપિંગ કરીને એકદમ થાકી ગયા હતા. ઘરે આવી રહી હતી રસ્તામાં મને અફસોસ થયો કે કાસ માજીને ખાવાનું લઈ દીધું હોત ! તો બસ તેજ અફસોસ મને થાય છે. મારું મન એવું નથી પણ હું એને ન આપી શકી એનું કારણ છે કે. …"
બેન:
"શું કારણ છે જીયા ? "
જીયા: "બેન તને યાદ છે જ્યારે હું પહેલી વખત મારી ગાડી લઈને બજારમાં ગઈ હતી. ત્યારે બે સ્ત્રીઓ કાળા વસ્ત્રો પહેરીને હાથમાં કંકુની થાળી રાખીને ધરારથી મારી ગાડી રોકી. એને મારી પાસેથી સો રૂપિયા લીધા. બસ તેથીજ મને આવા પાખંડીઓને દેવાની નફરત થઈ ગઈ છે. બેન તે સ્ત્રીઓ અંધશ્રદ્ધામાં નાખતી બધાને. ધરારથી પૈસા માંગતી હતી. કામ કરવા જેવડી ઉંમર વાળી હતી છતાં પણ માગતી હતી. ઘણા એવા કામ કરવા જેવડા હોવા છતાંય ઘરે-ઘરે માગે છે. તેના લીધે જ નબળા માણસોને કે જે ખરેખર કામ નથી કરી શકતા તેવા અપંગ અને વૃદ્ધોને આપણો દેતા જીવ નથી ચાલતો."
બેન: "જીયા આપણે શું કરી શકીએ ?
જીયા : "કેમ ન કરી શકીએ ! ખરેખર તેવા ખોટા માણશોને અંધશ્રદ્ધામાં આવીને ન આપવું જોઈએ, નજ આપવું જોઈએ. સરકારે કાનુન બનાવવો જોઈએ કેવા માણસોએ માગવું અને કેવા માણસોને માગવાનો અધિકાર નથી. તેઓ એક નિયમ તો હોવો જોઈએ. નહિતર આની ખરાબ અસર સમાજ પર પડે છે. બેન સમાજમાં અંધશ્રદ્ધા, બેકારી, ભય અવિરત વધતો જાય છે.
અચાનક ડોરબેલ વાગે… જીયા બારણું ઉઘાડે છે અને… "અલ્લાહ કે નામપે દેદે..."