માહી પ્રેમ - ૦૩
માહી પ્રેમ - ૦૩


આજ ઉતાવળ છે એને ઘરે પહોંચવા ની અને જલ્દી થી જમી ને સ્વેતુ સાથે વાત કરવા ની પણ બે વાગ્યા હજુ મેસેજ નથી આવ્યો એનો થોડોક વ્યાકુળ તો છે પણ આવશે એની પણ આશા છે એને અને સાચી પણ પડી થોડી જ વાર મા એના ફોન માં નોટીફીકેશન આવ્યું એ સ્વેતુ નો જ મેસેજ હતો.
સ્વેતુ: હલ્લો , માહી
માહી: હલ્લો , સ્વેતુ
સ્વેતુ: આજ જે તે મને પૂછ્યું એ મે વિચાર્યુ મને થોડોક ડર લાગે છે મારા પપ્પા ને ખબર પડશે તો મારી ખેર જ નહિ
માહી: હા
સ્વેતુ: માહી મારી વાત નું ખોટું ના લગાડતો પણ અત્યારે આપણે જે કરવા નું છે એટલે આ ભણવાનું એના પર ધ્યાન આપીએ બાકી આ બધું તો પછી પણ શક્ય જ છે હું કઈ તારા થી દૂર તો નથી આપણે સાથે જ એક ક્લાસ જ માં તો છીએ અને રોજ આપણે કઈ કામ હોય તો કોલ કે મેસેજ થી વાત તો કરીએ છીએ અને રાતે પાછો તું મારા ક્લાસ પૂરા થાય પછી પણ મળવા આવે એટલો સમય આપડે સાથે વિતાવી તો પછી આ બધાં ની શું જરૂર.
માહી: પણ હું એટલે જ તો કહું છું આપણે આટલો સમય સાથે હોય એટલી વાતો કરી તો એ પ્રેમ નથી તો શું છે. સ્વેતુ તું હજી વિચારી લે એક વાર મે ક્યાં તને એમ કીધું તું અત્યારે જ મને જવાબ આપ તારી રીતે નિરાતે વિચારી લે પછી મને તારો નિર્યણ કહેજે
સ્વેતુ: ભલે હું વિચારું છું હજી અને તને કાલે જવાબ આપું છું
માહી: ભલે કાલે પરમદિવસે તારી રીતે નિરાતે વિચારી લે હું તારી રાહ જોઇશ અને તારો જે નિર્યણ હશે એ હું સ્વીકારીશ
( પછી બંને પોતાની જે રોજિંદી વાતો કરતા એ કરતા રહે છે )
બીજા દિવસે સવારે જલ્દી થી તૈયાર થય ને માહી સ્કુલે જવા માટે નીકળી ગયો છે. આજ તો સ્વેતુ એને શું કહેશે એ જાણવા તે આતુર છે પણ બંને સ્કુલ છૂટ્યા પછી જ આવી વાતો કરે તો એ રાહ જોવે છે પછી સ્કુલ છૂટ્યા પછી બંને મળ્યા.
માહી: હાઈ, સ્વેતુ
સ્વેતુ: હલ્લો, માહી
માહી: હમણાં તો મે તને વિચારો મા નાખી દીધી હશે ને આ બધા ?
સ્વેતુ: હા, વિચારો મા તો છું હું પણ એમાં હું તને દોષ ન દેતી.
માહી: હા, તો શું વિચારો કર્યાં?
સ્વેતુ: મે એવું વિચાર્યું છે કે આપણે જે ફ્રેન્ડ છીએ એ એમ જ રહીએ જો આ બધું સાચું જ હશે કે આપણી વચ્ચે પ્રેમ છે તો એ સમય આવ્યે બધું થશે એટલે અત્યારે આપણે ફ્રેન્ડ જ રહી. તને કઈ વાંધો તો નથી ને ?
માહી: અરે ના મને શું વાંધો હોય આ તો મારા મા આવી કંઇક લાગણી હતી તો એ મે તને કહી પછી કઈ ગેરસમજ રહે એના કરતા પહેલા થી કહી દેવું સારું તો પણ મે આ વાત તને કહેવા માં આઠ મહિના કાઢી નાખ્યા છે.
સ્વેતુ: ઓહો! આટલો બધા ટાઈમ થી તારે આ કહેવું હતું
માહી: હા, પણ ડર લાગતો હતો કે એની અસર આપણી ફ્રેન્સશિપ માં પડશે તો એટલે નહતો કહેતો પણ પછી વિચાર્યું કે મોડુ કરવું એના કરતાં કહી જ દેવા દે
સ્વેતુ: સારું કર્યું કહી દીધું મને પણ ધ્યાન માં રહે ને (પોતાના ક્યારેક જ જતાવતા રમુજી અંદાજ માં તેણે કહ્યું)
માહી: હા એટલે જ તને કહી દીધું
પછી બન્ને છુટા પડે છે અને પોતાના ઘરે જાય છે અને હવે તો થોડાક વધુ સારા મિત્રો બની ગયા છે પહેલા કરતાં થોડીક વધુ વાતો એક બીજા ને શેર કરતાં થયાં છે. એક બીજાનું વધુ પડતું ધ્યાન રાખતા થયા છે. સ્કુલ માં પણ સાથે જ બેસે છે અને એક બીજા ને સારી એવી મદદ કરતા થયાં છે.
પણ દરેક સંબધ માં ક્યારેક તો બ્રેક આવે જ એમાં પણ આવ્યો ...
એ જાણવા આના પછી ના ભાગ માં.