Megha Kapadia

Drama Fantasy Thriller

3  

Megha Kapadia

Drama Fantasy Thriller

માન્યાની મંઝિલ - 30

માન્યાની મંઝિલ - 30

5 mins
14.4K


માન્યાને કલ્પના નહોતી કે અંશુમન અચાનક આવી રીતે તેની સામે આવી જશે અને તેની સાથે વાત કરશે. માન્યાએ તો અંશુમન સાથે વાત કરવા માટે કોઈ અલગ જ પ્લાન મનમાં તૈયાર રાખ્યો હતો પણ નસીબમાં કંઈક અલગ જ બનવાનું લખ્યું હતું. ભગવાન પણ જાણે અંશુમન અને માન્યાનો આમનો સામનો કરાવવાં આતુર હતાં. ‘એક્સક્યુઝ મી, મે આઈ હેલ્પ યુ?' માન્યાને વિચારોમાં ખોવાયેલી જોઈને અંશુમને ફરી તેને પૂછ્યું. અંશુમનનો અવાજ સાંભળીને માન્યા ખોવાયેલાં ખયાલોમાંથી બહાર આવી. ‘યસ, યુ મે.' કહીને માન્યા પાછળ હટી ગઈ. અંશુમને એક્ટિવા સ્ટેન્ડ ઉપર ચઢાવીને કીક મારી.

બે..ત્રણ..ચાર...પાંચમી કિકે એક્ટિવા ચાલુ થઈ ગયું. ‘તમારાં એક્ટિવાની બેટરી જતી રહી લાગે છે. પહેલાં જઈને નવી બેટરી નંખાઈ આવજો. બધી જગ્યાએ તમને અંશુમન હેલ્પ કરવા નહીં આવે.' હસીને અંશુમને માન્યા સાથે વાત આગળ વધારવાનો ટ્રાય કર્યો.

માન્યા અંશુમનની હંસીમાં ફરી ખોવાઈ ગઈ. એક મિનિટ માટે તો તેને લાગ્યું કે આ એ જ અંશુમન છે જેણે મારી બેસ્ટ ફ્રેન્ડને દગો આપ્યો!!! દેખાવમાં તો કેટલો ઈનોસન્ટ અને હેલ્પિંગ નેચર વાળો લાગે છે. ‘બાય ધ વે, હાઈ આઈ એમ અંશુમન. કિંગ ઓફ ધિસ કોલેજ. કોઈ પણ પ્રોબ્લેમ હોય આઈ એમ ધેર ફોર એવરીવન.' કહીને અંશુમને હેન્ડશેક કરવાં હાથ લંબાવ્યો. માન્યાએ પણ સ્માઇલ કરીને તેનો હાથ મિલાવ્યો અને પોતાની ઓળખાણ આપતા કહ્યું, ‘હાઈ આઈ એમ પિયોની. સ્ટુડન્ટ ફ્રોમ મેનેજમેન્ટ કોલેજ.' માન્યાએ પહેલેથી જ વિચારીને રાખ્યું હતું કે જ્યારે પણ અંશુમનનો સામનો થશે તે પોતાની સાચી આઈડેન્ટિટી જાહેર નહીં કરે. પિયોનીએ પણ અંશુમનને પોતાની સાચી ઓળખાણ નહોતી આપી અને બસ આ જ મોકાનો ફાયદો ઉઠાવીને અંશુમનને સબક શીખવાડવાં તે પોતાનાં સાચા નામનો ઉપયોગ કરવા નહોતી માંગતી.

‘પિયોની!!! નાઇસ નેમ. કેવો રહ્યો કોલેજમાં પહેલો દિવસ?' કહીને અંશુમને પહેલી મુલાકાતમાં જ માન્યા સાથે વાત કરવાનું શરૂ કરી દીધું. ‘સારો રહ્યો. અહીંયાનું વાતાવરણ મને ગમ્યું. લાગે છે કે બહુ જલ્દી હું અહીંયા સેટ થઈ જઈશ.' માન્યા પણ અનાયાસે અંશુમન સાથે વાત કરવામાં ઈન્ટરેસ્ટ લઈ રહી હતી. માન્યાએ પોતે પણ નહોતું વિચાર્યું કે અંશુમન સાથેની પહેલી જ મુલાકાતમાં તેમની વચ્ચે આટલી વાતચીત થશે. ‘ઓકે, કૂલ.' કહીને અંશુમન પણ ચૂપ થઈ ગયો. આગળ વાત કેવી રીતે વધારવી તેનાં માટે તે વિચારવાં લાગ્યો. એટલામાં જ તો પિયોનીએ થેન્ક્સ કહીને એક્ટિવા સ્ટેન્ડ પરથી ઉતાર્યું અને હજી અંશુમન આગળ કંઈ બોલવાં જાય તે પહેલા તો માન્યા ફરરર કરીને એક્ટિવા ઉડાવી ગઈ અને અંશુમન તેને તાકતો રહી ગયો.

અચાનક અંશુમનને પાછળથી કોઈએ ધબ્બો માર્યો, ‘શું અશું!! પહેલાં દિવસે જ સેટિંગ પડી ગયું કે શું?' અંશુમનની સામે તેનો બેસ્ટ ફ્રેન્ડ પરિમલ ઊભો હતો. ‘નો નથિંગ લાઇક ધેટ.' ‘ઓકે, એમ પણ મને કંઈ એટલી ખાસ ના લાગી એ છોકરી.' પરિમલે પોતાનો અભિપ્રાય આપ્યો. ‘હશે ચાલ ને છોડ.' કહીને અંશુમન તેના ખભે હાથ મૂકીને ચાલતો ચાલતો ફરી કોલેજના કેમ્પસમાં ગયો પણ તેના મનમાં તો હજી પણ પિયોનીનો ચહેરો હટવાનું નામ નહોતો લઈ રહ્યો. તેને જોઈને અંશુમનને અંદરથી એવી ફિલીંગ આવી રહી હતી કે આ છોકરીને ક્યાંક તો જોઈ છે પણ ક્યાં જોઈ છે અને ક્યારે જોઈ છે તેનું બેકગ્રાઉન્ડ અંશુમનનાં મગજમાં ધુંધળુ હતું. બીજી બાજૂ માન્યાએ કોલેજની બહાર નીકળીને થોડે દૂર જઈને એક્ટિવા ઊભું રાખ્યું.

અંશુમન અચાનક આવી રીતે સામે આવી જવાથી તે નર્વસ થઈ ગઈ હતી. તેનો શ્વાસ ફૂલી ગયો હતો પણ અંશુમન સામે તેણે બને તેટલો કન્ટ્રોલ કરવાનો ટ્રાય કર્યો હતો. બહાર ઊભી રહીને તે ઊંડા શ્વાસ લઈ રહી હતી અને નોર્મલ બનવાનો પ્રયત્ન કરી રહી હતી કારણ કે, તેને ખબર હતી કે જો તે આવી રીતે પિયોની સામે જશે તો તેને ચોક્કસ ખબર પડી જશે કે કંઈક થયું છે અને અત્યારે માન્યા પિયોનીને અંશુમન ‌વિશે કંઈ જણાવવાં નહોતી માંગતી. જોકે, એવું પણ નહોતું કે તે પિયોની સાથે જુઠ્ઠું બોલવાં માંગતી હતી પણ તેને ખબર હતી કે જો તે પિયોનીને કહી દેશે તો પિયોની ગમે તે કરીને અંશુમન સાથે વાત ના કરવાનું પ્રોમિસ લઈ લેશે અને પછી તે પિયોની સાથે થયેલી ઘટનાનો બદલો નહીં લઈ શકે. એટલે અંશુમન સાથે થોડી ઘણી વાત આગળ વધે પછી માન્યાએ પિયોનીને કહેવાનું નક્કી કર્યું.

બોટલમાંથી પાણી પીને તેણે એક્ટિવાને એક્સિલેટર આપ્યું અને બીજી 15 મિનિટમાં તે એ કાફેમાં ઊભી હતી જ્યાં પિયોનીએ માન્યાને આવવાનું કીધું હતું. માન્યાએ અંદર જઈને જોયું તો તેને ક્યાંય પિયોની ના દેખાઈ. માન્યાને આશ્ચર્ય થયું કે હજી સુધી પિયોની કેમ નથી આવી? મારા પહેલાં તો તેણે આવી જવું જોઈતું હતું. પિયોનીની રાહ જોતાં જોતાં તે ટેબલ ઉપર બેસી ગઈ. 10 મિનિટ રહીને કાફેનો દરવાજો ખૂલ્યો અને માન્યાએ જોયું તો પિયોની સાથે બીજી બે છોકરીઓ પણ આવી. પિયોની વૃષ્ટિ અને તારાને પણ લઈને આવી હતી. તેણે માન્યા પાસે જઈને એકબીજાને બધાનો ઈન્ટ્રો કરાવ્યો. બીજી જ મિનિટમાં ચારેય છોકરીઓનું ગોસિપિંગ ચાલુ થઈ ગયું. માન્યા બોલતી ઓછું હતી અને ખોવાયેલી વધારે હતી. અંશુમનથી છૂટાં પડ્યાં બાદ તેના વિચારો માન્યાનાં મગજમાંથી હટવાનું નામ નહોતાં લઈ રહ્યા. કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યા બાદ પિયોનીને એવું લાગ્યું કે માન્યા ખોવાયેલી લાગે છે. તેણે માન્યાને ઈશારાથી શું થયું એવું પૂછવાનો ટ્રાય પણ કર્યો પણ માન્યાએ નકારમાં માથું લાવીને ના પડી દીધી.

પિયોનીને એક વાર તો એવો વિચાર પણ આવી ગયો કે શું અંશુમન સાથે માન્યાની મુલાકાત તો નહીં થઈ હોય ને? પણ અત્યારે તે માન્યાને કંઈ પૂછી શકે તેમ નહોતી. એક કલાક પછી પેટ ભરીને વાતો અને નાસ્તો કર્યા બાદ ચારેય ફ્રેન્ડ્સ છૂટાં પડ્યા. તારા અને વૃષિકા પણ એ વાતને લઈને એટલાં ખુશ હતાં કે કોલેજનાં પહેલા જ દિવસે તેમનું આટલું સરસ ગ્રુપ બની ગયું. ઘરે જતી વખતે પિયોનીએ માન્યાને પૂછ્યું, ‘કેવો રહ્યો તારો કોલેજનો ફર્સ્ટ ડે? તારે કોઈ ફ્રેન્ડ્સ બન્યા કે નહીં.' માન્યાને ખબર પડી ગઈ કે પિયોની ઈનડાયરેક્ટલી અંશુમન વિશે પૂછવાનો ટ્રાય ચોક્કસ કરશે. ‘ના આજે તો કોઈની જોડે કોઈ ખાસ વાત નથી થઈ. ત્રણ લેક્ચર ભરીને હું તને સીધી મળવા આવી ગઈ.' ‘મને ખબર જ હતી કે તને મારાં સિવાય કોઈ ના સહન કરે.' પિયોની હસતાં-હસતાં આંખ મારતા બોલી. બંને જણા વાતો કરતાં કરતાં પોતપોતાનાં ઘરે પહોંચી ગયા.

ઘરે આવીને માન્યાએ જોયું તો તેનાં રૂમમાં સ્ટડી ટેબલ ઉપર એક ગિફ્ટ રેપ કરેલું બોક્સ પડ્યું હતું. જેની ઉપર લખ્યું હતું વિથ લવ ફ્રોમ મોમ એન્ડ ડેડ.' તેણે ફટાફફટ ગિફ્ટ ખોલી અને જોયું તો અંદરથી મોબાઈલ ફોન નીકળ્યો. નવો મોબાઈલ ફોન જોઈને માન્યા ચોંકી ગઈ અને પાછળથી તેનાં મમ્મી-પપ્પાનો અવાજ આવ્યો. ‘કેવું લાગ્યું અમારું સરપ્રાઈઝ?' ‘બહુ જ સરસ, થેન્ક યુ સો મચ મમ્મી-પપ્પા. આઈ લવ યુ.' કહીને માન્યા બંનેને વળગી પડી. ત્રણે જણાંએ ફેમિલી હગ કર્યું. બીજી મિનિટે માન્યા તેના ફોનને મચડવાં બેસી ગઈ પણ જોકે તે એટલી ટેક્નોફ્રેન્ડલી ન હોવાથી મોબાઈલની બધી સિસ્ટમ તેને યુઝ કરતાં ન આવડી. તેથી તેણે સાંજે પિયોનીના ઘરે જવાનું વિચાર્યું.

(નવો મોબાઈલ ફોન અંશુમનને અને માન્યાને નજીક લાવવામાં કેટલો ઉપયોગી બનશે? શું અંશુમનને પિયોની બનેલી માન્યાનો ચહેરો ક્યાં જોયો છે તે યાદ આવી જશે? મોબાઈલ ફોનની એન્ટ્રી માન્યા, અંશુમન અને પિયોનીની લાઇફમાં કેટલા ટ્વિસ્ટ લાવે છે જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama