Kaushik Dave

Action Inspirational Others

3  

Kaushik Dave

Action Inspirational Others

મારી ડાયરી- મારા વિચાર - ૧

મારી ડાયરી- મારા વિચાર - ૧

1 min
270



વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ. ભારત સરકારે લોકડાઉન જાહેર કર્યું. આ વાયરસની ભયાનકતા વિશે જાણ્યું. કોવિડ ૧૯ના નિયમોનું પાલન કરવામાં આવ્યું.

પણ મારી બાલ્કનીમાંથી જોયું કે હજુ લોકો નિયમોનું પાલન કરતા નહોતા. માસ્ક વગર નીકળતા. પાન મસાલા જાહેરમાં ખાતા અને સિગારેટના ધુમાડા ફેલાવતા. ત્યારે વિચાર આવતો કે શું જવાબદારી ફક્ત સરકારની જ છે. કેટલાક કહે અમે ટેક્ષ ભરીએ છીએ જવાબદારી સરકારની. અરે સરકાર પણ આપણા ટેક્ષના રૂપિયા દ્વારા ચાલે છે. સરકારને પ્રજાની સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ જ નિયમોનું પાલન કરવા માટે કહ્યું છે.

આપણી ફરજમાંથી મુક્ત થઈ શકીએ? જો આપણા જ કુટુંબ માં આફતો, તકલીફો કે કોઈ ગંભીર બિમાર થાય તો આપણે આપણી ફરજો બજાવીએ છીએ ! બસ એ રીતે જ ભારત આપણો દેશ આપણું ઘર છે.

અને આપણે કુટુંબના વ્યક્તિઓ.

આટલું સમજે તો આપણે કોરોના વાયરસને હરાવી શકીશું. ભારત દેશને કોરોના વાયરસ મુક્ત કરી શકીશું.

બસ આજના દિવસ ની મારી ડાયરી નો પહેલો અધ્યાય પુરો કરૂં છું.


Rate this content
Log in

Similar gujarati story from Action