માંત્રિક - ભાગ - 12
માંત્રિક - ભાગ - 12


"અરે પણ શું થયું?" મેં રિદ્ધિને પૂછ્યું.
"હું હમણાં સ્કૂલેથી આવી, જોયું તો ટોમ મરી ગયો હતો બહાર આંગણામાં, મને એવું બાજુવાળા આંટી કહેતા હતા. મમ્મી પણ બેહોશ હતી, ડોક્ટરે દવા આપી છે. પણ બાજુવાળા આંટી કહેતા હતા કે મમ્મી અને આંટી સાથે ટીવી જોતા હતા ત્યારે ટોમ બાઉ..બાઉ કરતો આવ્યો અને એ લોકોની નજર સામે જ તે ચિરાઈ ગયો, બે ભાગમાં તેનું શરીર વહેચાઈ ગયું..અને દસ મિનિટમાં તો એ ગાયબ પણ થઇ ગયો."
"શું? ટોમ મરી ગયો આટલી ખરાબ રીતે." મારી આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, ટોમ મારો પ્રિય અને પાલતુ જાનવર હતો, એ પિશાચીનીએ એનો પણ ભોગ લઇ લીધો. મને હવે ડર પણ લાગતો હતો અને ગુસ્સો પણ આવતો હતો મારા કારણે આજે મારી દરેક પ્રિય વ્યક્તિઓના માથા પર સંકટ તોળાઈ રહ્યું હતું, મારે કોઈ રીતે તો તેઓનું રક્ષણ કરવાનું હતું મને માતાજીની ચૂંદડી અને દોરા યાદ આવ્યા, અત્યારે તો એ જ મારી આશાનું કિરણ હતા.
"રિદ્ધિ મમ્મીને ભગવાનનો દોરો બાંધી દે."
"હા પણ તું એવું કેમ બોલે છે દીદી?"
હજી તો હું કઈ પણ બોલું એ પહેલા જ ફોન કટ થઇ ગયો. હું ફટાફટ ભાગી હોસ્પિટલમાંથી દાદર ઉતારી બહાર રોડ પર આવી ગઈ, મારે હવે કોઈ ઉપાય શોધવો જ હતો અત્યાર સુધી તો હું એ પિશાચીનીથી ભાગી રહી હતી પણ મારે તેનો સામનો કરવાનો જ હતો હવે.
ત્યાં જ અચાનક મને એક અવાજ સંભળાયો.
(ક્રમશ:)