Vaidehi PARMAR

Drama Inspirational Thriller

2  

Vaidehi PARMAR

Drama Inspirational Thriller

વીની

વીની

4 mins
676


ન્યુ જર્સીના સ્ટોકલેન્ડમાં વીનીનું ઘર હતું.

વીની અને તેની મા લુઈ બન્ને જ ઘરમાં રહેતા હતા.

લુઈ બેકરી ચલાવતી હતી તેની કેક સ્ટોકલેન્ડમાં સવથી વધારે સ્વાદિષ્ટ કેક હતી. લુઈ બહુજ મહેનતુ સ્ત્રી હતી માટે તેના ગ્રાહક પણ ઘણા બધા હતા. લુઈ ના પતિનું વિમાનક્રશ થવાથી મોત થયું હતું.

લુઈ ત્યારે ખુબજ ભાંગી પડેલી.!

પણ, એક વાતનો આંનદ કે વિમાન હાઇજેક થતા તેમાં સવાર લુઈનો પતિ એકલો ન હતો.! સાથે તેની દીકરી વીની પણ હતી. વીની લુઈ અને તેના પતિ જેક બન્નેનું પહેલું અને એકનું એક સંતાન હતી. જેક વીની ને ખુબજ ચાહતો હતો. જેક જર્સીમાં જ હોટેલ ચલાવતો અને લુઈ તેની મદદ કરતી નાનકડી વીનીના જન્મ પછી જેક તેને લઈને મુસાફરી કરવા ગયો હતો.

જ્યારે દુર્ઘટનામાં જેક મૃત્યુ પામ્યો અને વીની જીવી ગઈ!

લુઈ ત્યારે ખૂબ રડતી પણ તેને તેના પતિ જેક ની વાત યાદ આવતી. 'વીનીને આખા સ્ટોકલેન્ડ ના હોટેલની માલકીન બનાવવી છે.'

એટલે ફરી પાછી લુઈ શાંત પડી જતી અને તેનામાં હિંમત આવી જતી હતી.

અકસ્માતમાં તો દવાખાનાના લીધે જેક અને લુઈની મહેનતથી બનાવેલી હોટેલ તો વહેંચાઈ ગઈ! લુઈ તેના પતિ જેક અને તેની નિશાની હોટેલ પણ ગુમાવી દીધી!

જ્યારે વીનીને જોતી ત્યારે વિચારતી કે તેના પતિ જેકની નિશાની અને તેની અત્યન્ત વ્હાલી વીની તો હજી હયાત છેને.

એવું વિચારી લુઈએ નાનકડી એવી બેકરી ખોલી.

રાત દિવસ મહેનત કરતી અને બેકરી ચલાવતી. ધીરે ધીરે બેકરી સારી રીતે ચાલવા લાગી અને લુઈ સારા એવા પૈસા કમાવવા લાગી.

વીની પણ ધીરે ધીરે મોટી થઈ રહી હતી.

આજે વાતાવરણ આહલાદક હતું. વીની તેની પથારીમાંથી વહેલી ઉઠી ગઈ રોજ ની જેમ ખુશખુશાલ.

પણ વીનીની મા લુઈ આજે બેચેન હતી. તેને આજ એક અલગ જ ચિંતા ખાઈ રહી હતી.

ચિંતા હતી કે વીનીએ વેન કર્યું હતું 'મારે સર જ્હોનની નિશાળમાં ભણવા જાવું છે.'

એવું નથી કે લુઈ તેની એકની એક દીકરીને ભણાવવા નહોતી માંગતી પણ હજી હમણાં વાર છે એવું કહેતી.

વીની સાત વર્ષની થઈ ગઈ હતી

વીનીને ચિત્ર દોરવાનો અને કેક પર ડિઝાઈન કરવાનો ભારે શોખ હતો. લુઈ જેવી કેક બનાવે એવીજ વીની તેમાં અવનવા ફૂલ ને ડિઝાઈન કરી કેકને શણગારી નાખતી.

વીનીના ઘરે જ્યારે નિશાળેથી છૂટીને ઝિલ રમવા આવતી ત્યારે વીની બહુજ દુઃખી થતી તે પણ કેતી 'મા મને પણ જિલ સાથે નિશાળે જવું છે.'

જિલ વીનીની બાળપણની બહેનપણી બન્ને સાથે જ રમતા

આખરે વીનીની જીદ સાથે તેની મા લુઈ હારી ગઈ. અને તેણે વીની ને નિશાળે મોકલવાનું વિચાર્યું.

વીની વહેલી ઉઠી ગઈ. જ્યારે લુઈ તો આખી રાત જાગી હતી. સૂતી જ હતી નહિ.

વીની ખુશ થતી થતી જોરથી બુમાબુમ કરવા લાગી. તેણે તેનો નોડીનો નવો ડ્રેસ પહેરવાનું કહ્યું.

જ્યારે લુઈ માથા પર હાથ રાખી દુઃખી દુઃખી થઈને બેઠી હતી.

પણ વીનીનો આ નિશાળ જવાનો હરખ ને તેની મા 'ના' કહીને બગાડવા નહતી માંગતી.

વીની પાસે લુઈ ગઈ તેને ખુબજ પ્રેમથી બાથ ભીડી કહ્યું.. "માય લવલી ચાઈલ્ડ..!"

અને પછી તેના કોમળ હાથ પર ચૂમવા લાગી.

વીની ને રાતથી જ નિશાળે જવાનું છે સવારે તેનો આંનદ હોવાથી તે વહેલી ઉઠી ગઈ હતી.

તેની મા લુઈએ વીનીને નવરાવીને તેનો મનપસંદ નોડી નો ડ્રેસ પહેરાવ્યો.

તેને વેજ સેન્ડવીચ ને પેસ્ટ્રી લંચબોક્સ માં ભરી દીધી. અને સુંદર મજાની વોટરબેગ ગળામાં ટીંગાડી દીધી. વીની નું સ્કૂલ બેગ પણ સરસ હતું.

વીની અને તેની મા લુઈ સવાર સવારમાં સેન્ટ જ્યોન સ્કૂલ જવા તરફ વળ્યા.

રસ્તામાં વીની કેટલી બધી ખુશ હતી તે તેની બક બક પરથીજ ખબર પડી જતી હતી.

વીની બહુજ વાતો કરતી હતી. તેની મા સાંભળીને તેને ખુશ કરવા ફિક્કું હસતી હતી. પણ મનમાં તો તેને ભારે ચિંતા ને વ્યથા જરતી હતી.

રસ્તામાં વીનીને તેની મા લુઈ એ એક સરસ મજાનું સ્ટોબેરીનું બોક્સ લઈ દીધું.

નિશાળ જેમ જેમ નજીક આવતી જતી હતી તેમ તેમ લુઈ ના મનમાં ફાળ પડતી હતી.

પણ વીની હરખાતી હરખાતી સરસ સરસ વાતો કરતી હતી.

આખરે લુઈ નિશાળે પહોંચી વીની ને લઈને.

પ્રેયર ચાલુ હતી.

વીની અને લુઈ બહાર ઉભા રહી ગયા. ત્યાંજ ડો. હેન્ડરી આવ્યા

તેને લુઈ સામું જોયું

અને કઈ પણ બોલ્યા વગર જાણે એવું કહેતા હોય કે 'વીની હવે અમારી જવાબદારી તમે ચિંતા નહિ કરતા..!'

લુઈ ઘણી બધી ચિંતાઓમાંથી, વિચારોમાંથી, પસાર થઈ રહી હતી.

પ્રેયર પુરી થઈ બધાજ બાળકો પોતપોતાના કલાસમાં જતા રહ્યા.

હાથમાં ક્રોસ ને, સફેદ લાંબો જભો પહેરી, ચશ્મા સાફ કરતા કરતા ડો. જ્યોન આવ્યા. તેણે વીની અને તેની મા લુઈ ને જોઈ

વીનીની આંખોમાં એક અલગજ નૂર છલકાતું હતું. નવી નિશાળે જઈને ભણવાનું, નવીન શીખવાનું, જ્યારે લુઈની આંખમાં માત્ર વીની ને લઈને ચિંતા જ ચિંતા..!

ડો.જ્યોન ઘુંટણભેર નીચે બેસ્યા વીનીનું હાથ પકડી તેને ચુમ્યું અને બોલ્યા..

"માય ચાઈલ્ડ ગોડ ઇઝ ઓલ્વેઝ વિથ યુ..!"

જાણે તે લુઈને જ કહેતા હોય.

વીની ખુશ થઈ ગઈ અને ડૉ જ્યોનને ભેટી પડી.

ડો. જ્યોન સાથે સફેદ ડ્રેસમાં સિસ્ટર વીનીને ખુબજ હળવાશથી પ્રેમથી સ્પર્શતા બોલ્યા...!

"ડિયર વીની આ શાળા માં તારું સ્વાગત છે. !"

એમ કરતાં વીની અને લુઈ ને ડો. જ્યોન અને સિસ્ટર કલાસ રૂમ તરફ લઈ જવા લાગ્યા.

ચાલતા ચાલતા

લુઈથી બોલઈ ગયું...

"ફાધર મારી વીની નું ધ્યાન રાખશોને?"

ફાધર આછું હસ્યાં અને બોલ્યા..

"માય સન ગોડ ઇઝ ઓલ્વેઝ વિથ યુ એન વીની..!"

આટલું સાંભળી

લુઈની ચિંતા થોડી હળવી પડી. જ્યારે તે ખુશ તો ના હતી કે વીની નિશાળે જાઈ પણ વીની આજે વધારે ખુશ હતી તેની ખુશી માટે તે ના પાડી શકતી ન હતી.

કલાસરૂમ આવી ગયો.

દરવાજા પાસેજ બ્લેક બોર્ડ હતો કેટલા બધા બાળકો હતા.

વ્હીલચેરમાં બેઠેલા કલાસ ટીચરે વીનીને બન્ને હાથ વડે આવકારો આપ્યો.

અને વ્હીલચેરમાં બેઠેલી વીની સુંદર ગુલાબી હોઠ ને શોભે એવું નિર્દોષ હસી..

વીનીના કલાસટીચર ને જોઈને

લુઈ ની ચિંતા બધીજ લુપ્ત થઈ ગઈ. તેણે તેની વ્હાલી દીકરી વીની જે વિમાન દુર્ઘટનામાં બન્ને પગ ગુમાવી ચુકેલી અને બચી ગયેલી વીનીની બધીજ ચિંતા મટી ગઈ. અને ફાધર સામે નજર કરી વીનીને લાંબા હાથથી અલવિદા કહી ઘર તરફ વળી....


Rate this content
Log in

Similar gujarati story from Drama