Khushbu Shah

Horror Thriller

3  

Khushbu Shah

Horror Thriller

માંત્રિક - ભાગ - 15- અંતિમ ભાગ

માંત્રિક - ભાગ - 15- અંતિમ ભાગ

3 mins
512


  અમે અમારી ચાલવાની ઝડપ વધારી અને જલ્દી મંદિર ગયા. ત્યાં જઈ અમે હવન શરુ કરી દીધો. હું મહારાજ મંત્ર બોલે તે બોલાતી હતી અને સ્વાહા બોલાય ત્યારે ઘીની આહુતિ આપતી હતી. થોડી વાર તો બધું બરાબર હતું,પણ પછી અચાનક મમ્મીનો ફોન આવ્યો, મહારાજે તે મને ઉઠાવાની ના પાડી.

  આશરે પાંચેક વાર ફોન આવ્યા, હવે મારી ધીરજ ખૂટી હતી, મેં ફોન ઉઠાવી લીધો. ફોન ઉઠાવતા જ મને ખૂબ જ કર્કશ અવાજ સંભાળ્યો, એ અવાજ ખુબ જ કર્કશ હતો મને ચક્કર આવવા લાગ્યા, મહારાજે મારા હાથમાંથી ફોન લઇ ફેંકી દીધો, તો ફોનમાંથી ઉકળતા પાણી જેવી વરાળ નીકળી રહી હતી.


  અમે પાછા મંત્રજાપ ચાલુ કર્યા, બસ હવે માત્ર 108 વાર બાકી હતા ત્યારે છ-સાત લોકો મંદિરમાં લાકડું લઇ આવી લાગ્યા.

"તમે અહીં આ કેવી સાધના કરો છો?"

 મહારાજે મને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. હું કઈ બોલી નહિ એટલે એ લોકો વધુ ઉશ્કેરાયા. બધા એક સાથે બોલવા લાગ્યાં, "મારો આ લોકોને આપણું મંદિર અપિવત્ર કરી રહ્યા છે." અને એ લોકો લાકડું ઉગામી મારા પર વાર કરવા જતા હતા, હું ત્યાંથી ઉઠવા જતી હતી, પણ મહારાજે મને ઉઠવા ન દીધી અને એ લોકો પર ભભૂત છાંટી, તરત જ આ લોકો પાણીની બાષ્પની જેમ ગાયબ થઇ ગયા.એ પિશાચીની અમને વિચલિત કરવા અનેક પ્રકારના ભ્રમ રચી રહી હતી. ત્યાર પછી પણ તેને અનેક ભ્રમ રચ્યા પણ મેં મારુ સંપૂર્ણ ધ્યાન મંત્રજાપમાં લગાવી દીધું.


  મંત્રજાપ પતતા જ હવનમાંથી તીવ્ર પ્રકાશ પ્રગટ્યો અને એ પ્રકાશ દૂર એક ઝાડ પાસે ફેંકાયો, અને માત્ર એક ચીસ સંભળાઈ અને ત્યારબાદ તે મારા અને મહારાજ પર પડયો. ચારેકોર શીતળતા પ્રસરી ગઈ અને આખું વાતાવરણ શાંત થઇ ગયું હતું.

"બેટા, હવન સફળ રહ્યો હવે એ તને અને તારા પ્રિયજનોને હેરાન નહિ કરે."


  મેં મહારાજને હાથ જોડયા, આજે જો તેઓ ન હોત તો અમારું નામોનિશાન મટી ગયું હો. સાચા ગુરુ કેવા હોય તે આજે મને સમજાયું. મેં તેમને ધન્યવાદ કહ્યો.

"પણ તારે આ સાધના કરતા પહેલા કોઈને પૂછવું તો હતું, આ પ્રકારની સાધનાઓ ઉચ્ચકોટીના સાધકો જ કરી શકે છે. સામાન્ય માણસ પર આ શક્તિઓ આ જ રીતે હાવી થઇ જતી હોય છે. "

"હા મહારાજ, મારી ભૂલ થઇ ગઈ. "

  સાચે મારે નેટ પરથી આ સાધના કરતા પહેલાં મહારાજની સલાહ લેવાની હતી. અને આ પ્રકારની સાધનાઓ ગુરુદીક્ષા અને ગુરુના માર્ગદર્શન વગર કરવાનું કેટલું હાનિકારક હોઈ શકે એ મને સમજાયું. કોઈ પણ પ્રકારની વિદ્યા હોય સાચા ગુરુ વગર હસ્તગત થતી નથી અને બધી સાધના સામાન્ય માણસો નથી કરી શકતા, તેને માટે ઉચ્ચ જ્ઞાનની જરૂર રહે છે.

"ચાલ બેટા હવે તું નિરાંતે જઈ શકે છે. હવે ડરવાની જરૂર નથી."


   હું હોસ્પિટલ પહોંચી, રાજને હવે હોશ આવી ગયો હતો. એને જોઈ મારી આંખોમાં આંસુ આવી ગયા. હવે રાજ કઈ કહે ન કહે મને કોઈ લાલસા રહી ન હતી. મને જોતા જ તેણે મને બોલાવી .

"કેશા,ક્યાં હતી તું ? મયંક પણ હમણાં જ ગયો."

"કશે નહિ બસ પ્રાર્થના કરતી હતી ભગવાનને."

"હમમ...હવે તો ઘરે આવશેને મમ્મી બોલાવે છે."'

"હા.પણ "

"અરે હજી શું પણ મમ્મીને પસંદ છે તું. એટલે જ તો મેં તને દિવાળીને દિવસે પણ તને બોલાવી હતી."

"એટલે? "

"એટલે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. મારા મમ્મી જો તારી મરજી હોય તો તારા ઘરે પણ આ વિશે વાત કરવા માંગે છે."


   મારી ખુશીની કોઈ સીમા ન રહી. આખરે મારી ઈચ્છા પૂર્ણ થઇ હતી, મને સાચે એક ભયંકર યુદ્ધ જીતી લેવાનો અહેસાસ થયો. મારી આંખો ખુશીના આંસુથી ભીની થઇ ગઈ હતી અને રાજ મને જોઈને હસી રહ્યો હતો.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Horror