મારા પપ્પા મારા સુપરહીરો
મારા પપ્પા મારા સુપરહીરો
'પપ્પા' એવો શબ્દ કે જયારે પણ મુશ્કેલી હોઈએ ત્યારે યાદ આવે, બાળકની દરેક જરૂરિયાત પૂરી કરનાર. પપ્પા વિશેની અનેક વાર્તા કે સ્ટોરી તમે સાંભરી હશે વાંચી હશે પણ આજે એક અલગ જ વાર્તા તમારી સમક્ષ રજુ કરી રહ્યો છું.
છોકરા દ્વારા કોઈ પણ વસ્તુ એના પિતા પાસે માંગ કરવામાં આવે તે હંમેશા પુરી કરતા હોય છે. એમના ખિસ્સામાં પૈસા ન હોય તો પણ ગમે ત્યાંથી લઈને પણ એને વસ્તુ લઈ આપે છે. આવો જ એક કિસ્સો તમારી સાથે શેર કરું છું.
આ વાત છે આજથી 25 વર્ષ પહેલાંની. નાનકડું એવું ગામ, ગામમાં ખૂબ જ ઓછી વસ્તી. એ ગામમાં એક પરિવાર રહેતું હતું. એ પરિવાર મુખ્ય એવા રાજેશભાઈ એ કડીયા કામ કરતા હતા. કડીયાકામ કરતા હોય એટલે ક્યારેક કામ મળે અને કયારેક ન પણ મળે.
એક દિવસની વાત છે આવી જ રીતે રાજેશભાઈ કામેથી ઘરે આવે છે. જેવા અંદર પ્રવેશે છે ત્યારે એનો પંદર વર્ષીય છોકરો ધવલ રાજેશ પાસે આવીને ઊભો રહી જાય છે. રાજેશને એમ હતું કે એ મને ઘરે આવેલ જોઈને મારી પાસે આવ્યો હશે ! ધવલ કઈક કહેવા માંગતો હતો પણ કઈ બોલી રહ્યો ન હતો. ધવલ જેમ તેમ હિંમત કરીને બોલે છે. " પપ્પા એક વાત કહું ? તમે ના તો નહીં પાડો ને ! " ધવલ મનમાને મનમાં થોડો સંકોચ અનુભવતો બોલે છે.
" બોલ ને બેટા ! બોલ શું કે'સ "
" પપ્પા સ્કૂલેથી ટીચર કહેતા હતા કે એક બુક લેવાની છે. અને બે દિવસમાં લય જાવાની છે. "
રાજેશને એમ થઈ જાય છે કે છોકરાને શું જવાબ આપું, એની પાસે ઘરમાં વાપરવાના રૂપિયા પણ ન હતા. એની બુક કઈ રીતે લઈ આપું. મારો પગાર પણ આવ્યો નથી. ઘરમાં વાપરવા માટે અગાઉથી ઉધાર લીધું છે એટલે શેઠ પાસેથી પણ ન માંગી શકાય. શું કરું શું ન કરવુ એના વિચારો રાજેશના મનમાં ભમયા કરતા હતા.
ધવલ રાજેશને જોઈ રહ્યો હતો રાજેશ કઈ વિચારી રહ્યો હોય એવું લાગતું હતું. " પપ્પા શું વિચારો છો, એ બુક લઈ આપશોને ? બે દિવસની અંદર અંદર લઈ જવાની છે તો... ! "
" હા બેટા હું તને પૈસા આપીશ, પણ અત્યારે મારી પાસે નથી શેઠ પાસેથી લઈને આપીશ... " રાજેશ બાજુમાં રહેલ ખુરશી ઉપર બેસી જાય.
હવે શુંં કરવું એના જ વિચારો રાજેશના મનમાં ભમતા હતા. રાત આખી પસાર થાય છે રાજેશ કામે જાય છે. એ કામે પહોંચે છે દરરોજની જેમ જ કામે વળગી જાય છે. એને એમ થાય છે કે શેઠ પાસેથી પૈસા લઈ લવ મારા છોકરાને એ બુકની અત્યંત જરૂર છે ગમેતેમ હિંમત કરી શેઠને વાત કરું.
સવારની બપોર થાય છે પણ મગનલાલ શેઠ આવ્યા નહીં. બપોરનો સમય હતો રાજેશ ટિફિન ખોલી જમતો હોય છે ત્યાં જ મગનલાલ શેઠ આવે છે. રાજેશ મગનલાલ શેઠને જોવે છે. રાજેશ એવું નક્કી કરે છે કે જમીને એમને વાત કરું કે આવી રીતે જરૂર છે.
એ જમીને ઊભો થાય છે હાથ પગ ધોઈને મગનલાલ શેઠ પાસે જાય છે. પણ એનું મનતો કેતુ હતું કે મગનલાલ શેઠને વાત કર પણ એનામાં એટલી હિંમત ન હતી કે કઈ શકે. એ ફરીથી કામે વળગી જાય છે. આખો દિવસ પૂરો થઈ જાય છે. પણ રૂપિયાનો બંદોબસ થઈ શક્યું નહીં.
બીજો દિવસ થયો આજ રીતે આખો દિવસ પસાર થઈ ગયો. હજીય પણ હિંમત કરી શેઠને કઈ કહી શકતો ન હતો. સાંજ પડી જાય છે આજનું કામ પૂરું થઈ જાય છે. આજે છેલ્લો દિવસ હતો એને કાલે બુક લય જાવાની હતી.
એ ઘરે પહોંચે છે ત્યાં જ ધવલ દરવાજા પાસે ઊભો હોય છે. એનો જોતાંની સાથે જ રાજેશ બોલે છે " બેટા હું તારી એ બુક લઈ નથી આવ્યો, મારામાં એટલી હિંમત ન થઈ કે શેઠને કઈ શકું. થોડો સમય ખમી જા હું તને એ બુક લઈ આપીશ... "
" પણ પપ્પા મારી વાતતો સાંભરો... " રાજેશ ધવલની વાત વચ્ચેથી કાપતા કહે છે
" હા બેટા તું કાલે સ્કૂલ ન જાતો હું તને કાલે ગમે તેમ કરીને એ બુક લઈ આપીશ. "
" પપ્પા એ બુક મારી પાસે આવી ગઈ છે ! "
" કઈ રીતે તારી પાસે ? તારી પાસે આટલા પૈસા કઈ રીતે આવ્યા ? "
" પપ્પા આજનો છેલ્લો દિવસ હતો, એટલે મને એમ થયું કે પપ્પા પાસે જાતો આવું હું તમારા કામે આવી રહ્યો હતો ત્યાં મને રસ્તામાં મગન કાકા મળે છે. મને રોકીને કહે છે કે કયા જાસ બેટા. મેં કહ્યું કે હું પપ્પા પાસે બૂકના પૈસા લેવા જાવ છું. ત્યાં જ મગનલાલ શેઠને યાદ આવે છે કે હા એટલા માટે રાજેશ આટલા ટેનશનમાં હતો. એને પોતાના ખિસ્સામાંથી બસો રૂપિયાની નોટ કાઢીને આપી અને કહ્યું ચાલ મારી ગાડીમાં બેસી જા દુકાનેથી લઈ આપું. અને એમને બુક લઈ આપી.
રાજેશ આ જોઈને એના આનંદનો પાર ન રહ્યો.
