Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Shaimee Oza

Action Inspirational

2  

Shaimee Oza

Action Inspirational

માના ધાવણની સાચી ઓળખ સાહસ

માના ધાવણની સાચી ઓળખ સાહસ

6 mins
611


દુનિયામાં સાહસ કરે છે તેનો જ સિક્કો પડે છે, ને બીજા બધાં વાતો કરતાં જ રહી જાય છે, ના તેમનું કંઈ તારીખ ન કંઈ કામ દુનિયા તો શું ! તેમને તેમની નવી પેઢી પણ યાદ નથી કરતી. દુનિયા પાગલ લોકો ચલાવે છે, ને ડાહ્યા ડોઢાઈ કરવામાં જ રહી જાય છે. મારે આજે એવી જ એક વ્યક્તિની વાત કરવી છે. જેને પોતાનું નામ વિશ્વરેકોર્ડમાં નામ નોંધાવીને વિશ્વ વિક્રમ સર્જેલ છે.તેને બહાદુર અફસરનો એવોર્ડ મળેલો છે.


મારે વાત કરવી છે, એક જાબાજ શેરની જેને વિશ્વમાં ભારતને બહાદુર દેશ તરીકેની ગણના કરાવી છે. તે હીરોએ પોતાની બહાદુરીનો પરિચય આખા વિશ્વને કરાવ્યો છે. ભારતના લોકો પોતાનો અર્થ જાતે જ નક્કી કરે છે, શબ્દકોષને બદલી નાંખ્યો જડમૂળથી, પુરા દેશમાં જ નહીં વિદેશમાં પણ આ હીરો છવાઈ ગયો અને દુશ્મનનો પણ વહાલો થઈ ગયો. જેની અંદર દેશ સેવાનું ઝૂનુન છે, જેની પેઢી દર પેઢી આમાં જોડાઇ છે, પ્રણામ છે એવા દેશ ભક્તોને. બહુ ઓછા લોકો હોય છે, જેનાં ઘરે આવો શેર અવતરે છે, જય હિંદ ધન્ય છે આ ભારતભૂમિ ખરેખર વીરો કેરી ભૂમિ છે. આ શહીદોના ત્યાગ બલિદાનોથી તો કેસરી રંગ તિરંગે શોભે છે. આ દેશના તિરંગાને લહેરાતો રાખવા માટે કેટલીય માના દિકરાઓ, કેટલીય પત્નીઓના પતિઓએ તો કેટલાક બાળકોના પિતા એ પોતાના લોહી રેડયાં છે, તિરંગાની શાન કાજે. પણ આ બધાંયનો હિસાબ ચૂકતો કરી આવનાર વીરની ગાથા મારે ગાવી છે, જે દેશના લોકોના મુખનો શબ્દ થઈ ગયો. લોકોને પોતાની વીરતાથી દિવાના કરી નાંખ્યા. દેશમાં એક મિશાલ ઉભી કરી. યુવાનો જેના ચાહક થઇ ગયા. મારે વાત કરવી છે એ સિંહની જેને તેની એક ગર્જનાથી દુશ્મનોને મોંમા આગળી મુકવા મજબુર કર્યા તે સાહસી સપૂતની.


આ વીર પુરુષનું નામ છે,અભિનંદન વર્ધમાન. તે વ્યવસાયે પાયલોટ છે. આ ૨૧ જુન ૧૯૮૩ના દિવસે અને તમિલનાડુના તામ્બરમ્ની પવિત્ર ભૂમિ પર આ સિંહ અવતર્યો. તેમના પિતાનું સિમ્હાકૂટી છે, તે પણ એર માર્શલ રહ્યા હતા. પણ હાલમાં નિવૃત્તિ થઈ ગયેલા છે. તેઓ ઓફીસર કમાન્ડીંગ ચીફ પણ રહી ચુકયા છે, તેમાં તેમનો સર્વીસ નં ૧૩૬૦૬ હતો. તેમના પિતા તેમના કામ માટે પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ મળ્યો છે. રિટાયર થયા પછી સિમ્હા કૂટી વર્ધમાને એક તમીલ ફિલ્મ કાર્ટુલ વેલેતાઇનેમાં એક એડવાઇઝર તરીકે કામ કર્યું હતું, આ ફિલ્મ ૧૯૯૯ના કાર્ગીલ યુધ્ધ પર હતી. આ સ્ટોરી ભારતીય પાઇલોટ પર હતી, તેને પાકિસ્તાનના રાવતપીંડીની જેલમાં પ્રીઝનર ઓફ વોર એટલે કે યુદ્ધના કેદીરુપે રાખવામાં આવે છે. આ જ ઘટના અભિનંદન સર સાથે જ ઘટી હતી. જે ઘટનાએ આખા દેશને એકતાંતણે બાંધી દીધો. તેમની માતા શોભના ડોકટર છે, તે સમાજ સેવા કરી રહ્યા છે.


અભિનંદનના દાદા પણ વિંગ કમાન્ડર રહી ચુક્યા હતા. તેમને બીજા વિશ્વમાં ભાગ પણ લીધો હતો. અભિનંદન સાહેબની પેઢીઓ દેશની સેવામાં લાગેલી છે. ધન્ય એ મા-બાપને જે આવા વીરપુત્રની ભેટ દેશને આપે છે. આ દેશ સર તમારો સદાયને કાંજે ઋણી રહેશે. તેમના ભાઇ પણ દેશ સેવા માટે કાર્યરત છે.


તેમને કેન્દ્રીય વિદ્યાલય બેંગાલુરુમાં પ્રાથમિક શિક્ષણ લીધું. તેમણે વધુમાં કહીએ તો પુણે નજીક આવેલા કડક વાસલાયમાં નેશનલ એકેડમી ઓફ ડિફેન્સમાં પણ અભ્યાસ કર્યો છે. તેમણે તાલિમ પુરી કર્યા પછી તેમણે ૧૯ જુન ૨૦૦૪ માં ઇન્ડિયન એરફોસમાં જોડાયા,હાલ માં તેમનો સર્વિસ નંબર છે ૨૭૯૮૧ .તેમના પત્નીનું નામ તન્વી મારવાહા છે. તેઓ પણ હેલીકોપ્ટર પાઇલોટ રહી ચુક્યાં છે, ઈન્ડિયન એરફોસમાં. એમનો સર્વિસ નંબર ૨૮૮૦૦૦. તેઓ બાળપણના મિત્રો છે. તેમને પાંચમાથી લઈને કોલેજમાં માઇક્રોબાયોલોજીની ડિગ્રી સાથે કરી. તન્વીમેમએ આર્મ ફોસ એક્સ્યુકીટીવની ડિગ્રી અમદાવાદની કોલેજ આઇ. આઇ. એમ.માં કરી છે. તેઓ 15વર્ષ સ્ક્રોર્ડન લીડર તરીકે કામ કરી ચુક્યા છે. હવે રિટાયર થયાં છે. રિટાયર થયાં પછી બેંગલોરમાં રિલાયન્સ જીયોનાં ડી.જી.એમ.પદ પર કામ કરી રહ્યાં છે. અભિનંદનને તન્વી મારવાહાથી એક દિકરો પણ છે.


કહેવાય છે કે બંને સારા એવા મિત્રો જયારે લગ્ન કરે છે, ત્યારે જીંદગીના રંગથી રંગ મળી જાય છે અને જીંદગી જીવવા જેવી લાગે છે અને દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે. તે ઘટના અભિનંદન સર પર ઘટી. તેમને લગ્ન તેમની બચપણની મિત્ર સાથે કર્યા, જયારે બે સમજુ મિત્ર લગ્ન કરે છે, ત્યારે તેમનુ લગ્ન જીવન સૌથી સુખીમાં સુખી હોય. એકબીજાને સમજવું, એકબીજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી થવાની, એકબીજાના રંગે રંગાવવાની, એકબીજાની કપરી પરિસ્થિતિ એ ઢાલ બની ઉભા રહેવાની, એકબીજાની કાળજી લેવાની એકબીજાને હુંફ પુરી પાડવાની પણ કંઈ મજા હોય છે. આ વાત નું વર્ણન કરવા લફ્જની કલમ હજી ફીકી છે.


આ સિંહના એવા પરાક્રમની વાત છે, જેને આખા દેશને એકસાથે કરી દીધો. જયારે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામાંના હુમલામાં ૪૪ સૈનિક ભાઇઓ શહિદ થયા એ ઘટના એ આખા દેશને શોકાત્તુર કરી નાંખ્યો. પાકિસ્તાન આર્મી ઓફિસરો જીતનું જશ્ન મનાવતા હતા ત્યારે ભારતના શેર સૈનિકો એ ત્યાં ઘરમાં ઘુસી ને માર્યા હતા.


બાકીનુ કામ ઇન્ડિયન એરફોસે પુરુ કર્યું. પાકિસ્તાનનો હિસાબ ચુકવવાનું કામ ઇન્ડિયન એરફોસના એક શેર અભિનંદન વર્અધમાનને તેના મિત્ર બંનેએ બીડુ ઝડપ્યું, પછી તે જુનુ ખખડેલુ વિમાન ઉડાડી મુછાળો એક મર્દ પાકિસ્તાને અમેરિકા પાસેથી ખરીદેલા નવા મિરાજ વિમાનના ભુક્કા બોલાવી દે છે. અને હજાર કિલો ટનનો બોમ્બ ભારતમાંની જય બોલાવીને નાંખી ૪૪ ભાઈના મોતનો બદલો હજાર મારીને લે છે. ને પાકિસ્તાન આ શેરની હિંમત જોઈ દંગ રહી જાય છે. આ સિંહનું વિમાન ક્રેક થઇને તુટી જાય છે, તેમનો મિત્ર બદનસીબે શહાદત વોરે છે, ને આ શેર પેરાશૂટથી નીચે આવે છે. ત્યારે તે પાકિસ્તાનના વિસ્તારમાં આવી જયહિંદના સાદથી પાકિસ્તાનને હલાવી નાખ્યું.


અભિનંદનઃ ભૈયા એ કોનસા ઇલાકા હૈ,

પાકિસ્તાનના લોકો: એ પાકિસ્તાનને કબજા કિયા હુઆ હિન્દુસ્તાન કે કશ્મીર કા ઇલાકા હૈ,

અભિનંદનઃ યાની કી હિન્દુસ્તાન હૈ!

પાકિસ્તાનના લોકો : હા જનાબ જી,

અભિનંદનઃ ભારત માતા કી જય, ભારત માતા કી જય,

પાકિસ્તાનના લોકોઃ પાક આર્મી જીંદાબાદ ! પાક આર્મી જીંદાબાદ ,પાકિસ્તાન જીંદા બાદ,


(લોકો તેને ઘેરી લે છે અને મારે છે નાકમાંથી લોહીની શેરો નિકળે છે.) છતાં એ સિંહ બંદુકથી પોતાનું રક્ષણ કરે છે, ને હાર માનવાની જગ્યા એ દોડે છે, ને પોતાનો દસ્તાવેજ પાણીમાં વહાવે છે.


બંદુકની ગોળી ઓ ખતમ થઈ જાય ત્યારે તે શેર હાર માનવાની જગ્યા એ દોડે છે, પાકિસ્તાનના આર્મી ત્યાં આવી જાય છે. તેને પાકિસ્તાનના લોકો થી બચાવે છે. તેમને પ્રાથમિક સારવાર આપે છે, તેમને માનસિક યાતના આપવામાં આવે છે,


પાકિસ્તાન આર્મી કેટલાક સવાલ જવાબ કરે છે,

પાકિસ્તાન આર્મીઃ આપકા નામ,

અભિનંદનઃ અભિનંદન વર્ધમાન,

પાક .આર્મીઃ આપ કોનસે યુનિટ મેં કામ કરતે હો,

અભિનંદનઃ ઇન્ડિયન એરફોસ મેં વિમાન ચાલક હુ,

પાક .આર્મી:આપકા મેરેજીકલ સ્ટેટ્સ !

અભિનંદનઃ શાદીસુદા હું,

પાક આર્મીઃ આપકા કા ઉદેશ ક્યા થા ,

અભિનંદનઃ સોરી મેં નહીં બતા શકતા, 

પાક.આર્મી: આપ કોનસે ગાંવ સે હો,

અભિનંદનઃ સોરી મેં નહીં બતા શકતા,


પાકિસ્તાન આર્મી તેને બકરીના દૂધની ચા પિવડાવે છે, પાકિસ્તાન આર્મી જેવું કડકાઈથી અભિનંદન પાસે આવે છે ત્યારે આ સપૂત એ જે અગત્યના કાગળ જે ગળી જાય છે. પાકિસ્તાન આર્મી જોઈને દંગ રહી જાય છે, આ શેરની હિંમત તો જુઓ !પાકિસ્તાનની આવામ અભિનંદનથી ખુબ ડરેલી હોય છે, ભારત સરકારના સતત દબાણ અને પાબંધીઓથી વશ થઈ પાકિસ્તાનના વજીરે આલમ ઈમરાન ખાન ડરથી છોડી દે છે.


અભિનંદન જેલ માં છે,

ને હાહાકાલ પાકિસ્તાન માં,


લોકો આ સિંહની હિંમત જોઈ,

દિવાના તેના થઈ જાય છે,


આ શેરની ઓલાદ છે,

નથી બકરી નું બચ્ચું,

ભારતનું પાણી છે,


પાકિસ્તાન લોકોના મૂખે 

આ નામ છવાઈ જાય છે

લોકોના દિલમાં છાપ છોડી જાય છે,


દુશ્મન દેશમાં જયહિંદ નારા લગાવી,

શબ્દકોષ ભારતનો બદલી જાય છે.


 મારી આ વાર્તા આજના યુવાનોને સમર્પિત છે. આજનો યુવાન જે ધારે તે કરી શકે છે, મોટી મોટી ફુસકી ઓ છોડ્યા કરતાં તે બોલાયેલા શબ્દને હકિકતમાં ફેરવી બતાવો તો તમે ખરાં, ઘરે બેઠા બેઠા નથી થતું જીવ હાથમાં લઈને જવું પડે છે.


લોકો ના મૂખે સિંહના નામ શોભે માયકાંગલાના નહીં, હે નારી તને વંદન છે કે તે આવો સિંહ દિકરો ભારતમાને કાંજે ધર્યો તે શોભાદેવી અને તન્વી દેવીને પણ. જેને પોતાના પતિને આટલો સહકાર આપ્યો, આ સિંહને આવકાર સ્વયં મેઘરાજા પણ આપે છે, આ સિંહ ને જોઈને મને હનુમાનજીની યાદ આવી, જેને રાવણની લંકા બાળી તેમ આ સપૂતે રાવણ દેશને ધમાકે ઉડાવ્યો.


જય હિંદ, જય અભિનંદન.


Rate this content
Log in

More gujarati story from Shaimee Oza

Similar gujarati story from Action