PRAVIN MAKWANA

Abstract

3  

PRAVIN MAKWANA

Abstract

માલવ પતિ મુંજ

માલવ પતિ મુંજ

15 mins
324



અહીં જે કંઈ મેં લખ્યું છે એના પાયામાં જો કોઈ હોય તો તે છે, પ્રોફેસર ડોકટર નલિનીબહેન, પ્રોફેસર કાંતિભાઈ પટેલ અને મારા સહાધ્યાયી ઘનશામભાઈ ભરવાડ. 

આ ત્રણ વ્યક્તિઓએ એટલું બધું મને વિધાયક પ્રબલન આપ્યું છે કે, જેના લીધે મારી દ્રષ્ટિ મર્યાદા મને ક્યાંય આડી નડી નથી. 

આ લોકોને ફોન કરતી વખતે મારે ઘડિયાળ સામું જોવું નથી પડતું. જ્યારે માંગુ ત્યારે જોવે એટલો સમય મળે છે મને.

1887 થિ 1971 ના સમય ગાળામાં ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગ દરમ્યાન થઈ ગયેલા સાહિત્યકારોમાં કનૈયાલાલ મુનશીની કલમમાં ગુજરાતની ઝળહળતી અસ્મિતાની અનોખી જ, અસખલીત રસ ધારા વહે છે. તળ સ્પર્શી સર્જક મુનશીએ ગુજરાતી સાહિત્યને 3 પ્રકારની નવલ કથા આપી છે. 

1 ઐતિહાસિક, : 

2 સામાજિક, : 

3 પૌરાણિક, : 

કેટલાંક વિદ્વાનો એમ કહે છે કે, મુનશીએ પોતાની નવલ કથામાં ઇતિહાસને તોડી મરોડીને રજૂ કર્યો છે. જો કે, આવા વિદ્વાન લોકોને એ ખ્યાલ નથી કે, મુનશીની ઐતિહાસિક નવલ કથાઓ ઇતિહાસને સંપૂર્ણ વળગેલી નથી. એની નવલ કથાઓ ઈતિહાસના ઢાળે ઢળે છે. લોક હૈયે વસેલા મુનશીએ જે કંઈ સર્જન થકી ગુજરાતી સાહિત્યને આપ્યું છે એ, ગુજરાતી સાહિત્યની મહામૂલી ભેટ છે. 

કનૈયાલાલ માણેકલાલ મુનશીની ગુજરાતી સાહિત્યની સર્વોત્તમ નવલકથા ‘પૃથ્વી વલ્લભ’ની બે સિનેમેટીક આવૃત્તિ, હિન્દીમાં 'પૃથ્વી વલ્લભ' (સોહરાબ મોદી અને દુર્ગા ખોટે) અને ગુજરાતીમાં 'માલવ પતિ મુંજ' (ઉપેન્દ્ર ત્રિવેદી અને તનુજા). 'પૃથ્વી વલ્લભ' ૧૯૪૩માં આવી અને સોહરાબ મોદીએ એને બનાવેલી. ‘માલવપતિ મુંજ’ ૧૯૭૬માં આવી અને એનું નિર્દેશન રવિન્દ્ર દવેએ કરેલું. 'પૃથ્વી વલ્લભ' નવલકથા ૧૯૨૧માં પ્રગટ થયેલી. એની અગિયાર આવૃતિઓ બહાર પડેલી. હિન્દી, મરાઠી, બંગાળી, તમિલ અને કન્નડ ભાષામાં અનુવાદ થયેલા. પ્રભુભાઈ દ્વિવેદીએ નાટક પણ બનાવેલું, જેના ૫૦૦૦ શો થયેલા. એના પરથી હમણાં એક ટીવી સિરિયલ પણ બની હતી.

દુઃખ એ વાતનું છે કે, કાયમ ગુજરાતી ભાષાના ગુણગાન ગાતી મારા જેવી વ્યક્તિએ એટલે કે મેં, આટલી પ્રખ્યાત નવલ કથાની એક પણ, ફિલ્મ કે, સીરિયલ જોઈ નહોતી. જોગાનુજોગ શુ થયું કંઈ જ, ન ખબર પડી. 

કોરોના મહામારીની ઘેરી અસર શિક્ષણ જગત પર થઈ. એના વિકલ્પમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું ને પ્રોફેસર ડોકટર નલિનીબહેને પૃથ્વી વલ્લભના 33 પ્રકરણ એક પછી એક રેકોર્ડ કરીને વોટ્સએપ ગ્રુપમાં નિયમિત પણે શેર કરવાનું શરૂ કર્યું. આમાં ડોકટર નલિનીબહેનને વિદ્યાર્થીઓનો ભવ્ય પ્રતિસાદ મળ્યો અને એ વધુ એક નવતર પ્રયોગ માટે એક ડગલું આગળ આવ્યા. 

સતત પ્રવૃત્તિશીલ અને પ્રગતિશીલ પ્રોફેસર નલિનીબહેને પૃથ્વી વલ્લભ નવલ કથા આધારિત ગુજરાતી ફિલ્મ, : 

"માલવ પતિ મુંજ." 

ની યુટ્યુબ લિંક ગ્રુપમાં શેર કરીને સૂચના આપી કે, આ ફિલ્મ જોઈને દરેક વિદ્યાર્થીઓએ પોતાના અભિપ્રાય આપવાના છે. 

આ સૂચના વાંચીને મેં તરત માલવ પતિ મુંજ ફિલ્મ જોવાનું શરૂ કર્યું. દ્રષ્ટિ મર્યાદાને કારણે ચિત્રો ખૂબ ઓછા દેખાયા પણ, મારામાં કંઈક કરી છૂટવાની તમનનાએ અને વેદના અને સંવેદનાના સરનામે ઉભેલા પ્રાધ્યાપકના વિધાયક પ્રબલને મારી અંતર દ્રષ્ટિને સચેતન કરી અને આખી ફિલ્મના દરેક દ્રશ્યો મને એકદમ સ્પષ્ટ દેખાયા. આ ફિલ્મના આરંભથી અંત સુધીમાં મને જે જોવા અને જાણવા મળ્યું એ અહીં હું મુક્ત મને વહેતુ મુકું છું. 

ફિલ્મનો આરંભ સરસ મજાના શ્લોકથી થાય છે. શ્લોક પૂરો થતાની સાથે જ, રાજ સેવક દ્વારા ઢોલ નગારા વગડાવીને અવંતીનાથ માલવ પતિ મુંજે સતતસોળમી વખત તૈલંગ રાજ્યના રાજવી તૈલપ પર મેળવેલા વિજયની જાહેરાત કરીને નગર જનોને નાચ ગાન કરીને વિજયઉત્સવ મણાવવાનું કહેવામાં આવે છે. 

આ સમયે આપણને એ ખ્યાલ આવે છે કે, રાજાશાહી સમયમાં કેવી રીતે નગરજનોને કય પદ્ધતિથી કોઈ પણ સમાચાર આપવામાં આવતા હતા. 

નગરજનો માલવ પતિ મુંજના સોળમાં વિજયઉત્સવના આરંભમાં મા શક્તિની આરાધના કરે છે. આ શક્તિ પૂજન જ, શું કામ ? 

આ પ્રશ્ન મને ફિલ્મ જોતા જોતા થયો હતો. પછી જવાબ રૂપે એ જાણવા મળ્યું કે, આપણા હિન્દૂ સમાજમાં ચાર પ્રકારે લોકો ઈશ્વરની પૂજા કરે છે, 

1 શૈવ સમુદાય, 

2 વૈષ્ણવ સમુદાય, 

3 શાક્ત સમુદાય, 

4 સ્માર્ત સમુદાય. 

આ ચાર સમુદાયોમાં ક્ષત્રિઓ શક્તિ પૂજા કરે છે આથી મુંજના વિજયઉત્સવમાં પ્રથમ મા શક્તિની આરાધના કરવામાં આવી છે. 

આ શક્તિ પૂજા પછી નગરજનો હરખ ઘેલા બનીને ગરબે ઘૂમતા નજરે ચડે છે. 

અહીં ફિલ્મ વિકરેતાએ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે. જો કે, મુનશીની પૃથ્વી વલ્લભમાં પણ, આપણને ગુજરાતની સંસ્કૃતિની ઘાટી છાંટ જોવા મળે છે. અહીં એ પણ, ઉલ્લેખનીય છે કે, રાસ ગરબાના ઉત્સવમાં ગરવી ગુજરાતણ અને સ્ફૂર્તિલા નશીલા ગરવા ગુજરાતીના પહેરવેશથી માંડીને રમતી વખતે ભાત ભાતના ઠેકા લેવાની આગવી કલા જોનાર વર્ગને આબેહૂબ રીતે પોતા તરફ ખેંચે છે, તો વળી ગવૈયાઓના કંઠમાંથી રેલાતા સંગીતના સુરો અને સાથે વાગતા ઢોલ, શરનાય અને અન્ય સાંગેતિક વાજિંત્રો નવરાત્રીના ઉત્સવની ઝાખી કરાવે છે. 


અહીંથી ઘટના તરત વળાંક લઈને જોનાર વર્ગને અવંતીનાથના દરબાર ગઢમાં લઈ આવે છે. આ સમયે દર્શક વર્ગ ફિલ્મ નિર્માતાની આગવી સુજબૂજ અને અદભુત કલ્પના શક્તિના દર્શન કરે છે. 

રાજ સભાનો આરંભ અવંતીનાથ રાજા ધીરાજ મુંજના જયઘોષથી થાય છે, ત્યારબાદ મહામંત્રી મુંજ પાસે સતત સોળમી વખત હારીચુકેલ તૈલંગ રાજવી તૈલપના ન્યાય માટેની આજ્ઞા માંગે છે. અવંતીનાથ મુંજ જેવા હુકમ કરે છે એવા તરત મહામંત્રી કેદીરાજને રાજ દરબારમાં બંદી થયેલા તૈલપને હાજર કરવાનો હુકમ કરે છે. 

રાજ દરબારમાં હાજર થયેલા તૈલપને મહામંત્રી સવાલ કરે છે કે, 

"તૈલપરાજ આપ સોળમી વખત રાજા ધીરાજ મુંજ સામે હાર્યા છો. બોલો તમારી અંતિમ ઈચ્છા શુ છે?" 

મહા મંત્રીના આ સવાલ પછી તરત જ, અવંતીનાથ મુંજ બોલી ઉઠે છે, : 

"તૈલપ જે કંઈ જવાબ આપે એ પહેલાં એને સાંકળએથી છૂટો કરો. તૈલપ હાર્યો છે પણ, એ રાજા નથી મટ્યો. મારા રાજ્યમાં એક રાજાને રાજા તરીકેનું માન મળવું જોઈએ." 

સેવકો રાજાની આ આજ્ઞાનું પાલન કરીને તૈલપને બંધીમાંથી મુક્ત કરે છે ત્યારે મુંજની હકારાત્મક નીતિમત્તાના દર્શન થાય છે. 

મહામંત્રી તૈલપને એકનો એક સવાલ વારંવાર કર્યા કરે છે ત્યારે પણ, મુંજ તૈલપની મનોવૃત્તિ પીછાણીને કહે છે કે, :

"મહા મંત્રી વારંવાર એને તમે એકનો એક સવાલ કરીને શર્માવોમાં. એ કંઈ પહેલી વખત નથી હાર્યા. આ એ સોળમી વખત હાર્યા છે. એના હાથમાં જળ પાત્ર આપો." 

સતત સોળમી વખત હારેલો તૈલંગણનો રાજા તૈલપ સોળમી વખત પણ, અવન્તિનાથ મુંજના ચરણ ધોઈને શરણાગતિ સ્વીકારે છે એટલે, માલવ પતિ મુંજ ન્યાયની દ્રષ્ટિએ તૈલપને પોતાની બાજુમાં બેસાડીને મહા સામંત તરીકે રહેવાની આજ્ઞા કરે છે. તૈલપ આ વાત સાથે સહમત થાય છે એટલે, રાજા ધીરાજ મુંજ એક મૂંગઠ મંગાવીને તૈલપને પહેરાવતા બોલી ઉઠે છે કે, : 

"હવે કોઈ તૈલપને રંજાડશો નહિ. એને જ્યા સુધી અવંતીમાં રહેવું હોય ત્યાંસુધી મહેમાન તરીખે રાખજો. પછી એને જવું હોય તો પણ, સાથે સેવક સિપાઈઓને મોકલજો અને એને ભેટ સોગાધ આપીને અહીંથી જવા દેજો." 

આટલું બોલીને અવંતીનાથ મુંજ ઉભા થાય છે અને સભા વિચ્છેદ થાય છે. 

એક પછી એક રજૂ થતા દ્રશ્યો વચ્ચે અવંતીનાથ મહારાજ મુંજની ઉદારતા પછી તૈલપની બહેન મૃણાલવતી દ્રશ્યમાન થાય છે. એ સોળમી વખત શરણાગતિ સ્વીકારીને આવેલા ભાઈ તૈલપને મેણા ટોણાથિ આવકારે છે. પધારો પધારો રાજા ધીરાજ, પરમ ભટ્ટારક. આવા શબ્દો બોલીને મૃણાલ ભાય તૈલપને એટલી હદે અકળાવે છે કે, એ બા ક્ષત્રિયાણીઓને પણ, ગાળ આપતા અચકાતી નથી. આ સમયે ભાય તૈલપ બહેન મૃણાલને વારંવાર બાનાં સંબોધનથી સમજાવી રહ્યો છે પણ, જિદ્દી હઠીલી મૃણાલ સામે ભાય તૈલપનું કંઈ જ, ન ચાલ્યું અને બહેન મૃણાલે ફરી ભાઈ તૈલપ પાસે યુદ્ધનું આહવાન કરાવ્યું અને તૈલંગ રાજવી તૈલપે સાથે આવેલા અવન્તિના માણસોને કેદ કરી કહેણ મોકલાવ્યું કે, અવંતીનાથ મહારાજ મુંજને માલુમ થાય કે, એનામાં ત્રેવડ હોય તો, તે અહીંથી એના માણસોને છોડાવી જાય. 

અહીં એ જાણવા મળે છે કે, તૈલપની બહેન મૃણાલવતી પોતાનો વટ હુકમ ચલાવે છે. એને બાના સંબોધનથી બોલાવવામાં આવે છે એમાં જ, એનું વ્યક્તિત્વ છૂપું રહેતું નથી પણ, એક વાત એય ખરી છે કે, ક્ષત્રીઓની અમુક જ્ઞાતિઓમાં દિકરીથી માંડીને વૃદ્ધ સ્ત્રીઓના નામ પાછળ બાનું સંબોધન કરવામાં આવે છે. 

અહીં સુધી સતત એક માર્ગે ચાલતી ફિલ્મમાં એકધારો વીર રસ જ, પ્રગટ થતો જોવા મળે છે. જોનાર વર્ગને અલગ અલગ રસનો રસાસ્વાદ કરાવવાનું કઓશલ્ય સારું એવું ફિલ્મ નિર્માતા ધરાવે છે. 

મુંજના રાજ દરબારમાં એક જબરો ભગત ગોબા જાળીની ફરિયાદ કરવા આવે છે. એની આણું વળાવેલી જબરી તૈલંગમાં છાણાં વીણવા ગઈ હોય છે. એ અવંતીમાં પાછી ન આવવાથી જબરો ભગત એની જબરીને પાછી મેળવવા માટે રાજા ધીરાજ મુંજ પાસે આવે છે. મુંજ આ જબરા ભગતની બધી વાત સાંભળે છે અને ન્યાયપૂર્ણ શબ્દો ઉચ્ચારે છે. આથી જબરો ભગત તો, મોજમાં આવીને બોલવા લાગે છે કે, :

"જય હો રાજા ધીરાજ મુંજનો જય હો. મને મારી જબરી મળે ને તમને ઝહ મળે. એ હાલો ત્યારે." 

આ દ્રશ્યમાં ઉભો થતો હાસ્ય રસ ફિલ્મને કંઈક અંશે વધુ રસપ્રદ બનાવે છે. હાસ્ય સાથેના આ પ્રસંગમાં રાજા મુંજની પણ, ભારોભાર કીર્તિના દર્શન થાય છે. 

રાજા પાસે આવેલા સામાન્ય માણસને આટલો અદભુત આવકારો તો, ન્યાય નીતિને વરેલા રાજવી જ, આપી શકે એ વાત, અવન્તિનાથ મુંજ સાબિત કરે છે. 

આ હાસ્યાસ્પદ પ્રસંગ પછી ફરી ફિલ્મ મુખ્ય ધારા પર, વહેવા લાગે છે. 

અવંતીમાં મૂંજે મોકલેલા સંદેશા રાજ દરબારમાં પહોંચે છે ત્યારે, મુંજ પણ, યુદ્ધ એ જ, કલ્યાણની વિચારણા કરે છે. આ સમયે મુંજને ઘણા રાજ સેવકો ગોદાવરી ઓળંગવાની ના પાડે છે પણ, મુંજને તો, ગોદાવરી ઓળંગવામાં જ, પોતાનો વિજય દેખાય છે. એના હુકમથી અવંતીમાં યુદ્ધના દુદુમ્બી અને રણસિંગા ફુંકાય છે. જોતજોતામાં તો, અવંતીનું અશ્વ દળ જય જય એકલિંગીના નાદ સાથે વા વેગે તૈલંગ તરફ પ્રયાણ કરે છે અને આ વખતે સ્યુન દેશનો રાજવી અને તૈલંગ દેશના તૈલપનો મહા સામંત બિલમ અવંતીનાથ માલવ પતિ રાજા ધીરાજ મુંજને કેદ કરે છે. 

આ પ્રસંગમાં મૃણાલવતી પોતાની ચાલ મુજબ સફળ થઈ છે. ભીલમની દીકરી વિલાસ શિવ મંદિરમાં તપ કરી રહી છે. આ સમયે મૃણાલબા, લક્ષ્મી અને જકલા શિવ મંદિરમાં પ્રવેશે છે. ત્યાર પછી વિલાસને તપ ભંગ કરીને બહાર ઉભી રાખવામાં આવે છે. અને એને સૂચના આપવામાં આવે છે કે, કોઈ પણ, અહીં આવે તુરંત અમને જાણ કરજે. વિલાસ મંદિરની બહાર ઉભી હોય છે એ અરસામાં મૃણાલવતી પોતાની સાથે આવેલી લક્ષ્મી અને જકલાને નાસી છૂટવાનો ગુપ્ત માર્ગ બતાવે છે. 

આ પ્રસંગમાં મૃણાલવતીને પણ, મુંજના ભયની અનુભૂતિ થતી હોય એવું સ્પષ્ટ દેખાય આવે છે. જો કે, ખૂબ ટૂંકા જ, સમયમાં ભીલમ દ્વારા સમાચાર મળે છે કે, આ વખતે માલવ પતિ મુંજ સામે તૈલંગ રાજવી તૈલપનો વિજય થયો છે અને પૃથ્વી વલભ મુંજ કેદ પકડાયો છે. આ સમાચારથી મૃણાલવતી વિજય ઉત્સવની તૈયારીઓ કરવા દોડી જાય છે. આ અરસામાં ભીલમ પત્ની લક્ષ્મી અને દીકરી વિલાસને મળવા માટે રોકાય છે. નાથના ઓવારણાં લેતી લક્ષ્મી દીકરી વિલાસનું બાળપણ જોનાર વર્ગને કંઈક અનોખી જ, અનુભૂતિ કરાવે છે. તો, લક્ષ્મીની હૈયા વરાળ, વિલાસનો બાળ સહજ સ્વભાવ વાતાવરણમાં કરુણતા પાથરે છે. વિલાસની મુંજને જોવાની જંખના, આ જંખના પુરી કરવા માટે લેવી પડતી મૃણાલની આજ્ઞા. મહા સામંતની લાચારીનું સૂચન કરે છે. 

"મુંજ કેવો છે ?" 

વિલાસનો આ સવાલ ભારે આશ્ચર્ય ઉભું કરે છે. 

આ આશ્ચર્ય વચ્ચે નીકળેલી રાજા તૈલપની વિજય સવારી પણ, જોયા જેવી છે. મૃણાલ મુંજને મહા પાપી તરીકે સંબોધી રહી છે. વિલાસ જરા પણ, મુંજના વખાણ કરે તો, મૃણાલવતી ક્રોધે ભરાય છે. મુંજના કવિઓને પણ, મૃણાલ ક્રોધિત આંખે જુવે છે. 

ભીલમ જ્યારે પૃથ્વી વલભ મુંજને કેદ કરે છે ત્યારે મુંજ ભીલમને શાબાશી આપતા કહે છે કે, : 

"શાબાશ ભીલમ આ પૃથ્વી વલભને કેદ કરવાનો યશ તને મળે છે. એક મર્ડ તરીકે મારા કવિઓને જીવતા છોડી મુકજે." 

પૃથ્વી વલભની આ ઈચ્છા પુરી કરવા માટે ભીલમ મુંજના કવિઓને જીવતા છોડી મુકવાની વાત કરે છે ત્યારે પણ, મૃણાલવતી કવિઓને માગણ સાથે સરખાવે છે. 

આ વાત એ સાબિત કરે છે કે, તૈલંગ દેશમાં કોઈ કલા કે, કલાકારોને પોષવામાં આવતા નથી. જો કે, ભીલમની પત્ની લક્ષ્મીદેવી અને વિલાસવતી કવિશ્રી રસ નિધિ અને ધનંજયને મોંઘેરા માન સન્માન આપે છે.

અહીં ફરી એક વખત જબરા ભગત હાસ્ય રસ ઉભો કરે છે. સોંડા નાયક અને જબરા ભગત વચ્ચેના સંવાદો તો, પેટ પકડીને હસાવે એવા છે. એમાં સોંડા નાયકની દીકરી ઢબુડી જબરા ભગતના મો પર પાણી રેડે છે ત્યારે જબરા ભગત જે અભિનય કરે છે એ તો, ભલભલાને હસાવી મૂકે છે. સોંડા નાયકની પત્નીની સુજ પણ, ભારે જોવા મળે છે. આ આખાય પ્રસંગમાં જબરા ભગતના મુખેથી બોલાતા બે શબ્દો : 

"ગોબા જાળી." 

ફિલ્મમાં પ્રગટ થતાં હાસ્ય રસને વધુ રસપ્રદ બનાવે છે. 

રાત્રી સમયે કોટડીમાં કેદ થયેલા મુંજને મૃણાલવતી જોવા જાય છે ત્યારે તે આશ્ચર્ય પામે છે. ગમે તેવું દુઃખ આવે તોય મુંજ ગભરાતો કે મુંજાતો નથી. મૃણાલવતી એને જે કંઈ કહે છે એનો તુરંત જવાબ મુંજ આપે છે. આ પરસ્પર સંવાદોમાં મુંજના હૈયે પ્રેમની કૂંપળ ફૂટી નીકળે છે. એ મૃણાલના રૂપ પર, ઓળઘોળ થઈ પડે છે. મુંજ તો મૃણાલને સંભળાવી પણ, દે છે કે, :

"હું તમારા સંદર્યને માણિશ પછી જ, મને સઘળું સરવું મળ્યાનો સંતોષ થશે." 

આ વાતથી ક્રોધિત થયેલી મૃણાલવતી એવો નિર્ણય કરે છે કે, હવે મુંજને એવી સજા થવી જોઈએ કે, નગરનો સામાન્ય વ્યક્તિ પણ, મુંજની મશ્કરી કરી શકવો જોઈએ.

પોતાને પૃથ્વી વલભ માનતો મુંજ અહીં પણ, લેશ માત્ર ડગતો નથી. એ નગર વચ્ચે બેઠો બેઠો નગર વાસીઓને આહવાન કરે છે કે, ': 

"નાચો ગાવો, ઉત્સવ મનાવો. તમારો રાજા આ પૃથ્વી વલભને નગર વચ્ચે લાવ્યો છે." 

મુંજ પાસે ઉભેલી જન મેડનીમાં એક બાળાને પોતાનું નામ પૂછે છે તો, એ બાળા બોલી ઉઠે છે : 

"સંગીતા." 

મુંજ, : 

"તને ગાતા આવડે છે ?" 

સંગીતા, :

"ના મને ગાતા નથી આવડતું." 

હાસ્ય સાથે મુંજ, : 

"લો આ નગરની સંગીતાનેય ગાતા નથી આવડતું" 

આટલું બોલીને મુંજ બીજી એક બાળાને સવાલ કરે છે, : 

"તારું નામ?" 

બાળા : 

"વંદના" 

મુંજ, : 

"તને ગાતા આવડે છે?" 

વંદના, : 

"હા મને ગાતા તો આવડે છે પણ, અમારા રાજ્યમાં ગાવાની મનાય છે." 

મુંજ, : 

"અરે નાચ ગાનને કોઈ નિયમ નડતા નથી ચાલ હું ગવડાવું એમ ગા." 

આમ કહી મુંજ ગીત ગાવા લાગે છે. 

અહીં એ વાત ફરી દોહરાય છે કે, તૈલંગમાં કલાને કોઈ સ્થાન નથી. 

મુંજ ગીત ગાતો બંધ થાય છે પછી જબરા ભગત મંજીરા વગાડતા વગાડતા ભાંગલ તૂટલ ભજન ગાયને ફરી હાસ્ય રસ રેડે છે. એ ઓલી ઢબુડી સાથે ઢીંગલે પોતીએ રમવાની ના પાડે છે અને પછી જે લગ્ન વિશેની રમૂજ પેદા કરે છે એ દ્રશ્ય તો, ભારે હળવાશ મહેસુસ કરાવે છે, એવામાં તૈલંગ રાજ તૈલપના રાજ દરબારમાં મુંજ અને તૈલપ સાથેના ચલચિત્રો આંખ સામે અંકિત થાય છે. પોતાને પૃથ્વી વલભ ગણાવતો મુંજ તૈલપની એક પણ, વાતમાં આવતો નથી એટલે, તૈલપ ભીલમ રાજને કહે છે કે, 

"ભીલમ એના હાથમાં જળ પાત્ર આપો અને મારા ચરણ ધોવડાવો." 

આ સમયે મુંજ કહે છે : 

"હું ચરણ ધોવેય ખરો પણ, કોના?" 

આટલા શબ્દો ઉચ્ચારીને મુંજ ભીલમ તરફ નજર ફેરવે છે. 

મૃણાલ ભાય તૈલપને આશીર્વાદ આપવા આવે છે ત્યારે ભાય તૈલપ મુંજને ક્યાં રાખવો એ સવાલ કરે છે ત્યારે, મૃણાલવતી એને કારાગારમાં જ, રાખવાનું કહે છે. આ અરસામાં ફરી જબરા ભગત પ્રગટ થાય છે અને ઢબુડીને ચકી ચોખા ખાંડે છે. જેવી રમત શીખવે છે. સોન્ડો જેવો નોકરીએ ઉપડે છે એવો જબરો ભગત જબરી હારે પ્રેમ લીલા શરૂ કરે છે. 

આવી રમુજી ક્ષણો વચ્ચે ગુજરાતના ગામડાઓમાં રમાતી રમતનો ઉલ્લેખ પણ, સારી રીતે થયેલો જોવા મળે છે. 

ક્યાંક ક્યાંક જબરા ભગત અને જબરીની વાતોમાં ગુજરાતી કહેવતનો પડઘો પણ, પડતો જોવા મળે છે, : 

"જેમ બિલાડીના પેટમાં ખીર ન ટકે એમ, બાયુના પેટમાં વાત ન ટકે." 

હવે પછીના દ્રશ્યમાં તો, રસ નિધિના ઉપનામથી ફરતા ભોજરાજ અને તૈલંગની ભાવિ સમ્રાન્ગિની વિલાસવતી વચ્ચે પણ, પ્રેમનું બીજારોપણ થવાની સંભાવના પ્રગટ થાય છે. રસ નિધિ જ્યારે વિલાસવતી સાથે પ્રેમની ચર્ચા કરતા કરતા કાવ્યની વાત કરવા જાય છે ત્યાં વિલાસ ડરીને કાવ્ય સાંભળવાની ના પાડે છે પણ, રસ નિધિ અંતે વિલાસને પોતાના વર્ષમાં કરી લે છે અને પ્રથમ માલતીમાધવ નાટકનું નામ બોલે છે એવામાં કેદીરાજ ત્યાં પ્રગટ થાય છે અને વિલાસવતીને ડરાવી ધમકાવી તેના મહેલમાં મૂકી આવે છે. તો આ તરફ જપ તપને વર્ષ થયેલી મૃણાલવતી પણ, કામદેવના બાણથી અળગી રહેતી નથી. જે મુંજને એ પાપી નરાધમ માનતી હતી એ જ, મુંજે મૃણાલને પોતા તરફ આકર્ષી છે. પૃથ્વી વલભ હવે મૃણાલવતીનો પ્રાણ વલભ બની ચુક્યો છે. મૃણાલવતી બીજી વખત જ્યારે મુંજ પાસે જાય છે ત્યારે તે, દાજ્યા પર, લગાવવાનો લેપ સાથે લેતી જાય છે અને પોતાના હાથે જ, મુંજને લેપ લગાવી આપે છે. આ સમયે થતા મુંજ અને મૃણાલ વચ્ચેના સંવાદો ભારોભાર પ્રેમ, સ્નેહ, લાગણી અને હુંફના હોંકારા ભણે છે. પ્રેમ કોને કહેવાય? પ્રેમ શુ છે? પ્રેમના પ્રવાહમાં શુ છે? પ્રેમ તત્વની તાકાત શુ છે? આ દરેક સવાલના જવાબ મુંજ એકદમ હેત પૂર્વક મૃણાલને આપે છે. મુંજની આ સમજથી મૃણાલવતી જ્યારે: 

"મુંજ, મુંજ મુંજ." 

એમ બોલે છે ત્યારે મુંજના પ્રેમમાં પડેલી મૃણાલવતી એક તૈલંગ દેશની સમ્રાન્ગિની મટીને મુંજની પ્રેમિકાના સ્વરૂપમાં ઉભેલી દેખાય છે. તો આ તરફ તૈલંગની ભાવિ સમ્રાન્ગિણી વિલાસવતી કવિરાજ ધનંજયને પૂછે છે કે, :

"કવિરાજ તમે જેને રસ નિધિ કહો છો એ કોણ છે?" 

આ સવાલ પછી વિલાસને એ ખ્યાલ આવ્યો કે, જે પોતાને રસ નિધિ તરીકે ઓળખાવે છે એ તો, યુવરાજ ભોજ છે. 

આ જાણીને વિલાસ જે રસ નિધિ તરીકે ખુદને ઓળખાવે છે એ ભોજરાજને એની સાચી ઓળખાણ આપી રાજને શોભે એવા કપડાં આપે છે. ત્યાર પછી તો, ભોજ અને વિલાસ વચ્ચેનો પ્રેમ સંબંધ પણ, રોચક બને છે.  

અવંતી યુવરાજ ભોજ પ્રકૃતિની આડમાં ઉભેલી વિલાસને જ્યારે સવાલ ઉપર સવાલ કરે છે એ સમયે, અદભુત કુદરતી દ્રશ્યો, એની સાથે અવનવા પંખીનો કલશોર, એમાં ઉભેલી યૌવનવંતી વિલાસ અને યુવરાજ ભોજ. 

આવા હૂબહૂ દ્રશ્યો વાસ્તવમાં વસંતની ઝલક બતાવે છે. 

મૃણાલ પહેલી, બીજી અને ત્રીજી વખત મુંજને મળવા જાય છે ત્યારે તો, મુંજ અને મૃણાલના પ્રણય હૈયાં એકમેકમાં એવી રીતે ભળી જાય છે કે, : 

"તુમન લાગી મુમના મુમન લાગી તુ, 

લુણ વળુંભ્યા પાણીએ ને પાણી વળુંભ્યા લુણ." 

આ વખતે તો મૃણાલ સાગરમાં જેમ સરિતા સમાય જાય એમ મુંજની બાહોમાં સમાય જાય છે. 

મુંજના ખભે માથું ટેકવીને પ્રેમાલાપ કરતી મૃણાલ એની સાથે ખૂબ નાજુકાયથી મૃણાલ, મૃણાલ બોલતો મુંજ. 

આ દ્રશ્ય જોઈને તો, મારા જેવા યુવાન પ્રેમી દિલો પણ, પોતાની પ્રિય પ્રેયસી સાથે સ્વપ્નવી દુનિયામાં ખોવાયા વગર રહે જ નહીં. ઓછામાં પુરા આવા વાતાવરણ વચ્ચે ફરી જબરા ભગત, જબરી અને ઢબુડી આવીને વાતાવરણને વધુ રોમેન્ટિક બનાવે છે. એમાં 

"ભાગી છૂટો, ભાગી છૂટો, ભાગી છૂટો" 

ગીતના શબ્દો તો, ઓર મસ્તીનો માહોલ ઉભો કરે છે. 


ફિલ્મ જેમજેમ અંત તરફ ગતિ કરે છે એમેમ એનો વળાંક પણ, કંઈક અજીબ જ, સ્વરૂપ ધારણ કરે છે. 

યુવરાજ ભોજને શહેરમાંથી ભાગી છૂટવાનો ગુપ્ત માર્ગ બતાવતી લક્ષ્મી. તેણીએ પોતાની દીકરી વિલાસને ભોજ સાથે મોકલવાની ઘડી કાઢેલી યુક્તિ, રાતના સમયે ભોજ અને જબરા ભગતનું કારાગારમાં પ્રગટ થવું. પૃથ્વી વલભ સાથે એ બન્નેનો મિલાપ થવો. મૃણાલના પ્રેમમાં પડેલા મુંજની થોડી ક્ષણો વધુ રોકાવાની તીવ્ર ઈચ્છા. 

આ તમામ ચલચિત્રો વચ્ચે ફિલ્મનો અંત થોડો રહસ્યમય બનતો જણાય છે. 

મૃણાલ જ્યારે મુંજને અંતિમ વખત મળે છે ત્યારે, પૃથ્વી વલભ માલવ પતિ મુંજ, ઉતરાધિપતિ અને દક્ષિણાપથ વચ્ચે પાંગરેલો અગાધ પ્રેમ હવે છૂપો રાખવા નથી માંગતો. એ મૃણાલને સમજાવે છે પણ, ક્યાંક ને ક્યાંક મૃણાલને એની મરીયાદા આડી આવે છે. જો કે અંતે મુંજની છાતી પર માથું મૂકીને સંવાદ કરતી મૃણાલવતી મુંજ સાથે અવંતી આવવા તૈયાર થઈ જાય છે. 

અહીં સ્ત્રી હૃદયમાં પ્રગટ થતું ભોળપણ છાનું રહેતું નથી. પણ મૃણાલ બીજી જ, ક્ષણે પોતાનો નિર્ણય બદલીને સાવ અલગ જ, ચાલ ચાલે છે અને ભાઈ તૈલપને જાણ કરે છે કે, : 

"રાતના ભોજ ગુપ્ત માર્ગે એના માણસો સાથે ભાગી છૂટવાના છે." 

મૃણાલના આ વર્તનથી ક્ષણવારમાં બધું હતું નહોતું થઈ ગયું. 

લક્ષ્મી ગુપ્ત સુરંગ મારફતે યુવરાજ ભોજ અને દીકરી વિલાસને મોકલી રહી હોય છે ત્યારે, મા દીકરી વચ્ચેનો અગાધ પ્રેમ જોઈને તો પથ્થર હૃદયની આંખમાં પણ, આંસુ વહેવડાવી મૂકે છે. તો, સત્યાશ્રયનું રાક્ષસી રૂપ વિલાસવતીનો શિર છેદ કરીને વાતાવરણને દુઃખમય અને વધુ કરુણ બનાવે છે. સત્યાશ્રય વિલાસનું મસ્તક તૈલપના રાજ દરબારમાં લઈને આવે છે ત્યારે, લક્ષ્મીના મોમાંથી નીકળેલા એકેક વેણ કોઈ કાળે આંખને કોરી રહેવા દેતા નથી. વિફરેલી સિંહણની જેમ તરાડી ઉઠેલી દેવી લક્ષ્મીને હવે કોઈ રોકી શકે એમ નથી. 

આ દ્રશ્ય જોઈને હું એક વાત માની ગયો કે, :

"ચંડી જ્યારે રણચંડી બને છે ને ત્યારે પૃથ્વી તો શું? ચવુદ ભુવનને ત્રણેય લોકના એક પણ, નર પતિની તાકાત નથી કે એને રોકી શકે." 

તો વળી મહા સામંત સ્યુન દેશના રાજવી ભીલમનું હૃદય પરિવર્તન અને અવંતી યુવરાજ ભોજની ભીષ્મ પ્રતિજ્ઞા રોમેરોમમાં વીર રસ રેડે છે. આ જ ક્ષણે તૈલપની બહેન મૃણાલ જ્યારે તૈલપને જ, પડકાર ફેંકે છે ત્યારે એક પ્રેમિકા પ્રેમ માટે કઈ હદ સુધી જય શકે છે એનો વાસ્તવિક ખ્યાલ આવે છે. 

ફિલ્મના આરંભમાં હસતો મુંજ અંતમાં પણ, ગજરાજ પાસે હસતો હસતો જાય છે ત્યારે બાળપણમાં સાંભળેલી આનન્દી કાગડાની વાર્તા યાદ આવી જાય છે. ગજરાજના પગ નીચે દબાયને પૃથ્વીને પ્યારો થતો પૃથ્વી વલભ, આ સમયે તૈલપનું હાસ્ય અને તૈલંગ રાજ્યના નગર જનોની ભીની આંખ, યુવરાજ ભોજ સાથે મળીને ભીલમનું તૈલંગ પર આક્રમણ, યુવરાજ ભોજે પુરી કરેલી ભીષ્મ પ્રતિજ્ઞા. 

આ તમામ સાથે ફિલ્મ પુરી થાય છે ત્યારે હૃદય બોલી ઉઠે છે કે, : 

"શ્રેષ્ઠ કોણ ? 

સોળ સોળ વખત માફ કરનાર મુંજ કે, પૃથ્વીને ગજરાજના પગ નીચે કચરી નાખનાર તૈલપ? 

સાચું કોણ ? 

મુંજની વિરોધી મૃણાલ કે, મુંજની પ્રેમિકા મૃણાલ ? 

દોષિત કોણ ? 

વિલાસને ભગાડી જનાર યુવરાજ ભોજ કે, વિલાસનો શિર છેદ કરનાર સત્યાશ્રય ? 

સમજદાર કોણ? 

મુંજને બંધી બનાવનાર ભીલમ કે, સત્યને સાથ આપતી લક્ષ્મી ? 

પાપી કોણ ? 

તપ કરતી વિલાસ કે, ભોજરાજ સાથે પ્રણય લીલા કરતી વિલાસ ?" 


Rate this content
Log in

Similar gujarati story from Abstract