Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!
Travel the path from illness to wellness with Awareness Journey. Grab your copy now!

Megha Kapadia

Drama Romance Thriller

3  

Megha Kapadia

Drama Romance Thriller

માન્યાની મંઝિલ - 36

માન્યાની મંઝિલ - 36

5 mins
14.5K


‘પિયોની આઈ વોન્ટ ટુ સે સમથિંગ...હું...હું...જ્યારથી તને મળ્યો છું...જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી મારા દિલમાં કંઈક અલગ જ ફીલિંગ જાગી છે...મેં અત્યાર સુધી ક્યારેય આવું કોઈ છોકરી માટે નથી અનુભવ્યું...મને લાગે છે...મને લાગે છે કે...હું તને...હું તને...' ‘ડુડ, જે મેઇન વાત કહેવાની છે એ તો બોલ...ક્યારનો તું ‘મને લાગે છે'થી આગળ જ નથી વધી રહ્યો. તું આવી રીતે પ્રપોઝ કરીશ પિયોનીને?' અંશુમનની સામે બેઠેલો પરિમલ અકળાઈ ગયો.

છેલ્લા અડધો કલાકથી અંશુમને તેને સામે બેસાડ્યો હતો અને તેને પિયોની સમજીને પ્રપોઝ કરવાનાં રિહર્સલ કરી રહ્યો હતો પણ અંશુમનનાં મોઢા પર પ્રેમનાં એ ત્રણ શબ્દો આવી જ નહોતાં રહ્યા. ‘અંશુમન બી અ મેન. તું તો રોમાન્સનો કિંગ છે. આટલી છોકરીઓને તે પટાવી છે અને અત્યારે તું આટલી સામાન્ય વાત કહેતા ડરે છે.' ‘પરિમલ પ્લીઝ...પિયોની એ ટાઇપની છોકરી નથી એન્ડ આઈ રિયલી લવ હર.' અંશુમન પરિમલ પર અકળાયો. ‘આ કહેવું એટલું ઈઝી નથી જેટલું તને લાગી રહ્યું છે. આઈ એમ રિયલી નર્વસ અને એટલે જ મારો કોન્ફિડન્સ વધારવાં હું તારી સામે પ્રેક્ટિસ કરી રહ્યો છું.' અંશુમનમાં ફરી થોડી એનર્જી આવી ગઈ અને સામે પરિમલ ફરી માથા પર હાથ મૂકીને બેસી ગયો. બીજી 15 મિનિટ જતી રહી પણ અંશુમનનાં મોઢેથી એ ત્રણ શબ્દો ના જ નીકળ્યા. પરિમલ કંટાળીને જતો રહ્યો પણ મિરર સામે અંશુમનની પ્રેક્ટિસ હજુ પણ ચાલુ હતી.

બીજી બાજુ માન્યાના રૂમમાં એક માસ્ટર પ્લાન બની રહ્યો હતો.‘આઈ થિંક માન્યા, અંશુમન બહુ જલ્દી હવે તને પ્રપોઝ કરી દેશે.' પિયોની બોલી. ‘ખબર નહીં, એ અત્યારે કરે કે પછી પણ હવે આપણે આપણાં ફાઇનલ પ્લાનને એક્ઝીક્યુટ કરવાં તૈયાર રહેવું પડશે. અંશુમન ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.' ‘હા પણ હું એને જેટલું ઓળખું છું એ હવે તને ટાર્ગેટ બનાવવાં બહુ વધારે ટાઇમ વેસ્ટ નહીં કરે.' પિયોની વિશ્વાસ સાથે બોલી. ‘ઓકે લેટ્સ સી. તું મારી સાથે છે પછી મને કોઈ ચિંતા નથી.' માન્યા અને પિયોની ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચવાનો કાચો-પાકો પ્લાન તૈયાર કરીને છુટાં પડ્યા.

પથારીમાં પડખાં ફેરવતી માન્યા એ વિચારી રહી હતી, ‘અંશુમન એક્ટિંગમાં કેટલો માસ્ટર છે. તેની વાત કરવાની સ્ટાઇલને જોઈને કોઈ પણ છોકરી પટી જાય. હું મારા ગોલ પર આટલી ફોકસ્ડ હતી તો પણ મારું ધ્યાન એકવાર ભટકાઈ ગયું હતું. હી ઈઝ સચ અ સ્માર્ટ ચીટર.' બીજી બાજુ પિયોનીનાં વિચારોમાં ખોવાયેલાં અંશુમનની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તેણે વિચાર્યું નહોતું કે ક્યારેય તેનાં જીવનમાં પણ આવો દિવસ આવશે કે તેને સાચો પ્રેમ થઈ જશે. પિયોનીનો હસતો ચહેરો તેના માનસપટ પર છવાઈ ગયો હતો. તે ઊંઘવા પ્રયત્ન કરતો તો પણ તેને પિયોની દેખાતી અને ઝબકીને આંખો ખોલી દેતો તો સામે આવીને પિયોની ખડખડાટ હસતી. અંશુમને નક્કી કરી લીધું, ‘બસ બહુ થઈ ગયું. હવે તો નહીં જ રહેવાય. બહુ જલ્દી મારે પિયોનીને મારા દિલની વાત કહી દેવી પડશે. નહીં તો આ દિલ છે એ મને ચેનથી જીવવા નહીં દે. બટ ઈટ શુડ બી સ્પેશિયલ. હું એવી રીતે મારા દિલની વાત રજૂ કરીશ કે પિયોની ના પાડી જ નહીં શકે.' અંશુમન સ્વગત બબડ્યો.

જુલાઇ મહિનો શરૂ થઈ ગયો હતો અને ચોમાસાની સિઝન શરૂ થતાં ગમે ત્યારે ઝરમર વરસાદ વરસી જતો. વાતાવરણ ઠંડક પમાડે એવું હતું અને દિલમાં રોમાન્સ જગાડે એવું હતું. બીજા દિવસે સવારે કોલેજમાં અંશુમન તેનાં ફ્રેન્ડ્સ સાથે બેઠો હતો. બધાં એકબીજા સાથે મસ્તીમાં લીન હતા અને સાથે-સાથે અંશુમનને પિયોની સાથે ચિડવી પણ રહ્યા હતાં. પહેલીવાર અંશુમનનો ચહેરો શરમનાં માર્યે લાલ-લાલ થઈ ગયો. પિયોનીની રાહ જોતાં અંશુમનની નજર કોલેજનાં ગેટ પરથી હટતી જ નહોતી. બરાબર 10 મિનિટ પછી માન્યા આવી. તેણે જોયું પણ ખરું કે અંશુમન બેઠો છે પણ લેક્ચર માટે મોડું થતું હોવાનાં કારણે પછી મળવાનો ઈશારો કરીને તે પોતાનાં ક્લાસરૂમ તરફ દોરાઈ. અંશુમનનું મોઢું પડી ગયું. પિયોનીની રાહ જોવામાં બીજા ત્રણ કલાક તેને ત્રણ ભવની જેમ લાગી રહ્યા હતાં. એવામાં વરસાદે માઝા મૂકી અને બધા વરસાદથી બચવાં માટે કોલેજનાં બિલ્ડિંગમાં અદર જતાં રહ્યા. વરસાદ ચાલુ ને ચાલુ જ હતો અને બધે પાણી ભરાવવાનાં પણ શરૂ થઈ ગયાં હતાં.

અંશુમનના બધા ફ્રેન્ડ્સ ધીમે-ધીમે કોલેજથી નીકળીને ઘરે જવાં લાગ્યા. અંશુમનને પણ એ જ સલાહ આપવામાં આવી કે તે પણ બને એટલું જલ્દી સેફલી ઘરે પહોંચી જાય પણ અંશુમન તો માને એ બીજો. પિયોનીને મળ્યા વગર તેને લીધા વગર અને તેને ઘરે સુરક્ષિત પહોંચાડ્યા વગર તો ઘરે કેવી રીતે જવાય. બધાં લેક્ચર ભર્યા પછી માન્યા બહાર આવી ને તેણે જોયું તો વરસાદ તો હજી પણ રોકાયો નહોતો. માન્યાની નજર સામે ગઈ તો અંશુમનને હાથ ઉંચો કર્યો. પિયોનીની રાહ જોવામાં છેલ્લા એક કલાકથી અંશુમન વરસાદમાં પલળી રહ્યો હતો. માન્યા પાસે છત્રી કે રેઇનકોટ તો હતો નહીં એટલે તે અંશુમન પાસે જઈને તેનો હાથ પકડીને તેને પાર્કિંગમાં લઈ ગઈ.

‘આર યુ મેડ? કેમ વરસાદમાં પલળી રહ્યો છે? ઘરે કેમ નથી ગયો હજી સુધી?' ‘બધે પાણી ભરાઈ ગયાં છે અને તું અંદર ક્લાસમાં હતી તો તને મૂકીને કેવી રીતે જઉં? આઈ મીન, તને પછી ઘરે જવામાં પ્રોબ્લેમ થઈ જાય. વરસાદ તો જો તું. એકલી કેવી રીતે ઘરે જાત? એટલે યુ નો મારે થોડી તકલીફ ઉઠાવવી પડી.' અંશુમન આંખ મારતા બોલ્યો. માન્યા અંશુમનની અડધી વાત સાંભળી ના સાંભળી કરીને એક્ટિવા ચાલુ કરવાં લાગી પણ એન્જિનમાં પાણી જતું રહ્યું હોવાનાં કારણે તેનું એક્ટિવા ચાલુ નહોતું થઈ રહ્યું. આટલીવારમાં તો તે પોતે પણ અડઘી પલળી ગઈ હતી. ‘અરે એક્ટિવા છોડ. મારી ગાડીમાં બેસી જા. હું તને ઘરે પહોંચાડી દઈશ.' અંશુમન માન્યાનો હાથ પકડીને તેને ખેંચીને ગાડીમાં લઈ ગયો. માન્યા પાસે પણ બીજો કોઈ ઓપ્શન હતો નહીં એટલે તે ફટાફટ ગાડીમાં બેસી ગઈ. અંશુમને ગાડી સ્ટાર્ટ કરી અને મેઇન રોડ પર લીધી.

રસ્તા ઉપર પાણી ભરાઈ જવાનાં કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો એટલે અંશુમને અંદરની ગલીઓમાંથી ગાડી કાઢી. આંચકા સાથે અંશુમને એક જગ્યાએ ગાડી ઊભી રાખી. ‘મકાઈ ખઈશ? પ્લીઝ પ્લીઝ, ના ના પાડતી. મારે ખાવી છે.' અંશુમનની ફરમાઇશ પર માન્યા હસી પડી. અંશુમને ગાડીમાંથી જ બે દેશી મકાઈનો ઓર્ડર આપ્યો. અચાનક માન્યાને શું થયું કે તેણે ગાડીનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. બંને હાથ ફેલાઇને તે વરસાદની મજા માણવા લાગી. વરસતાં વરસાદમાં પલળતી પિયોનીને અંશુમન જોઈ રહ્યો. તેને મન પિયોની આટલી સુંદર પહેલાં ક્યારેય નહોતી લાગી. તે ટગર-ટગર જોતો રહ્યો. એટલામાં તો માન્યા અંશુમનને પણ ખેંચીને બહાર લઈ આવી. બંને વરસાદમાં પલળી રહ્યા હતાં, રસ્તા પર નાચી રહ્યા હતાં અને મકાઈની લારીમાં પડેલાં રેડિયા પર ગીત વાગી રહ્યું હતું, ‘સાવન બરસે તરસે દિલ...ક્યું ના નિકલે ઘર સે દિલ...બરખા મેં ભી દિવ પ્યાસા હૈ...યે પ્યાર નહીં તો ક્યા હૈ...'આ ગીત સાંભળીને અંશુમન ફુલ ઓન રોમેન્ટિક મૂડમાં આવી ગયો હતો. સામે હાથ ફેલાઈને ઊભેલી માન્યાની કમર ઉપર અંશુમને હાથ મુક્યા અને જોરથી તેને પોતાની તરફ ખેંચી. વરસાદમાં ભીંજાયેલી તેની આંખોમાં આંખ નાંખીને અંશુમન જોઈ રહ્યો. માન્યાનાં ધબકારા વધી ગયા. અંશુમનને લાગ્યું કે આ જ સાચો ટાઇમ છે કે તે પિયોનીને પોતાનાં દિલની વાત કહી દે અને તે કહેવા માટે અંશુમને મોઢું ખોલ્યું.

(શું વરસતા વરસાદમાં ભીંજાતી માન્યા અંશુમનનાં પ્રેમમાં વહી જશે કે પછી પિયોનીનાં નામ પાછળ છુપાયેલી માન્યાની સચ્ચાઈ વીજળીની જેમ અંશુમન પર પડશે? વરસાદની આ સાંજ માન્યા અને અંશુમનના જીવનમાં કેટલા તોફાન લાવે છે તે જાણવાં માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

More gujarati story from Megha Kapadia

Similar gujarati story from Drama