Khushbu Shah

Horror Romance

3.8  

Khushbu Shah

Horror Romance

માંત્રિક - ભાગ - 8

માંત્રિક - ભાગ - 8

4 mins
530


માંગણી


મારાં વિચારો જાણી,તે દેવી બોલ્યાં, "માનસીને ખબર નહિ પડે. તારી ઈચ્છાપૂર્તિ થઇ ગઈ હવે હું જે માંગુ તે આપશે મને ?"


મેં હકારમાં માથું ધુણાવ્યું,અને જે માંગણી મારા કાને અથડાઈ તે સાંભળી મારા હોશ ઉડી ગયાં, તેને મારી પાસે ૫ કિલો માંસ અને મદિરા માગ્યા. અને હું કઈ પણ પૂછું ત્યાં સુધી તો તે અદ્રશ્ય થઇ ગયા હતાં. હું વિચારમાં પડી ગઈ, વિડીયો મુજબ તો યક્ષિણીઓને ફળો અને મીઠાઈ પસંદ હોય છે અને એ તો મેં ધરાવ્યા હતાં તો આ શું હતું. અને કોઈ દૈવી શક્તિ માંસ અને મદિરા શું કામ માંગે ? મારુ મગજ ચકરાઈ ગયું. નક્કી કઈ તો ગડબડ થઇ હતી. મેં ફરી વિડીયો જોવા નેટ ઓન કર્યું તો મારાં ફોનમાં નેટવર્ક હોવા છતાં યૂટ્યૂબ ખુલતું ન હતું, બેલેન્સ પણ હતું પણ…

"માનસી, તારા ફોનમાં યૂટ્યૂબ ખોલી આપ."

"લે કેશા."


 યૂટ્યૂબ તો આવ્યું પણ બાબા બાલુરામનો એ વિડીયો મળ્યો જ નહિ મેં ઘણી વાર સર્ચ કરી.

" કેશા,તારું પાર્સલ આવી ગયું."

 પાર્સલ લઇ મને ખુશી તો થઈ, મારે મળવા જવાનું હતું રાજને મને વિચાર આવ્યો પછી સર્ચ કરી જોઇશ આ બધું .એમ પણ મારાં માટે આજે આ માંગણી પૂરી કરવી અશક્ય હતી . તેથી મેં ક્ષમા માંગી માંગણી પૂરી કરવામાં મારી અસમર્થતા દર્શાવી.


વળી પાછો એક અવાજ મારે કાને અથડાયો, આ વખતે તે અવાજ ખૂબ જ ઘેરો અને કર્કશ હતો,એવું લાગતું હતું કે જાણે કોઈ સ્ત્રી ચીસ પાડી રહી હોય,મને બહાર ગાર્ડનમાં બોલાવી રહી હોય. હું શૂન્યમનસ્ક થઇ માનસીને જોઈ રહી એ તો પોતાના મોબાઈલને મચડાવામાં વ્યસ્ત હતી, ખાલી હું જ આ બધું મેહસૂસ કરી રહી હતી. અમને હવે ભય લાગવા લાગ્યો. મેં બહાર જવાનો નિશ્ચય કર્યો. હું ગાર્ડનમાં પહોંચી ગઈ, ગાર્ડન ખૂબ જ સુમસામ હતો,અને તડકો પણ વધુ હતો, ધીરે-ધીરે મારી આજુબાજુ અંધારું ઘેરાઈ ગયું. સૂરજ પણ વાદળોના ઘેરામાં હતો. વાતાવરણમાં ખૂબ જ તીવ્ર મરેલાં ઉંદર જેવી ગંધ પ્રસરી ગઈ હતી. મને ખૂબ જ ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું. હું ગોળ ફરીને ચારે બાજુ જોઈ રહી હતી, ત્યાં કોઈ ન હતું પણ સમય જાણે અટકી ગયો હોય તેવું લાગતું હતું, વૃક્ષોનાં ખરતાં પાંડદાં હવામાં જ અટકી ગયા હતાં,ઝૂલા પણ હવામાં ઊંચે સ્થિર થઇ ગયા હતાં .


"કોણ છે ? કોણ છે ? " હું સતત ચીસો પાડી રહી હતી .

વાતાવરણ ખૂબ જ ભયાવહ બની ગયું હતું . તે અટ્ટહાસ્ય વધુને વધુ તીવ્ર બનતું ગયું. હું પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. અચાનક મારી નજર સામે એક ફૂટના અંતરે ખૂબ જ લાંબા સાડીમાં ઠંકાયેલ પગ દેખાયાં,મેં ધ્રૂજતાં ધ્રૂજતાં ઉપર નજર કરી તો આશરે આઠ ફુટની એક અત્યંત ભયાનક સ્ત્રી મારી સામે ઉભી હતી, તેનાં દાત ઉંદરના દાંત જેવા તીક્ષણ હતાં , અને તેમાંથી લોહી ટપકતું હતું. તેની સાડી પણ લોહીથી લથબથ હતી. તે લાલઘૂમ આંખોથી મને ઘૂરી રહી હતી.


હું વિપરીત દિશામાં ભાગવા લાગી પણ ગાર્ડનનો અંત આવતો ન હતો. એ સ્ત્રી પણ મારી પાછળ જ ભાગી રહી હતી. હું ફસડાઈ પડી જમીન પર, એ મારી ખૂબ જ નજીક આવી અટ્ટહાસ્ય કરવાં લાગી, તેના તીક્ષણ અવાજને કારણે મારાં કાનમાંથી લોહી નીકળવાં લાગ્યું. એ સ્ત્રી ચીસ પડતાં જ બોલી,

"મેં તારી માંગણી પૂરી કરી હવે તારો વારો છે ."

"પણ મેં તો તમને ભોગ ચડાવ્યો હતો."


તેનું અટ્ટહાસ્ય પાછું તીવ્ર બન્યું, "મને તો માંસ અને મદિરા જોઈએ ક્યાં તો મને નરબલી આપ."

હું તદ્દન અવાક થઇ ગઈ,તે બોલી ,"તે કોઈ યક્ષિણી સાધના નહિ પણ મારી સાધના કરી હતી.હું પિશાચીની છું."

'પણ મેં તો બાબા બાલુરામના શાબરી મંત્રથી યક્ષિણી સાધના જ કરી હતી, યંત્ર પણ સિદ્ધ યક્ષિણી યંત્ર જ હતું તો આ બધું કેવી રીતે બન્યું, હું અત્યંત ડરી ગઈ,ડરને કારણે મારુ ગાળું સુકાઈ ગયું હતું .

"તું મારી માંગણી પૂરી કર હું તને સાંજ સુધીનો સમય આપું છું, મારી માંગણી પૂરી કરશે તો રાજ મળશે નહીંતર એ મારો ભોગ બનશે." આટલું બોલી તે અદ્રશ્ય થઇ ગઈ.


ધીરે-ધીરે અંધારું પણ જતું રહ્યું . પાંદડા પણ જમીન પર પડયા. પણ હું ભયને કારણે ખૂબ જ ખરાબ રીતે ધ્રુજી રહી હતી. મારી સામે લોહીનો એક લિસોટો હતો જે એ વાતનો સાક્ષી હતો કે આ મારુ દુઃસ્વપન ન હતું સાચ્ચે જ એ પિશાચીની અહીં આવી હતી. મારાં માટે તેની માંગણી પૂરી કરાવી અશક્ય હતી, મેં માંડ મારાં હોસ્ટેલના રૂમ તરફ ડેગ માંડયાં. રૂમનાં દરવાજા પાર પહોંચી, તો માનસીનો કોઈની સાથે હસવા-રમવાનો અવાજ આવી રહ્યો હતો. રૂમમાં તો કોઈ ન હતું હું બહાર નીકળી ત્યારે તો, તો માનસી કોની સાથે રમી રહી હતી ?  


Rate this content
Log in

Similar gujarati story from Horror