Megha Kapadia

Drama Romance Thriller

3  

Megha Kapadia

Drama Romance Thriller

માન્યાની મંઝિલ - 13

માન્યાની મંઝિલ - 13

4 mins
14.6K


જોતજોતામાં પિયોની ઉર્ફ માન્યા અને અંશુમનની ફ્રેન્ડશિપ થયાને એક મહિનો થઈ ગયો હતો. આજે વહેલી સવારે પિયોનીની ઊંઘ ઉડી ગઈ. ઘરમાં પણ હજી તો કોઈ જાગ્યું નહોતું. તેણે ફરી ઊંઘવાનો ટ્રાય કર્યો પણ ઊંઘ ના આવતા તેણે કોમ્પ્યુટર ચાલુ કરીને માન્યાનું ફેસબુક અકાઉન્ટ ખોલ્યું. તેણે અંશુમન સાથેની ચેટ વાંચવાનું ચાલુ કર્યું. તે વિચારી રહી કે, ‘કેવો દિવસ હતો એ કે જ્યારે અંશુમનની ફ્રેન્ડ રીક્વેસ્ટ એક્સેપ્ટ કરવી કે નહીં તેના માટે પણ હું કન્ફ્યુઝ હતી અને અત્યારે તે મારો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે.'

પિયોની અંશુમનની ટાઈમલાઈન પર ગઈ અને ફરી તેના ફોટોઝ જોવા લાગી અને અચાનક તેની નજર અંશુમનની ટાઈમલાઈન પર લખેલી બર્થ ડેટ પર પડી. આવતીકાલે એટલે કે 14 એપ્રિલના રોજ અંશુમનનો બર્થ ડે છે. પિયોની આ જોઈને શૉક થઈ ગઈ અને પોતાના ગાલે ટપલી મારીને જાત સાથે વાત કરતા બોલી, ‘સાવ કેવી છે પિયોની તું? અંશુમન સાથે રોજ આટલી વાત કરતી હોય છે અને અત્યાર સુધી તેની બર્થ ડેટ જાણવાનો ટ્રાય પણ ના કર્યો?' પિયોની આજે દિલથી ભગવાનનો આભાર માની રહી હતી કે જો આજે તેણે ફેસબુક ના ખોલ્યું હોત તો તેને ખબર જ ના પડત કે અંશુમનનો કાલે બર્થ ડે છે. પિયોનીએ ફટાફટ ફેસબુક લોગઆઉટ કરીને કમ્પ્યુટર બંધ કર્યું અને બેડમાં આડી પડીને અંશુમનનો આ દિવસ સ્પેશિયલ કેવી રીતે બનાવવો તે વિશે વિચારવા લાગી. એકવાર તો તેણે વિચાર્યું કે તે તેને મળીને તેને સરપ્રાઈઝ આપે પણ અંદરોઅંદર તે માન્યા નાં ખોટા નામથી અંશુમન સામે આવતા ડરી રહી હતી. તેથી તે આ વિચાર પડતો મૂકીને બીજો આઈડિયા વિચારવા લાગી.

10 મિનિટ મગજને કષ્ટ આપ્યા બાદ પણ તેને કોઈ બીજો આઈડિયા સુઝ્યો નહીં. તેથી પિયોનીએ એવું નક્કી કર્યું કે તે આ વિશે અંશુમન સાથે જ વાત કરી લેશે. સવારે 7 વાગતાની સાથે જ પિયોનીએ અંશુમનને ગુડ મોર્નિંગનો મેસેજ કરી દીધો અને ઉઠીને તેણે નહાવા-ધોવાનું કામ પતાવી દીધું. નાસ્તો કર્યા બાદ તેણે નાનીમાંને કહી દીધું કે તે માન્યા નાં ઘરે જાય છે. માન્યા નાં નામે પિયોની બહાર માર્કેટમાં ફરવા નીકળી હતી. અંશુમન માટે કોઈ સારી ગિફ્ટ લેવા તે આખું બજાર ફરી વળી પણ તેને કંઈ ખાસ ગમ્યું નહીં. તેથી નિરાશ થઈને તે પાછી ઘરે આવી ગઈ. ઘરે આવીને જોયું તો અંશુમનના પાંચ મેસેજ આવીને પડ્યા હતા. ત્યારબાદ શરૂ થઈ અંશુમન અને પિયોનીની રેગ્યુલર ટોક.

વાતવાતમાં પિયોનીએ અંશુમનના બર્થ ડેની વાત કાઢી. ‘તું કેટલો મેઢ્ઢો છે. તે મને કીધું પણ નહીં કે આવતીકાલે તારી બર્થ ડે છે?' ‘ઓહ...તો તને ખબર પડી ગઈ?' અંશુમન ચોંકી ગયો. ‘હાં...હમ જિસે પસંદ કરતે હૈ ઉસકી હર બાત કી જાનકારી રખતે હૈ.' પિયોની પણ હવે અંશુમન સાથે થોડું-થોડું ફ્લર્ટિંગ કરવા લાગી હતી. ‘બોલ ને હવે...તને મારી બર્થ ડે કેવી રીતે ખબર પડી?' અંશુમને પૂછ્યું. ‘તે તો મને કહ્યું નહીં...આ તો સારું થયું કે હું ફેસબુકમાં તારી પ્રોફાઈલ જોતી હતી એમાં તારી બર્થ ડેટ પર મારી નજર પડી એન્ડ આઈ વોઝ શોક્ડ કે તારો કાલે બર્થ ડે છે. પિયોનીએ ખુલાસો કર્યો. ‘ઓકે...સો મિસ માન્યા આખો દિવસ મારું ફેસબુક અકાઉન્ટ સ્ટોક કરતી હોય છે?' ‘ના રે...બિલકુલ નહીં. મારી પાસે આવો ફાલ્તુનો ટાઈમ નથી હોતો.' ‘ઓકે કહીને અંશુમને સેડ સ્માઈલી મોકલ્યું. ‘અરે બાબા, હું તો મસ્તી કરતી હતી. હું તારું ફેસબુક સ્ટોક તો નહોતી કરતી પણ આ તો અચાનક તારી બર્થ ડે પર મારી નજર પડી.' ‘ઈટ્સ ઓકે બેબ્સ ચિલ!! સારું તો હવે તું મને એમ કહે કે મારી બર્થ ડે પર મને શું ગિફ્ટ આપીશ?'

અંશુમનના મગજમાં એક પ્લાન ફરી રહ્યો હતો. ‘શું જોઈએ છે તારે બોલ? તું માંગ એ તને મળી જશે.' પિયોની ઉત્સાહમાં આવીને બોલી. ‘રિયલી????' અંશુમનના ભવા ઉંચા થયા. ‘અફકોર્સ, ઈટ્સ યોર સ્પેશિયલ ડે.' ‘ઓકે, સો વિલ યુ બી માય ડેટ ટુમોરો? કાલે મને મળીશ?' અંશુમન પોઇન્ટ ઉપર આવ્યો. આ મેસેજ વાંચીને પિયોનીનું મગજ સુન્ન થઈ ગયું. તેને ખબર જ ના પડી કે હવે તે શું કરે? જો તે ના પાડશે તો અંશુમનને ખોટું લાગશે અને જો તે હા પાડશે તો તેના માટે મોટી સમસ્યા ઊભી થઈ જશે. 5 મિનિટ સુધી પિયોનીએ રિપ્લાય ના કર્યો. તેથી અંશુમનનો ફરી મેસેજ આવ્યો, ‘મને ખબર જ હતી કે તું મારી આ ઈચ્છા પૂરી નહીં જ કરે.' ‘ના એવું નથી. મેં ક્યાં ના પાડી?' ‘તો તે હા પણ ક્યાં પાડી?' પોતાની વાત કેવી રીતે મનાવડાવવી તે અંશુમનને બહુ સારું આવડતું હતું.

‘ઓકે ફાઈન, તને તારી ગિફ્ટ મળી જશે. વી વિલ મીટ ટુમોરો.' પિયોનીએ નિર્ણય સંભળાવી દીધો. અંશુમનને તો ખબર જ હતી કે તેનું ઈમોશનલ બ્લેકમેલ કરવાનો ફોર્મ્યુલા કામ કરી જ જશે. આખરે તેણે અત્યાર સુધી 12 ગર્લફ્રેન્ડ્સ એમનેમ થોડી બનાવી હતી.

(કેવી હશે અંશુમન અને પિયોનીની પહેલી મુલાકાત? તેમની આ ફર્સ્ટ ડેટમાં શું પિયોનીની સચ્ચાઈ અંશુમન સામે આવી જશે? જાણવા માટે વાંચતા રહો માન્યાની મંઝિલ.)


Rate this content
Log in

Similar gujarati story from Drama