Khushbu Shah

Horror

1.0  

Khushbu Shah

Horror

માંત્રિક - ભાગ - ૧૪

માંત્રિક - ભાગ - ૧૪

3 mins
510


હું પાછળ ફરી ત્યારે મહારાજ મારી સામે જ ઉભા હતા.

"કેશા, અહીંથી થોડે દૂર હવન કરીશું. મંદિરમાં ભક્તોની બહુ ભીડ છે." મેં જોયું તો સાચે મંદિરમાં ખુબ જ ચહેલ-પહેલ હતી, પરંતુ પાંચ મિનિટ પહેલા તો કોઈ કાશ ભીડ ન હતી. પણ મને આ સમયે મહારાજને કઈ કહેવું ઉચિત ન લાગ્યું કારણ કે હવે માત્ર એ જ મારો સહારો હતો, હું મહારાજની પાછળ-પાછળ ચાલવા લાગી.


મંદિરથી લગભગ અમે 3-4 મીટર દૂર આવી ગયા હતા, મહારાજની ચાલવાની ઝડપ ખુબ જ વધુ હતી. આખો વિસ્તાર પણ સુમસામ હતો, વાહનોની અવરજવર પણ ન હતી. મને લાગ્યું કે અહીં શાંતિથી હવન થઇ શકશે.

"મહારાજ હજી દૂર જવાનું છે."


મહારાજ પાછળ ફર્યા, અને મારાથી ચીસ પડાઈ ગઈ, એ પિશાચીનીએ ફરી મને ભ્રમમાં નાખી હતી.

"તું શું પોતાને બહુ હોશિયાર સમજે છે ? હા.. હા..હા. હું તને ભલે તને અડકી નહિ શકું તે છતાં પણ મારી શકું છું. એ પણ એવી મોત કે તારી આત્મા પણ કંપી જશે મારા જેવી શક્તિનું અપમાન કરવાનો વિચાર ભવોભવ તને નહિ આવે."


મારી આંખ સામે અંધારા આવી ગયા હતા. તેની આંખોમાં અગનગોળા પ્રગટ્યા, વાતાવરણની ગરમી ખૂબ જ વધવા લાગી હતી, તાપમાન પચાસ ડિગ્રી સેલશ્યિસ જેવું લાગી રહ્યું હતું. મારી રબ્બરની ચંપલ પીગળી રહી હતી કારણ કે જમીન ખૂબ જ ગરમ હતી. મારા અંગેઅંગ બળતરા થઇ રહ્યા હતા, ગળું સુકાઈ રહ્યું હતું. પિશાચીનીનું અટ્ટહાસ્ય વધુ તીવ્ર બન્યું, પાછું મારા કાનોમાંથી લોહી વહેવા લાગ્યું હતું. એ જોઈને તેની લોહીને માટેની તલપ વધી હોય એવું લાગ્યું, એ મને કહેવા લાગી, "તારા હાથમાંની ચૂંદડી કાઢી નાખ, મને તારું લોહી પીવા દે પછી હું જતી રહીશ કાયમ માટે તારા પરિવારને છોડીને. તારે તારા પરિવાર માટે ભોગ એપવોજ પડશે પોતાનો."


એનો એ અવાજ અને એકાએક ચક્રવાત જેવા ઉઠેલા વંટોળને લીધે હું મારુ સંતુલન ગુમાવી રહી હતી. લથડિયાં ખાતી હું જમીન પાર ફસડાઈ પડી, મારા હાથ-પગ પર ગરમ રેતી દાઝી રહી હતી. એવું લાગ્યું કે અચાનક ઘણી બધી પિશાચીનીઓ મને વીંટળાઈ ગઈ હોય કે તેનેજ પોતાના પ્રતિરૂપ ઉભા કાર્ય હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે જાણે એક ઘવાયેલું પક્ષી જમીન પર પડયું હતું અને ગીધોના ટોળાં તેને વીંટળાઈ તેના મરવાની રાહ જોતા હતા. હું હવે હિંમત હારી ચૂકી હતી બસ ભગવાનને એ જ પ્રાર્થના કરી કે મારા નજીકના દરેક વ્યક્તિને આ પિશાચીનીથી બચાવજે અને મારી આંખો બંધ થઇ.


મેં જયારે આંખો ખોલી ત્યારે મારી આંખો સામે તે મહારાજ હતા, તે મારા પાર પાણી છાંટી રહ્યા હતા. "મહારાજ, તમેજ છો ને ?" મેં ડરતા-ડરતા મહારાજને પૂછ્યું.

"હા બેટા, એ ભાગી ગઈ છે, લે આ ગંગાજળ પી લે. "     


મેં ગંગાજળ હોઠે લગાડ્યું એ લગાડતા જ મારી સર્વ પીડા અને દાહ શાંત થઇ ગયા.

"એ પિશાચીની તમારું રૂપ લઇ મને અહીં લઇ આવી. એ મને મારવા માંગે છે."

"હા મેં તને પહેલા જ સચેત કરી હતી કે એ અનેક ભ્રમ રચશે. એ તને નહિ મારી શકે કારણ કે તું એની સાધક છે પણ હા તારા પરિવારજનોને એ નુકસાન પોહચાડી શકે. ચાલ જલ્દીથી મંદિરે."


અમે લોકો મંદિરે જઈજ રહ્યા હતા, અચાનક મને મારી પાછળ એક સ્ત્રીનો રડવાનો અવાજ આવ્યો. હું પાછળ વળીને જોવાજ જતી હતી,પરંતુ મહારાજે મને રોકી લીધી. જેથી પેલી સ્ત્રી ખૂબ જ ગુસ્સે થઇ, અને મેં પડછાયો જોયો તો તે આંઠ ફુટ લાંબો હતો. એટલે એ પિશાચીનીજ હતી. મહારાજમાં કાલીનો રક્ષામંત્ર બોલવા લાગ્યા તેથી એ ત્યાંથી જતી રહી.

"મહારાજ એ મને મારી તો ન શકે તો કેમ પાછળ આવી રહી હતી."

"એ તને પોતાના વશમાં કરવા માંગતી હતી અને પછી ચૂંદડી હાથમાંથી કઢાવી એ તને મારી નાંખતે. હું પણ આ રક્ષામંત્રથી થોડીવાર જ રક્ષણ આપી શકીશ માટે આપણે હવે જલ્દી જઈ હવન કરવો પડશે. "

ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Horror