માંત્રિક - ભાગ - ૭
માંત્રિક - ભાગ - ૭


સોનેરી દુનિયા
"કેશા, દરવાજો ખોલ કેટલું ઊંઘવાની તું ?"
માનસી ખૂબ જ જોશથી દરવાજો પીટતા બોલી રહી હતી, એમ પણ ૧૦ વાગ્યા હતાં. મેં ફટાફટ બધી પૂજાની બધી સામગ્રીઓ આમતેમ છુપાવી દીધી અને દરવાજો ખોલ્યો.
"શું યાર,શું કરે ? કેટલી વાર ? તને ખબર તો હતી કે હું આજે આવવાની છું."
"આટલી તેજ ખુશ્બુ શેની આવે છે હે ,કેશા ? કોઈ આવ્યું ?" માનસી મારી સમક્ષ પ્રશ્નાર્થથી જોઈ રહી હતી.
"અરે યાર શું બોલે છે આ તો કાલે રાતે રાતે બહુ ડર લાગતો હતો એટલે હું દીવો અગરબત્તી કરીને વાંચતી હતી. ગુલાબની અગરબત્તી હતી તેની ખુશ્બુ હોઈ શકે. શું તું પણ યાર."
"અરે યાર મજાક કરું છું, ટિપિકલ ઇન્ડિયન મમ્મી સ્ટાઈલમાં , હા.. હા..હા ..એમ પણ ધ્યાન રાખવું પડે ને નહિ તો તારા મમ્મી મને ખીજવશે."
"બોલ ડિયર, બહુ વાંચી લીધુંને મારા વગર ?"
"ના થોડું વાંચ્યું થોડું આપણે સાથે વાંચીશું, તું કહે તે શું કર્યું ?"
"હે.. થોડું જ વાંચ્યું તો શું કર્યું હે ફરવા ગઈ હતી ?"
"ના રે, તું કેમ મને આજે આટલું ચીડવે છે, હે ?"
"અરે યાર, જસ્ટ એમ જ આટલા દિવસનું વસૂલ તો કરવાનું ને ? હું તો ઘરે ગઈ થોડું મમ્મીને કામ કરવા લાગ્યું, થોડો સમય મારા સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે ફરવામાં વિતાવ્યો."
"ઓહ. ચાલ તું ફ્રેશ થઇ જા પછી હું પણ નાહી લેવ."
"ઓકે..કેશા"
માનસીનો વર્તાવ તો સામાન્ય જ હતો, બરાબર હતું બધું એને શક નહિ ગયો બહુ. આમ પણ હું આટલા દિવસોથી એને ખૂબ જ યાદ કરતી હતી. એના આવવાથી રૂમમાં રોનક વધી ગઈ. હકીકતમાં તો મારે હવે રાજનો વર્તાવ જાણવો હતો. એને મારા તરફ શું લાગણી છે ? જો કઈ જ બદલાયું ન હોય તો કાલે રાતે જે થયું તે માત્ર મારુ સપનું હતું ? આખરે મારી પ્રતીક્ષાનો અંત આવ્યો .
"હેલ્લો કેશા, તું કેમ છે ? શું કરે છે ?"
"ફાઈન, કેમ મને શું થવાનું હતું ? કેમ એવું પૂછે છે, રાજ ?"
"અરે , કઈ નહિ મને બહુ ખરાબ સપનું આવ્યું, ડર લાગ્યો એટલે."
"મને કઈ નથી થયું પણ, આઈ એમ ઓલ રાઈટ રાજ."
"તું આજે તો ફ્રી છે ને ? મારે તારું કામ છે?"
"હા ફ્રી છું.બોલ ?"
"કઈ નહિ, જો હમણાં તારા રૂમ પર એક પાર્સલ આવશે એ ડ્રેસ પહેરીને આવજે સાંજે હોટેલ ચાઈના હાઉસમાં જશું."
"કઈ કામ છે ત્યાં ?"
"નહિ કામ હોય તો નહિ આવે? શું યાર તને એક એક વાત સમજાવી પડે, તું માનસીને પુછજે એ સમજાવશે પછી તારી ઈચ્છા હોય તો આવજે. બાય "
"બાય "
મારા મગજમાં વિચારો ચાલ્યા કે રાજને શું થયું હતું પણ હા એનો વર્તાવ તો બદલાયો હતો, માનસીને પૂછીશ. થોડી વારે માનસી આવી ગઈ.
"માનસી, રાજનો ફોન હતો એ મને હોટેલમાં બોલાવે છે હમણાં કોઈ ડ્રેસ અવાનો છે પાર્સલ મારે માટે તે પહેરીને. પણ કેમ ?"
"અરે પાગલ તું બોલિવૂડ મૂવીસ નથી જોતી એટલે તારો આવો હાલ છે. એ તને પ્રપોઝ કરવા માટે બોલાવે છે, પાગલ છે તું રિયલી."
"પ્રપોઝ, ઓહ માઇ ગોડ." મારા ચેહરા પર તો ૪૪૦ વોટ્સની સ્માઈલ આવી ગઈ.
"અરે વાહ કેશાડી, ચાલ જલ્દી તૈયાર થા, કોન્ગ્રેટ્સ."
"પણ મારે જવું જોઈએ ? "
"અરે પાગલ જવું જ જોઈએને નહિ જશે તો એને તારી ના લાગશે. ફ્રેન્ડ છે એમ માનીને જા કોઈ દિવસ તો તમારે શરમાયા વગર કેહવું જ પડશે ને એકબીજાને."
"હા પણ"
"શું હા ચાલ જલ્દી કર હું તારો સુંદર મેકઅપ કરી આપીશ પણ એક શરત તારે મને બધી વાત કેહવાની હે?"
"હા. કહીશ બાબા ."
અને ઘણી વાર સુધી હું અને માનસી એમ જ હસતાં રહ્યાં. પછી મને ખ્યાલ આવ્યો કે નક્કી મારી સાધના સફળ થઇ હતી આ એનો જ પુરાવો હતો. યેસ, મતલબ એ સપનું ન હતું, વાસ્તવિકતા હતી ખૂબ જ સુંદર સમય હતો આ એવું લાગતું હતું કે દુનિયાની બધી ખુશી મને મળી ગઈ હતી. મારુ દિલ ઉત્સાહના અતિરેકમાં ધબકારા ચુકી રહ્યું હતું, ચેહરા પરથી હાસ્ય જતું જ ન હતું.
ત્યાં જ અચાનક પાછો એ જ સોનેરી રંગનો પ્રકાશ રૂમમાં ફેલાયો. અને એ દેવી મારી સામે પ્રગટ થયા, હું ડરી ગઈ કે ક્યાંક માનસી જોઈ જશે તો, પણ એને જોતા એવું લાગ્યું કે એને આ દેવી નતા દેખાઈ રહ્યાં. એ તો શાંતિથી એનું કામ કરી રહી હતી. એ દેવીએ મારી સામે મૃદુ સ્મિત રેલાવ્યું.