મિસિસ જ્યોર્જ
મિસિસ જ્યોર્જ
"મિસિસ જ્યોર્જ .."
વોશિંગ્ટનમાં એક ચા, કોફી, અને મીઠાં દૂધ માટેનું એક સુંદર કેફે હતું.
તેની બાજુમાં એક ભવ્ય યુનિવર્સિટી હતી. ત્યાં અનેક યુવક યુવતીઓ અભ્યાસ કરતા. તેને અડીનેજ તે કેફે હતું જેનું નામ હતું. મિસિસ.જ્યોર્જ.... ટી શોપ...
સવારે છ વાગ્યામાં તો મિસ્ટર જ્યોર્જ તેનું કેફે ખોલી નાખતા. ત્યાંજ અંદર તેનું મકાન.
આસપાસ વોક અને એક્સરસાઇઝ કરવા માટે ગાર્ડન હતું. જેને લીધે સવારે સિનિયર સીટીઝન આવે તેની સાથે તેના જર્મન્જેફર જેવા ડોગ પણ હોય. ત્યાં એક લાફિંગજોન ચાલતું હતું. જેમાં પચાસ જેટલા સીનીયર સીટીઝન સ્ત્રીઓ પણ તેમાં શામેલ હતા. બધાની ઉંમર પચાસ પછીની ગણવી. તે સહુ સવારે ત્યાં લાફિંગજોનમાં આવતા, બેસતા ને ખડખડાટ હસતા તો ક્યારેક મોર્નિંગવોક પણ કરી લેતા. પછી સીધા પહોંચી જતા જ્યોર્જના એ કોફી શોપમાં..
કોઈ ચા, કોઈ કોફી, તો કોઈ મીઠું દૂધ પીતું, જ્યોર્જ પણ બહુ માયાળુ હો! કેફેમાં આવેલા સિનિયર સીટીઝનના ડોગને મફત બિસ્કિટ આપતા.
જ્યોર્જ એ તેની કેફેમાં બે વર્કર રાખ્યા હતા. જે બધુજ કામ કરતા. જ્યોર્જ ઘણી વાર કસ્ટમર સાથે કલાકો કલાક બેસી રહેતા.
એટલુંજ નહિ યુનિવર્સિટીના યુવક યુવતીઓ કેફેમાં આવે તો તેની સાથે પણ હળીમળી જતા.
જ્યોર્જ એટલા બધા લાંબા હતા પણ તેના બુઢાપામાં તે શરીરે નમ્યા ન હતા. સિત્તેર વર્ષનાં જ્યોર્જ પ્રોફેસર હતા. પછી તેણે તેનો સમય આ કેફેમાં વિતાવવાનું વિચાર્યું.
સવારે વહેલા કેફેમાં આવી જાય. ચર્ચ તો રોજ જવાનું અને તે પણ ચાલીને, પછી કેફેમાં આખો દિવસ રહે.
ચર્ચમાંથી પાછા ફરતી વખતે તેનો એક નિત્યક્રમ..
ચર્ચમાંથી બાર નીકળતા ફૂલના ગુચ્છાઓ, મીણબત્તીઓ વેચતા,જ્યોર્જ હંમેશા તેની ખરીદી કરતા ફરજિયાત લેતા..
રોજ રોજ લેતા....
પણ ચર્ચની અંદર જવા સમયે લઈને જાય તો સમજાય કે ઈશુંને માટે મીણબત્તીઓ અને ફુલ લેતા હશે. પણ તેનું ખાતું સાવ ઊંધું,
તે ચર્ચમાંથી પ્રેય કરીને જ્યારે બાર નિકળતા પછી મીણબત્તીઓ અને ફૂલો ખરીદતા.
બધાને નવાઈ લાગતી...
સવાર સવારની એ ઉભરાતી લાગણી સાથે જ્યોર્જ હાથમાં લાકડી માથામાં ટોપી સરસ સૂટ પહેરીને એ સુમસામ રસ્તા પર ફટાફટ ચાલતા હતા. તેના શૂઝ એટલા બધા અવાજ કરતા હતા કે આ દયનિય હાલત જોઈ રસ્તો તેનો અવાજ શાંત બનીને સહી લેતો. દયનિય હાલત એટલા માટે કે તે વારંવાર ઉધરસ ખાતા.
આખરે ચર્ચ આવ્યું.જ્યોર્જ એ લાકડી અને તેના શૂઝને બહાર જ રાખ્યા. તે અંદર પ્રવેશ્યા હંમેશાની જેમ પેલી બેંચે બેસ્યા. કેમકે તે હંમેશા સૌથી પ્રથમ આવતા. તે ત્યાં જઈને ઉભા રહી ગયા.
અંધારું હતું. જબરું ચર્ચ અંદર ફક્ત મીણબત્તીઓનો જ આછો પ્રકાશ હતો. જ્યોર્જને આંખમાં પણ પુરેપુરા નંબર હતા પણ, ચશ્માં પહેરવાનું ક્યારેક જ સાંભરે. તે નીચું માથું રાખીને મનમાં કૈંક બબડતા હતા.
પાછળથી કોઈ સીટી વગાડીને તેને બોલાવી રહ્યું હોય તેવો તેને ઝીણો અવાજ આવ્યો. તેને પાછળ જોયું. કેટલી બધી બેન્ચ. વળી આછું પ્રકાશ ને, વહેલી સવાર તો ઘોર અંધારું.
તેણે તરતજ આગળ મોઢું ફેરવી લીધું ત્યાંજ સામે થી....
"બ્લા....."
જેવો જબરો અવાજ આવ્યો. જ્યોર્જ ડરી ગયા તેણે તેની છાતી પર હાથ મૂકી દીધો અને નીચે પડતા પડતા રહી ગયા. કેમકે કોઈ કુમળા હાથે આ વૃદ્ધને પકડી લીધા.
થોડા સ્વસ્થ થઈને તેણે જોયું અને તે ચિડાયા, રોષ સાથે બોલવા જેઇ રહ્યા હતા પણ પ્રેમથી શબ્દો પડ્યા...
"બેલા...!માય ચાઈલ્ડ તું??"
સામે વિસ વર્ષની સુંદરી સફેદ ફ્રોકમાં ખડખડાટ હસી...
બેલા ચર્ચની બાર મીણબત્તીઓ અને ફૂલો વેંચતા માર્કની નાનકડી દીકરી. સવારે તે માર્ક સાથે આવતી ચર્ચમાં પ્રેયર ગાવા અને પછી ફૂલના ગુચ્છાઓ પેક કરવા માર્કની મદદ કરતી. અને રોજ જ્યોર્જ તેની પાસેથી ફૂલ અને મીણબત્તીઓ લેતા માટે બન્નેનો નિર્દોષ સબંધ બંધાઈ ગયો હતો
. બેલા ઘણીવાર જ્યોર્જને ડરાવતી
તેને આમ જ્યોર્જને ડરાવીને ગજબ આંનદ મળતો....
જ્યોર્જ ઘણીવાર તેની પાછળ લાકડી લઈને પણ દોડતા... બેલા પર કોઈ અસર થતી નહિ.
બેલાએ, 'સોરી' કહી માફી માંગી, અને વળી સહેજ ધક્કો આપી રુઆબ કરતી પ્રેયર બોલવા ગઈ... પ્રેયર પતે એટલે તરત તે ચર્ચમાંથી જ્યોર્જ સાથે બહાર નીકળતી અને તેને મીણબત્તીઓ અને ફૂલો જાતે થેલીમાં પેક કરી દેતી...બેલા અને જ્યોર્જ ચર્ચમાંથી નીકળતા હતા ત્યારે બેલાએ પૂછી જ લીધું.
"શુ પ્રેયર કરતા હતા?"
"મિસિસ જ્યોર્જ માટે...!"એટલું બોલી જ્યોર્જ ફિક્કું હસ્યાં..
"આજે તમને ફૂલનો એકેય ગુંછો નહિ મળે અને મીણબત્તીઓ પણ એકેય નહિ મળે!!"
બેલા અકડમાં બોલી...
"પણ કેમ? રોજ તો તું મને આ વિવિધ ફૂલોમાંથી સરસ સરસ ફૂલ ગોતી ગુંછો બનાવી આપતી..!"
"નહિ...! આજે નહિ, જ્યાં સુધી તમે મને સાચું નહિ કહો ત્યાં સુધી નહિ આપું..!"
બેલા જ્યોર્જ પાસે કંઈક સત્ય જાણવા માંગતી હોઈ એવી રીતે વાત કરી...
"શુ કહું બેલા?"
જ્યોર્જ આંખો ભેગી કરીને બોલ્યા...
"આ જે તમે ગાંડા લોકો જેવું વર્તન કરો છો એનું શું?? દરેક માણસ અહીંથી ફૂલ મીણબત્તીઓ ખરીદી ને લઈ જાય છે પણ ચર્ચમાં જતા પહેલા. તમારી જેમ ચર્ચની બાર નીકળીને નહિ..!"
જ્યોર્જ ખડખડાટ હસ્યાં અને બોલ્યા.... "બેલા!! ઈશ ફક્ત ચર્ચમાં જ નથી રહેતા એ મારા ઘરે પણ રહે છે તારા ઘરે પણ રહે છે અત્ર તત્ર સર્વત્ર તે છે...!"
"તો શું તમારા ઘરે પણ ચર્ચ બનાવ્યો છે કે શું?
તમે ઘર માટે ફૂલ ને મીણબત્તીઓ લઈ જાવ છો..!"
"ના બેલા... હું તેના માટે નથી લઈ જતો!"
"તો??"
"તું મારી કોફી શોપ પર કેટલી વાર આવી છો..!"બેલા વિચારે ચડેલી જ્યોર્જના એ સવાલ પર...
પછી બોલી.. "ઘણી વાર"
" તો કહે મારા કેફેનું નામ શું છે??"
બેલાએ જ્યોર્જને તરત જ જવાબ આપી દીધો.."મિસિસ જ્યોર્જ!!"
"હા... તો આ ફૂલ હું મિસ જ્યોર્જ માટે લઈ જાવ છું..
મિસ જ્યોર્જ મારા પત્ની અને તેની કોફી મારા મિત્ર મંડલ માં ભારે વખણાયેલી માટે આ શોપ બનાવી અને મારી પત્નીનું નામ રાખ્યું..."
"અરે.....
તો પછી આ ફૂલ???
બેલા ઉત્સાહથી બોલી..
"મિસ જ્યોર્જ બહુજ જીદી છે. તેને ગુસ્સો હમેશા નાકે જ ચડેલો રહે છે. તે નાની નાની વાત માં રિસાઈ જાય છે માટે હું તેની માટે રોજ ફૂલ લઈ જાવ છું..!"
બેલા હસી અને બોલી.. ફૂલથી માની જાય મિસ જ્યોર્જ???"
"હા કેમ નહિ..?તરત જ માની જાય"
બેલા કહે...
"તો રોજ રોજ શું કામ લઈ જાવ છો? ભૂલ હોઈ ત્યારે લઈ જવાય ને?
જ્યોર્જ કહે...
"નહિ... પુરા દિવસમાં એક વાર તો હું ભૂલ કરું છું..!
ચશ્મા ના પેરવા, બ્રેડ ના ચાવવી, તબિયતનું ધ્યાન ન રાખવું, આ બધી મારી ભૂલો જેને મેં વચન આપ્યું છે કે તોડીશ નહિ પણ ભૂલ થઈ જાય. ક્યારેક ચશ્મા ભુલાય જાય તો ક્યારેક બીજી ભૂલ થઈ..!
અને જો ભૂલ ના થાય તો પણ ફૂલ લઈ જાવ છું કેમકે મારી પત્નીને ફૂલ ગમે છે..બહુજ ગમે છે..!"
બેલા કહે..
"આજે તો મને મિસ જ્યોર્જને મળવું છે અને આ વાત કહી દેવી છે રોજ તમારા માટે ફૂલ લાવે છે અને ભૂલને ભુલાવી દે છે?
જ્યોર્જ હસ્યાં...ને મૌન રહ્યા..
બેલા બોલી...
" અને જો તે ભૂલ કરે તો??"
"તે ભૂલ કરે તો હું તેને માફ કરી દઉ તે ફૂલ ના લાવી દે..!"
બેલા હસી અને બન્ને ચાલવા લાગ્યા...
કોફીશોપ આવી ગયું...
આગળ ચર્ચ અને તેની પાછળ કબરીસ્તાન...ત્યાં મિસિસ જ્યોર્જની કબર પર બેલા અને જ્યોર્જ એ ફૂલ મુક્યા અને ફરી કોફી શોપ પર આવી ઘરે મિસ જ્યોર્જની છબી પર મીણબત્તી જગાવી...
વિસ વર્ષની બેલા અને સિનિયર સીટીઝન કહેવાતા જ્યોર્જ બન્નેની મિત્રતા એકમેકનની સામે ફરકતા નિર્દોષ સ્મિતમાં ફરકી...
બેલા અને જ્યોર્જ બન્ને કોફી પીવા કેફે તરફ ગયા....!