કિંમતી ખજાનો
કિંમતી ખજાનો


આખું ફળિયું મૌન થઈને નેવું વર્ષીય વૃદ્ધ પુરુષની સામે તાકી રહ્યું હતું.
નાનકડા એવા રામપુરના નેવું વર્ષીય વૃદ્ધ વિરાભગતથી ઓળખાતા. પણ, આજે એ વિરાભગત સુન્ન હતા. મોટું ફળિયું વચ્ચે તેનો ખાટલો ફળિયાની જમણી બાજુ બે ઓરડા અને ફળિયાની ડાબી બાજુ પણ બે ઓરડા બનાવેલા હતા. કેમકે તેની ઈચ્છા હતી કે બન્ને દીકરાઓ શાંતિથી રહી શકે.
તેની જિંદગીની શરૂઆત તેણે પાંચ વીઘા ખેતરને ખોદીને શરૂ કરી હતી. અત્યન્ત ગરીબી વચ્ચે હીરાભગતની ઈમાનદારી એટલી બધી ચોખ્ખી કે ખેતરમાં પાક સારો ન થાય તો કડિયા બની જતા એવા કડિયા જેણે ગામના મોટા ભાગના મકાન, દુકાન, નિશાળ બનાવેલી. તેના બે દીકરા મનસુખ અને જયસુખ. બન્ને દીકરાઓને ભણાવ્યા અને નોકરી ઉપર ચડાવ્યા.બંનેના લગ્ન કરાવ્યા.
વીરા ભગત અત્યારે ખાટલા પર નિરાંતે સુતા હતા. તેણે ગામના લોકોને અને વકીલને બોલાવીને જમીન, ઘરને, તમામ વસ્તુઓના ભાગલા પાડી દીધા હતા. પણ.. એક નાનકડી પેટી હતી જેમાં વિરાભગતે કહ્યું હતું કે,, "આ પેટી બહુજ કિંમતી છે. અને આ પેટીનો ભાગ નહિ થાય કેમકે મારી જિંદગીનો સવથી અમૂલ્ય અને કિંમતી ખજાનો છે આમાં. માટે આનો ભાગ નહિ પડે અને આ પેટી મારી સાથે મને મોકલવામાં આવે, મારી લાશ સાથે આ પેટીને મુકવામાં આવે ! બાકી બધી જ વસ્તુઓના ભાગ પાડી દીધા છે !"
વિરાભગત આટલું કહીને મોતને ભેટી સુઈ ગયા. વિરાભગત એકાંતમાં જીવ્યા હતા તેની વૃદ્ધાવસ્થા દરમિયાન. પણ એક દિવસ કિંમતી હતો જ્યારે મોટા દીકરા મનસુખને ત્યાં એક દીકરીનો જન્મ થયો. વિરાભગતની જિંદગીની સોનેરી પાંખ એટલે કે મનસુખની એક હિનાની દીકરી.વિરાભગતે દીકરીને તેના ખરડાયેલા બન્ને હાથ વચ્ચે સમેટી અને કોમળતાથી તેને હ્ર્દય સાથે ભેટી પડ્યા. આ વૃદ્ધને દીકરીને તેડીને તેના કોમળ અંગોને સ્પર્શીને જિંદગી આખી મહેનત કર્યાનો થાક ઉતરી ગયો.
વિરાભગતે મમતા અને વત્સલ્યના છલંકાટથી દીકરીનું નામ રુતા પાડ્યું.
રુતા પણ દાદાની ભારે લાડકી. દાદા સાથે ઉઠી જાય અને સવારે દાદા સાથે ખિલખિલાટ હસતી જાય.
વિરાભગતની દરેક સવાર તાજગી સભર થવા લાગી. દરેક સવારની કિરણ એક નવું વાત્સલ્યને, પ્રેમ સાથે અવતરતી. થોડા સમય પછી દીકરા મનસુખને વિદેશ જવું પડ્યું. ત્યાં સારા એવા પૈસા અને બિઝનેસ માટે જવું ફરજીયાત હતું. તેની સાથે નાનો ભાઈ પણ ગયો. રોજ આંગણું હસતું, ખિલખિલાટ કરતું પણ હવે આ આંગણું ફક્ત હિરાભગતને સાચવતું. કેમકે બન્ને દીકરા તેની વહુ અને લાડકી રુતા પણ વિદેશ ચાલી ગઈ. રુતા વિસ વર્ષની થઈ ત્યાં સુધીમાં એકજ વાર દાદા પાસે આવેલી બાકી તો ઘણીવાર વિરાભગતના દીકરા આવતા ડોશાને મળવા તેને પૈસા આપવા.
મનસુખ કહેતો "આખી જિંદગી બહુજ કામ કર્યું હવે બેસીને ખાવાનું છે. અમે બન્ને કમાઈએ છીએ તમારે હવે આ ખેતર, ઘર, બધુજ મૂકીને અમારી સાથે આવવાનું છે !"
પણ હિરાભગત માનતા નહિ. તે વિદેશમાં જવા નહતા માંગતા એટલે તેણે તેનું વતન છોડ્યું નહિ. પણ આધુનિક યુગના લીધે વિરાભગત રોજ વ્હાલી દીકરી રુતા સાથે વિડિઓ કૉલમાં વાત કરતા. દીકરી રુતાને જોઈને દાદા તમામ દુઃખ દર્દ ભૂલી જતા. રુતા પણ ત્યાં બેઠીબેઠી દાદાને બધીજ વાતો કરતી અને દાદાનું ધ્યાન રાખે એવી હમેશા વાતો કરતી. રુતા કહેતી કે, "દાદા તમે અહીં આવતા નથી અમારી સાથે રહેવા. ત્યાં એકલા રહો છો તમને એકલું એકલું ના લાગે માટે હું તમારી માટે એક ભેટ મોકલીશ !"
અને રુતાએ પપ્પા સાથે એક રેડીઓ મોકલાવ્યો. મોંઘો એ આધુનિક રેડીઓ જેમાં સમાચાર, ભજન, ગીત, ઘણું બધું સંભળાતું દાદાને આ ભેટ એટલી બધી કામ આવી કે તેને તેની એકલતા નડી જ નહીં. તે રેડીઓ આખો દિવસ સાંભળતા ઘણીવાર તો રુતાએ ગાયેલું દાદા માટે કંઈક બોલેલું પણ સાંભળવા મળતું. વિરાભગતને દીકરી રુતા તરફથી મળેલી આ ભેટ ઘણું કામ આવતી. એકલું ના લાગે, સમય પસાર થઈ જાય, ગામોગામની ખબર પડતી, ઘણું બધું શીખવા જાણવા મળતું.
પણ એક દિવસ રુતાને દાદા પાસે આવવું જ પડ્યું કેમકે વિરાભગત છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા.
તેની અંતિમ ઈચ્છા હતી કે દીકરી રુતા સાથે છેલ્લો સમય વિતાવવો.
વિરાભગતની તબિયત લથડાતા તેણે મોટા દીકરાને સમાચાર મોકલ્યા
"તમે બન્ને ભાઈઓ તમારા પરિવાર સાથે અહીં આવતા રહો હું જમીન, મકાનના ભાગ પાડી દઉં અને દીકરી રુતાને છેલ્લી વાર જોય લઉં !"
બધાજ એક સાથે નીકળી ગયા.
રુતા પણ સાથે હતી. દાદાને મળવાની ઈચ્છાઓ સાથે રુતા હરખાતી હતી. રુતાને ખબર નહતી કે તેના દાદા બીમાર છે. વિમાન મોટા શહેરમાં આવીને થોભ્યો. પણ ત્યાંથી તેના ગામડે જવા માટે બસ આવે તે બસની રાહે ઉભા હતા. બસ આવી ગઈ. ધીરે ધીરે રસ્તો પસાર થવા લાગ્યો. ગામ આવ્યું. પહેલું મંદિર જે આવતાની સાથે રુતાને યાદ આવ્યું જ્યારે તે નાની હતી અને ઘરે તોફાન કરતી ત્યારે દાદા રુતાને લઈને મંદિરે બેસવા આવતા. દાદા સાથે આજ મંદિરના ઓટલે બેસતી અને રમતી.રુતાને આ યાદે રડાવી દીધી.
આગળ વધતા એક મોટી દીવાલ વાળી નિશાળ આવી. રુતાની બાળપણની યાદ તાજી થઈ જ્યારે દાદા આ ઇમારત ચણતાં ત્યારે રુતા પણ ધૂળથી રમતી. તે આખરે પોહચી ગયા. ઘરે ભીડ હતી. ગામના લોકો ભેગા થઈ ગયા હતા. કેમકે વીરા ભગત એક ઈમાનદાર અને સત્યને વળગી રહેનાર વ્યક્તિ હતા. ગામના લોકોને ભારે ભરોસો માટે હર કોઈ તેને ભગત કહીને બોલાવતા. વિરાભગતની પત્ની તો મનસુખના લગ્ન પછી મૃત્યુ પામ્યા હતા. અને એકલા પડી ગયેલા વિરાભગત વધુ એકલા પડ્યા જ્યારે રુતા પણ વિદેશ ચાલી ગઈ. મનસુખ તેની પત્ની અને જયસુખ તેની પત્ની સાથે ઘરે પોહચ્યો ત્યાં તો દાદા એ મોતને ગળે વળગાડી લીધો હતો.બધા જ દુઃખી થઈ ગયા. રડવા લાગ્યા. સવથી વધારે આઘાત તો રુતાને લાગ્યો હતો. આખરે દાદાની અંતિમયાત્રાને પૂર્ણ કરવાનો સમય આવી ગયો. બધા બેઠા હતા. ત્યાં ભાગ પાડેલી તમામ વસ્તુઓ પર સહી કરી અને જે પેટી હતી તેને દાદા સાથે લઈ જવાની વાત કરી મનસુખ અને બધાને નવાઈ લાગી.
રુતાને પણ નવાઈ લાગી કે.. 'દાદાની દરેક વાત મને ખબર હોય એવી કઈ કિંમતી વસ્તુ છે ? જે મને નથી ખબર ? અને દાદા તેની સાથે લઈ જવા માંગે છે ?'
રુતાએ રડતી આંખે કહ્યું.. "આ દાદાની ગમતી પેટી છે. તેની અંતિમ ઈચ્છા છે તો એ જરૂર પુરી થશે. અને આ પેટીને તો તેની સાથે જ લઈ જવાશે. પણ મારે છેલ્લી વાર જોવું છે એ કિંમતી વસ્તુ શુ છે ?"
બધા રુતાની વાત સાથે સહમત હતા. બધાની ઈચ્છા હતી કે એ કિંમતી વસ્તુ શુ છે ? જે મર્યા પછી પણ વિરાભગત સાથે લઈ જવા માંગે છે. અને વ્હાલસોયા દીકરા દીકરીને પણ આપવા નથી માંગતા.
આખરે પેટી ખોલી. અને એ પેટીમાંથી 'રેડીઓ' નીકળ્યો જે રુતાએ દાદાને ભેટ આપી હતી. અને તેણે ખુબજ કાળજી પૂર્વક એ રેડિયાને સાચવી રાખ્યો હતો. જે તેની સવથી કિંમતી વસ્તુ હતી. રુતા રડતી આંખે બોલી, "દાદાને કાંધ હું પણ આપીશ !"