Maahi Parmar

Drama Romance

4.6  

Maahi Parmar

Drama Romance

માહી પ્રેમ - ૦૫

માહી પ્રેમ - ૦૫

9 mins
368


થોડુક આગળની સ્ટોરીથી, કે હજુ પણ માહી એ તો હાર માની જ ન હતી તે ક્યારેક સ્વેતુની સ્કુલ બાજુ જઈ આવતો અને તેને દૂર થી જોઈ આવતો પણ ખબર નહી સ્વેતુ પણ દર વખતે પહેલેથી જ જાણતી હોય કે શું દર વખતે તે માહી જે બાજુ હોય ત્યાં તેને જોઈ લેતી પણ એ પણ કઈ બોલતી નહી અને માહી પણ કંઇ ના બોલતો બન્ને એક બીજા ને દૂરથી ઉભા રહી જોયા કરે. 

એકવાર માહી એ હિંમત કરી તેની પાસે જવાની પણ ત્યાં જ સ્વેતુની કોઈ બહેનપણી આવી ગઈ સ્વેતુ પાસે એટલે માહી થંભી જાય છે આગળ નથી વધતો પણ સ્વેતુ એને જોતી હતી અને જાણે આંખોથી કેમ એમ કહેતી હોય કે તું આવે મારી પાસે અને મારી સાથે વાત કરે પણ બંન્ને એક બીજા ને જોયા રાખે છે, બસ જોતાં રહે છે ના તો માહી આગળ વધે છે ના સ્વેતુ ના મુખમાંથી કઈ શબ્દ બહાર આવે છે. પછી થોડી વાર માં માહી નો મિત્ર જય ત્યાં હોય છે તે આવે છે અને માહી ને લઇ જાય છે ઘરે. પણ માહી ના મનમાંથી હજુ સ્વેતુ નું એ મુખ દૂર નથી થતું કે ત્યારે કેમ સ્વેતુ એને બોલાવતી જ હતી તેવું લાગી રહ્યું હતું. માહી ને આખી રાત નીંદર નથી આવતી તે હજુ તે જ ખ્યાલોમાં ખોવાયેલો છે સવારે માહી એક નિર્યણ પર આવે છે એટલે તે નક્કી કરે છે કે આજે પાછુ જવું અને સ્વેતુ ને મળી આવું તે કદાચ બોલતા ડરતી હશે હું જ સામે થી એને પૂછી જોઇશ તો કદાચ એ કઈ બોલે.

સાંજે પાછો માહી જાય છે સ્વેતુ ને મળવા. પણ માહી ની પણ પનોતી ચાલતી હશે ત્યારે કે શું તે સ્વેતુ ને મળવા જાય છે તે દિવસે તો કોઈ વૃદ્ધ માણસ તેને જોઈ જાય છે અને તે સ્કુલ ના આચાર્ય ને કહે છે અને તે જુવે છે કે માહી કોને મળે છે ત્યારે માહી જય સાથે ઊભો હોય છે. પછી માહી સ્વેતુ ને જોવે છે પણ જય સાથે એ વાત કરતો હોય છે કે તે સ્વેતુ ને મળવા આવ્યો છે. ત્યાં સ્વેતુ તેની બહેનપણી સાથે ત્યાંથી જતી રહી હતી કેમકે તેના આચાર્ય ત્યાં હોય છે. આથી માહી તેની પાછળ જાય છે પણ નજીક નથી જઈ શકતો હ્રદય માં થોડોક ડર છે તે માહીને રોકી રહ્યો છે આથી સ્વેતુ નું ઘર આવ્યું છતાં તે કંઇ નથી બોલી શકતો સ્વેતુ પણ પોતાનું સ્કૂટર ધીમે ચલાવી રહી છે કે માહી પાસે આવી કઈ બોલશે પણ માહી નિ:શબ્દ છે સ્વેતુ અરીસામાંથી તેને જોઈ રહી છે પણ બંન્ને માંથી કોઈ કંઇ બોલતા નથી.

બીજા દિવસે માહી પોતાના ક્લાસ પૂરા કરી પોતાના કારખાને પહોંચે છે.ત્યાં જોવે છે કે જય અને તેના પપ્પા ત્યાં હજાર હોય છે.

માહી ના પપ્પા: માહી, ક્યાં હતો ? કેમ આજ વાર લાગી ?

માહી: એ ક્લાસ માં થોડુક આ પરીક્ષા આવી રહી તો તેના માટે સર સૂચના આપતા હતાં.

માહી ના પપ્પા: સાચે તે જ હતું કે બીજું કઈ ?

માહી: ના, પપ્પા ત્યાં જ હતો ક્લાસ એ આ સૂચના આપી હતા તો...

માહી ના પપ્પા: તો ગઈ કાલ ક્યાં હતો તું ?

(માહી ને લાગ્યું જ જરૂર ગઈ કાલ ની પપ્પાને ખબર પડી ગઈ છે. પણ તેને જય પર એય એટલો જ ભરસો હતો કે તેણે તો ના જ કહ્યું હોય કઈ પણ નક્કી કોઈ મોટું કાંડ થયું છે.)

માહી ના પપ્પા: કાલે તું આ જય ની સ્કુલ પાસે શું કરતો હતો ?

( માહીનાં મુખ મા એકેય શબ્દ નથી તે જાણે મૂર્તિ હોય તેમ ઊભો છે )

માહી ના પપ્પા: તને ખબર છે આ જય અને એના પપ્પા કેમ આવ્યા છે તમે બંન્ને કાલે જય ની સ્કુલ બહાર ઊભા હતા તો એના આચાર્ય એ તમને બંન્ને ને ત્યાં જોયા અને આમ કેમ બહાર નાં વિદ્યાર્થી સાથે આ ઊભો રહે છે તેમ કહી ને આ જય ને સ્કુલ માંથી ત્રણ દિવસ સુધી સસ્પેન્ડ કર્યો છે. 

જય ના પપ્પા: માહી બેટા શું હતું કે તારે ત્યાં એની સ્કુલ એ જવું પડ્યું તમે પાસે જ રહો છો અને સ્કુલ પૂરી થાય પછી પણ સાથે જ હોવ છો તો ત્યાં તેની સ્કુલ એ જવાની શું જરૂર ઊભી થઈ.

( માહી હજુ કઈ બોલતો નથી. )

માહી ના પપ્પા: માહી તું પેલા અહીં મારી પાસે બેસ.

( માહી હજુ ત્યાં જ ઊભો છે ત્યાં થી હલતો પણ નથી. તેના મન માં વિચારો નું જાણે હવે વંટોળ આવ્યું હોય તેમ વિચારો ઘૂમી રહ્યા છે કે કેમ આ બધું થયું હશે અને મારા લીધે આ જય નો શું વાંક એ બિચારો તો વગર વાંક નો સસ્પેન્ડ થયો છે. )

જય ના પપ્પા: માહી, બેટા શાંતિ થી પેલા બેસી જા અને તું એકલો જ એમાં દોષિ નથી આ જય નો પણ વાંક છે. તું બેસી જા આપણે નિરાતે વાત કરી શું હતું ને તું ક્યાં કારણ થી ત્યાં ગયો હતો ?

( માહી ના આંખો માં આંસુ ના વાદળો બંધાયા છે પણ તે આંસુ ને અત્યારે અંદર રાખી બેઠો છે. )

માહી: એ.. એ.. હું.. ત્યાં.. એક.. છોકરી.. ને.. મળવા.. માટે..

( હજુ માહી આંસુ ને પોતાની અંદર રાખી અચકાતો અચકાતો બોલે છે. )

માહી ના પપ્પા: પેલા તું પાણી પી લે અને શાંતિ થી બોલ શું કહેવું છે તારે.

( માહી પાણી પીતો નથી પણ બોલવાનું શરુ કરે છે. )

માહી: પપ્પા આમાં જય નો કઈ જ વાંક નથી એ તો ખાલી મને એ લોકો ક્યારે સ્કુલ થી છૂટે છે એ કહેતો એટલે હું ત્યાં જતો.

માહી ના પપ્પા: હા, પણ શું કારણ થી જતો ત્યાં?

માહી: એ હું એક છોકરીને પ્રેમ કરૂં છું તો હમણાં અમે વાતો નથી કરતા તો એને મળી ને વાત કરવા માંગતો હતો.

માહી ના પપ્પા: કોણ છે તે? 

માહી: અમે સ્કૂલમાં પહેલા ધોરણ થી સાથે ભણતા અને સારા મિત્ર પણ હતા રોજ વાતો કરતા પણ આ દસમાં બોર્ડ ની પરિક્ષા પછી અમે બન્ને અલગ થયા અને પછી થોડોક સમય વાત થય હતી પણ પછી એક વાર કંઇક એના પપ્પા ને ખબર પડી ગઈ હતી તો એ પછી થી થોડોક સમય માં અમારા બંન્ને વચ્ચે સાવ વાત ચીત કરવા નું બંધ થઇ ગયું.મે એને પણ કહી છે મારી લાગણી પણ ત્યારે એણે આ ભણવાનું ચાલુ હતું અમારું અને એના પપ્પા ની એને બીક હતી એટલે પછી અમે સારા મિત્રો હતા.

માહી ના પપ્પા: માહી, આ તમારા ભણવા ની ઉંમર છે અને આ ઉંમર જ એવી છે કે જ્યારે તમારી આજુ બાજુ ઘણો ફેરફાર એય થશે અને તમને આવી બધી લાગણીઓ પણ જાગે પણ અત્યારે તમારું ધ્યાન તમારા ભવિષ્ય ઉપર લગાડવું જોઈએ. એટલે માહી તું તારે જે કરવા નું છે તેમાં ધ્યાન આપ સમય આવ્યે બધું થય જશે અમે બેઠા જ છીએ અમને પણ ઉતાવળ હોય તારા લગ્ન ની તારા સબંધ ની કે જલ્દી થાય પણ બધા નો એક સમય હોય ત્યારે તે બધું થાય.

( આમ કહી માહી ના પપ્પા તેને થોડોક શાંત પાડે છે અને સમજાવે છે )

જય ના પપ્પા:  જય, માહી ના પપ્પા જે કહે છે એ તને પણ લાગુ પડે છે અને હું તને પણ એટલો જ જવાબદાર ગણુ છું જેટલો માહી છે. આતો સારું છે કે તને સ્કુલ માથી ખાલી ત્રણ દિવસ સસ્પેન્ડ કર્યો બીજી કઈ નાં કર્યું બાકી તારું પણ ભવિષ્ય બગડત. માહી, તારા પપ્પા તને જે કહે છે તે એકદમ સાચું છે. તમારી આ ઉંમરમાં આવું ઘણું બધું થાય પણ તમારે તમારા ભવિષ્ય પર ધ્યાન દેવાનું છે.

માહી ના પપ્પા: એ તો સારું છે એ છોકરી નાં પપ્પા એ કઈ પોલીસ કાર્યવાહી કરી નથી જો એ છોકરી તારી સાથે અત્યારે વાત નથી કરતી તો એના પપ્પા એ ના પાડી છે ત્યારે જ ને તો જો એ ના ગુસ્સા થી આટલી ડરતી હોય તો એ કઈ આવું કાયદાકીય પગલું ભરે તો અત્યારે તો તું પોલીસ ના ચોપડે ગુનેગાર થય જા ને. માહી કંઇક હા કે ના તો બોલ.

( માહી માંડ માંડ થોડીક હિંમત ભેગી કરી ખાલી માથું હકાર માં હલાવે છે. )

માહી ના પપ્પા: તો પછી હવે આત્યરે આ જય તો વગર વાંકે સસ્પેન્ડ થયો ને એનું ત્રણ દિવસ નું લેસન ગયું.

જય ના પપ્પા: ના , એમાં બંન્ને નો વાંક છે ભલે એ પણ સસ્પેન્ડ થયો એને પણ ખબર પડે કે જો માહી કોઈ આવું ખોટું કામ કરે છે તો તેને રોકવો જોઈએ અને જો એ એનું ના માને તો તમને કહેવું જોઈએ પણ એણે પણ તેનો સાથ દીધો છે એટલે એ પણ ગુનેગાર જ છે અત્યારે. 

( પછી માહી ના પપ્પા જય અને માહી ના દુઃખી મુખ જોઈ તેમને થોડાક હસાવા પ્રયત્ન કરે છે.)

માહી ના પપ્પા: તે છોકરી તને એટલી બધી ગમે છે કે તું તારા ક્લાસ મૂકીને એને મળવા માટે જાય છે.

( માહી ફરીથી હકાર માં ખાલી માથું હલાવે છે.)

માહી ના પપ્પા: એ છોકરી નું નામ શું છે?

માહી: સ્વેતુ

માહી ના પપ્પા: એટલી જ ગમતી હોય તો અત્યારે જ જાય આપણે તેના ઘરે અને એમને વાત કરી કે અમારા માહી ને તમારી છોકરી ગમે છે પણ એ અત્યારે કઈ કામ નથી કરતો પણ કાલ થી કારખાને મારી સાથે લાગી જાશે. માહી, બોલ છે મંજૂર ?

( માહી ની હાલત એવી છે હા પણ ના કહી શકે કારણ કે તેને ખબર છે સ્વેતુ ના પપ્પા અત્યારે નથી માનવાના અને તેને એ પણ ખબર છે કે તેના પોતાના પપ્પા પણ અત્યારે તેની સાથે રમૂજ કરે છે એટલે માહી કઈ બોલતો નથી ખાલી ના માટે માથું હલાવે છે. )

માહી ના પપ્પા: અરે દીકરાઓ તમને લાગે એટલું આ બધું સહેલું નથી હોતું જો આમ જ તમને જે ગમ્યા રાખે એમ તમે કરતા રહો તો જિંદગી માં કઈ જ સાબિત નહિ કરી શકો.

( માહી હજુ કઈ નથી બોલતો )

માહી ના પપ્પા: માહી , હા કે ના માં કંઇક તો જવાબ દે કે તને હવે લગ્ન ની ઉતાવળ છે તો આજ જ કહી આપું આપણા બધા સબંધી ઓ ને કે કોઈ સારી છોકરી હોય તો અમારા માહી નો સંબધ કરવા નો છે અને તું કાલ થી મારી સાથે કારખાને આવી જા આપણે કઈ એવું ફરજિયાત નહીં કે ભણવું આપણા કામ માં તો ચાલે જ આટલું ભણેલું, બોલ શું કરવું છે ? કહી દવ બધા ને તો તને સ્વેતુ ને થી કોઈ સારૂ મળી જાય.

( આ શબ્દો સાંભળતા જ માહી નાં આંખ માથી આંસુ ચાલુ થયાં, કારણ કે માહી તો સ્વેતુ ને પોતાનું બધું માની બેઠો હતો. અને કદાચ ગમે તે થાય પણ માહી માટે તો સ્વેતું થી સારું કોઈ એવું પાત્ર જ નથી જે તેના જીવન માં તેનો સાથ આપી શકશે. એટલે માહી હવે રડતા રડતા બોલે છે.)

માહી: ના મારે કઈ નથી કરવું એવું કોઈ ને કઈ નથી કહેવું. હવે થી ધ્યાન રાખીશ આવી ભૂલ નહિ કરું અને કોઈ ની મારે અત્યારે જરૂર નઈ.

( આંખો માંથી આંસુ ચાલુ છે કેમકે તેના હ્રદય માં તો કંઇક બીજૂ જ છે, તે કહેવા તો એમ માંગે છે કે મારે અત્યારે સ્વેતુ ની સહુથી વધુ જરૂર છે પણ એવું કહી નથી શકતો તો આંખો વર્ષી રહી છે એ દુઃખ માં )

માહી ના પપ્પા: માહી, જા તું પાણી પી લે અને શાંત થા. માહી અને જય હવે તમે બંન્ને ધ્યાન રાખજો અને ભૂલ થી પણ આવી કઈ ભૂલ ના કરતા.

પછી જય અને તેના પપ્પા ત્યાંથી રવાના થાય છે અને માહી ના પપ્પા માહી ને કહે છે.

માહી ના પપ્પા: માહી, આજ જે થયું એ બહુ ખોટું કહેવાય તારે લીધે જય ને પણ ભોગવવું પડ્યું. અને યાદ રાખજે ગમે ત્યારે આપણા લીધે કોઈ ને નુકશાન ના થવું જોઈએ.હવે અત્યારે તારે જે કરવાનું છે એ કર ને તને સ્કૂટર અપાવ્યું તો આમ છોકરી પાછળ જવાનું એ સારું ના કહેવાય. હવે બીજી વાર ધ્યાન રાખજે અને હા અત્યારે ઘરમાં તારા મમ્મી કે દાદી ને આ કઈ વાત હું નથી કહેવાનો તો હવે ત્યાં આ કઈ વાત નહિ થાય પણ યાદ રહે હવે આવું કઈ નહીં.

( માહી માટે આજ ફરીથી તેના પપ્પા નું જે માન છે તે વધી ગયું અને તેના મુખ પર એક મસ્ત સ્મિત આવ્યું.)

પણ આ તો પ્રેમ છે કોઈએ કહ્યું જ છે કે કોઈ ના કરાવે એ પ્રેમ કરાવે.

માહી ના મન અને હ્રદયમાં તો હજુ સ્વેતુ નું જ રાજ છે હજુ તેના જ વિચારો મા ખોવાયેલો રહે છે અને હજુ ક્યારેક તેને જોઈ આવે છે પણ હવે એ ના તો સ્વેતુની સ્કુલ એ જાય છે કે તેના લીધે જય ને કંઇ મુશ્કેલી થાય. 

હવે તે તેના ઘર બાજુ આંટો મારી આવે છે અને ડાયરીમાં રહેલો સ્વેતુનો એક ફોટો છે એ જોઈ લ્યે છે.

પણ કેટલો સમય રહશે વાત કર્યા વગર.

બંન્ને એક બીજા ને પ્રેમ કરે છે પણ સ્વેતુ કહી નથી શકતી અને માહી ને કહેવું છે તો, પણ એ લાચાર છે.


Rate this content
Log in

Similar gujarati story from Drama