માહી પ્રેમ
માહી પ્રેમ


તેની કૉલેજ ની પરીક્ષા ચાલુ હતી ને પેપર દેવા ના ગયો અને તે તેના મિત્ર સાથે તળાવે પહોંચ્યો આમ તો રોજિંદા તળાવે આવતો પણ આજે મૂંઝાયેલો, દુઃખી અને વ્યાકુળ છે ' માહી '.
તે થોડી થોડી વારે પોતાનો મોબાઇલ કાઢે છે અને કોઈક નંબર ડાયલ કરે છે પાછો મૂકી દે છે કોલ લગાવતો નથી.
તેના મિત્ર ને એની વ્યથા ખબર છે પણ અત્યારે તે શા માટે તેને અહીં લાવ્યો છે એની તેને નથી ખબર માર્ચ મહિના નો તડકો છે સૂરજ માથે ચડ્યો છે ને ૧૧ વાગ્યા છે મિત્ર થી થોડો દૂર જાય છે અને ફરીથી મોબાઇલ કાઢી કોલ કરે છે ને વાત કરે છે ,
માહી: હલ્લો
રીસીવર: હલ્લો , કોણ?
માહી: હું ' માહી ' તમને સ્વેતુ એ અમારા વિશે વાત કરી હશે.
રીસીવર: હા , બોલો શું કામ છે ?
માહી: તમને વાત તો ખબર જ છે તો તેની તમે કેમ ના કહો છો?
રીસીવર: એ તારો મને પૂછવા નો કોઈ હક નથી હું શા માટે ના કહું છું .
માહી: પણ એક વાર તમે ફરીથી વિચારો તો ખરા તમે આ સમાજ નું લઈ ને બેઠા છો, પ્રેમ ને સમાજ બન્ને અલગ છે
(રીસીવર કોઈ વાત સભળ્યાં વગર બોલે છે.)
રીસીવર: એ તું બધું ભૂલી જા હવે થી જો તું સ્વેતુ ને મળવાની કે વાત કરવાની કોશિશ કરી છે તો તારી ખેર નથી મારા થી ખરાબ કોઈ નહિ થાય. અને મને પણ આજ પછી કોલ ના કરતો આ બાબતે
(માહી થોડોક ગુસ્સામાં પણ લાચાર થઈ સાંભળે છે)
રીસીવર: જો હવે પછી મને ખબર પડી કે તે સ્વેતુ ને મળ્યો છે તો તને ખબર નથી તારી શું હાલત થશે એટલે પ્રેમ થી કહું છું તેમા સમજી જા બાકી મને બધા પગલાં લેતા આવડે છે
માહી: ભલે, પણ એક વિનંતી છે તમે એની કૉલેજ બાકી ના રાખવો હું તેને નહિ મળું.
રીસીવર: એ તારો પ્રશ્ન નથી કે મારે શું કરવું ને શું ન કરવું હવે પછી કઈ ખબર મળી તો તારી ખેર નથી
(ફોન કટ થય જાય છે. માહી ઊભો છે ત્યાં રડવું છે પણ સહારો નથી બોલવું છે પણ સાંભળવા માટે કોઈ નથી તેને સમજવા માટે કોઈ નથી મોબાઇલ રાખી તે જાય છે પાછો મિત્ર પાસે)
મિત્ર: શું થયું ભાઈ?
માહી: કઈ નહિ
બસ આટલું કહી તે ત્યાંથી નીકળી જાય છે.
ગુસ્સો આવે છે પણ શું કરે શું કામ નો તે ગુસ્સો આજ ફરથી એક પ્રેમમાં વિરહ નો અવસર આવ્યો અને જાતિ(Cast) તેનું કારણ બન્યું.
શરૂઆત ની વાતો બાકી છે આ તો ક્લાયમેક્સ નો સીન છે.