Megha Kapadia

Action Drama Fantasy

3  

Megha Kapadia

Action Drama Fantasy

માન્યાની મંઝિલ - 33

માન્યાની મંઝિલ - 33

5 mins
14.9K


પિયોનીને સામે આવતી જોઈને માન્યાનાં ધબકારા વધી ગયાં. અંશુમન તો તેની મસ્તીમાં ફ્રેન્ડ્સ જોડે આગળ ચાલતો હતો. તેનું ધ્યાન પિયોની સામે નહોતું પણ પિયોની નજર તરત જ અંશુમન પર પડી. અંશુમનને જોઈને તેનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું. પિયોનીને કલ્પનામાંય વિચાર નહોતો આવ્યો કે ફરી અંશુમન સાથે તેનો ભેટો થશે. અંશુમનને જોઈને પિયોનીની આંખો સામે અંધારા આવી ગયા. તે કંઈ બોલવાને કે બીજું કંઈ જોવાને સક્ષમ ન રહી. તે જ્યાં ઊભી હતી ત્યાં જ સ્થિર થઈ ગઈ અને એ માન્યાએ પણ નોટિસ કર્યું. તે પિયોની પાસે જઈને તેને સંભાળવાં માંગતી હતી પણ તેનાં માટે આ કરવું અશક્ય હતું કારણ કે, તે અત્યારે અંશુમન સાથે હતી. પિયોની તો કંઈ બીજું જોઈ શકે એવી પરિસ્થિતિમાં જ નહોતી એટલે તેની આંખો સામેથી માન્યા પસાર થઈ ગઈ તેની તેને ખબર જ ના પડી.

માન્યા જ્યાં સુધી અંદર સ્ક્રિનનાં ગેટમાં ના પહોંચી ત્યાં સુધી તે વળી વળીને પિયોનીને જોતી રહી. અંદર થિયેટરમાં અંશુમન અને તેની આખી ગેંગ સીટ નંબર આગળ પહોંચી ગઈ. પરિમલે બધાની બેસવાની ગોઠવણ એવી રીતે કરી કે માન્યા અને અંશુમનને જોડે બેસવાનો વારો આવ્યો. વચ્ચેની રોમાં છેલ્લી બંને સીટ બાકી રહી હતી અને અંશુમન અને માન્યા ક્યાં બેસવું તે અંગે વિચારી રહ્યા હતાં. એવામાં પરિમલ બોલ્યો, ‘એ ફટાફટ તમે લોકો બેસી જાઓ ને!! પિક્ચર શરૂ થવાનું છે.' છેલ્લી બે સીટ ખાલી જોઈને માન્યા અંશુમન સાથે બેસવાં માટે અચકાઈ. અંશુમન પણ પરિસ્થિતિ પામી ગયો કે આ પરિમલનું કર્યું ધર્યું છે. ‘ઈફ યુ આર નોટ કમ્ફર્ટેબલ ધેન યુ કેન ચેન્જ ધ સીટ.' અંશુમન પિયોની ઉર્ફ માન્યાનાં કમ્ફર્ટઝોનનું ધ્યાન રાખવાં લાગ્યો હતો. ‘નો ઈટ્સ ઓકે.' કહીને માન્યા ખાલી સીટમાં બેસી ગઈ. તેને લાગ્યું કે આ પ્લાન ચોક્કસ અંશુમનનો જ ઘડેલો છે અને એટલે જ તે જોવા માંગતી હતી કે અંશુમન 3 કલાકનાં પિક્ચરમાં આગળ કઈ હદ સુધી જાય છે.

ફિલ્મ ચાલુ થઈ અને હીરોની એન્ટ્રી પર બધાં સિટીઓ મારવાં લાગ્યા. અંશુમન અને માન્યા સિવાય બધા જ ફિલ્મ એન્જોય કરી રહ્યા હતા. એક્શન સીન પર અવાજો અને રોમેન્ટિક સીન્સ પર સિટીઓ પડી રહી હતી પણ અંશુમન એ ધ્યાનમાં લાગેલો હતો કે ક્યાંય ભૂલથી પણ પિયોનીને અનકમ્ફર્ટેબલ ફીલ ના થાય. આખા પિકચરમાં તે અદબ વાળીને બેઠો હતો. માન્યાને પણ અંશુમનનાં આ વર્તનથી નવાઈ લાગી. તેણે જે વિચાર્યું હતું તેનાથી તદ્દન ઊંધુ વર્તન અંશુમન કરી રહ્યો હતો. 3 કલાક પછી પિક્ચર પત્યું અને બધાં પિક્ચર વિશે ડિસ્કશન કરતાં કરતાં થિયેટર હોલમાંથી બહાર નીકળ્યા. માન્યાને તો ફિલ્મની સ્ટોરી પણ યાદ નહોતી. પૂરાં ત્રણ કલાક તેનાં મનમાં છેલ્લે જોયેલો પિયોનીનો ચહેરો આવી રહ્યો હતો.

બહાર નીકળીને માન્યાએ મોબાઇલ જોયો તો પિયોનીનાં 11 મિસકોલ હતાં. તેને યાદ આવ્યું કે પિક્ચર શરૂ થતાંની સાથે તેણે પોતાનો ફોન સાઇલન્ટ પર કરી દીધો હતો. પિયોનીનાં આટલાં મિસ કોલ જોઈને માન્યા કોઈને પણ બાય કહ્યા વગર કે અંશુમનને મળ્યા વગર સીધી પિયોનીનાં ઘરે જવા નીકળી અને બીજી બાજુ માન્યાને દોડતી જતી જોઈને અંશુમન પિયોની...પિયોનીની બુમો પાડતો રહ્યો!!

15 મિનિટ પછી માન્યા પિયોનીના રૂમમાં તેની સાથે બેઠી હતી. માન્યાને જોઈને પિયોની તેને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડવાં લાગી અને ગળે ડૂમો બાઝેલા અવાજે પિયોનીએ માન્યાને આખી વાત જણાવી કે કેવી રીતે આજે અંશુમન સામે આવતાં તેની સામે આખો ફ્લેશબેક આવી ગયો અને તે કેવી ઢીલી થઈ ગઈ હતી. માન્યાનું મન તો બહુ હતું કે તે અત્યારે જ અંશુમન અને તેની ફ્રેન્ડશિપ વિશે કહી દે પણ પિયોનીની મન:સ્થિતિ જોઈને તેણે આ વિચાર માંડી વાળ્યો. પિયોનીને ફરી અંશુમન માટે રડતાં જોઈને માન્યા એ વાત માટે વધારે સ્ટ્રોન્ગ બની ગઈ કે હવે તો ગમે તે થાય તે બહુ જલ્દી તે અંશુમન સાથે બદલો લઈને રહેશે. પિયોનીને સાંત્વના આપીને તેનો મૂડ હળવો કરીને તે ઘરે જવા નીકળી.

ઘરે પહોંચીને તેણે જોયું તો અંશુમનના બહુ બધા મેસેજ હતા. ‘વ્હેર આર યુ?? આર યુ ઓકે? કેમ આવી રીતે બાય કહ્યા વગર જતી રહી??' અંશુમન ખરેખર પિયોનીને લઈને ચિંતિત હતો. માન્યાએ વાતને ટાળવાં સામે રિપ્લાય કર્યો, ‘આઈ એમ ઓલરાઇટ. એક ફ્રેન્ડનો એકસિડન્ટ થઈ ગયો હતો. એનાં બહુ બધા ફોન હતાં એટલે મારે દોડીને જવું પડ્યું. સોરી હું તમને લોકોને બાય કહેવાં પણ ના રોકાઈ.' માન્યાનાં રિપ્લાયની રાહ જોતાં અંશુમનને આ મેસેજને જોઈને રાહત થઈ.

દિવસો વધતાં ગયાં અને અંશુમન અને માન્યાની વાતો વધતી ગઈ. બંને હવે ગુડ ફ્રેન્ડ્સમાંથી બેસ્ટ ફ્રેન્ડ્સ બની ગયાં હતાં. અંશુમન બહુ બદલાઈ ગયો હતો. તે પિયોની ઉર્ફ માન્યાનું બહુ ધ્યાન રાખતો, તેને ખુશ રાખતો, તેની સાથે બને તેટલો વધારે સમય પસાર કરવાં માટે હંમેશા ઉત્સુક રહેતો. પરિમલ તો કેટલીય વાર તેને પિયોની ઉર્ફ માન્યા સાથે ચિડાવતો. જોકે, તેનો સાથ આપવાનાં બદલે અંશુમન તેને બોલતો અને આવી મશ્કરી ફરીવાર ના કરવાની ચોખ્ખી ના પાડી દેતો. અંશુમનને ખરેખર પિયોની ગમવા લાગી હતી પણ હા, તેણે ક્યારેય ખરાબ નજરથી તેને નહોતી જોઈ. સામે માન્યા પણ અજાણતાં અંશુમનને રોજ નવી શીખ આપતી જતી. તેને બેડ બોયમાંથી ગુડ બોય બનાવવાનો શ્રેય માત્ર માન્યાનાં માથે જતો હતો. અંશુમનનાં ફ્રેન્ડસ પણ આ બદલાયેલા અંશુમનને જોઈને ચકિત થઈ ગયાં હતાં. અંદરોઅંદર બધાંને એવું લાગતું હતું કે અંશુમન અને પિયોની વચ્ચે ખરેખર કંઈક ચાલી રહ્યું છે અને બધાં તેમની પાછળ ઉડાવતાં પણ હતાં. જે વાતનો અંશુમનને તો ખ્યાલ હતો પણ માન્યા આ વાતથી તદ્દન અજાણ હતી.

એક દિવસ માન્યા કોલેજમાં તેની ક્લાસનાં એક છોકરા સાથે કોલેજની સીડી ઉપર ઊભી ઊભી લેક્ચરનું ડિસ્કશન કરી રહી હતી અને વાતવાતમાં પેલો છોકરો માન્યાને મસ્તીમાં ટચ કરી રહ્યો હતો. સામે ઊભેલો અંશુમન તેની આ હરકત જોઈ રહ્યો હતો. એક વાર...બે વાર...ત્રણ વાર તો તેણે આ વસ્તુ ઈગ્નોર કરી પણ પછી અચાનક અંશુમનનાં મગજમાં એવું તો કેવું ઝનુન આવ્યું કે તેણે તે છોકરા જોડે જઈને તેને કોલરથી પકડી લીધો ‘હાઉ ડેર ટુ ટચ હર લાઇક ધીસ વે?' કહીને અંશુમને તેને એક લાફો મારી દીધો. માન્યા પણ અંશુમનનો ગુસ્સો જોઈને શોક થઈ ગઈ અને આજુબાજુ ઊભેલાં લોકો પણ ભેગાં થઈ ગયાં. અંશુમનને છોડાવવાં તેનાં ફ્રેન્ડ્સ આવી ગયા. માન્યા તો કંઈ સમજી શકવાની સ્થિતિમાં જ નહોતી કે આ થઈ શું રહ્યું છે. તેણે અંશુમન તરફથી એ છોકરાની માફી માંગી. છોકરો બિચારો સીધો હતો એટલે કંઈ પણ બોલ્યા વગર અંદર જતો રહ્યો. ‘વોટ્સ રોન્ગ વિથ યુ અંશુમન?' માન્યા અંશુમન ઉપર તાડુકી. ‘પિયોની, એ ક્યારનો તને ટચ કરી રહ્યો હતો.' ‘એવું નહોતું અંશુમન. અમે ભણવાનું ડિસ્કશન કરી રહ્યા હતા.' ‘ભણવાના ડિસ્કશનમાં એણે તને હાથ લગાડવાની ક્યાં જરૂર હતી?' આજુબાજુ ઊભેલા લોકોમાં સન્નાટો છવાઈ ગયો. બધાંને ખબર પડી ગઈ હતી કે મેટર શું હતી. અંશુમન તો હજી પણ ગુસ્સામાં લાલ હતો પણ માન્યા પરિસ્થિતિ સમજીને આગળ કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી જતી રહી. બાજુમાં ઊભેલો પરિમલ અંશુમનને શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો.

થોડીવાર રહીને અંશુમનને રિયલાઇઝ થયું કે તેણે શું કરી નાંખ્યું છે પણ તેને ખબર ના પડી કે તેને અચાનક થઈ શું ગયું હતું??? એવામાં અંદર તેના દિલમાંથી અવાજ આવ્યો, ઈઝ ધિસ લવ અંશુમન???

(શું અંશુમનને ખરેખર પિયોની બનેલી માન્યા માટે પ્રેમ થઈ ગયો છે? શું આ લાગણી ખરેૅખર પ્રેમ હશે કે ફક્ત ટાઇમપાસ? અંશુમન આગળ તેનો આ પ્રેમ સાબિત કરવા શું કરશે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Action