માહી પ્રેમ - ૧૨
માહી પ્રેમ - ૧૨


સ્વેતુ પણ હવે પ્રેમરંગમાં રંગાઈ ગઈ હતી અને માહી સમક્ષ પોતાની લાગણી રાખી દીધી હતી પણ હજુ તેને કંઇક વાત નો ડર છે એટલે એ વાતો માં જ સ્વેતુ માહી ને વચ્ચે અટકાવે છે એટલે હવે માહી તેને પૂછે છે...
માહી : સ્વેતુ, પણ શું ? કેમ વચ્ચે થી વાત અટકાવી હજુ શું છે જેનો તને ડર લાગે છે?
સ્વેતુ : માહી, એજ વાત જે પહેલા થી જ મને ક્યાંક ને ક્યાંક તારા થી દુર રાખતી હતી.
માહી : સ્વેતુ, જે હોઈ તે કહી દે હવે તો મારો સાથ દેવા તું પણ છે આપણે દરેક પ્રશ્નો ઉકેલી શકીશું ભેગા મળી ને, તું કહે તો ખરા શું છે હજુ ડર.
સ્વેતુ : એ જ કે આપણે બંને તો એક બીજા ને પ્રેમ કરી છીએ એ સ્વીકાર્યું પણ આપણા બંને નો પરિવાર આપણને એકબીજા ને સ્વીકારશે ?
માહી : સ્વેતુ, એ બધું સમય આવ્યે થઈ જશે આપણે બંને તો પેલા એક બીજા ને યોગ્ય થવા દે તું હજુ વિચારી લે પછી, એક વાર પરિવાર ને વાત કરી પછી આપણે ફરી નહીં શકી પાક્કો નિર્યણ લઈ ને જ ઘરે વાત કરવી પડે આમ સીધું કેમ કહી દેવું.
સ્વેતુ : માહી, પણ મને ડર લાગે છે.
માહી : એ તો મને પણ લાગે છે...
સ્વેતુ : તો હવે ઘરે થી નહિ મને તો ?
માહી : અરે, સ્વેતુ પણ હજુ ક્યાં એ સમય આવ્યો. હજુ આપણે મિત્રતા ના સબંધ માથી એક પગથિયું ઉપર આવ્યા સમય આવ્યે બધું થઈ જશે તું ચિંતા ના કર હું બધું સરખું કરી આપીશ.
સ્વેતુ : પણ મારા ઘરેથી નહીં માને તો?
માહી : એ તું મારા પર છોડી દે હું મનાવી લઈશ તને મનાવી લીધી તો તારા પરિવાર ને તો મનાવી જ લઈશ ને.
સ્વેતુ : અરે, તને અત્યારે પણ રમૂજ સૂઝે છે...
માહી : ના, એ તો જે છે એ જ મે તને કહ્યું તને કેમ આ અઢી વર્ષ પછી મનાવી તેમ તારા ઘરે પણ મનાવી લઈશું.
સ્વેતુ : હા, માહી તું મનાવી લેજે.
માહી : તું સાથે હોય તો પછી શું... મનાવી જ લઈશ...
સ્વેતુ : હા, હંમેશા તારી સાથે રહીશ.
માહી : હા, હંમેશા રહજે સાથે...
આમ આટલી વાત કરી હવે બંને એક અલગ જ સબંધ થી બંધાયા છે એક બીજાનું ધ્યાન રાખવા લાગ્યા અભ્યાસ સમયે એકમેક ને મદદ કરવા માંડ્યા બંને ના વિષયો અલગ હતા તો પણ પોતાનાથી બનતી કોશિશ કરતા. દિવસમાં ઘણો ખરો સમય એક બીજા સાથે પસાર કરતા થયા ઘરે હોઈ ત્યારે મોબાઇલ થી એટલી વાતો કરતા. હવે તો બંને એકબીજા માં જ જાણે ખોવાયેલા રહેવા લાગ્યા હતા....
[ક્રમશ:]