Vaidehi PARMAR

Classics Inspirational Thriller

4  

Vaidehi PARMAR

Classics Inspirational Thriller

માળી

માળી

5 mins
751


"એ હાલો ટિફિન આવી ગયા."

બરાબર ધગધગતા તડકાના બારેક વાગ્યે વાલી ડોશાનો અવાજ આવતો. ગમે તે મૌસમ ચાલતી હોય. બપોરના બાર વાગ્યે વાલી ડોશાનો સાદ સંભળાતો.

દવાખાનું જબરું હતું. ઉપર ને, નીચે બેય જગ્યાએ દર્દીને દાખલ કરવાના વિશાળ રૂમ હતા.

ત્યાં બાર વાગ્યે વાલી ડોશાનો સાદ સંભળાતો. જો સમયની ખબર ના હોય તો જાણીતા લોકો સમજી જતા, બાર જ વાગ્યા હશે. કેમકે તો જ વાલી ડોશાની બૂમ હોય.

વાલી ડોશો સિત્તેર વર્ષીય ગરીબ માણસ. ચહેરા પર એટલી બધી કરચલીઓ પડેલી હતી કે તેને જોતા તેની દયનીય હાલત પર તરસ આવી જાય. કપડાં બેજ જોડી તેના પણ ચોખ્ખા સાફ સુફ. વાળ ક્યારેય ઓળેલા ના હોઈ પણ ચપોચપ તેલ લગાવેલું હોઈ.

કેટલાય વર્ષોથી વાલીડોશા દવાખાનામાં માળી હતા. દવાખાનું શહેરની મધ્યમાં આવેલું હતું. જ્યારે વાલી ડોશા તો નજીકના ગામડે રહેતા હતા. ત્યાંથી સવારે નવેક વાગ્યે સાયકલ લઈને આવે અને આવતાની સાથેજ દવાખાનાની બાર ચાની લારીયે ચા મફતની મળે તે પી લે. પછી દવાખાને આવીને મેદાનમાં એટલી સારી જગ્યા ગોતી તેની સાયકલ ટેકવી દે. અને જબરી પાણીની બોટલ લઈને દવાખાનાની અંદર જઈને પાણી ભરી આવે. અને આખો દિવસ પીધા કરે. બાર ચપ્પલ ગોઢવે અને બેસે ઘડી વાર. જેવું પાણી આવે એટલે સીધાંજ બગીચામાં જાય અને આખા બગીચામાં પાણી પીવરાવે. બગીચો અત્યન્ત સુંદર અને રમણીય હતો. ભાતભાતના ફૂલ છોડ ઝાડ ત્યાં હતા. વાલી ડોશો ત્યાં પાણી પીવરાવે અને આખા બગીચાને લીલવણી કરી દે. વળી ઘડીક બેસે પોરો ખાઈ.

દસેક વાગ્યે ડોક્ટરો બધા આવવા લાગે. બધાને બાર બેસી ઉભા થઈ સલામી આપે. અને ઈજ્જત આપે. ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે વાતચીત કરે. હસી મજાક કરે તેના નાના મોટા કામ પણ કરી દે.

વળી ત્યાં દાખલ થયેલા અજાણ્યા દર્દીને દર્દીના સગા આવે તેને યોગ્ય માહિતી જાણકારી આપે. તેને જમવાનું, ટિફિન, ચા લઈ આપે. અને એમાંથી વાલી ડોશાને પણ અર્ધું મળી રહેતું.

કામ બધુંજ ધીરજ અને ધગજ થી કરે. આરામ પણ કરે. વાતચીત પણ કરે અને આમને આમ તેનો દિવસ પસાર થઈ જાય. રાત્રે સાત વાગ્યે ઘરે જતા રહે.

આજે તો વાતાવરણ સાવ અલગ હતું. વરસાદ નહતો પણ વાતાવરણ સાવ નીરસ હતું.

દવાખાનામાં પણ આજે બધાજ દોડાદોડી કરી રહ્યા હતા.

આજે નવા ડોક્ટર આવી રહ્યા હતા. ડો. ભાગ્યશ્રી આયુર્વેદમાં એમ.ડી ની પદવી મેળવીને તે અહીં સ્થાયી થવા આવી ગયા હતા. શરીરે જાડા, ને ઉંચાઈએ નીચા, રંગે સહેજ શ્યામ, અને ચશ્મા પહેરેલા,પીળા રંગનો તેનો ડ્રેસ. અને સાવ શાંત સ્વભાવ! હસવાનું પણ ફિક્કું ફિક્કું!

તેણે આવતાની સાથેજ તેની ચેમ્બર સંભાળી લીધી.

બધાજ આખો દિવસ તેની જ વાતો કરતા હતા. આખા દવાખાનામાં તેની જ ચર્ચા ચાલતી હતી.

બીજે દિવસે ડો. ભાગ્યશ્રી દસ વાગ્યે તેની કાર લઈને આવ્યા. પાર્કિંગ કરવા માટે તે નવા હતા તેને ખબર નહતી. અને નિયમના પાક્કા હોવાથી તે આડેધડ પાર્કિંગ કરવા માંગતા ન હતા. તેણે ચારેકોર નજર ફેરવી કોઈ દેખાયું નહિ. થોડીવાર થતાંજ વાલી ડોશા દેખાયા. તેણે નજીક જઈને પૂછ્યું.."કાર પાર્ક કરવી છે ને?"

ડો.ભાગ્યશ્રી એ ફક્ત "હા" જ કહ્યું..

ત્યાંજ ડોશા એ ખાલી જગ્યા તરફ ઈશારો કર્યો.

અને ડો. ત્યાં ગાડી પાર્ક કરી દીધી.

રાબેતા મુજબ ડો.તેની ખુરશી પર ગયા. દર્દી તપાસવા લાગ્યા.

તેણે બેલ પાડ્યો ત્યાંજ એક છોકરી આવી.

ડો.ભાગ્યશ્રી. " ભૂખ લાગી છે શું કરવું..?"

પેલી છોકરીએ કહ્યું : "હા હમણાં આવું..!"

અને એમ કહીને તે ત્યાં થી જતી રહી થોડીવાર રહીને તે આવી સાથે વાલી ડોશાને પણ લાવી.

વાલી ડોશો બે હાથ પકડી નીચું મોઢું રાખી ઉભા રહી ગયા.!

ત્યાંજ પેલી છોકરી બોલી: "પૈસા આપી દયો.! અને જે પણ ખાવું હોઈ તે લખી દયો! આ દાદા લઈ આવશે.."

ડો. ભાગ્યશ્રી ને આ વાત ગમી નહિ. તેણે ફટાફટ એક કાગળ પર વેફર્સ નું પેકેટ લખી ને પર્સમાંથી પૈસા કાઢી આપી દીધા. તેનું મોઢું નીચું જ હતું.

તે છોકરી વાલી ડોશા ને બાર લઈ જઈને સમજાવતી હોઈ તેમ કહેવા લાગી.." આમાંથી દસ રૂપિયા તમે રાખજો! અને મેડમે કહ્યું તેજ વેફર્સ લેજો.!"

વાલી ડોશો ખુશ થતા થતા ફટાફટ પગ દોડાવવા લાગ્યા.

અને ફટાફટ લાવીને તે છોકરીને આપી આવ્યા.

થોડી વાર પછી ડો.ભાગ્યશ્રી નાસ્તો કરી બેઠા હતા. ત્યાંજ કાગળનું પડીકું કચરા ટોપલીમાં નાખતા વાલી ડોશો ત્યાંથી પસાર થાય છે. ત્યાંજ ડો. ભાગ્યશ્રી માથું દુઃખતું હોઈ તેમ માથું પકડી કૈક વાંચતા હતા.

બપોર ના બાર વાગ્યા. ઘરે જવાની એક કલાકની વાર હતી.

'હાલો ટિફિન આવ્યું' નો સાદ આવ્યો. અને સાથે જ વાલી ડોશા એ ચા પણ હાથમાં લઈને પેલી છોકરીને ડો.ભાગ્યશ્રી ને આપવા વિનંતી કરી. પેલી છોકરી ચા લઈને તેની પાસે ગઈ

"અરે..! વાહ મને માથું દુઃખતું હતું. ત્યાંજ દવા મળી ગઈ!. ચા મને ગમે હો..!

તમને કેમ ખબર પડી મને ચા ભાવે છે એમ..?"

પેલી છોકરી હસતા હસતા બોલી..

"ના..! હું નથી લાવી મેમ! આપણા દવાખાનાના માળી છે વાલીડોશા તે બધા ડોક્ટર માટે ચા ની સુવિધા કરી આપે તે લાવ્યા છે."

વળી પાછું ડો.ભાગ્યશ્રી ને ગમ્યું નહિ.

પણ તે કઈ પણ બોલ્યા વગર ચા ની ચુસ્કી ભરવા લાગ્યા.

એક વાગ્યો.

ડો.ભાગ્યશ્રી ઘરે જવા માટે બહાર નીકળ્યા. તેની કાર જોઈ તે નવાઈ પામી ગયા. ધૂળથી મેલી તે ચોખ્ખી ચણાક લાગતી હતી. કેમકે વાલી ડોશા એ તેને ભીના પોતાથી સરસ સાફ કરી દીધી હતી.

ડો.ભાગ્યશ્રી કશુંય બોલ્યા નહિ. અને ઘર તરફ જવા ગાડી રસ્તા પર સરસરાટી ભગાડવા લાગ્યા.

ક્રમ મુજબ બીજે દિવસે તે તેના સમય પ્રમાણે આવી ગયા હતા. દવાખાને પ્રવેશ કરતા જ તેને પાર્કિંગ કરવાની જગ્યા ખબર હતી ત્યાંજ મૂકી દીધી.

તે તેની ખુરશી પર બેસવા તેની જગ્યાએ જતા હતા ત્યાંજ 'ધબ..!' કરતો અવાજ તેને સંભળાયો.

તે આમ તેમ ચારે કોર જોવા લાગ્યા.

આગળ કઈ દેખાયું નહિ તો તે વધારે આગળ જોવા ચાલવા લાગ્યા.

ત્યાં ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા. જોયું તો વાલી ડોશાને ચક્કર આવવા થી તે નીચે ગબડી પડ્યા હતા.

ડો.ભાગ્યશ્રી ને ખબર પડતાજ એટલા લોકોને ધક્કો મારીને તે વાલી ડોશા પાસે જઈને બેસી ગયા. તેનું માથું ખોળામાં લઈને ચેક કર્યું. ખાલી નબળાઈને લીધે ચક્કર આવી ગયા હતા.

ડો.ભાગ્યશ્રી ના અઘ્ધર ચડી ગયેલ શ્વાસ નીચે ઉતર્યા. તેણે પ્રેમથી વાલી ડોશાને ઉભા કર્યા. અને પાણી પીવરાવ્યું.

પછી જોરથી ગુસ્સો કરતા બોલ્યા..

" કીધું હતું ને હવે ઘરે રહો! તમારે હવે નોકરી કરવાની જરૂર નથી. હવે હું કમાવ છું, આરામ કરો. અને હવે મારે દવાખાનાંનો બીજો દિવસ છે. હવે મને નવું નવું નથી લાગતું! હવે હું એકલી આવી જઈશ.!"

કહેતા ડો.ભાગ્યશ્રી ગુસ્સામાં તેની કારમાં બેસાડી વાલી ડોશાને ઘરે લઈ ગયા.

ત્યાં ઉભેલા બધાજ લોકો નવાઈ પામી ગયા.

ત્યાંજ દવાખાનાના વર્ષો જુના અને વાલી ડોશાના મિત્ર બોલ્યા..

"આખી જિંદગી દવાખાનામાં નોકરી કરી, મહેનત કરી, બધા ડોક્ટરોને જોઈને વાલી ડોશો બોલતો.. 'જેટલી મહેનત થાઈ એટલી કરીશ પણ મારી દીકરીને ડોક્ટર બનાવીશ.' હવે બની ગઈ તોય આરામ નથી કરતો...!!"


Rate this content
Log in

Similar gujarati story from Classics