પાંચ દીકરીઓ
પાંચ દીકરીઓ
શહેરની નાનકડી એવી કોલોનીમાં 'પાંચ છોકરીઓની' વાતુંએ તો આખી કોલોનીની સ્ત્રીઓ માટે એક વહેતી વાત અને પંચાત કરવાનો મોટો મુદ્દો શોધી કાઢ્યો હતો.
બરાબર ચાર રસ્તા પડતા હતા ત્યાં થાંભલા પાસે ચાર પાંચ સ્ત્રીઓ ભેગી થઈને ગપ્પા મારી રહી હતી.
બાઠિયાની વહુ મંજુ તો જબરી હો. પંચાત ની મંડળીનો વડીલ.
ચંપા તો કોના ઘરમાં મીઠું ઘટ્યું તેની પણ જાણકારી રાખતી. જ્યારે કેટલાય વર્ષોથી સાંધાના દુ:ખાવાથી પીડાતી મણી તો હું કૈક છું એવો ભ્રમ રાખતી. અને યજ્ઞા તો ના પૂછો વાત! સાસુને પથારીવશ સાચવતી ક્યારેક મારઝૂડ પણ કરી લેતી અને, પતિને તુકારો કરી ઘર ઘર પર નજર રાખતી સી.સી.ટીવી ફૂટેજ. આ બધી શેરીમાં રોજ પાંચ વાગ્યે ભેગી થતી. થાંભલો પણ ઘણી વાર કંટાળીને પ્રકાશ પાથરી જીવડાં ભેગા કરી ભગાવી દેતો. પણ આજે આ બધીજ સ્ત્રીઓ ઉઠે એમ નહોતી. કારણ આજે પંચાત મહેફિલમાં નવીજ ખબર આવી હતી. ખબર એ હતી કે પેલા ઘરમાં રહેતો પરિવાર લલિતભાઈ અને તેની પત્ની ભૂમિકાબેનને ત્યાં પાંચમી દીકરીનો જન્મ થયો છે.
બધીજ ભેગી થઈ ગઈ હતી.
મણીબેન ખોંખારો ખાતા બોલ્યા: "અરે..રે..! બિચારાને પાંચમી દીકરી જન્મી.! સાત વર્ષ થી અહીંયા રહે છે. પણ કંઈક મર્યાદામાં રહેવાય.!"
"દીકરીઓ તેની ચારેય મોટી બધી છે. હજી ક્યાંય લગ્ન કરાવ્યા નથી અને ખાસ તો બહું જ આઝાદ થઈને ફરે છે. દીકરો નથી તો પછી હવે ઘર ભેગી કરી દેવાય કય વિચારાય નહિ બોવ..!"
યજ્ઞા: "હું તો અડીનેજ રહું છું. બદ્યુય પાસે ફોન છે હો!. અને તેના માબાપ તો કેવી રીતે તેને બગાડે છે!. આમ કય ચાલતું હશે?"
મંજુબેન વળી વચમાં પડ્યા અને બોલ્યા: "ગમે તેટલું ફરવા દેય, ઓઢવા પેરવા દેય, રખડવા દેય, લાડ કરાવે દીકરી ઈ દીકરી હો. એ કય છોકરાઓની સાથે ચાલે?"
"બિચારા ભૂમિકાબેન ને લલિત ભાઈ છોકરો જન્મ્યો હોત તો સારું હોત. પણ હવે કરમની કઠણાઈ.!
બિચારીઓ ભાઈ વગરની અત્યારે સમય કેવો ખરાબ છે.!
ભાઈ એક હોત તો ઢકાંઈ જાત બધી બેનું. પણ ભગવાન આગળ આપણું કય ચાલે નહિ હો...!!"
બધીજ બૈરીઓ ભેગી મળીને વાતો કરી રહી હતી. વખાણ કરતી હતી કે પછી વાંક કાઢી રહી હતી તે સમજાતું ન હતું. પણ તેઓની વાતો ચાલતી હતી અને મશગુલ હતી.
સાંજ પડતાજ મણિબેનને ઈ ટીવી ગુજરાતીમાં સમાચાર જોવાની ખાસ ટેવ.
રોજની ટેવ પ્રમાણે તે ખાટલા પર ટીવી ચાલુ કરીને બેસી ગયા. અને 'શાકમાં ઓછું તેલ નાખજો' કહેતા વહુને રસોડામાંથી સાદ પાડ્યો.
સમાચાર શરૂ થયા.
'ફલાણા ગામમાં આટલી ડીગ્રી ઠંડી પડતા એક પ્રૌઢનું મોત,'
' ફલાણા ગામમાં સગીરાને ભગાડી જતો ફલાણા ગામનો યુવક,'
'ફલાણા ગામની સીમમાં દીપડો ઘુસી જતા ઝૂંપડીમાંથી ચાર માસની બાળાનો શિકાર..!'
અને છેલ્લે ખાસ તો બે બહાદુર છોકરીઓની દાસ્તાન..!
માતાની ડિલિવરી માટે રાત્રે દવાખાનેથી પરત આવતી છોકરીઓએ જાતને બહાદુર બતાવી પોતાની ઈજ્જત બચાવી.
આ સમાચાર સાંભળીને તો મણીબેન સ્તબ્ધ થઈ ગયા.
અને વળી પાછા કોલોનીમાં ભેગા થઈને પંચાત મિટિંગ બોલાવી. બધીજ એક હોકારેતો ભેગી થઈ જાય.
"તમે કય સમાચાર સાંભળ્યા??"
મણીબેને એક શ્વાસે બોલી નાખ્યું
"ના..શેના સમાચાર?"
રાત્રીના નવ વાગ્યા હતા.
મોટું શહેર અને ત્યાંનો ઘોંઘાટ..માત્ર વાહનોનો જ નહીં, માણસોનો પણ અવાજ. હિના આમતો ચાલવાની સાવ આળસુ હતી!. પણ અત્યારે તેની મોટી બહેન સાથે રસ્તા પર ફટાફટ ચાલી રહી હતી. કેમકે રાતનાં નવ વાગી ગયા હતા. હિના અને તેની બેન ઈન્દુ ઘરથી બે કિલોમીટર દૂર હતી. તે ડરેલી હતી કે હમણાં ઘરેથી મોટી બેનનો ફોન આવશે અને તે ખિજાશે..
બન્ને ના પગ ઝડપી વેગે ચાલી રહ્યા હતા.
ત્યાંજ ઘણા સમયથી પોલીસની તૈયારી કરતી હિના પર તેની મોટી બેનને દયા આવી ગઈ.
"બિચારી પપ્પા એ નાનપણથી જ ગાડી લઈ દીધી છે ચાલવાની તેને ટેવ નથી. અને રોજ પોલીસ બનવા માટે સવારે વહેલી છ વાગ્યે ઉઠે છે. ક્યારેય બારનું જમતી નથી. બાફેલા ચણા ખાઈ છે. બીજી બધી છોકરીઓની જેમ ક્યારેય કોઈ શણગાર કર્યો નથી. છોકરા જેવા કપડાં પહેરીને આખો દિવસ મહેનત કરે છે.
તે ચાલવાની આળસુ છે. તો રીક્ષા બંધાવી લઉં. વધી વધીને ત્રીસ રૂપિયા લેશે.! સમયસર ઘરે પોહચી જઈએ અને તે થાકી પણ ના રે..!"
હિના પર તરસ ખાતી તેની નાની બેન ઈન્દુ રીક્ષા માટે હીનાને કહેવા લાગી. ઈન્દુ બહુજ ભોળી ને લાગણીશીલ હતી. પણ શોખીન. તે ચાલવા બેસે તો કોઈ તેની સાથે ચાલી ના શકે. વળી પૈસાની પાઈ પાઈ બચાવે એવી. ગમે તેટલું દૂર હોઈ મોડું થયું હોય રીક્ષા તો નાજ કરે. ચાલવાનુજ પસંદ કરે. પણ આજે નવ વાગી ગયા હતા. અને હિના પણ થાકી ગઈ હતી.
આગળ રોડ પૂરો થઈ ગયો હતો. અને કાચો રસ્તો શરૂ થઈ ગયો હતો. હીનાએ રીક્ષા માટે હાથ લંબાવ્યો.
પચાસેક વર્ષનો એક પુરુષ સીટી વગાડતા વગાડતા રીક્ષા રોકી. ઈન્દુ બોલી.."આ જગ્યાએ જવું છે. .?"
"હા
ત્રીસ રૂપિયા થશે..!"
રિક્ષાવાળો બોલ્યો..!
"અરે..! ત્રીસ રૂપિયા થોડા હોઈ..?? અમે કય અજાણ્યા નથી.! વિસ રૂપિયામાં આવીએ છીએ.!"
ઈન્દુ ખિજાતી હોઈ એમ બોલી.
"સારું બેસી જાવ..!"
ખુશ થતી થતી ઈન્દુ પેલા બેઠી.
પછી હિના બેઠી.
રીક્ષામાં વાદળી લાઈટ ચાલુ હતી. રસ્તો સુમસામ હતો.
હિના અને ઈન્દુ તેની ધૂનમાં વાત કરવામાં મશગુલ હતી.
રીક્ષા વાળો ભાઈ દરેક વખતે ટૂંકા રસ્તા પસંદ કરતો હતો.
ક્યાંય થી ક્યાંય જઈ રહ્યો હતો. રોડ ક્યાંય દેખાતું ન હતું. લોકો પણ દેખાતા ઓછા થઈ ગયા હતા. વાહનોનો કોઈ નામોનિશાન ન હતો.
છતાંય રિક્ષાચાલક શોર્ટકર્ટ માંથીજ નીકળે જતો હતો.
પણ આખરે જ્યાં કોઈ રસ્તો ન હતો. સીધાંજ રસ્તા પરથી તેને ત્રાસુ જે ખુલ્લું ગોડાઉન હતું ત્યાં કોઈ રસ્તો નહતો. કોઈ રહેતું નહતું ઘોર અંધારું હતું. ત્યાં તે રીક્ષા ચાલકે તેની રીક્ષા ચલાવી.
વાતોમાંથી બાર નીકળી ઈન્દુ બોલી.. "અરે..! ભાઈ આ તમે ક્યાં જાવ છો..?
અહીં કોઈ રસ્તો જ નથી..!"
એટલું સાંભળતા તે રિક્ષાચાલકે તેની રિક્ષાની ઝડપ વધારી અને બેફામ રીક્ષા ચલાવવા લાગ્યો.
આટલું જોતાજ હિના વિચારતી થઈ ગઈ.
અને તેણે કઈ પણ જોયા વગર રિક્ષાનું આગળ જે સ્ટેન્ડ લગાવ્યું હતું. તે જોરથી પકડી ચાલતી રિક્ષામાંથી છલાંગ મારી.
અને જોરથી હેન્ડલ પકડી રાખ્યું.
રિક્ષાતો તેની ઝડપથી ચાલતીજ હતી. અંદર ઈન્દુ બેઠી હતી.
રિક્ષાવાળો ફટાફટી ચલાવ્યા જતો હતો. હિના સ્ટેન્ડ પકડી પાછળ પાછળ ભાગતી હતી. સુમસામ સડક પર અંધારાની ગલીમાં ગોડાઉન તરફ...
આખરે તેણે હિંમત કરીને રિક્ષાચાલકની કોલર પકડીને તેને ચાલતી રિક્ષાએ ઊંધે માથે પછાડ્યો.
રિક્ષાવાળો ત્યાં અંધારામાં જમીન પર ગબડી પડ્યો.
રિક્ષા થોડી આગળ ચાલી અને ત્યાંજ ઉભી રહી ગઈ. હીનાએ ફટાફટ ઇન્દુને નીચે ઉતારી અને રિક્ષાચાલકને ઢોરમાર માર્યો.!
તરતજ પોલીસ ને ફોન કર્યો.
અને રિક્ષાચાલકની ધડપકડ કરવામાં આવી.
ઇલીગલ રસ્તા પર રીક્ષા ચલાવવા બદલ. બે છોકરીઓને અજાણી જગ્યા પર લઈ જવા બદલ.
સુરક્ષિત ઇન્દુને હિના ઘરે લઈ ગઈ. અને ઘરે કોઈને કહ્યું પણ નહીં કઈ..!
ખાટલામાં સુતેલી ઈન્દુની માને સમાચાર જોઈ પાંચમી દીકરી જન્મી તે બદલ ખુશી થઈ...
"અને હવે દીકરાની આશા એ મા નહિ બનું.! મારા ઘરે પાંચ પાંચ દીકરા છે..!"
કહેતા તેણે તેની પાંચમી દીકરીને તેડીને બાથ ભીડી લીધી..
(સત્યઘટના આધારિત)