STORYMIRROR

Maahi Parmar

Drama Romance

2.5  

Maahi Parmar

Drama Romance

માહી પ્રેમ - ૧૧

માહી પ્રેમ - ૧૧

4 mins
12.3K


સ્વેતુએ માહી ને બાંધી લીધો છે કે હવે થી તું તારા આ પ્રેમનો પ્રસ્તાવ ના મુક મારી સામે એવું કઈ હશે તો એ સમય આવ્યે બધું સરખું થઇ જાશે એટલે માહી હવે થી એ વાત ધ્યાનમાં રાખે છે અને બંને હવે જેમ પહેલા હતા એમ મિત્રો ની જેમ વાતો કરે છે.

આમ જ દોઢ મહિના જેવો સમય નીકળી જાય છે બંને ની વાતો ચાલુ છે ક્યારેક કોલેજના બ્રેક માં કે કૉલેજથી છૂટી બંને મળે પણ છે અને હવે તો ક્યારેક રાત્રે પણ મોડે સુધી બંને વાતો કરતા હોઈ છે અને હવે સ્વેતુ માહીને સમજવા લાગી હતી તેના હાવભાવથી તેનો મૂડ જાણવા લાગી છે એટલે હવે સ્વેતુ પણ માહી ના રંગમાં રંગાઈ ગઈ છે એટલે એક દિવસ તે જ માહી ને સામેથી હવે પોતાના દિલની વાત મુકે છે.

સ્વેતુ : માહી તારી સાથે વાત કરતી હોવ કે તારી સાથે ક્યાંય બહાર હોવ ત્યારે સમય ની ખબર જ નથી પડતી ખબર જ નહીં કેમ કલાકો વીતી જાય તો પણ એમ જ થાય કે હજુ હમણાં તો મળ્યા કે હમણાં તો વાત કરવાની શરૂ કરી.

માહી : ઓહો... મેડમ શું છે આ? તમને પણ પ્રેમ રંગ ચડ્યો લાગે છે હવે.

સ્વેતુ : હા, તારી વાતો છે જ એવી કે પ્રેમ રંગ ચડ્યા વગર રહી જ ના શકે.

માહી : મારી વાતો... કેમ મે ક્યાં એવી બધી વાતો કરી. તે ના કહ્યા પછી તો મેં મારી લાગણીઓ ને નિયંત્રણ માં રાખી છે.

સ્વેતુ : હા, નહીં તો આ આટલા દિવસો માં તે પચાસ વાર પાછુ પૂછી લીધું હોત નહીં ?

માહી : એ ચોક્કસ ના કહી શકું કદાચ એના થી વધારે વાર પણ પૂછી લીધું હોત.

સ્વેતુ : જો ફરીથી, એટલે જ તને કહું છું ને કે આ તારી વાતો ને તારો આ સ્વભાવ જ કોઈ ને તારા રંગ માં રંગી દે.

માહી : પણ આ રંગ થોડી બધા માટે છે આ તો ફક્ત તારા માટે જ છે.

સ્વેતુ : હા, માહી હવે હું જાણી ગઈ છું કે એ ફક્ત મારા માટે છે.

માહી : કેમ પહેલા ન હતી ખબર? મે કહ્યુ પણ હતું કદાચ.

સ્વેતુ : અરે એમ નહીં પણ.

માહી : અરે તો કેમ પણ?

સ્વેતુ : એ એમ કે મને એમ હતું હું તારા થી આટલો સમય દૂર રહી તો તે કોઈ બીજા ને...

( વચ્ચેથી માહી વાત અટકાવે છે )

માહી : ઓ... મેડમ કઈ એ બોલતા જ નહીં એવું કઈ મે નથી કર્યું.

સ્વેતુ : અરે એ તો હું વિચારતી હતી એમ કહું છુ હજુ વાત તો સાંભળ.

માહી : હા, કહો ક્યારે આવું બધું વિચારતા હતા.

સ્વેતુ : એ તો પહેલા વિચારતી અને આપણે જ્યારે હમણાં એક વાર બહાર ગયા ત્યારે તું મોબાઈલમાં કંઇક થોડોક વ્યસ્ત હતો તો મને એમ કે કોઈ સાથે વાત કરતો હોઈશ અને મે તને આટલો સમય હેરાન કર્યો તો એના માટે થઈ ને તું થોડો સમય મારી સાથે વાત કરી મને હેરાન કરવા માંગે.

માહી : અરે ના સ્વેતુ એવું કઈ નથી અને તને આવા વિચારો ક્યાંથી આવવા લાગ્યા.

સ્વેતુ : આ બધું ખબર નહીં પણ એ તો પહેલા મને એવું લાગતું હતું એટલે તને કહ્યું અત્યારે એવું કઈ જ નથી હવે મારા મનમાં તારા વિશે.

માહી : હા, સ્વેતુ હું કઈ ગાંડો થોડો છું કે તને હેરાન કરું કે તારી સાથે એવું કઈ કરું કે તું દુઃખી થાય એ તો કંઇક હશે તો હું કોઈક સાથે વાત કે કરતો હોઈશ.

સ્વેતુ : હા, એવું જ હશે.

માહી : મેં તારા આવ્યા બાદ કોઈ ને પણ તારા સ્થાન લાયક ગણ્યા જ નથી કેમકે, એના પર તો તારું જ સ્થાન કાયમ હતું અને રહેશે.

( આ વાત સાંભળતા સ્વેતુ રડવા લાગે છે )

માહી : અરે, સ્વેતુ પણ શું થયું કેમ અચાનક રડવા લાગી. આવી વાત ચાલતી હતી ને આમ અચાનક કેમ??

સ્વેતુ : માહી, મેં તને આટલો સમય તારી સાથે વાત ના કરી તારા પર ગુસ્સો કર્યો તો પણ તું મને પ્રેમ કરતો રહ્યો.

માહી : એમાં શું થયું મને તો પ્રેમ થઈ ગયો હતો તો પછી તારો ગુસ્સો કે તારી નારાજગી કઈ એમાં મને નડે.

સ્વેતુ : માહી, મને માફ કરી દે.

માહી : સ્વેતુ, મેં તને ના કહી છે ને આ વાત કરવા ની જે થયું એ ભૂલી જા ને જે થયું તે પહેલાં થઇ ગયું હવે એ જ વાત ફરી ફરીથી કરી ને કે એનું દુઃખ લઈ ને કઈ એમાં ફેર તો પાડવા નો નથી કે એમાં આપણે કઈ હવે કરી પણ નથી શકવાના હવે પછી માટે વિચાર ને એ બધું જવા દે ભૂલી જા એ બધું.

સ્વેતુ : ના ભૂલાય માહી મારાથી.

માહી : કેમ ના ભૂલાય હું મદદ કરીશ તારી એ ભૂલવા માં.

સ્વેતુ : સાચે જ માહી તું મદદ કરીશ?

માહી : હા સાચે મદદ કરીશ.

સ્વેતુ : તો મને આ મારી ભૂલ ભુલાવામાં અને મારું ભવિષ્ય સારું કરવામાં મદદ કર.

માહી : હા, એમાં તમને થોડી ના કહેવાશે અમારાથી.

સ્વેતુ : તે સાંભળ્યું મેં શું કહ્યું ?

માહી : હા, તારી મદદ કરીશ.

સ્વેતુ : અરે એમ નહીં.

માહી : તો કેમ?

સ્વેતુ : મેં કહ્યું ને મારું ભવિષ્ય સારું કરવામાં એ.

માહી : હા, તો કરીશ ને મદદ.

સ્વેતુ : અરે... એમ કહ્યું કે મારો સાથ આપીશ ને હવે ભવિષ્યમાં.

માહી : અરે...એમ કહે છે તું, તું પણ શીખી ગઈ હો શબ્દો વગર લાગણીને વર્ણવતા.

સ્વેતુ : તારા પાસે થી જ શીખી છું.

માહી : હાશ...આટલું તો શીખી ગઈ.

સ્વેતુ : એટલે શું કહેવા માંગે છે?

માહી : અરે, એમ કઈ નહીં ફક્ત એમ જ કે આટલું તો શીખી ગઈ એટલે હવે એટલું ઓછું શીખવાનું એમ.

સ્વેતુ : હા, માહી.

માહી : સ્વેતુ તો હવે તો પ્રેમ નો ઈઝહાર કરી શકું ને?

સ્વેતુ : હા, પણ...

માહી : પણ શું સ્વેતુ?

આમ આટલા વર્ષો પછી બધું સરખું થયું છે અને સ્વેતુ માહી ને સમજતી થઈ છે બંને વચ્ચે પ્રેમ છે, એ પહેલા જ આ પણ શબ્દ વચ્ચે આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Drama