માંત્રિક ભાગ- ૧૧
માંત્રિક ભાગ- ૧૧
અંદર રાજ પાસે ડોક્ટર તો હતાં જ પણ એ પિશાચીની પણ ત્યાં જ ઊભી હતી. અને મને એક લોહીથી ખરડાયેલો વાડકો બતાવી રહી હતી.એ લોહી રાજનું હશે એ વિચારથી જ હું થીજી ગઈ અને મને ચક્કર આવવા માંડય. હું ખુબ જ તાકાતથી એ દરવાજો ખોલવાની કોશિષ કરવા માંડી પણ એ ખૂલતો જ ન હતો, ખુબ જ સખત રીતે જકડાઈ ગયો હતો.
અચાનક જ ચૂંદડી અડતાં દરવાજો ખૂબ જ તીવ્રતાથી અંદરની તરફ ખૂલી ગયો અને એ પિશાચીની પણ ગાયબ થઇ ગઈ હતી."શું તમને ખબર નથી આવી રીતે અંદર ન આવી જવાય ?"ડોક્ટર મને ખીજવાયાં.
"સોરી સર, મારાથી...સોરી"
બહાર રાજના મમ્મી અને માનસી પણ મને ફાટી આંખે જોઈ રહ્યા હતા, મેં પરિસ્થિતિને સંભાળતા કહ્યું,
"આંટી,રાજના ફોનમાં મયંકનો નંબર હશે, મયંકને ફોન કરીએ."
"પણ કેમ, કેશા ?"
"માનસી, મયંક અને રાજનું બ્લડગ્રૂપ સરખું છે, તેથી મયંકનું બ્લડ રાજને ચડાવી શકાશે, હું ડોક્ટરને એજ કહેવા જતી હતી."
"ડોક્ટર,ડોક્ટર.. મારા રાજને માટે બ્લડની વ્યવસ્થા થઇ ગઈ છે." રાજના મમ્મી આટલું બોલતા જ અંદર ધસી ગયાં.
"હા, બરાબર છે, જેને બ્લડ ડોનેટ કરવાનું છે તેને બોલાવી લો."
થોડીવારે મંયક આવી ગયો અને રાજને લોહી ચડાવવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ. મારા જીવમાં જીવ આવી ગયો. નહીંતર જે રાજને માટે મેં સાધના કરી હતી તેનેજ મેં આજે ખોવી દીધો હોત. હું એક ખૂણામાં બેસી ખૂબ જ રડી રહી હતી. ત્યાં જ માનસી આવી.
"કેશા, તારો ફોન ક્યાં છે ? રિદ્ધિનો ફોન છે બહુ ડરેલી લાગે છે."
"તો એ હવે ત્યાં પોહચી ?"
"કોણ ? શું બબડે છે ? લે વાત કર."
"હેલ્લો રિદ્ધિ, શું થયું છે ? કેમ છે મમ્મી-પપ્પા ?"
"દીદી, મમ્મી-પપ્પા બરાબર છે પણ કઈ બહુ જ અજીબ થયું છે. મમ્મી બહુ ડરી ગઈ છે."
આટલું સાંભળતા જ મને ધ્રુજારી ચડી ગઈ.
(ક્રમશ :)